વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ઈસુનો દેખાવ બદલાયો (૧-૧૩)

      • રાઈના દાણા જેટલી શ્રદ્ધા (૧૪-૨૧)

      • ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૨૨, ૨૩)

      • માછલીના મોંમાંથી મળેલા સિક્કામાંથી કર ભરવો (૨૪-૨૭)

માથ્થી ૧૭:૧

એને લગતી કલમો

  • +માર્ક ૯:૨-૮; લૂક ૯:૨૮-૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    પગલે ચાલો, પાન ૧૯૩

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૮, પાન ૩૧

    ૪/૧/૨૦૦૦, પાન ૧૨-૧૪

માથ્થી ૧૭:૨

ફૂટનોટ

  • *

    અથવા, “સફેદ થયો.”

એને લગતી કલમો

  • +પ્રક ૧:૧૩, ૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૧, ૧૨-૧૪

માથ્થી ૧૭:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૧૬-૧૭

    ૫/૧૫/૧૯૯૭, પાન ૧૧, ૧૨-૧૪

    ૪/૧૫/૧૯૯૫, પાન ૨૦

માથ્થી ૧૭:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૪

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૭:૫

એને લગતી કલમો

  • +ગી ૨:૭; યશા ૪૨:૧; માથ ૩:૧૭; ૨પિ ૧:૧૭, ૧૮
  • +પુન ૧૮:૧૫; માર્ક ૯:૭; લૂક ૯:૩૫; પ્રેકા ૩:૨૨, ૨૩; હિબ્રૂ ૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૩/૨૦૧૯, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૦, પાન ૧૪

    ૯/૧૫/૧૯૯૯, પાન ૨૨

માથ્થી ૧૭:૯

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૦; માર્ક ૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૪/૧/૨૦૦૦, પાન ૧૩-૧૪

માથ્થી ૧૭:૧૦

એને લગતી કલમો

  • +માર્ક ૯:૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૪

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૭:૧૧

એને લગતી કલમો

  • +યશા ૪૦:૩; માલ ૪:૫, ૬; માથ ૧૧:૧૩, ૧૪; માર્ક ૯:૧૨; લૂક ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૪, પાન ૮

માથ્થી ૧૭:૧૨

એને લગતી કલમો

  • +માર્ક ૯:૧૩
  • +માથ ૧૬:૨૧; લૂક ૨૩:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૪

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૪, પાન ૮

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૭:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બનો!,

    ૬/૮/૧૯૯૪, પાન ૮

માથ્થી ૧૭:૧૪

એને લગતી કલમો

  • +લૂક ૯:૩૭

માથ્થી ૧૭:૧૫

ફૂટનોટ

  • *

    આને “ફેફરાંની બીમારી” કહેવાય છે.

એને લગતી કલમો

  • +માર્ક ૯:૧૭-૨૯; લૂક ૯:૩૮-૪૨

માથ્થી ૧૭:૧૭

એને લગતી કલમો

  • +પુન ૩૨:૫, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૬

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૧, પાન ૧૦

માથ્થી ૧૭:૧૮

એને લગતી કલમો

  • +માથ ૮:૧૩; ૯:૨૨; ૧૫:૨૮; યોહ ૪:૫૧, ૫૨

માથ્થી ૧૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૭

    ચાકીબુરજ,

    ૮/૧/૧૯૯૧, પાન ૧૦

માથ્થી ૧૭:૨૦

એને લગતી કલમો

  • +માથ ૨૧:૨૧; માર્ક ૧૧:૨૩; લૂક ૧૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૭

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૧

    ૮/૧/૧૯૯૧, પાન ૧૦

    ૫/૧/૧૯૮૬, પાન ૧૬

માથ્થી ૧૭:૨૧

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૩ જુઓ.

માથ્થી ૧૭:૨૨

એને લગતી કલમો

  • +માથ ૨૦:૧૮; લૂક ૯:૪૪, ૪૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૮

માથ્થી ૧૭:૨૩

એને લગતી કલમો

  • +માથ ૧૬:૨૧; માર્ક ૯:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૮

માથ્થી ૧૭:૨૪

ફૂટનોટ

  • *

    મૂળ, “બે ડ્રાક્મા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૧૩, ૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૮

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૯૯

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૦

    ૯/૧/૧૯૯૧, પાન ૮

    ૧૦/૧/૧૯૮૮, પાન ૨૬

માથ્થી ૧૭:૨૫

ફૂટનોટ

  • *

    દેખીતું છે, અહીં દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૮

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૦

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૭

    ૯/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૭:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૧૪૮

    ચોકીબુરજ,

    ૯/૧/૨૦૦૨, પાન ૧૦

    ૩/૧૫/૧૯૯૯, પાન ૧૭

    ૯/૧/૧૯૯૧, પાન ૮

માથ્થી ૧૭:૨૭

ફૂટનોટ

  • *

    મૂળ, “સ્ટેટર સિક્કો,” જે ચાર ડ્રાક્મા બરાબર હતો. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એને લગતી કલમો

  • +૧કો ૧૦:૩૨; ૨કો ૬:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૪૯૯

    ૯/૧/૧૯૯૧, પાન ૮

    સજાગ બનો!,

    ૭/૨૦૦૨, પાન ૧૮-૧૯

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૧૭:૧માર્ક ૯:૨-૮; લૂક ૯:૨૮-૩૬
માથ. ૧૭:૨પ્રક ૧:૧૩, ૧૬
માથ. ૧૭:૫ગી ૨:૭; યશા ૪૨:૧; માથ ૩:૧૭; ૨પિ ૧:૧૭, ૧૮
માથ. ૧૭:૫પુન ૧૮:૧૫; માર્ક ૯:૭; લૂક ૯:૩૫; પ્રેકા ૩:૨૨, ૨૩; હિબ્રૂ ૨:૩
માથ. ૧૭:૯માથ ૧૬:૨૦; માર્ક ૯:૯
માથ. ૧૭:૧૦માર્ક ૯:૧૧
માથ. ૧૭:૧૧યશા ૪૦:૩; માલ ૪:૫, ૬; માથ ૧૧:૧૩, ૧૪; માર્ક ૯:૧૨; લૂક ૧:૧૭
માથ. ૧૭:૧૨માર્ક ૯:૧૩
માથ. ૧૭:૧૨માથ ૧૬:૨૧; લૂક ૨૩:૨૪, ૨૫
માથ. ૧૭:૧૪લૂક ૯:૩૭
માથ. ૧૭:૧૫માર્ક ૯:૧૭-૨૯; લૂક ૯:૩૮-૪૨
માથ. ૧૭:૧૭પુન ૩૨:૫, ૨૦
માથ. ૧૭:૧૮માથ ૮:૧૩; ૯:૨૨; ૧૫:૨૮; યોહ ૪:૫૧, ૫૨
માથ. ૧૭:૨૦માથ ૨૧:૨૧; માર્ક ૧૧:૨૩; લૂક ૧૭:૬
માથ. ૧૭:૨૨માથ ૨૦:૧૮; લૂક ૯:૪૪, ૪૫
માથ. ૧૭:૨૩માથ ૧૬:૨૧; માર્ક ૯:૩૧
માથ. ૧૭:૨૪નિર્ગ ૩૦:૧૩, ૧૪
માથ. ૧૭:૨૭૧કો ૧૦:૩૨; ૨કો ૬:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૧૭:૧-૨૭

માથ્થી

૧૭ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને તેના ભાઈ યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું.+ ૨ તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો. તેમનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળવા લાગ્યો.*+ ૩ જુઓ! ત્યાં તેઓએ મૂસા અને એલિયાને ઈસુ સાથે વાત કરતા જોયા. ૪ પિતરે ઈસુને કહ્યું: “માલિક, આપણે અહીં રહીએ એ સારું છે. તમે ચાહો તો હું અહીં ત્રણ તંબુ ઊભા કરી દઉં, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” ૫ તે હજુ બોલતો હતો એટલામાં જુઓ! એક સફેદ વાદળ તેઓ પર છવાઈ ગયું. જુઓ! એ વાદળમાંથી અવાજ આવ્યો, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+ ૬ એ સાંભળીને શિષ્યો ઘણા ગભરાઈ ગયા અને તેઓએ ભૂમિ સુધી માથું નમાવ્યું. ૭ પછી ઈસુ તેઓની પાસે આવ્યા અને તેઓને અડકીને કહ્યું: “ઊભા થાઓ, ડરો નહિ.” ૮ તેઓએ જોયું તો, ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ. ૯ પહાડ પરથી ઊતરતી વખતે ઈસુએ તેઓને આજ્ઞા કરી: “માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે ત્યાં સુધી, આ દર્શન વિશે કોઈને કહેતા નહિ.”+

૧૦ શિષ્યોએ ઈસુને પૂછ્યું: “તો પછી શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ?”+ ૧૧ તેમણે કહ્યું: “એલિયા ચોક્કસ આવે છે અને તે બધું તૈયાર કરશે.+ ૧૨ પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યા છે અને તેઓએ તેમને ઓળખ્યા નહિ. તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.+ એ જ રીતે તેઓના હાથે માણસના દીકરાએ પણ સહેવું પડશે.”+ ૧૩ પછી શિષ્યોને સમજ પડી કે તે બાપ્તિસ્મા આપનાર યોહાનની વાત કરતા હતા.

૧૪ તેઓ ભેગા થયેલા ટોળા પાસે પહોંચ્યા.+ એમાંથી એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડીને કહ્યું: ૧૫ “ઓ માલિક, મારા દીકરા પર દયા કરો. તેને ખેંચ* આવે છે અને તેની હાલત ઘણી ખરાબ છે. તે ઘણી વાર આગમાં અને પાણીમાં પડી જાય છે.+ ૧૬ હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.” ૧૭ ઈસુએ જવાબ આપ્યો: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? છોકરાને અહીં મારી પાસે લાવો.” ૧૮ પછી ઈસુએ દુષ્ટ દૂતને ધમકાવ્યો. એટલે છોકરામાંથી તે નીકળી ગયો અને એ ઘડીથી છોકરો સાજો થયો.+ ૧૯ પછી શિષ્યોએ ઈસુ પાસે એકાંતમાં આવીને પૂછ્યું: “અમે કેમ એને કાઢી ન શક્યા?” ૨૦ તેમણે કહ્યું: “તમારી ઓછી શ્રદ્ધાને લીધે. પણ હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે. તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.”+ ૨૧ *—

૨૨ તેઓ ગાલીલમાં ભેગા થયા હતા ત્યારે ઈસુએ કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૩ તેઓ તેને મારી નાખશે અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+ એ સાંભળીને શિષ્યો બહુ જ દુઃખી થયા.

૨૪ તેઓ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, મંદિરનો કર* ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછ્યું: “શું તમારા ગુરુ મંદિરનો કર ભરે છે?”+ ૨૫ પિતરે કહ્યું: “હા.” પણ તે ઘરમાં જઈને કંઈ કહે એ પહેલાં ઈસુએ પૂછ્યું: “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર* મેળવે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” ૨૬ જ્યારે તેણે કહ્યું કે “પારકાઓ પાસેથી,” ત્યારે ઈસુએ કહ્યું: “તો પછી દીકરાઓએ કર ભરવાની જરૂર નથી. ૨૭ પણ આપણે નથી ચાહતા કે તેઓ ઠોકર ખાય.+ એટલે તું સરોવરે જા, ગલ નાખ અને જે માછલી પહેલી પકડાય એ લઈ લે. તું એનું મોં ખોલીશ ત્યારે, તને ચાંદીનો સિક્કો* મળશે. તું એ લઈને મારા અને તારા માટે તેઓને કર આપ.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો