ગીતશાસ્ત્ર
૯૯ યહોવા રાજા બન્યા છે!+ લોકો કાંપી ઊઠો.
તે કરૂબો પર* બિરાજમાન છે!+ પૃથ્વી ધ્રૂજી ઊઠો.
૨ યહોવા સિયોનમાં મહાન છે.
તે બધા લોકો ઉપર રાજ કરે છે.+
૪ તે શૂરવીર રાજા છે, જેને ઇન્સાફ પસંદ છે.+
તમે સત્યને અડગ રીતે સ્થાપન કર્યું છે.
તમે યાકૂબમાં ન્યાય અને સચ્ચાઈ લઈ આવ્યા છો.+
૫ યહોવા આપણા ઈશ્વરને મોટા માનો+ અને તેમના ચરણે* નમન* કરો.+
તે પવિત્ર છે.+
૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+
તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+
તેઓ યહોવાને સાદ દેતા
અને તે જવાબ આપતા.+
૭ તે વાદળના સ્તંભમાંથી તેઓ સાથે વાત કરતા.+
તેમણે આપેલા કાયદા-કાનૂન અને આદેશો તેઓએ પાળ્યા.+
૮ હે યહોવા અમારા ઈશ્વર, તમે તેઓને જવાબ આપ્યો.+
તમે તેઓને માફી આપી.+
પણ તેઓએ પાપ કર્યું ત્યારે તમે સજા કરી.+
૯ યહોવા આપણા ઈશ્વરને મોટા માનો.+