અયૂબ
૨૪ “સર્વશક્તિમાન ઈશ્વર કેમ સમય ઠરાવતા નથી?+
તેમના ભક્તો કેમ તેમનો દિવસ* જોતા નથી?
૨ દુષ્ટ લોકો બીજાની જમીન સુધી પોતાની હદ વિસ્તારે છે;*+
તેઓ બીજાનાં ઘેટાં-બકરાં પોતાનાં ગૌચરમાં* લઈ આવે છે.
૪ તેઓ ગરીબ લોકોને માર્ગમાંથી હડસેલી કાઢે છે;
તેઓથી પૃથ્વીના લાચાર લોકોએ સંતાવું પડે છે.+
૫ વેરાન પ્રદેશના જંગલી ગધેડાની+ જેમ ગરીબો ખોરાક શોધે છે;
તેઓ પોતાનાં બાળકો માટે રણપ્રદેશમાં ખાવાનું ફંફોસે છે.
૬ તેઓ બીજાના ખેતરમાં કાપણી કરે છે,*
અને દુષ્ટની દ્રાક્ષાવાડીમાં દ્રાક્ષો વીણે છે.
૭ કપડાં વગર નગ્ન હાલતમાં તેઓ રાત વિતાવે છે;+
ઓઢવાનું કંઈ ન હોવાને લીધે તેઓ ઠંડીમાં ઠૂંઠવાય છે.
૮ પર્વત પર થતાં વરસાદને લીધે તેઓ ભીંજાય છે;
છત ન હોવાને લીધે તેઓ ખડકનો આશરો લે છે.
૧૦ ગરીબો કપડાં વગર નગ્ન ફરવા મજબૂર થાય છે,
તેઓ અનાજના પૂળા ઉઠાવે છે, પણ પોતે ભૂખ્યા રહે છે.
૧૧ તેઓ ભરબપોરે પથ્થરની દીવાલો વચ્ચે મજૂરી કરે છે;*
તેઓ દ્રાક્ષાકુંડો ખૂંદે છે, પણ પોતે તરસ્યા રહે છે.+
૧૨ મરતા માણસના નિસાસા આખા શહેરમાં સંભળાય છે;
મરણતોલ ઘવાયેલો માણસ મદદ માટે પોકાર કરે છે,+
પણ ઈશ્વરને એની કંઈ પડી નથી.*
૧૩ એવા લોકો પણ છે, જેઓ અજવાળા વિરુદ્ધ બળવો કરે છે;+
તેઓ એના માર્ગો ધ્યાનમાં લેતા નથી,
અને એના રસ્તા પર ચાલતા નથી.
૧૪ ખૂની માણસ સવાર પડતાં જ નીકળી પડે છે;
તે નિરાધાર અને ગરીબોને મારી નાખે છે,+
અને રાત પડતાં જ ચોરી કરે છે.
તે પોતાનું મોં ઢાંકે છે.
૧૬ અંધારું થાય ત્યારે ઘરમાં ચોર ખાતર પાડે છે;
પણ દિવસે બંધબારણે ભરાઈ રહે છે.
અજવાળાને તે અજાણ્યો લાગે છે.+
૧૭ કેમ કે સવારનું અજવાળું તેને રાતના ઘોર અંધકાર જેવું લાગે છે;
જે અંધકારથી લોકો ડરે છે, એને તે પોતાનો મિત્ર ગણે છે.
૧૮ પણ દુષ્ટો પાણીના વહેણમાં તણાઈ જાય છે.
તેઓના જમીનના હિસ્સા પર શ્રાપ ઊતરી આવશે.+
તેઓ પોતાની દ્રાક્ષાવાડીમાં પાછા નહિ ફરે.
૨૦ તેઓની મા* તેઓને ભૂલી જશે; તેઓ કીડાનો ખોરાક બનશે.
તેઓની યાદ ભૂંસાઈ જશે.+
દુષ્ટ માણસ ઝાડની જેમ તૂટી જશે.
૨૧ તેઓ વાંઝણી સ્ત્રીને પોતાનો શિકાર બનાવે છે,
અને વિધવાને હેરાન કરે છે.
૨૨ ઈશ્વર* પોતાના પરાક્રમથી શક્તિશાળી લોકોને મસળી નાખશે;
તેઓ ગમે તેટલાં ઊંચાં ઊઠે, પણ તેઓનાં જીવનનો કોઈ ભરોસો નથી.
૨૪ તેઓ થોડી પળો માટે મહિમા મેળવે છે, પણ પછી હતા ન હતા થઈ જાય છે.+
અનાજનાં ડૂંડાંની જેમ તેઓને કાપી નાખવામાં આવે છે;
તેઓને નીચા કરવામાં આવે છે+ અને બીજાઓની જેમ માટીમાં ભળી જાય છે.
૨૫ હવે કહો, મને કોણ જૂઠો સાબિત કરશે?
મારા શબ્દોને કોણ ખોટા ઠરાવશે?”