વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યૂસફનાં સપનાં (૧-૧૧)

      • યૂસફ અને તેના ઈર્ષાળુ ભાઈઓ (૧૨-૨૪)

      • યૂસફને ગુલામીમાં વેચી દેવામાં આવ્યો (૨૫-૩૬)

ઉત્પત્તિ ૩૭:૧

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૩, ૪; ૨૮:૧, ૪; હિબ્રૂ ૧૧:૮, ૯

ઉત્પત્તિ ૩૭:૨

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૨૫; ૪૬:૧૯
  • +ઉત ૪૭:૩
  • +ઉત ૩૫:૨૫
  • +ઉત ૩૫:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૮૮, પાન ૨૩

ઉત્પત્તિ ૩૭:૩

ફૂટનોટ

  • *

    અથવા, “લાંબો સુંદર ઝભ્ભો.”

એને લગતી કલમો

  • +૧કા ૨:૧, ૨

ઉત્પત્તિ ૩૭:૪

ફૂટનોટ

  • *

    અથવા, “શાંતિથી.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૫/૨૦૨૦, પાન ૧

ઉત્પત્તિ ૩૭:૫

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૮, પાન ૨૩

ઉત્પત્તિ ૩૭:૭

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૬, ૯

ઉત્પત્તિ ૩૭:૮

એને લગતી કલમો

  • +ઉત ૪૫:૮; ૪૯:૨૬

ઉત્પત્તિ ૩૭:૯

એને લગતી કલમો

  • +ઉત ૪૪:૧૪; ૪૫:૯

ઉત્પત્તિ ૩૭:૧૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૫/૨૦૨૦, પાન ૧-૨

ઉત્પત્તિ ૩૭:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૩૩:૧૮

ઉત્પત્તિ ૩૭:૧૪

એને લગતી કલમો

  • +ઉત ૨૩:૧૯; ૩૫:૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૧૯૮૮, પાન ૨૩

ઉત્પત્તિ ૩૭:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૫

ઉત્પત્તિ ૩૭:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૩
  • +ઉત ૯:૫; નિર્ગ ૨૦:૧૩

ઉત્પત્તિ ૩૭:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “તેના પર હાથ ન નાખશો.”

એને લગતી કલમો

  • +ઉત ૪:૮, ૧૦; ૪૨:૨૨
  • +ઉત ૪૨:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૦, પાન ૨-૩

ઉત્પત્તિ ૩૭:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૩

ઉત્પત્તિ ૩૭:૨૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    એ છાલના ચીકણા પદાર્થમાંથી અત્તર બનાવવામાં આવતું.

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૧૨
  • +ઉત ૪૩:૧૧

ઉત્પત્તિ ૩૭:૨૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તેનું લોહી ઢાંકી દેવાથી.”

એને લગતી કલમો

  • +ઉત ૪:૮, ૧૦

ઉત્પત્તિ ૩૭:૨૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૯

ઉત્પત્તિ ૩૭:૨૮

ફૂટનોટ

  • *

    અથવા, “મિદ્યાની.”

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૧, ૨
  • +ઉત ૪૦:૧૫; ૪૫:૪; ગી ૧૦૫:૧૭

ઉત્પત્તિ ૩૭:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૦, પાન ૨-૩

ઉત્પત્તિ ૩૭:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૫/૨૦૨૦, પાન ૨-૩

ઉત્પત્તિ ૩૭:૩૨

એને લગતી કલમો

  • +ઉત ૩૭:૩

ઉત્પત્તિ ૩૭:૩૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૧૯-૨૦

    ૪/૧/૧૯૮૮, પાન ૨૩

ઉત્પત્તિ ૩૭:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૧૯-૨૦

    ૬/૧/૧૯૯૫, પાન ૬

ઉત્પત્તિ ૩૭:૩૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૪૨:૩૮; ૪૪:૨૯; ગી ૮૯:૪૮; સભા ૯:૧૦; હો ૧૩:૧૪; પ્રેકા ૨:૨૭; પ્રક ૨૦:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૫, પાન ૬

    હંમશ માટે જીવી શકા, પાન ૮૧

ઉત્પત્તિ ૩૭:૩૬

ફૂટનોટ

  • *

    અથવા, “મિદ્યાની.”

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૧
  • +ઉત ૪૦:૨, ૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૩૭:૧ઉત ૨૩:૩, ૪; ૨૮:૧, ૪; હિબ્રૂ ૧૧:૮, ૯
ઉત. ૩૭:૨ઉત ૩૦:૨૫; ૪૬:૧૯
ઉત. ૩૭:૨ઉત ૪૭:૩
ઉત. ૩૭:૨ઉત ૩૫:૨૫
ઉત. ૩૭:૨ઉત ૩૫:૨૬
ઉત. ૩૭:૩૧કા ૨:૧, ૨
ઉત. ૩૭:૫ઉત ૩૭:૧૯
ઉત. ૩૭:૭ઉત ૪૨:૬, ૯
ઉત. ૩૭:૮ઉત ૪૫:૮; ૪૯:૨૬
ઉત. ૩૭:૯ઉત ૪૪:૧૪; ૪૫:૯
ઉત. ૩૭:૧૧પ્રેકા ૭:૯
ઉત. ૩૭:૧૨ઉત ૩૩:૧૮
ઉત. ૩૭:૧૪ઉત ૨૩:૧૯; ૩૫:૨૭
ઉત. ૩૭:૧૯ઉત ૩૭:૫
ઉત. ૩૭:૨૧ઉત ૪૯:૩
ઉત. ૩૭:૨૧ઉત ૯:૫; નિર્ગ ૨૦:૧૩
ઉત. ૩૭:૨૨ઉત ૪:૮, ૧૦; ૪૨:૨૨
ઉત. ૩૭:૨૨ઉત ૪૨:૨૧
ઉત. ૩૭:૨૩ઉત ૩૭:૩
ઉત. ૩૭:૨૫ઉત ૨૫:૧૨
ઉત. ૩૭:૨૫ઉત ૪૩:૧૧
ઉત. ૩૭:૨૬ઉત ૪:૮, ૧૦
ઉત. ૩૭:૨૭પ્રેકા ૭:૯
ઉત. ૩૭:૨૮ઉત ૨૫:૧, ૨
ઉત. ૩૭:૨૮ઉત ૪૦:૧૫; ૪૫:૪; ગી ૧૦૫:૧૭
ઉત. ૩૭:૩૨ઉત ૩૭:૩
ઉત. ૩૭:૩૫ઉત ૪૨:૩૮; ૪૪:૨૯; ગી ૮૯:૪૮; સભા ૯:૧૦; હો ૧૩:૧૪; પ્રેકા ૨:૨૭; પ્રક ૨૦:૧૩
ઉત. ૩૭:૩૬ઉત ૩૯:૧
ઉત. ૩૭:૩૬ઉત ૪૦:૨, ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૩૭:૧-૩૬

ઉત્પત્તિ

૩૭ યાકૂબ કનાન દેશમાં રહ્યો, જ્યાં તેના પિતાએ પરદેશી તરીકે જીવન વિતાવ્યું હતું.+

૨ યાકૂબ વિશે આ અહેવાલ છે.

તેનો દીકરો યૂસફ+ ૧૭ વર્ષનો હતો ત્યારે, તે પોતાના ભાઈઓ સાથે ઘેટાં-બકરાં ચરાવતો હતો.+ એ ભાઈઓ તેના પિતાની બીજી પત્નીઓ બિલ્હાહ+ અને ઝિલ્પાહના દીકરાઓ હતા.+ એ ભાઈઓ જે ખોટાં કામો કરતાં હતાં, એ વિશે યૂસફે પિતાને બધું જણાવ્યું. ૩ હવે ઇઝરાયેલ પોતાના બીજા દીકરાઓ કરતાં યૂસફને વધારે પ્રેમ કરતો હતો,+ કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. તેણે યૂસફ માટે એક ખાસ ઝભ્ભો* સિવડાવ્યો હતો. ૪ તેના ભાઈઓએ જ્યારે જોયું કે તેઓના પિતા સૌથી વધારે યૂસફને પ્રેમ કરે છે, ત્યારે તેઓ યૂસફને ધિક્કારવા લાગ્યા. એટલે સુધી કે તેઓ તેની સાથે સારી રીતે* વાત પણ કરતા નહિ.

૫ થોડા સમય પછી યૂસફને એક સપનું આવ્યું. તેણે એ વિશે પોતાના ભાઈઓને જણાવ્યું.+ એના લીધે તેઓ યૂસફને વધારે ધિક્કારવા લાગ્યા. ૬ યૂસફે તેઓને કહ્યું: “મેં સપનામાં જે જોયું એ મહેરબાની કરીને સાંભળો. ૭ આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા. એવામાં મારી પૂળી ઊભી થઈ અને એની ચારે બાજુ તમારી પૂળીઓ ઊભી રહીને નમન કરવા લાગી.”+ ૮ તેના ભાઈઓએ તેને કહ્યું: “તું કહેવા શું માંગે છે? શું તું અમારો રાજા બનીને અમારા પર અધિકાર ચલાવીશ?”+ આમ યૂસફનું સપનું અને તેની વાતો સાંભળીને તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.

૯ પછી તેને બીજું એક સપનું આવ્યું. એ વિશે તેણે તેના ભાઈઓને કહ્યું: “મને બીજું એક સપનું આવ્યું છે. આ વખતે સૂર્ય, ચંદ્ર અને ૧૧ તારાઓ મારી આગળ નમતા હતા.”+ ૧૦ પછી ભાઈઓની હાજરીમાં તેણે એ સપના વિશે તેના પિતાને જણાવ્યું. પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું: “આવું તો કેવું સપનું? શું તને એવું લાગે છે કે હું, તારી મા અને તારા ભાઈઓ તારી આગળ જમીન સુધી માથું નમાવીશું?” ૧૧ યૂસફની વાતથી તેના ભાઈઓ ઈર્ષાની આગમાં બળવા લાગ્યા,+ પણ તેના પિતાએ એ બધી વાતો મનમાં રાખી.

૧૨ એકવાર યૂસફના ભાઈઓ પિતાનાં ઘેટાં-બકરાં ચરાવવા શખેમ નજીક ગયા.+ ૧૩ પછી ઇઝરાયેલે યૂસફને કહ્યું: “જો, તારા ભાઈઓ ઘેટાં-બકરાં ચરાવવા શખેમ નજીક ગયા છે. શું તું તેઓ પાસે જઈશ?” તેણે કહ્યું: “હા, હું જઈશ.” ૧૪ ઇઝરાયેલે કહ્યું: “જા, જરા જોઈ આવ, તારા ભાઈઓ અને ઘેટાં-બકરાં ઠીક છે કે નહિ. પછી મને ખબર આપ.” એટલે તે હેબ્રોનના નીચાણ પ્રદેશમાંથી+ નીકળીને શખેમ તરફ ગયો. ૧૫ યૂસફ એક મેદાનમાં આમતેમ ફરતો હતો ત્યારે તેને એક માણસ મળ્યો. તે માણસે યૂસફને પૂછ્યું: “તું શું શોધે છે?” ૧૬ તેણે કહ્યું: “હું મારા ભાઈઓને શોધું છું. શું તમને ખબર છે તેઓ ક્યાં ઘેટાં-બકરાં ચરાવે છે?” ૧૭ તે માણસે કહ્યું: “તેઓ અહીંથી નીકળી ગયા છે. મેં તેઓને કહેતા સાંભળ્યા હતા, ‘ચાલો, આપણે દોથાન જઈએ.’” તેથી યૂસફ તેના ભાઈઓની પાછળ પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.

૧૮ તેઓએ દૂરથી યૂસફને આવતો જોયો. તે નજીક પહોંચે એ પહેલાં તેઓએ તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ૧૯ તેઓએ એકબીજાને કહ્યું: “જુઓ! પેલો સપનાં જોનારો આવી રહ્યો છે.+ ૨૦ ચાલો, તેને મારી નાખીએ અને પાણીના ખાડામાં નાખી દઈએ. આપણે કહીશું કે, કોઈ જંગલી જાનવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈએ તેના સપનાંનું શું થાય છે!” ૨૧ રૂબેને+ એ સાંભળ્યું ત્યારે, તેણે યૂસફને બચાવવાની કોશિશ કરી. તેણે કહ્યું: “આપણે તેનો જીવ ન લેવો જોઈએ.”+ ૨૨ રૂબેને આગળ કહ્યું: “તેનું લોહી ન વહેવડાવશો.+ તેને કંઈ ઈજા ન કરશો.*+ તેને બસ અહીં વેરાન પ્રદેશના આ ખાડામાં ફેંકી દો.” તેનો ઇરાદો તો યૂસફને બચાવવાનો હતો, જેથી પોતાના પિતાને તે સહીસલામત પાછો આપી શકે.

૨૩ યૂસફ તેના ભાઈઓ પાસે આવ્યો ત્યારે, તેણે પહેરેલો ખાસ ઝભ્ભો તેઓએ ઝૂંટવી લીધો.+ ૨૪ તેઓએ તેને પકડીને સૂકા ખાડામાં નાખી દીધો.

૨૫ પછી તેઓ ખાવા બેઠા. તેઓએ જોયું તો, ઇશ્માએલીઓનું+ એક ટોળું ગિલયાદ તરફથી આવી રહ્યું હતું અને ઇજિપ્ત તરફ જઈ રહ્યું હતું. તેઓનાં ઊંટો પર ખુશબોદાર ગુંદર, સુગંધી દ્રવ્ય* અને ઝાડની સુગંધિત છાલ*+ લાદેલાં હતાં. ૨૬ ત્યારે યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું: “આપણા ભાઈને મારી નાખીને એ વાત છુપાવવાથી* કોઈ ફાયદો નહિ થાય.+ ૨૭ ચાલો, તેને કોઈ ઈજા ન કરીએ, પણ ઇશ્માએલીઓને વેચી દઈએ.+ આખરે, તે આપણો ભાઈ, આપણું લોહી છે.” તેથી, તેઓએ યહૂદાની વાત માની. ૨૮ ઇશ્માએલી*+ વેપારીઓ ત્યાંથી પસાર થયા ત્યારે, યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢ્યો. પછી, ચાંદીના ૨૦ ટુકડામાં તેઓએ તેને ઇશ્માએલીઓને વેચી દીધો.+ એ માણસો યૂસફને ઇજિપ્ત લઈ ગયા.

૨૯ થોડા સમય પછી, રૂબેન ખાડા પાસે પાછો આવ્યો. પણ યૂસફ ત્યાં ન હતો. તેણે દુઃખી થઈને પોતાનાં કપડાં ફાડ્યાં. ૩૦ તે પોતાના ભાઈઓ પાસે પાછો આવ્યો અને બૂમો પાડીને કહેવા લાગ્યો: “છોકરો ત્યાં નથી! હવે હું શું કરીશ?”

૩૧ તેથી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો અને એક બકરો કાપીને એના લોહીમાં એ બોળ્યો. ૩૨ પછી તેઓએ એ ખાસ ઝભ્ભો પોતાના પિતા પાસે મોકલ્યો અને સંદેશો આપ્યો: “અમને આ ઝભ્ભો મળ્યો છે. તપાસીને જુઓ કે એ તમારા દીકરાનો છે કે નહિ.”+ ૩૩ યાકૂબે એ ઓળખી કાઢ્યો અને બૂમ પાડીને કહ્યું: “એ મારા દીકરાનો ઝભ્ભો છે! જરૂર કોઈ જંગલી જાનવરે તેને ફાડી ખાધો હશે! તેના ટુકડે-ટુકડા કરી નાખ્યા હશે!” ૩૪ યાકૂબે પોતાનાં કપડાં ફાડ્યાં અને કમરે કંતાન બાંધીને પોતાના દીકરા માટે ઘણા દિવસો શોક પાળ્યો. ૩૫ તેનાં બધાં દીકરા-દીકરીઓએ તેને દિલાસો આપવાની કોશિશ કરી. પણ તેણે દિલાસો લેવાની ના પાડી. તેણે કહ્યું: “હું કબરમાં* જઈશ+ ત્યાં સુધી મારા દીકરા માટે શોક પાળતો રહીશ!” આમ યૂસફનો પિતા તેના માટે રડતો રહ્યો.

૩૬ ઇશ્માએલી* વેપારીઓએ યૂસફને ઇજિપ્તમાં પોટીફારને વેચી દીધો. પોટીફાર ઇજિપ્તના રાજાના દરબારમાં પ્રધાન+ અને અંગરક્ષકોનો ઉપરી+ હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો