વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • યાકૂબ જૂઠા દેવોની મૂર્તિઓ દૂર કરે છે (૧-૪)

      • યાકૂબ બેથેલ પાછો ફરે છે (૫-૧૫)

      • બિન્યામીનનો જન્મ; રાહેલનું મરણ (૧૬-૨૦)

      • ઇઝરાયેલના ૧૨ દીકરાઓ (૨૧-૨૬)

      • ઇસહાકનું મરણ (૨૭-૨૯)

ઉત્પત્તિ ૩૫:૧

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૯; ૩૧:૧૩
  • +ઉત ૨૭:૪૨-૪૪

ઉત્પત્તિ ૩૫:૨

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૧૯; પુન ૫:૭; યહો ૨૩:૭; ૧કો ૧૦:૧૪

ઉત્પત્તિ ૩૫:૩

ફૂટનોટ

  • *

    અથવા, “જે માર્ગે ગયો.”

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૩, ૧૫; ૩૧:૪૨

ઉત્પત્તિ ૩૫:૪

ફૂટનોટ

  • *

    અથવા, “સંતાડી.”

ઉત્પત્તિ ૩૫:૬

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૯

ઉત્પત્તિ ૩૫:૭

ફૂટનોટ

  • *

    અર્થ, “બેથેલના ઈશ્વર.”

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૨૦-૨૨

ઉત્પત્તિ ૩૫:૮

ફૂટનોટ

  • *

    અંગ્રેજી, ઓક. એક પ્રકારનું મોટું વૃક્ષ.

  • *

    અર્થ, “વિલાપનું મોટું ઝાડ.”

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૫૯

ઉત્પત્તિ ૩૫:૧૦

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૨૬; ૨૭:૩૬
  • +ઉત ૩૨:૨૮

ઉત્પત્તિ ૩૫:૧૧

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૧; નિર્ગ ૬:૩; પ્રક ૧૫:૩
  • +ઉત ૪૮:૩, ૪
  • +ઉત ૧૭:૫, ૬; યોહ ૧૨:૧૩

ઉત્પત્તિ ૩૫:૧૨

એને લગતી કલમો

  • +ઉત ૧૫:૧૮; પુન ૩૪:૪

ઉત્પત્તિ ૩૫:૧૪

ફૂટનોટ

  • *

    અથવા, “પેયાર્પણ.” શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૮

ઉત્પત્તિ ૩૫:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૨૮:૧૯

ઉત્પત્તિ ૩૫:૧૭

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૨૨-૨૪

ઉત્પત્તિ ૩૫:૧૮

ફૂટનોટ

  • *

    અર્થ, “મારા શોકનો દીકરો.”

  • *

    અર્થ, “જમણા હાથનો દીકરો.”

એને લગતી કલમો

  • +ઉત ૪૬:૨૧; ૪૯:૨૭; પુન ૩૩:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ૪/૧/૧૯૯૯, પાન ૧૬

ઉત્પત્તિ ૩૫:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૪૮:૭; મીખ ૫:૨; માથ ૨:૬

ઉત્પત્તિ ૩૫:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૩, ૪; ૧કા ૫:૧

ઉત્પત્તિ ૩૫:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૩

ઉત્પત્તિ ૩૫:૨૭

એને લગતી કલમો

  • +ઉત ૩૧:૧૭, ૧૮
  • +ઉત ૧૫:૧૩; હિબ્રૂ ૧૧:૯

ઉત્પત્તિ ૩૫:૨૮

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૨૦, ૨૬

ઉત્પત્તિ ૩૫:૨૯

ફૂટનોટ

  • *

    મૂળ, “તે પોતાના લોકો સાથે ભળી ગયો.”

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૩૦, ૩૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૩૫:૧ઉત ૨૮:૧૯; ૩૧:૧૩
ઉત. ૩૫:૧ઉત ૨૭:૪૨-૪૪
ઉત. ૩૫:૨ઉત ૩૧:૧૯; પુન ૫:૭; યહો ૨૩:૭; ૧કો ૧૦:૧૪
ઉત. ૩૫:૩ઉત ૨૮:૧૩, ૧૫; ૩૧:૪૨
ઉત. ૩૫:૬ઉત ૨૮:૧૯
ઉત. ૩૫:૭ઉત ૨૮:૨૦-૨૨
ઉત. ૩૫:૮ઉત ૨૪:૫૯
ઉત. ૩૫:૧૦ઉત ૨૫:૨૬; ૨૭:૩૬
ઉત. ૩૫:૧૦ઉત ૩૨:૨૮
ઉત. ૩૫:૧૧ઉત ૧૭:૧; નિર્ગ ૬:૩; પ્રક ૧૫:૩
ઉત. ૩૫:૧૧ઉત ૪૮:૩, ૪
ઉત. ૩૫:૧૧ઉત ૧૭:૫, ૬; યોહ ૧૨:૧૩
ઉત. ૩૫:૧૨ઉત ૧૫:૧૮; પુન ૩૪:૪
ઉત. ૩૫:૧૪ઉત ૨૮:૧૮
ઉત. ૩૫:૧૫ઉત ૨૮:૧૯
ઉત. ૩૫:૧૭ઉત ૩૦:૨૨-૨૪
ઉત. ૩૫:૧૮ઉત ૪૬:૨૧; ૪૯:૨૭; પુન ૩૩:૧૨
ઉત. ૩૫:૧૯ઉત ૪૮:૭; મીખ ૫:૨; માથ ૨:૬
ઉત. ૩૫:૨૨ઉત ૪૯:૩, ૪; ૧કા ૫:૧
ઉત. ૩૫:૨૩ઉત ૪૯:૩
ઉત. ૩૫:૨૭ઉત ૩૧:૧૭, ૧૮
ઉત. ૩૫:૨૭ઉત ૧૫:૧૩; હિબ્રૂ ૧૧:૯
ઉત. ૩૫:૨૮ઉત ૨૫:૨૦, ૨૬
ઉત. ૩૫:૨૯ઉત ૪૯:૩૦, ૩૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૩૫:૧-૨૯

ઉત્પત્તિ

૩૫ પછી ઈશ્વરે યાકૂબને કહ્યું: “ઊઠ, બેથેલ જા+ અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવથી નાસતો હતો+ ત્યારે, જે સાચા ઈશ્વર તારી આગળ પ્રગટ થયા હતા તેમના માટે બેથેલમાં એક વેદી બાંધ.”

૨ તરત જ, યાકૂબે પોતાના ઘરનાને અને તેની સાથેના લોકોને કહ્યું: “તમારી વચ્ચેથી જૂઠા દેવોની મૂર્તિઓને દૂર કરો.+ પોતાને શુદ્ધ કરો અને તમારાં કપડાં બદલો. ૩ ચાલો આપણે બેથેલ જઈએ. ત્યાં હું સાચા ઈશ્વર માટે એક વેદી બાંધીશ. મારા દુઃખના દિવસોમાં તેમણે મારી વિનંતીઓ સાંભળી હતી અને હું જ્યાં પણ ગયો* ત્યાં તે મારી સાથે હતા.”+ ૪ તેથી તેઓએ પોતાની પાસે હતી એ મૂર્તિઓ અને કાનની બુટ્ટીઓ કાઢીને યાકૂબને આપી દીધી. યાકૂબે એ બધું લઈને શખેમ શહેર નજીક આવેલા મોટા ઝાડ નીચે દાટી* દીધું.

૫ પછી તેઓએ મુસાફરી શરૂ કરી. આસપાસનાં શહેરોના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો ન કર્યો, કેમ કે તેઓ પર ઈશ્વરનો ડર છવાયેલો હતો. ૬ આખરે યાકૂબ અને તેની સાથેના લોકો કનાન દેશના બેથેલ (એટલે કે, લૂઝ)+ આવી પહોંચ્યા. ૭ યાકૂબે ત્યાં એક વેદી બાંધી અને એ જગ્યાનું નામ એલ-બેથેલ* પાડ્યું. તે પોતાના ભાઈથી નાસી રહ્યો હતો ત્યારે, એ જગ્યાએ સાચા ઈશ્વર તેની આગળ પ્રગટ થયા હતા.+ ૮ થોડા સમય પછી, રિબકાની દાઈ દબોરાહ+ મરી ગઈ. તેને બેથેલ નજીક એક મોટા ઝાડ* નીચે દફનાવવામાં આવી. તેથી યાકૂબે એ ઝાડનું નામ એલોન-બાખૂથ* પાડ્યું.

૯ યાકૂબ પાદ્દાનારામથી નીકળ્યો ત્યારે, ઈશ્વર ફરી એક વાર તેની આગળ પ્રગટ થયા અને તેને આશીર્વાદ આપ્યો. ૧૦ ઈશ્વરે તેને કહ્યું: “તારું નામ યાકૂબ છે.+ પણ હવેથી તારું નામ યાકૂબ નહિ, ઇઝરાયેલ કહેવાશે.” પછી ઈશ્વર તેને ઇઝરાયેલ નામથી બોલાવવા લાગ્યા.+ ૧૧ ઈશ્વરે કહ્યું: “હું સર્વશક્તિમાન ઈશ્વર છું.+ તને ઘણાં બાળકો થશે, તેઓ પુષ્કળ વધશે. તારામાંથી પ્રજાઓ, હા, ઘણી પ્રજાઓ આવશે.+ તારા વંશમાંથી રાજાઓ થશે.+ ૧૨ જે દેશ મેં ઇબ્રાહિમને અને ઇસહાકને આપ્યો હતો, એ દેશ હું તને અને તારા વંશજને આપીશ.”+ ૧૩ યાકૂબ સાથે વાત કર્યા પછી ઈશ્વર ત્યાંથી જતા રહ્યા.

૧૪ ઈશ્વરે જ્યાં વાત કરી હતી, ત્યાં યાકૂબે એક સ્મારક-સ્તંભ ઊભો કર્યો. પથ્થરના એ સ્તંભ પર તેણે દ્રાક્ષદારૂ-અર્પણ* રેડ્યું અને પછી એના પર તેલ રેડ્યું.+ ૧૫ યાકૂબે ફરી એ જગ્યાને બેથેલ કહી,+ જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી.

૧૬ પછી તેઓ બેથેલથી નીકળ્યા. તેઓ એફ્રાથથી થોડે દૂર હતા, એવામાં રાહેલને પ્રસૂતિની પીડા ઊપડી. બાળકને જન્મ આપતા તેને ખૂબ જ પીડા થતી હતી. ૧૭ તે પીડાથી કણસતી હતી ત્યારે, દાઈએ તેને કહ્યું: “ગભરાશો નહિ, તમે આ દીકરાને પણ જન્મ આપશો.”+ ૧૮ તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી ત્યારે, તેણે પોતાના દીકરાનું નામ બેનોની* પાડ્યું. પણ યાકૂબે તેનું નામ બિન્યામીન* પાડ્યું.+ ૧૯ આમ રાહેલ ગુજરી ગઈ અને તેને એફ્રાથ, એટલે કે બેથલેહેમ+ જવાના રસ્તે દફનાવવામાં આવી. ૨૦ યાકૂબે તેની કબર પર એક મોટો પથ્થર મૂક્યો. એ પથ્થર આજે પણ રાહેલની કબર પર છે.

૨૧ ત્યાર પછી, ઇઝરાયેલે મુસાફરી આગળ વધારી અને એદેરના મિનારાથી થોડે દૂર પોતાનો પડાવ નાખ્યો. ૨૨ ઇઝરાયેલ એ દેશમાં રહેતો હતો એ દરમિયાન રૂબેન પોતાના પિતાની ઉપપત્ની બિલ્હાહ સાથે સૂઈ ગયો. એ વાત ઇઝરાયેલના કાને પડી.+

હવે યાકૂબને ૧૨ દીકરાઓ હતા. ૨૩ યાકૂબને લેઆહથી રૂબેન થયો, જે પ્રથમ જન્મેલો દીકરો હતો.+ પછી શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલોન થયા. ૨૪ રાહેલથી યૂસફ અને બિન્યામીન થયા. ૨૫ રાહેલની દાસી બિલ્હાહથી દાન અને નફતાલી થયા. ૨૬ લેઆહની દાસી ઝિલ્પાહથી ગાદ અને આશેર થયા. એ બધા યાકૂબના દીકરાઓ હતા, જે તેને પાદ્દાનારામમાં થયા હતા.

૨૭ આખરે, યાકૂબ પોતાના પિતા ઇસહાક પાસે મામરે પહોંચ્યો.+ મામરે કિર્યાથ-આર્બામાં, એટલે કે હેબ્રોનમાં આવેલું છે. એ જ જગ્યાએ ઇબ્રાહિમ અને ઇસહાક પરદેશીઓ તરીકે રહ્યા હતા.+ ૨૮ ઇસહાક ૧૮૦ વર્ષ જીવ્યો.+ ૨૯ તે ખૂબ લાંબું અને સંતોષકારક જીવન જીવ્યો. પછી તેનું મરણ થયું અને તેને તેના બાપદાદાઓની જેમ દફનાવવામાં આવ્યો.* તેના બે દીકરા એસાવ અને યાકૂબે તેને દફનાવ્યો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો