વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • હઝકિયેલ ૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

હઝકિયેલ મુખ્ય વિચારો

      • હઝકિયેલ બાબેલોનમાં ઈશ્વરે આપેલાં દર્શનો જુએ છે (૧-૩)

      • યહોવાના સ્વર્ગના રથનું દર્શન (૪-૨૮)

        • વાવાઝોડું, વાદળ અને આગ (૪)

        • ચાર દૂતો (૫-૧૪)

        • ચાર પૈડાં (૧૫-૨૧)

        • બરફની જેમ ચળકતો મંચ (૨૨-૨૪)

        • યહોવાની રાજગાદી (૨૫-૨૮)

હઝકિયેલ ૧:૧

ફૂટનોટ

  • *

    કદાચ આ હઝકિયેલની ઉંમર બતાવે છે.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +૨રા ૨૪:૧૨, ૧૪
  • +હઝ ૩:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૩, ૩૧

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૮, પાન ૧૫

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૧:૨

એને લગતી કલમો

  • +૨કા ૩૬:૯, ૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૧

    ચોકીબુરજ,

    ૬/૧૫/૧૯૯૮, પાન ૧૫

હઝકિયેલ ૧:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    અર્થ, “ઈશ્વર હિંમત આપે છે.”

  • *

    વધારે માહિતી ક-૪ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    મૂળ, “હાથ.”

એને લગતી કલમો

  • +યર્મિ ૨૨:૨૫
  • +હઝ ૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૦, ૪૮-૪૯

હઝકિયેલ ૧:૪

ફૂટનોટ

  • *

    અથવા, “વીજળી.”

  • *

    સોના-ચાંદીના મિશ્રણવાળી ચળકતી ધાતુ.

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૧
  • +નિર્ગ ૧૯:૧૮; ગી ૯૭:૨, ૩
  • +હઝ ૮:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૦

હઝકિયેલ ૧:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૯, ૧૫; પ્રક ૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૪૩

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૭, પાન ૧૨

    ૩/૧/૧૯૯૨, પાન ૩૧

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૧:૬

એને લગતી કલમો

  • +યશા ૬:૨; હઝ ૧૦:૨૦, ૨૧; પ્રક ૪:૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૪૩, ૨૩૮

હઝકિયેલ ૧:૭

એને લગતી કલમો

  • +દા ૧૦:૫, ૬

હઝકિયેલ ૧:૯

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૧૧, ૧૫

હઝકિયેલ ૧:૧૦

એને લગતી કલમો

  • +૨શ ૧૭:૧૦; ની ૨૮:૧
  • +ની ૧૪:૪
  • +અયૂ ૩૯:૨૭, ૨૯
  • +હઝ ૧૦:૧૪, ૧૫; પ્રક ૪:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૪૩, ૨૩૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

    ૧૧/૧/૧૯૮૮, પાન ૧૦

હઝકિયેલ ૧:૧૧

એને લગતી કલમો

  • +યશા ૬:૨

હઝકિયેલ ૧:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧૦૩:૨૦; હિબ્રૂ ૧:૭, ૧૪

હઝકિયેલ ૧:૧૩

એને લગતી કલમો

  • +દા ૭:૯, ૧૦

હઝકિયેલ ૧:૧૫

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૯-૧૩; પ્રક ૪:૭

હઝકિયેલ ૧:૧૬

ફૂટનોટ

  • *

    પૈડાં કદાચ એક ધરી પર કાટખૂણે લગાવેલાં હતાં.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૬-૩૭

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

હઝકિયેલ ૧:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૭

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

હઝકિયેલ ૧:૧૮

એને લગતી કલમો

  • +ની ૧૫:૩; ઝખા ૪:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૭

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

હઝકિયેલ ૧:૧૯

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૧૫-૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૪૦

હઝકિયેલ ૧:૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૮-૩૯

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

હઝકિયેલ ૧:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૮-૩૯

હઝકિયેલ ૧:૨૨

એને લગતી કલમો

  • +હઝ ૧૦:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૮

    ચાકીબુરજ,

    ૧૨/૧/૧૯૯૧, પાન ૨૬

હઝકિયેલ ૧:૨૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ફેલાયેલી.”

હઝકિયેલ ૧:૨૪

એને લગતી કલમો

  • +ગી ૨૯:૩; હઝ ૪૩:૨; પ્રક ૧૪:૨

હઝકિયેલ ૧:૨૬

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૪:૧૦; ગી ૯૬:૬; હઝ ૧૦:૧
  • +૧રા ૨૨:૧૯; ગી ૯૯:૧; યશા ૬:૧; પ્રક ૪:૨
  • +દા ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૩, ૩૯

હઝકિયેલ ૧:૨૭

એને લગતી કલમો

  • +હઝ ૮:૨
  • +પુન ૪:૨૪; ગી ૧૦૪:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૯-૪૦

હઝકિયેલ ૧:૨૮

એને લગતી કલમો

  • +પ્રક ૪:૩
  • +નિર્ગ ૨૪:૧૬, ૧૭; હઝ ૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૩૯-૪૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

હઝકિ. ૧:૧૨રા ૨૪:૧૨, ૧૪
હઝકિ. ૧:૧હઝ ૩:૧૫
હઝકિ. ૧:૨૨કા ૩૬:૯, ૧૦
હઝકિ. ૧:૩યર્મિ ૨૨:૨૫
હઝકિ. ૧:૩હઝ ૩:૧૪
હઝકિ. ૧:૪૧રા ૧૯:૧૧
હઝકિ. ૧:૪નિર્ગ ૧૯:૧૮; ગી ૯૭:૨, ૩
હઝકિ. ૧:૪હઝ ૮:૨
હઝકિ. ૧:૫હઝ ૧૦:૯, ૧૫; પ્રક ૪:૬
હઝકિ. ૧:૬યશા ૬:૨; હઝ ૧૦:૨૦, ૨૧; પ્રક ૪:૮
હઝકિ. ૧:૭દા ૧૦:૫, ૬
હઝકિ. ૧:૯હઝ ૧૦:૧૧, ૧૫
હઝકિ. ૧:૧૦૨શ ૧૭:૧૦; ની ૨૮:૧
હઝકિ. ૧:૧૦ની ૧૪:૪
હઝકિ. ૧:૧૦અયૂ ૩૯:૨૭, ૨૯
હઝકિ. ૧:૧૦હઝ ૧૦:૧૪, ૧૫; પ્રક ૪:૭
હઝકિ. ૧:૧૧યશા ૬:૨
હઝકિ. ૧:૧૨ગી ૧૦૩:૨૦; હિબ્રૂ ૧:૭, ૧૪
હઝકિ. ૧:૧૩દા ૭:૯, ૧૦
હઝકિ. ૧:૧૫હઝ ૧૦:૯-૧૩; પ્રક ૪:૭
હઝકિ. ૧:૧૮ની ૧૫:૩; ઝખા ૪:૧૦
હઝકિ. ૧:૧૯હઝ ૧૦:૧૫-૧૭
હઝકિ. ૧:૨૨હઝ ૧૦:૧
હઝકિ. ૧:૨૪ગી ૨૯:૩; હઝ ૪૩:૨; પ્રક ૧૪:૨
હઝકિ. ૧:૨૬નિર્ગ ૨૪:૧૦; ગી ૯૬:૬; હઝ ૧૦:૧
હઝકિ. ૧:૨૬૧રા ૨૨:૧૯; ગી ૯૯:૧; યશા ૬:૧; પ્રક ૪:૨
હઝકિ. ૧:૨૬દા ૭:૯
હઝકિ. ૧:૨૭હઝ ૮:૨
હઝકિ. ૧:૨૭પુન ૪:૨૪; ગી ૧૦૪:૧, ૨
હઝકિ. ૧:૨૮પ્રક ૪:૩
હઝકિ. ૧:૨૮નિર્ગ ૨૪:૧૬, ૧૭; હઝ ૮:૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ ૧:૧-૨૮

હઝકિયેલ

૧ હવે ૩૦મા વર્ષનો* ચોથો મહિનો હતો. એ મહિનાના પાંચમા દિવસે હું ગુલામીમાં* ગયેલા લોકો સાથે+ કબાર નદી+ પાસે હતો. એ સમયે આકાશ ઊઘડી ગયું અને ઈશ્વરે આપેલાં દર્શનો હું જોવા લાગ્યો. ૨ એ મહિનાનો પાંચમો દિવસ હતો અને રાજા યહોયાખીનની+ ગુલામીનું પાંચમું વર્ષ હતું. ૩ બૂઝી યાજકના* દીકરા હઝકિયેલ* પાસે યહોવાનો* સંદેશો આવ્યો. તે ખાલદીઓના* દેશમાં+ કબાર નદી પાસે હતો. ત્યાં તેના પર યહોવાની શક્તિ* ઊતરી આવી.+

૪ મેં જોયું તો ઉત્તરમાંથી જોરદાર વાવાઝોડું આવતું દેખાયું.+ એની સાથે એક મોટું વાદળ આવતું હતું, જેમાંથી આગની જ્વાળા*+ નીકળતી હતી. વાદળની ચારે બાજુ પ્રકાશ ઝળહળતો હતો. આગની વચ્ચે ચળકતી ધાતુ* જેવું કંઈક દેખાતું હતું.+ ૫ આગમાં ચાર દૂતો* જેવા કોઈક દેખાયા.+ દરેકનો દેખાવ માણસ જેવો હતો. ૬ દરેકને ચાર ચહેરા હતા અને ચાર પાંખો હતી.+ ૭ તેઓના પગ સીધા હતા. પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને એ ચળકતા તાંબાની જેમ ઝગમગતાં હતાં.+ ૮ તેઓની ચારેય પાંખો નીચે માણસના જેવા હાથ હતા. એ ચાર દૂતોને ચહેરા હતા અને પાંખો હતી. ૯ દરેકની પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ.+

૧૦ એ ચારેય દૂતોના ચહેરા આવા દેખાતા હતા: તેઓ દરેકને માણસનો ચહેરો, એની જમણી બાજુ સિંહનો+ ચહેરો, ડાબી બાજુ આખલાનો+ ચહેરો અને દરેકને ગરુડનો+ ચહેરો+ પણ હતો. ૧૧ તેઓના ચહેરા એવા દેખાતા હતા. દૂતો પર પાંખો ફેલાયેલી હતી. દરેકની બે પાંખો એકબીજીને અડતી હતી અને બીજી બે પાંખો તેઓનું શરીર ઢાંકતી હતી.+

૧૨ ઈશ્વરની શક્તિ તેઓને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા.+ દરેક દૂત સીધો આગળ જતો, આડો-અવળો વળતો નહિ. ૧૩ દૂતોનો દેખાવ સળગતા અંગારા જેવો હતો. તેઓની વચ્ચે સળગતી મશાલો જેવું કંઈક આવતું-જતું હતું. એમાંથી વીજળીના ચમકારા થતા હતા.+ ૧૪ જ્યારે દૂતો આવતા અને જતા, ત્યારે વીજળીના ચમકારા જેવા દેખાતા હતા.

૧૫ હું ચાર ચહેરાવાળા દૂતોને જોતો હતો. એવામાં દરેક દૂતની બાજુમાં ધરતી પર એક એક પૈડું દેખાયું.+ ૧૬ પૈડાંનો દેખાવ એવો હતો જાણે તૃણમણિ પથ્થર ચમકતો હોય. એ ચારેચાર પૈડાં એકસરખાં દેખાતાં હતાં. તેઓની બનાવટ એવી હતી જાણે એક પૈડામાં બીજું પૈડું હોય.* ૧૭ તેઓ આગળ વધતાં ત્યારે, આમતેમ વળ્યા વગર કોઈ પણ દિશામાં જઈ શકતાં. ૧૮ પૈડાં એટલાં ઊંચાં હતાં કે જોઈને દંગ થઈ જવાય. ચારેય પૈડાંની બહારની સપાટી પર આંખો જ આંખો હતી.+ ૧૯ દૂતો પોતાની જગ્યાએથી આગળ વધતા ત્યારે, તેઓની સાથે સાથે પૈડાં પણ આગળ વધતાં. દૂતો ધરતી પરથી ઊંચે જતા ત્યારે, પૈડાં પણ ઊંચે જતાં.+ ૨૦ ઈશ્વરની શક્તિ દૂતોને જ્યાં દોરતી ત્યાં તેઓ જતા. જ્યાં શક્તિ જતી ત્યાં દૂતો જતા. દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી. એટલે દૂતોની સાથે સાથે પૈડાં પણ ઊંચે જતાં. ૨૧ દૂતો આગળ વધતા ત્યારે પૈડાં પણ આગળ વધતાં, તેઓ ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં. દૂતો ધરતી પરથી ઊંચે જતા ત્યારે તેઓની સાથે સાથે પૈડાં પણ ઊંચે જતાં, કેમ કે દૂતોને જે શક્તિ દોરતી હતી એ પૈડાંને પણ દોરતી હતી.

૨૨ દૂતોનાં માથાંની ઉપર કાચનો ભવ્ય મંચ હતો, જે બરફની જેમ ચળકતો હતો. એ મંચ તેઓનાં માથાંની ઉપર ફેલાયેલો હતો.+ ૨૩ કાચના મંચની નીચે તેઓની સીધી* પાંખો એકબીજીને અડતી હતી. દરેક દૂતની બે પાંખો તેઓના શરીરની એક બાજુને ઢાંકતી હતી અને બીજી બે પાંખો બીજી બાજુને ઢાંકતી હતી. ૨૪ મેં તેઓની પાંખોનો અવાજ સાંભળ્યો. એ ધસમસતા પાણીના અવાજ જેવો, સર્વશક્તિમાનના અવાજ જેવો હતો.+ તેઓનો આગળ વધવાનો અવાજ સૈન્યના અવાજ જેવો લાગતો હતો. તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.

૨૫ તેઓનાં માથાંની ઉપર જે કાચનો મંચ હતો, એના ઉપરથી અવાજ આવતો હતો. (તેઓ ઊભા રહેતા ત્યારે પોતાની પાંખો નીચે કરી દેતા હતા.) ૨૬ તેઓનાં માથાંની ઉપરના કાચના મંચ પર નીલમના પથ્થર જેવું કંઈક હતું.+ એ રાજગાદી જેવું દેખાતું હતું.+ એના પર કોઈક બેઠું હતું, જેમનો દેખાવ માણસ જેવો હતો.+ ૨૭ મેં જોયું તો તેમની કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો હતો+ અને એની ચારે તરફ જાણે આગની જ્વાળાઓ હતી. તેમની કમરની નીચેનો ભાગ આગ જેવો હતો.+ તેમની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો. ૨૮ ઝળહળતો એ પ્રકાશ વરસાદના દિવસે વાદળમાં દેખાતા મેઘધનુષ્ય+ જેવો હતો. એ પ્રકાશ યહોવાના ગૌરવ જેવો હતો.+ એ જોઈને હું ઘૂંટણિયે પડ્યો અને મેં માથું નમાવ્યું. મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો