વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૬
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

નિર્ગમન મુખ્ય વિચારો

      • લોકો ખોરાક માટે કચકચ કરે છે (૧-૩)

      • યહોવા લોકોની કચકચ સાંભળે છે (૪-૧૨)

      • લાવરી અને માન્‍ના આપવામાં આવ્યાં (૧૩-૨૧)

      • સાબ્બાથના દિવસે માન્‍ના મળતું નહિ (૨૨-૩૦)

      • યાદગીરી માટે માન્‍ના સાચવી રાખવામાં આવ્યું (૩૧-૩૬)

નિર્ગમન ૧૬:૧

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૧૦, ૧૧

નિર્ગમન ૧૬:૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૫:૨૪; ૧કો ૧૦:૬, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૭-૮

નિર્ગમન ૧૬:૩

ફૂટનોટ

  • *

    મૂળ, “આખા મંડળને.”

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૪; ૧૪:૨, ૩
  • +નિર્ગ ૧૭:૩; ગણ ૧૬:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૭-૮

નિર્ગમન ૧૬:૪

એને લગતી કલમો

  • +ગી ૭૮:૨૪, ૨૫; ૧૦૫:૪૦; યોહ ૬:૩૧, ૩૨, ૫૮; ૧કો ૧૦:૧, ૩
  • +માથ ૬:૧૧
  • +પુન ૮:૨

નિર્ગમન ૧૬:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૫:૨
  • +નિર્ગ ૧૬:૨૨

નિર્ગમન ૧૬:૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૬:૭; ગણ ૧૬:૨૮, ૨૯

નિર્ગમન ૧૬:૮

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૭; ૧શ ૮:૭

નિર્ગમન ૧૬:૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૨; ગણ ૧૧:૧

નિર્ગમન ૧૬:૧૦

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૩:૨૧; ગણ ૧૬:૧૯; માથ ૧૭:૫

નિર્ગમન ૧૬:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “બે સાંજની વચ્ચે.” દેખીતું છે, એ સૂર્ય આથમે અને અંધારું થાય એ વચ્ચેના સમયને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૨૭
  • +ગી ૧૦૫:૪૦
  • +નિર્ગ ૪:૫; ૬:૭

નિર્ગમન ૧૬:૧૩

ફૂટનોટ

  • *

    એક પ્રકારનું પક્ષી.

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૩૧, ૩૪; ગી ૭૮:૨૭-૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૮/૨૦૨૦, પાન ૩

નિર્ગમન ૧૬:૧૪

એને લગતી કલમો

  • +ગણ ૧૧:૭; પુન ૮:૩; નહે ૯:૧૫

નિર્ગમન ૧૬:૧૫

એને લગતી કલમો

  • +ગણ ૨૧:૫; પુન ૮:૧૪, ૧૬; યહો ૫:૧૧, ૧૨; યોહ ૬:૩૧, ૩૨, ૫૮; ૧કો ૧૦:૧, ૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૯, પાન ૨૫

નિર્ગમન ૧૬:૧૬

ફૂટનોટ

  • *

    આશરે ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૩૬

નિર્ગમન ૧૬:૧૮

એને લગતી કલમો

  • +૨કો ૮:૧૫

નિર્ગમન ૧૬:૧૯

એને લગતી કલમો

  • +માથ ૬:૧૧, ૩૪

નિર્ગમન ૧૬:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૫

નિર્ગમન ૧૬:૨૩

ફૂટનોટ

  • *

    અથવા, “સાબ્બાથ પાળવો.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૮; ૩૧:૧૫; ૩૫:૨; લેવી ૨૩:૩
  • +ગણ ૧૧:૭, ૮

નિર્ગમન ૧૬:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૯, ૧૦; ૩૧:૧૩; પુન ૫:૧૫

નિર્ગમન ૧૬:૨૮

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૧૧; ગી ૭૮:૧૦; ૧૦૬:૧૩

નિર્ગમન ૧૬:૨૯

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૧:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૬

નિર્ગમન ૧૬:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “આરામ કર્યો.”

એને લગતી કલમો

  • +લેવી ૨૩:૩; પુન ૫:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧૫/૧૯૯૮, પાન ૧૬

નિર્ગમન ૧૬:૩૧

ફૂટનોટ

  • *

    હિબ્રૂ, માન હુ, કદાચ જેનો અર્થ થાય, “આ શું છે?” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૬:૧૫; ગણ ૧૧:૭

નિર્ગમન ૧૬:૩૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૫, ૪૦

નિર્ગમન ૧૬:૩૩

એને લગતી કલમો

  • +હિબ્રૂ ૯:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૯/૨૦૨૦, પાન ૩

નિર્ગમન ૧૬:૩૪

ફૂટનોટ

  • *

    અથવા, “કરારકોશ.” એ એક પેટી હતી, જે કદાચ મહત્ત્વના દસ્તાવેજો સાચવવા વપરાતી હતી. શબ્દસૂચિમાં “કરારકોશ” જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૭:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૬, પાન ૮

નિર્ગમન ૧૬:૩૫

એને લગતી કલમો

  • +પુન ૮:૨; નહે ૯:૨૧; ગી ૭૮:૨૪
  • +ગણ ૩૩:૪૮; પુન ૩૪:૧; યહો ૫:૧૧, ૧૨

નિર્ગમન ૧૬:૩૬

ફૂટનોટ

  • *

    એક એફાહ એટલે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

નિર્ગ. ૧૬:૧ગણ ૩૩:૧૦, ૧૧
નિર્ગ. ૧૬:૨નિર્ગ ૧૫:૨૪; ૧કો ૧૦:૬, ૧૦
નિર્ગ. ૧૬:૩ગણ ૧૧:૪; ૧૪:૨, ૩
નિર્ગ. ૧૬:૩નિર્ગ ૧૭:૩; ગણ ૧૬:૧૩
નિર્ગ. ૧૬:૪ગી ૭૮:૨૪, ૨૫; ૧૦૫:૪૦; યોહ ૬:૩૧, ૩૨, ૫૮; ૧કો ૧૦:૧, ૩
નિર્ગ. ૧૬:૪માથ ૬:૧૧
નિર્ગ. ૧૬:૪પુન ૮:૨
નિર્ગ. ૧૬:૫નિર્ગ ૩૫:૨
નિર્ગ. ૧૬:૫નિર્ગ ૧૬:૨૨
નિર્ગ. ૧૬:૬નિર્ગ ૬:૭; ગણ ૧૬:૨૮, ૨૯
નિર્ગ. ૧૬:૮ગણ ૨૧:૭; ૧શ ૮:૭
નિર્ગ. ૧૬:૯નિર્ગ ૧૬:૨; ગણ ૧૧:૧
નિર્ગ. ૧૬:૧૦નિર્ગ ૧૩:૨૧; ગણ ૧૬:૧૯; માથ ૧૭:૫
નિર્ગ. ૧૬:૧૨ગણ ૧૪:૨૭
નિર્ગ. ૧૬:૧૨ગી ૧૦૫:૪૦
નિર્ગ. ૧૬:૧૨નિર્ગ ૪:૫; ૬:૭
નિર્ગ. ૧૬:૧૩ગણ ૧૧:૩૧, ૩૪; ગી ૭૮:૨૭-૨૯
નિર્ગ. ૧૬:૧૪ગણ ૧૧:૭; પુન ૮:૩; નહે ૯:૧૫
નિર્ગ. ૧૬:૧૫ગણ ૨૧:૫; પુન ૮:૧૪, ૧૬; યહો ૫:૧૧, ૧૨; યોહ ૬:૩૧, ૩૨, ૫૮; ૧કો ૧૦:૧, ૩
નિર્ગ. ૧૬:૧૬નિર્ગ ૧૬:૩૬
નિર્ગ. ૧૬:૧૮૨કો ૮:૧૫
નિર્ગ. ૧૬:૧૯માથ ૬:૧૧, ૩૪
નિર્ગ. ૧૬:૨૨નિર્ગ ૧૬:૫
નિર્ગ. ૧૬:૨૩નિર્ગ ૨૦:૮; ૩૧:૧૫; ૩૫:૨; લેવી ૨૩:૩
નિર્ગ. ૧૬:૨૩ગણ ૧૧:૭, ૮
નિર્ગ. ૧૬:૨૬નિર્ગ ૨૦:૯, ૧૦; ૩૧:૧૩; પુન ૫:૧૫
નિર્ગ. ૧૬:૨૮ગણ ૧૪:૧૧; ગી ૭૮:૧૦; ૧૦૬:૧૩
નિર્ગ. ૧૬:૨૯નિર્ગ ૩૧:૧૩
નિર્ગ. ૧૬:૩૦લેવી ૨૩:૩; પુન ૫:૧૩, ૧૪
નિર્ગ. ૧૬:૩૧નિર્ગ ૧૬:૧૫; ગણ ૧૧:૭
નિર્ગ. ૧૬:૩૨ગી ૧૦૫:૫, ૪૦
નિર્ગ. ૧૬:૩૩હિબ્રૂ ૯:૪
નિર્ગ. ૧૬:૩૪નિર્ગ ૨૭:૨૧
નિર્ગ. ૧૬:૩૫પુન ૮:૨; નહે ૯:૨૧; ગી ૭૮:૨૪
નિર્ગ. ૧૬:૩૫ગણ ૩૩:૪૮; પુન ૩૪:૧; યહો ૫:૧૧, ૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નિર્ગમન ૧૬:૧-૩૬

નિર્ગમન

૧૬ બધા ઇઝરાયેલીઓ એલીમથી નીકળીને સીનના વેરાન પ્રદેશમાં આવી પહોંચ્યા.+ એ પ્રદેશ એલીમ અને સિનાઈની વચ્ચે છે. ઇજિપ્તથી નીકળ્યા એના બીજા મહિનાના ૧૫મા દિવસે તેઓ ત્યાં આવી પહોંચ્યા.

૨ ત્યાર બાદ, બધા ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં મૂસા અને હારુન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા.+ ૩ તેઓ કહેવા લાગ્યા: “અમે ઇજિપ્તમાં જ યહોવાને હાથે મરી ગયા હોત તો સારું થાત. ત્યાં અમે માંસ ખાતા હતા+ અને પેટ ભરીને રોટલી ખાતા હતા. પણ તમે તો આખી પ્રજાને* અહીં વેરાન પ્રદેશમાં ભૂખે મારી નાખવા લઈ આવ્યા છો.”+

૪ યહોવાએ મૂસાને કહ્યું: “હું આકાશમાંથી તમારા માટે ખોરાક વરસાવીશ.+ દરેક વ્યક્તિએ દિવસ પૂરતો જ ખોરાક ભેગો કરવો.+ હું તેઓની પરીક્ષા કરીશ અને જોઈશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલે છે કે નહિ.+ ૫ પણ છઠ્ઠા દિવસે+ તેઓએ રોજ કરતાં બમણું ભેગું કરવું અને એ રાંધીને રાખવું.”+

૬ મૂસા અને હારુને બધાં ઇઝરાયેલીઓને કહ્યું: “આજે સાંજે તમને સાચે જ ખબર પડશે કે યહોવા તમને ઇજિપ્તમાંથી બહાર લાવ્યા છે.+ ૭ સવારે તમે યહોવાનો મહિમા જોશો, કેમ કે તમે યહોવા વિરુદ્ધ કરેલી કચકચ તેમણે સાંભળી છે. અમે કોણ કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો છો?” ૮ પછી મૂસાએ કહ્યું: “યહોવા તમને સાંજે માંસ અને સવારે ભરપેટ રોટલી પૂરી પાડશે. એ જોઈને તમને ખબર પડશે કે, તમે યહોવા વિરુદ્ધ કરેલી કચકચ તેમણે સાંભળી છે. અમારી તો શી વિસાત? તમારી કચકચ અમારી વિરુદ્ધ નહિ, પણ યહોવા વિરુદ્ધ છે.”+

૯ મૂસાએ હારુનને કહ્યું: “બધા ઇઝરાયેલીઓને કહે કે, ‘યહોવાની પાસે આવો, કેમ કે તેમણે તમારી કચકચ સાંભળી છે.’”+ ૧૦ હારુને બધા ઇઝરાયેલીઓ સાથે વાત કરી કે તરત જ તેઓએ વેરાન પ્રદેશ તરફ નજર કરી અને તેઓને વાદળના સ્તંભમાં યહોવાનો મહિમા દેખાયો.+

૧૧ યહોવાએ મૂસાને કહ્યું: ૧૨ “મેં ઇઝરાયેલીઓની કચકચ સાંભળી છે.+ તેઓને કહે, ‘સાંજે* તમે માંસ ખાશો અને સવારે પેટ ભરીને રોટલી ખાશો.+ આમ તમે સાચે જ જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.’”+

૧૩ સાંજે લાવરીઓએ* આવીને આખી છાવણીને ઢાંકી દીધી.+ સવારે છાવણીની ચારે બાજુ જમીન પર ઝાકળ પડ્યું હતું. ૧૪ ઝાકળ ઊડી ગયું ત્યારે, વેરાન પ્રદેશ હિમ જેવા બારીક દાણાથી+ ઢંકાયેલો હતો. ૧૫ એ જોઈને ઇઝરાયેલીઓ એકબીજાને કહેવા લાગ્યા, “આ શું છે?” કેમ કે તેઓ જાણતા ન હતા કે એ શું હતું. મૂસાએ તેઓને કહ્યું: “આ તો યહોવાએ તમને આપેલો ખોરાક છે.+ ૧૬ યહોવાએ આજ્ઞા આપી છે, ‘તમે ખાઈ શકો એટલું જ ભેગું કરો. તમારા તંબુમાં રહેનાર સભ્યની સંખ્યા પ્રમાણે વ્યક્તિ દીઠ એક ઓમેર* ભેગું કરો.’”+ ૧૭ ઇઝરાયેલીઓએ એવું જ કર્યું. અમુકે વધારે ભેગું કર્યું, તો અમુકે થોડું. ૧૮ તેઓએ ઓમેર માપથી એને માપ્યું તો જેણે વધારે ભેગું કર્યું હતું, એને વધી ન પડ્યું અને જેણે ઓછું ભેગું કર્યું હતું એને ખૂટી ન પડ્યું.+ પોતે ખાઈ શકે એટલું જ તેઓએ ભેગું કર્યું હતું.

૧૯ મૂસાએ તેઓને કહ્યું: “કોઈએ સવાર સુધી એને રાખવું નહિ.”+ ૨૦ પણ અમુક લોકોએ મૂસાનું સાંભળ્યું નહિ. તેઓએ સવાર સુધી એ રાખી મૂક્યું ત્યારે, એમાં કીડા પડ્યા અને એ ગંધાઈ ઊઠ્યું. એ જોઈને મૂસા તેઓ પર ખૂબ ગુસ્સે ભરાયો. ૨૧ પછી તેઓ ખાઈ શકે એટલું રોજ સવારે ભેગું કરતા. જમીન પર બાકી રહેલું સૂર્યના તાપમાં પીગળી જતું.

૨૨ છઠ્ઠા દિવસે તેઓએ બમણું, એટલે કે વ્યક્તિ દીઠ બે ઓમેર ભેગું કર્યું.+ પછી ઇઝરાયેલના બધા મુખીઓએ આવીને એ વિશે મૂસાને જણાવ્યું. ૨૩ ત્યારે મૂસાએ તેઓને કહ્યું: “યહોવાએ કહ્યું છે, આવતી કાલ આરામનો દિવસ છે,* કેમ કે એ યહોવા માટે પવિત્ર સાબ્બાથ* છે.+ તમારે જે શેકવું હોય એ શેકો અને જે બાફવું હોય એ બાફો.+ જે ખોરાક વધે એ આવતી કાલ સવાર સુધી રાખી મૂકો.” ૨૪ મૂસાએ કહ્યું હતું તેમ તેઓએ સવાર સુધી એ સાચવી રાખ્યું. એમાં કીડા પડ્યા નહિ કે એ ગંધાઈ ઊઠ્યું નહિ. ૨૫ પછી મૂસાએ કહ્યું: “આજે એ ખાઓ, કેમ કે આજે યહોવાનો સાબ્બાથ છે. એ ખોરાક આજે તમને જમીન પર પડેલો નહિ મળે. ૨૬ તમે છ દિવસ એ ભેગું કરશો પણ સાતમા દિવસે, સાબ્બાથના દિવસે+ તમને એ નહિ મળે.” ૨૭ તોપણ અમુક લોકો સાતમા દિવસે એ ભેગું કરવા બહાર ગયા, પણ તેઓને કંઈ મળ્યું નહિ.

૨૮ તેથી યહોવાએ મૂસાને કહ્યું: “ક્યાં સુધી તમે લોકો મારી આજ્ઞાઓ અને નિયમો પાળવાનો નકાર કરશો?+ ૨૯ યાદ રાખજો, યહોવાએ તમને સાબ્બાથનો દિવસ આપ્યો છે.+ એટલે તે છઠ્ઠા દિવસે તમને બે દિવસનો ખોરાક પૂરો પાડે છે. સાતમા દિવસે દરેકે પોતે જ્યાં હોય ત્યાં જ રહેવું, પોતાનો વિસ્તાર છોડીને બહાર ન જવું.” ૩૦ એટલે સાતમા દિવસે લોકોએ સાબ્બાથ પાળ્યો.*+

૩૧ ઇઝરાયેલીઓએ એ ખોરાકનું નામ “માન્‍ના”* પાડ્યું. એ સફેદ હતું અને ધાણાના દાણા જેવું હતું. એનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો.+ ૩૨ મૂસાએ કહ્યું: “યહોવાએ આજ્ઞા આપી છે, ‘એક ઓમેર માન્‍ના ભેગું કરીને આવનાર પેઢીઓ માટે એને સાચવી રાખો.+ આમ તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા પછી, જે ખોરાક મેં તમને વેરાન પ્રદેશમાં આપ્યો હતો, એ તેઓ જોઈ શકશે.’” ૩૩ એટલે મૂસાએ હારુનને કહ્યું: “એક બરણી લે અને એમાં એક ઓમેર માન્‍ના ભર. પછી આવનાર પેઢીઓ માટે સાચવી રાખવા એને યહોવા આગળ મૂક.”+ ૩૪ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એમ જ હારુને કર્યું. માન્‍નાને સાચવી રાખવા તેણે એને સાક્ષીકોશ*+ આગળ મૂક્યું. ૩૫ ઇઝરાયેલીઓએ ૪૦ વર્ષ સુધી માન્‍ના ખાધું.+ વસ્તીવાળા કનાન દેશની સરહદે પહોંચ્યા ત્યાં સુધી તેઓ માન્‍ના ખાતા રહ્યા.+ ૩૬ ઓમેર એક એફાહનો* દસમો ભાગ છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો