વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • રાજાની હજૂરમાં મૂસા અને હારુન (૧-૫)

      • જુલમ વધે છે (૬-૧૮)

      • ઇઝરાયેલીઓ દોષનો ટોપલો મૂસા અને હારુન પર નાખે છે (૧૯-૨૩)

નિર્ગમન ૫:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૭:૫; ૯:૧૫, ૧૬
  • +૨રા ૧૮:૨૮, ૩૫
  • +નિર્ગ ૩:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૬/૨૦૨૦, પાન ૮

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૩, પાન ૩

    ૩/૧/૧૯૮૯, પાન ૨૮

નિર્ગમન ૫:૩

ફૂટનોટ

  • *

    અહીં કદાચ ત્રણ દિવસમાં જઈને પાછા આવવાની વાત થાય છે.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩:૧૮

નિર્ગમન ૫:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૧

નિર્ગમન ૫:૭

ફૂટનોટ

  • *

    એ શબ્દ ઘઉં અને જવ જેવાં અનાજનાં સૂકાં ડૂંડાને બતાવે છે. જૂના જમાનામાં અનાજનાં ડૂંડાં અને બીજી સૂકી વનસ્પતિને માટી સાથે ભેળવીને ઈંટો બનાવવામાં આવતી.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૪

નિર્ગમન ૫:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧:૧૧

નિર્ગમન ૫:૧૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૨:૧૧

નિર્ગમન ૫:૧૭

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૭, ૮
  • +નિર્ગ ૫:૩

નિર્ગમન ૫:૨૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૯

નિર્ગમન ૫:૨૩

એને લગતી કલમો

  • +નિર્ગ ૫:૧
  • +નિર્ગ ૫:૬, ૯
  • +નિર્ગ ૩:૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૫:૨નિર્ગ ૭:૫; ૯:૧૫, ૧૬
નિર્ગ. ૫:૨૨રા ૧૮:૨૮, ૩૫
નિર્ગ. ૫:૨નિર્ગ ૩:૧૯
નિર્ગ. ૫:૩નિર્ગ ૩:૧૮
નિર્ગ. ૫:૪નિર્ગ ૧:૧૧
નિર્ગ. ૫:૭નિર્ગ ૧:૧૪
નિર્ગ. ૫:૧૦નિર્ગ ૧:૧૧
નિર્ગ. ૫:૧૪નિર્ગ ૨:૧૧
નિર્ગ. ૫:૧૭નિર્ગ ૫:૭, ૮
નિર્ગ. ૫:૧૭નિર્ગ ૫:૩
નિર્ગ. ૫:૨૧નિર્ગ ૬:૯
નિર્ગ. ૫:૨૩નિર્ગ ૫:૧
નિર્ગ. ૫:૨૩નિર્ગ ૫:૬, ૯
નિર્ગ. ૫:૨૩નિર્ગ ૩:૮
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૫:૧-૨૩

નિર્ગમન

૫ પછી મૂસા અને હારુને ઇજિપ્તના રાજા પાસે જઈને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે, ‘મારા લોકોને વેરાન પ્રદેશમાં જવા દે, જેથી તેઓ મારા માટે તહેવાર ઊજવી શકે.’” ૨ રાજાએ કહ્યું: “યહોવા કોણ+ કે તેની વાત માનીને હું ઇઝરાયેલીઓને જવા દઉં?+ હું કોઈ યહોવાને ઓળખતો નથી! કાન ખોલીને સાંભળી લો, હું ઇઝરાયેલીઓને જવા નહિ દઉં.”+ ૩ પણ તેઓએ કહ્યું: “હિબ્રૂઓના ઈશ્વરે અમારી સાથે વાત કરી છે. અમારે ત્રણ દિવસની મુસાફરી કરીને* વેરાન પ્રદેશમાં જવું છે. ત્યાં અમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવવું છે.+ જો એમ નહિ કરીએ, તો તે અમારા પર બીમારી લાવશે અથવા અમને તલવારથી મારી નાખશે.” ૪ રાજાએ તેઓને કહ્યું: “મૂસા અને હારુન, તમે કેમ લોકોને કામથી દૂર લઈ જવા માંગો છો? નીકળો અહીંથી અને કામે લાગો!”+ ૫ પછી રાજાએ કહ્યું: “જુઓ, આ દેશમાં તમારા લોકોની વસ્તી કેટલી બધી છે! શું તમે એમ ચાહો છો કે, તેઓ પોતાનું કામ પડતું મૂકીને તમારી પાછળ આવે?”

૬ એ જ દિવસે રાજાએ અધિકારીઓ અને ઇઝરાયેલી ઉપરીઓને હુકમ કર્યો: ૭ “હવેથી ઈંટો બનાવવા તમે મજૂરોને પરાળ* આપતા નહિ.+ તેઓને જાતે જઈને એ ભેગું કરવા દો. ૮ પણ તેઓ અગાઉ જેટલી ઈંટો બનાવતા હતા, એટલી જ ઈંટો બનાવવાની તેઓને ફરજ પાડો. તેઓનું કામ જરાય ઓછું કરતા નહિ. તેઓ કામચોર છે, એટલે કહ્યા કરે છે, ‘અમારે જવું છે, અમારા ઈશ્વરને બલિદાન ચઢાવવું છે!’ ૯ તેઓ પાસે સખત મજૂરી કરાવો. તેઓને જરાય નવરા પડવા ન દો, જેથી તેઓ પાસે ખોટી વાતો પર ધ્યાન આપવાનો સમય જ ન રહે.”

૧૦ અધિકારીઓએ+ અને ઉપરીઓએ લોકો પાસે જઈને કહ્યું: “સાંભળો, રાજા કહે છે, ‘હવેથી હું તમને પરાળ નહિ આપું. ૧૧ જાઓ, પોતે જઈને જ્યાંથી પણ પરાળ મળે, ત્યાંથી ભેગું કરી લાવો. પણ ઈંટો તો તમારે એટલી જ બનાવવી પડશે.’” ૧૨ પછી લોકો પરાળ ભેગું કરવા આખા ઇજિપ્તમાં ફરી વળ્યા. ૧૩ અધિકારીઓ તેઓ પર બળજબરી કરતા અને કહેતા: “પરાળ આપવામાં આવતું હતું ત્યારે, તમે રોજ જેટલું કામ કરતા હતા, એટલું જ કામ તમારે હમણાં પણ કરવું પડશે.” ૧૪ રાજાના અધિકારીઓએ જે ઇઝરાયેલી ઉપરીઓ નીમ્યા હતા, તેઓને માર મારીને+ પૂછ્યું: “તમે હવે પહેલાં જેટલી ઈંટો કેમ નથી બનાવતા? ગઈ કાલે પણ બનાવી ન હતી અને આજે પણ બનાવી નથી.”

૧૫ ઇઝરાયેલી ઉપરીઓએ રાજા પાસે જઈને ફરિયાદ કરી: “તમે તમારા સેવકો સાથે આ રીતે કેમ વર્તો છો? ૧૬ અમને પરાળ આપવામાં આવતું નથી, છતાં અધિકારીઓ કહે છે, ‘ઈંટો બનાવો! ઈંટો બનાવો!’ વાંક તમારા લોકોનો છે, પણ માર અમને પડે છે.” ૧૭ રાજાએ કહ્યું: “તમે આળસુ છો, કામચોર છો!+ એટલે જ તમે કહો છો, ‘અમારે જવું છે, યહોવાને બલિદાન ચઢાવવું છે.’+ ૧૮ જાઓ, પાછા કામે લાગી જાઓ! તમને કોઈ પરાળ આપવામાં નહિ આવે. પણ અગાઉ તમે જેટલી ઈંટો બનાવતા હતા, એટલી જ તમારે હમણાં પણ બનાવવી પડશે.”

૧૯ રોજ બનતી ઈંટોમાં જરાય ઘટાડો કરવાનો નથી, એ હુકમ વિશે જાણીને ઇઝરાયેલી ઉપરીઓ સમજી ગયા કે, તેઓ મોટી મુસીબતમાં મુકાઈ ગયા છે. ૨૦ તેઓ રાજાની હજૂરમાંથી બહાર નીકળ્યા ત્યારે, મૂસા અને હારુન તેઓને મળવા ઊભા હતા. ૨૧ તરત જ ઉપરીઓ બોલી ઊઠ્યા: “તમારા બંનેના લીધે રાજા અને તેમના અધિકારીઓ અમને ધિક્કારવા લાગ્યા છે! અમને મારી નાખવા તમે તેઓના હાથમાં તલવાર આપી છે. હવે યહોવા તમારાં કાર્યો જુએ અને તમને સજા કરે.”+ ૨૨ પછી મૂસાએ યહોવાને પોકાર કર્યો: “હે યહોવા, તમે કેમ આ લોકોને રિબાવો છો? તમે કેમ મને અહીં મોકલ્યો છે? ૨૩ હું તમારા નામે રાજા પાસે ગયો+ ત્યારથી તે આ લોકો પર વધારે કઠોર બન્યો છે+ અને તમે પણ તમારા લોકોને હજી બચાવ્યા નથી.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો