ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. યાદ કરાવવા માટે.
૭૦ હે ભગવાન, મને બચાવો.
હે યહોવા, મને મદદ કરવા દોડી આવો.+
૨ જેઓ મારો જીવ લેવા ચાહે છે,
તેઓ શરમાઓ અને લજવાઓ.
જેઓ મારી મુસીબત જોઈને ખુશ થાય છે,
તેઓ બદનામ થઈને પાછા હટો.
૩ જેઓ મને કહે છે કે “તે એ જ લાગનો છે!”
તેઓ શરમિંદા થઈને પાછા હટો.
ઉદ્ધારનાં તમારાં કામોને ચાહનારા હંમેશાં કહો:
“ઈશ્વર મોટા મનાઓ!”
૫ હે ભગવાન, મારા માટે ઝડપથી પગલાં ભરો.+
હું તો લાચાર અને ગરીબ છું.+
હે યહોવા, મોડું ન કરો.+
તમે જ મારા મદદગાર છો, મને બચાવનાર છો.+