વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પ્રેરિતોનાં કાર્યો ૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પ્રેરિતોનાં કાર્યો મુખ્ય વિચારો

      • જુલમ ગુજારનાર શાઉલ (૧-૩)

      • સમરૂનમાં ફિલિપને પ્રચારકામનાં સારાં ફળ મળ્યાં (૪-૧૩)

      • પિતર અને યોહાનને સમરૂન મોકલવામાં આવ્યા (૧૪-૧૭)

      • સિમોન પવિત્ર શક્તિ ખરીદવાનો પ્રયત્ન કરે છે (૧૮-૨૫)

      • ઇથિયોપિયાનો એક મોટો અધિકારી (૨૬-૪૦)

પ્રેરિતોનાં કાર્યો ૮:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૫૮
  • +માથ ૧૦:૨૩; પ્રેકા ૧૧:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૦, પાન ૧૭-૧૮

    ચોકીબુરજ,

    ૫/૧/૨૦૦૮, પાન ૨૬-૨૭

    ૧૧/૧/૨૦૦૭, પાન ૯

    ૬/૧૫/૧૯૯૯, પાન ૨૯-૩૦

પ્રેરિતોનાં કાર્યો ૮:૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૧, ૨; ૨૨:૪; ૨૬:૧૦; ગલા ૧:૧૩; ફિલિ ૩:૫, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૩, પાન ૨૨-૨૩

    ૫/૧/૨૦૦૮, પાન ૨૬-૨૭

    ૧૧/૧/૧૯૯૮, પાન ૫

પ્રેરિતોનાં કાર્યો ૮:૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૧:૧૯

પ્રેરિતોનાં કાર્યો ૮:૫

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “સમરૂનના એક શહેરમાં.”

એને લગતી કલમો

  • +યોહ ૪:૩૯-૪૨; પ્રેકા ૧:૮

પ્રેરિતોનાં કાર્યો ૮:૭

એને લગતી કલમો

  • +માથ ૧૦:૧; માર્ક ૬:૭

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૨

એને લગતી કલમો

  • +લૂક ૮:૧
  • +માથ ૨૮:૧૯; પ્રેકા ૧૮:૮

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૩

એને લગતી કલમો

  • +પ્રેકા ૬:૫

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૪

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૧:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૪

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૫

એને લગતી કલમો

  • +માથ ૧૬:૧૯

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૬

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૦:૪૭, ૪૮; ૧૯:૨, ૩

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૬:૫, ૬; ૧૯:૬; ૨તિ ૧:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૧૯૯૮, પાન ૧૪

પ્રેરિતોનાં કાર્યો ૮:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૭, પાન ૧૦

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૦

એને લગતી કલમો

  • +માથ ૧૦:૮; પ્રેકા ૧૦:૪૫

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૨

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “કડવા પિત્ત.”

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૪

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૫

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +માથ ૯:૩૫; પ્રેકા ૧:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૪

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૬

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૧:૭, ૧૪; પ્રક ૧૪:૬

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૭

ફૂટનોટ

  • *

    અથવા, “રાજદરબારનો એક પ્રધાન.” શબ્દસૂચિમાં “નપુંસક” જુઓ.

  • *

    ઇથિયોપિયાની રાણીઓ માટે વપરાતો ખિતાબ.

એને લગતી કલમો

  • +૨કા ૬:૩૨, ૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૨૦, પાન ૨

    ચોકીબુરજ,

    ૧/૧/૧૯૯૧, પાન ૧૧

    ૭/૧/૧૯૮૯, પાન ૧૪

    ૭/૧/૧૯૮૯, પાન ૨૫

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રેરિતોનાં કાર્યો ૮:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૯, પાન ૨૫

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “જાણો.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૬, પાન ૧૫

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૧

    ચાકીબુરજ,

    ૧૧/૧/૧૯૮૯, પાન ૧૦

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૨

ફૂટનોટ

  • *

    અથવા, “ઘેટાનું બચ્ચું.”

એને લગતી કલમો

  • +૧પિ ૨:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૮

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તેની પેઢી.”

એને લગતી કલમો

  • +માથ ૨૬:૫૯
  • +યશા ૫૩:૭, ૮; દા ૯:૨૬; ફિલિ ૨:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૮

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૬, પાન ૨૬-૨૭

    ૭/૧૫/૧૯૯૬, પાન ૮

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૭

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૩ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૬, પાન ૮

પ્રેરિતોનાં કાર્યો ૮:૩૯

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

પ્રેરિતોનાં કાર્યો ૮:૪૦

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૧:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પ્રે.કા. ૮:૧પ્રેકા ૭:૫૮
પ્રે.કા. ૮:૧માથ ૧૦:૨૩; પ્રેકા ૧૧:૧૯
પ્રે.કા. ૮:૩પ્રેકા ૯:૧, ૨; ૨૨:૪; ૨૬:૧૦; ગલા ૧:૧૩; ફિલિ ૩:૫, ૬
પ્રે.કા. ૮:૪પ્રેકા ૧૧:૧૯
પ્રે.કા. ૮:૫યોહ ૪:૩૯-૪૨; પ્રેકા ૧:૮
પ્રે.કા. ૮:૭માથ ૧૦:૧; માર્ક ૬:૭
પ્રે.કા. ૮:૧૨લૂક ૮:૧
પ્રે.કા. ૮:૧૨માથ ૨૮:૧૯; પ્રેકા ૧૮:૮
પ્રે.કા. ૮:૧૩પ્રેકા ૬:૫
પ્રે.કા. ૮:૧૪પ્રેકા ૧૧:૧
પ્રે.કા. ૮:૧૫માથ ૧૬:૧૯
પ્રે.કા. ૮:૧૬પ્રેકા ૧૦:૪૭, ૪૮; ૧૯:૨, ૩
પ્રે.કા. ૮:૧૭પ્રેકા ૬:૫, ૬; ૧૯:૬; ૨તિ ૧:૬
પ્રે.કા. ૮:૨૦માથ ૧૦:૮; પ્રેકા ૧૦:૪૫
પ્રે.કા. ૮:૨૫માથ ૯:૩૫; પ્રેકા ૧:૮
પ્રે.કા. ૮:૨૬હિબ્રૂ ૧:૭, ૧૪; પ્રક ૧૪:૬
પ્રે.કા. ૮:૨૭૨કા ૬:૩૨, ૩૩
પ્રે.કા. ૮:૩૨૧પિ ૨:૨૩
પ્રે.કા. ૮:૩૩માથ ૨૬:૫૯
પ્રે.કા. ૮:૩૩યશા ૫૩:૭, ૮; દા ૯:૨૬; ફિલિ ૨:૮
પ્રે.કા. ૮:૪૦પ્રેકા ૨૧:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પ્રેરિતોનાં કાર્યો ૮:૧-૪૦

પ્રેરિતોનાં કાર્યો

૮ સ્તેફનને મારી નાખવામાં શાઉલની સંમતિ હતી.+

એ દિવસથી યરૂશાલેમના મંડળની ભારે સતાવણી શરૂ થઈ. પ્રેરિતો સિવાય બધા શિષ્યો યહૂદિયા અને સમરૂનના પ્રદેશોમાં ચારે બાજુ વિખેરાઈ ગયા.+ ૨ પણ અમુક ધાર્મિક માણસો સ્તેફનને દફનાવવા લઈ ગયા અને તેના માટે તેઓએ ઘણો વિલાપ કર્યો. ૩ એ સમયે શાઉલ મંડળ પર ભારે જુલમ ગુજારવા લાગ્યો. તે એક પછી એક ઘર પર હુમલો કરતો અને સ્ત્રી-પુરુષોને બહાર ઘસડી લાવતો અને કેદખાનામાં નાખી દેતો.+

૪ જોકે, વિખેરાઈ ગયેલા શિષ્યો જ્યાં પણ ગયા, ત્યાં તેઓએ ઈશ્વરના સંદેશાની ખુશખબર જાહેર કરી.+ ૫ ફિલિપ સમરૂન શહેરમાં* ગયો+ અને લોકોને ખ્રિસ્ત વિશે પ્રચાર કરવા લાગ્યો. ૬ લોકોનાં ટોળાં ફિલિપની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતાં હતાં અને તે જે ચમત્કારો કરતો હતો, એ ધ્યાનથી જોતાં હતાં. ૭ ત્યાં ઘણા લોકો ખરાબ દૂતોના કાબૂમાં હતા. એ દૂતો મોટા અવાજે બૂમો પાડીને તેઓને છોડીને જતા રહેતા.+ લકવો થયેલા અને લંગડા લોકો પણ સાજા થયા. ૮ તેથી એ શહેરમાં ઘણો આનંદ છવાઈ ગયો.

૯ એ શહેરમાં સિમોન નામનો એક માણસ રહેતો હતો. તે જાદુવિદ્યા કરીને સમરૂનના બધા લોકોને દંગ કરી દેતો અને પોતે મહાન હોવાનો દાવો કરતો. ૧૦ નાનાથી લઈને મોટા સુધી બધા તેની વાત સાંભળતા અને કહેતા: “આ માણસ પાસે ઈશ્વરની શક્તિ છે, મહાન શક્તિ છે!” ૧૧ તેઓ તેનું સાંભળતા, કેમ કે લાંબા સમયથી તેણે પોતાની જાદુવિદ્યાથી તેઓને છક કરી દીધા હતા. ૧૨ પણ ફિલિપે ઈશ્વરના રાજ્ય વિશે અને ઈસુ ખ્રિસ્તના નામ વિશે ખુશખબર જાહેર કરી+ ત્યારે, લોકોએ તેની વાત પર ભરોસો મૂક્યો અને સ્ત્રી-પુરુષોએ બાપ્તિસ્મા લીધું.+ ૧૩ સિમોને પણ શ્રદ્ધા મૂકી અને બાપ્તિસ્મા લીધું. પછી તે ફિલિપની સાથે ને સાથે રહ્યો.+ જે ચમત્કારો અને શક્તિશાળી કામો થતાં હતાં એ જોઈને સિમોન દંગ રહી ગયો.

૧૪ યરૂશાલેમમાં રહેતા પ્રેરિતોએ જ્યારે સાંભળ્યું કે સમરૂનમાં લોકોએ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો છે,+ ત્યારે તેઓએ પિતર અને યોહાનને ત્યાં મોકલ્યા. ૧૫ તેઓ ત્યાં ગયા અને લોકોને પવિત્ર શક્તિ મળે માટે તેઓએ પ્રાર્થના કરી.+ ૧૬ કેમ કે હજુ તેઓમાંથી કોઈ પર પવિત્ર શક્તિ આવી ન હતી, પણ તેઓએ આપણા માલિક ઈસુના નામમાં ફક્ત બાપ્તિસ્મા લીધું હતું.+ ૧૭ પછી પિતર અને યોહાને તેઓ પર હાથ મૂક્યા+ અને તેઓને પવિત્ર શક્તિ મળવા લાગી.

૧૮ જ્યારે સિમોને જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર શક્તિ મળે છે, ત્યારે તે તેઓને પૈસા આપીને કહેવા લાગ્યો: ૧૯ “મને પણ આ અધિકાર આપો, જેથી હું જેના પર મારા હાથ મૂકું તેને પવિત્ર શક્તિ મળે.” ૨૦ પણ પિતરે તેને કહ્યું: “શું તને એમ લાગે છે કે તું ઈશ્વરની ભેટ પૈસાથી ખરીદી શકે છે?+ જા, તારી સાથે તારી ચાંદી પણ નાશ થઈ જાય. ૨૧ આ સેવામાં તારો કોઈ ભાગ કે કોઈ હિસ્સો નથી, કેમ કે ઈશ્વરની નજરમાં તારું હૃદય સાફ નથી. ૨૨ તારા પાપ માટે પસ્તાવો કર અને યહોવાને* કાલાવાલા કર. પછી કદાચ તારા હૃદયના ખરાબ ઇરાદા માટે તને માફ કરવામાં આવે, ૨૩ કેમ કે હું જોઈ શકું છું કે તું કડવા ઝેર* જેવો છે અને પાપનો ગુલામ છે.” ૨૪ જવાબમાં સિમોને તેઓને કહ્યું: “મારા માટે યહોવાને* કાલાવાલા કરો કે તમે કહેલી કોઈ પણ વાત મારા પર આવી ન પડે.”

૨૫ આ રીતે તેઓએ પૂરેપૂરી સાક્ષી આપીને યહોવાનો* સંદેશો જણાવ્યો. એ પછી તેઓ યરૂશાલેમ તરફ પાછા જવા નીકળ્યા. તેઓ સમરૂનનાં ઘણાં ગામોમાં ખુશખબર જાહેર કરતા ગયા.+

૨૬ પણ યહોવાના* દૂતે+ ફિલિપને કહ્યું: “ઊઠ અને દક્ષિણે આવેલા એ રસ્તા પર જા, જે યરૂશાલેમથી ગાઝા તરફ જાય છે.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.) ૨૭ એટલે તે ઊઠીને ગયો અને જુઓ! તેને ઇથિયોપિયાનો એક મોટો અધિકારી* દેખાયો. તે ઇથિયોપિયાની રાણી કંદાકેના* હાથ નીચે કામ કરતો હતો અને રાણીના બધા ભંડારોનો કારભારી હતો. તે ઈશ્વરની ભક્તિ કરવા યરૂશાલેમ ગયો હતો.+ ૨૮ તે પાછો જઈ રહ્યો હતો અને પોતાના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચી રહ્યો હતો. ૨૯ પવિત્ર શક્તિએ ફિલિપને કહ્યું: “જા અને રથની સાથે થઈ જા.” ૩૦ ફિલિપ રથની સાથે દોડ્યો. તેણે જોયું કે પેલો અધિકારી યશાયા પ્રબોધકનું લખાણ મોટેથી વાંચી રહ્યો છે. ફિલિપે પૂછ્યું: “તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો* છો?” ૩૧ તેણે કહ્યું: “કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?” તેણે ફિલિપને પોતાની સાથે રથમાં બેસવા વિનંતી કરી. ૩૨ હવે શાસ્ત્રનો આ ભાગ તે વાંચી રહ્યો હતો: “ઘેટાની જેમ તેને કતલ કરવા લઈ જવામાં આવ્યો. ઘેટું* જેમ ઊન કાતરનારની આગળ મૂંગું રહે, એમ તેણે પોતાનું મોં ખોલ્યું નહિ.+ ૩૩ તેનું અપમાન થતું હતું ત્યારે તેની પાસેથી ન્યાય લઈ લેવામાં આવ્યો.+ તેના જીવન* વિશે જાણવાની કોણે તસ્દી લીધી? કેમ કે પૃથ્વી પરથી તેનું જીવન લઈ લેવામાં આવ્યું.”+

૩૪ એ અધિકારીએ ફિલિપને કહ્યું: “હું તને અરજ કરું છું કે મને જણાવ, પ્રબોધક કોના વિશે એ કહે છે, પોતાના વિશે કે પછી કોઈ બીજા વિશે?” ૩૫ ફિલિપે બોલવાનું શરૂ કર્યું અને એ શાસ્ત્રવચનથી શરૂ કરીને ઈસુ વિશેની ખુશખબર તેને જણાવી. ૩૬ હવે તેઓ રસ્તે જઈ રહ્યા હતા ત્યારે, એક જગ્યાએ આવી પહોંચ્યા, જ્યાં ઘણું પાણી હતું. અધિકારીએ કહ્યું: “જો, અહીં પાણી છે! બાપ્તિસ્મા લેતા મને શું રોકે છે?” ૩૭ *— ૩૮ એમ કહીને તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો. પછી ફિલિપ તથા અધિકારી બંને પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું. ૩૯ તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાની* શક્તિ તરત જ ફિલિપને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ. અધિકારીને ત્યાર પછી ફિલિપ દેખાયો નહિ, પણ તે ખુશ થતાં થતાં પોતાને રસ્તે ગયો. ૪૦ ફિલિપે જોયું તો પોતે આશ્દોદમાં હતો. તે આખા વિસ્તારમાં ફર્યો અને કાઈસારીઆ+ પહોંચતાં સુધી બધાં શહેરોમાં ખુશખબર જાહેર કરતો ગયો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો