વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • સાત પ્રજાઓનો નાશ (૧-૬)

      • ઇઝરાયેલને પસંદ કરવાનું કારણ (૭-૧૧)

      • આજ્ઞા માનવાથી ભાવિમાં સફળતા મળે છે (૧૨-૨૬)

પુનર્નિયમ ૭:૧

એને લગતી કલમો

  • +પુન ૩૧:૩
  • +નિર્ગ ૩૩:૨; યહો ૩:૧૦
  • +ઉત ૧૫:૧૬
  • +ઉત ૧૦:૧૫-૧૭
  • +પુન ૨૦:૧

પુનર્નિયમ ૭:૨

એને લગતી કલમો

  • +ગણ ૩૩:૫૨
  • +લેવી ૨૭:૨૯; યહો ૬:૧૭; ૧૦:૨૮
  • +નિર્ગ ૨૩:૩૨; ૩૪:૧૫; પુન ૨૦:૧૬, ૧૭

પુનર્નિયમ ૭:૩

એને લગતી કલમો

  • +યહો ૨૩:૧૨, ૧૩; ૧રા ૧૧:૧, ૨; એઝ ૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૬/૧/૧૯૯૦, પાન ૧૨

પુનર્નિયમ ૭:૪

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૧૬; ૧રા ૧૧:૪
  • +પુન ૬:૧૪, ૧૫

પુનર્નિયમ ૭:૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૪; ૩૪:૧૩
  • +પુન ૧૬:૨૧, ૨૨
  • +પુન ૭:૨૫; ૧૨:૨, ૩

પુનર્નિયમ ૭:૬

ફૂટનોટ

  • *

    અથવા, “ખાસ પ્રજા.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૧૯:૫, ૬; પુન ૧૪:૨; આમ ૩:૨

પુનર્નિયમ ૭:૭

એને લગતી કલમો

  • +પુન ૧૦:૧૫
  • +પુન ૧૦:૨૨

પુનર્નિયમ ૭:૮

ફૂટનોટ

  • *

    ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ.

એને લગતી કલમો

  • +ઉત ૨૨:૧૬, ૧૭
  • +નિર્ગ ૬:૬; ૧૩:૩, ૧૪

પુનર્નિયમ ૭:૯

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૪:૬, ૭

પુનર્નિયમ ૭:૧૦

એને લગતી કલમો

  • +ની ૨:૨૨; ૨પિ ૩:૭

પુનર્નિયમ ૭:૧૩

ફૂટનોટ

  • *

    મૂળ, “તે તમારા પેટના ફળને આશિષ આપશે.”

એને લગતી કલમો

  • +ઉત ૧૩:૧૪, ૧૫
  • +લેવી ૨૬:૯
  • +લેવી ૨૬:૪

પુનર્નિયમ ૭:૧૪

એને લગતી કલમો

  • +પુન ૩૩:૨૯; ગી ૧૪૭:૨૦
  • +નિર્ગ ૨૩:૨૬; પુન ૨૮:૧૧; ગી ૧૨૭:૩

પુનર્નિયમ ૭:૧૫

એને લગતી કલમો

  • +પુન ૨૮:૧૫, ૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૧૯૯૨, પાન ૪

પુનર્નિયમ ૭:૧૬

ફૂટનોટ

  • *

    મૂળ, “તેઓને તમે ભરખી જજો.”

  • *

    મૂળ, “તમારી આંખ.”

એને લગતી કલમો

  • +પુન ૭:૧, ૨; ૨૦:૧૬; યહો ૧૦:૨૮
  • +ઉત ૧૫:૧૬; લેવી ૧૮:૨૫; પુન ૯:૫
  • +નિર્ગ ૨૦:૩
  • +નિર્ગ ૨૩:૩૩; પુન ૧૨:૩૦; ન્યા ૨:૨, ૩; ગી ૧૦૬:૩૬

પુનર્નિયમ ૭:૧૭

એને લગતી કલમો

  • +ગણ ૧૩:૩૧

પુનર્નિયમ ૭:૧૮

એને લગતી કલમો

  • +પુન ૧:૨૯; ૩૧:૬; ગી ૨૭:૧; યશા ૪૧:૧૦
  • +નિર્ગ ૧૪:૧૩

પુનર્નિયમ ૭:૧૯

ફૂટનોટ

  • *

    અથવા, “તેઓ પર આફતો લાવ્યા.”

એને લગતી કલમો

  • +નહે ૯:૧૦, ૧૧; યર્મિ ૩૨:૨૦
  • +પુન ૪:૩૪
  • +નિર્ગ ૨૩:૨૮; યહો ૩:૧૦

પુનર્નિયમ ૭:૨૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “તેઓમાં આતંક ફેલાવી દેશે; તેઓને ભયભીત કરી દેશે.”

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૨૯; પુન ૨:૨૫; યહો ૨:૯; ૨૪:૧૨

પુનર્નિયમ ૭:૨૧

ફૂટનોટ

  • *

    અથવા, “ભય અને માન જગાડે એવા.”

એને લગતી કલમો

  • +ગણ ૧૪:૯
  • +પુન ૧૦:૧૭; ૧શ ૪:૭, ૮

પુનર્નિયમ ૭:૨૨

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૩:૩૦

પુનર્નિયમ ૭:૨૩

એને લગતી કલમો

  • +પુન ૯:૩

પુનર્નિયમ ૭:૨૪

એને લગતી કલમો

  • +યહો ૧૦:૨૪; ૧૨:૧
  • +નિર્ગ ૧૭:૧૪; ગી ૯:૫
  • +યહો ૧૧:૧૪
  • +પુન ૧૧:૨૫; યહો ૧:૫; રોમ ૮:૩૧

પુનર્નિયમ ૭:૨૫

એને લગતી કલમો

  • +પુન ૧૨:૩; ૧કા ૧૪:૧૨
  • +યશા ૩૦:૨૨
  • +પુન ૨૭:૧૫

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૭:૧પુન ૩૧:૩
પુન. ૭:૧નિર્ગ ૩૩:૨; યહો ૩:૧૦
પુન. ૭:૧ઉત ૧૫:૧૬
પુન. ૭:૧ઉત ૧૦:૧૫-૧૭
પુન. ૭:૧પુન ૨૦:૧
પુન. ૭:૨ગણ ૩૩:૫૨
પુન. ૭:૨લેવી ૨૭:૨૯; યહો ૬:૧૭; ૧૦:૨૮
પુન. ૭:૨નિર્ગ ૨૩:૩૨; ૩૪:૧૫; પુન ૨૦:૧૬, ૧૭
પુન. ૭:૩યહો ૨૩:૧૨, ૧૩; ૧રા ૧૧:૧, ૨; એઝ ૯:૨
પુન. ૭:૪નિર્ગ ૩૪:૧૬; ૧રા ૧૧:૪
પુન. ૭:૪પુન ૬:૧૪, ૧૫
પુન. ૭:૫નિર્ગ ૨૩:૨૪; ૩૪:૧૩
પુન. ૭:૫પુન ૧૬:૨૧, ૨૨
પુન. ૭:૫પુન ૭:૨૫; ૧૨:૨, ૩
પુન. ૭:૬નિર્ગ ૧૯:૫, ૬; પુન ૧૪:૨; આમ ૩:૨
પુન. ૭:૭પુન ૧૦:૧૫
પુન. ૭:૭પુન ૧૦:૨૨
પુન. ૭:૮ઉત ૨૨:૧૬, ૧૭
પુન. ૭:૮નિર્ગ ૬:૬; ૧૩:૩, ૧૪
પુન. ૭:૯નિર્ગ ૩૪:૬, ૭
પુન. ૭:૧૦ની ૨:૨૨; ૨પિ ૩:૭
પુન. ૭:૧૩ઉત ૧૩:૧૪, ૧૫
પુન. ૭:૧૩લેવી ૨૬:૯
પુન. ૭:૧૩લેવી ૨૬:૪
પુન. ૭:૧૪પુન ૩૩:૨૯; ગી ૧૪૭:૨૦
પુન. ૭:૧૪નિર્ગ ૨૩:૨૬; પુન ૨૮:૧૧; ગી ૧૨૭:૩
પુન. ૭:૧૫પુન ૨૮:૧૫, ૨૭
પુન. ૭:૧૬પુન ૭:૧, ૨; ૨૦:૧૬; યહો ૧૦:૨૮
પુન. ૭:૧૬ઉત ૧૫:૧૬; લેવી ૧૮:૨૫; પુન ૯:૫
પુન. ૭:૧૬નિર્ગ ૨૦:૩
પુન. ૭:૧૬નિર્ગ ૨૩:૩૩; પુન ૧૨:૩૦; ન્યા ૨:૨, ૩; ગી ૧૦૬:૩૬
પુન. ૭:૧૭ગણ ૧૩:૩૧
પુન. ૭:૧૮પુન ૧:૨૯; ૩૧:૬; ગી ૨૭:૧; યશા ૪૧:૧૦
પુન. ૭:૧૮નિર્ગ ૧૪:૧૩
પુન. ૭:૧૯નહે ૯:૧૦, ૧૧; યર્મિ ૩૨:૨૦
પુન. ૭:૧૯પુન ૪:૩૪
પુન. ૭:૧૯નિર્ગ ૨૩:૨૮; યહો ૩:૧૦
પુન. ૭:૨૦નિર્ગ ૨૩:૨૯; પુન ૨:૨૫; યહો ૨:૯; ૨૪:૧૨
પુન. ૭:૨૧ગણ ૧૪:૯
પુન. ૭:૨૧પુન ૧૦:૧૭; ૧શ ૪:૭, ૮
પુન. ૭:૨૨નિર્ગ ૨૩:૩૦
પુન. ૭:૨૩પુન ૯:૩
પુન. ૭:૨૪યહો ૧૦:૨૪; ૧૨:૧
પુન. ૭:૨૪નિર્ગ ૧૭:૧૪; ગી ૯:૫
પુન. ૭:૨૪યહો ૧૧:૧૪
પુન. ૭:૨૪પુન ૧૧:૨૫; યહો ૧:૫; રોમ ૮:૩૧
પુન. ૭:૨૫પુન ૧૨:૩; ૧કા ૧૪:૧૨
પુન. ૭:૨૫યશા ૩૦:૨૨
પુન. ૭:૨૫પુન ૨૭:૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૭:૧-૨૬

પુનર્નિયમ

૭ “જે દેશમાં પ્રવેશીને તમે એનો કબજો લેવાના છો,+ એ દેશમાં યહોવા તમારા ઈશ્વર તમને લાવે ત્યારે, તે તમારી આગળથી આ સાત પ્રજાઓને હાંકી કાઢશે:+ હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ,+ કનાનીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ.+ એ સાત પ્રજાઓ તમારા કરતાં મોટી અને ઘણી બળવાન છે.+ ૨ યહોવા તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓને હરાવશો.+ તમે તેઓનો પૂરેપૂરો નાશ કરજો.+ તેઓ સાથે કોઈ કરાર કરશો નહિ કે તેઓને દયા બતાવશો નહિ.+ ૩ તેઓ સાથે કોઈ લગ્‍નવ્યવહાર રાખશો નહિ. તમારી દીકરીઓને તેઓના દીકરાઓ સાથે કે તમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવશો નહિ.+ ૪ એમ કરશો તો, તેઓ તમારા દીકરાઓને તમારા ઈશ્વરથી દૂર કરીને બીજા દેવોને ભજવા ખેંચી જશે.+ પછી યહોવાનો ગુસ્સો તમારા પર ભડકી ઊઠશે અને તે જલદી જ તમારો સંહાર કરી દેશે.+

૫ “એને બદલે તમે તેઓની વેદીઓ* તોડી નાખજો, ભક્તિ-સ્તંભો* ભાંગી નાખજો,+ ભક્તિ-થાંભલાઓ* કાપી નાખજો+ અને કોતરેલી મૂર્તિઓ બાળી નાખજો.+ ૬ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો. તમારા ઈશ્વર યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+

૭ “એવું ન હતું કે તમે બીજી પ્રજાઓ કરતાં સંખ્યામાં વધારે હતા એટલે યહોવાએ તમને પ્રેમ બતાવ્યો અને તમને પસંદ કર્યા.+ હકીકતમાં, તમે તો નાનામાં નાની પ્રજા હતા.+ ૮ પણ યહોવા તમને પ્રેમ કરતા હતા અને તમારા બાપદાદાઓ આગળ ખાધેલા સમ નિભાવવા માંગતા હતા.+ એટલે યહોવાએ પોતાના શક્તિશાળી હાથથી તમને છોડાવ્યા. ઇજિપ્તના રાજા ફારુનના* પંજામાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા.+ ૯ તમે સારી રીતે જાણો છો કે તમારા ઈશ્વર યહોવા સાચા ઈશ્વર છે અને તે વફાદાર છે. જેઓ તેમને પ્રેમ કરે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે, તેઓની હજાર પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને તેઓને અતૂટ પ્રેમ* બતાવે છે.+ ૧૦ પણ જેઓ તેમને નફરત કરે છે, તેઓનો તે વિનાશ કરી દેશે.+ તેમને નફરત કરનારને સજા કરવામાં તે જરાય મોડું નહિ કરે. તે ચોક્કસ બદલો લેશે. ૧૧ એટલે જે આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન હું આજે તમને ફરમાવું છું, એને તમે ધ્યાનથી પાળજો.

૧૨ “જો તમે એ કાયદા-કાનૂન હંમેશાં સાંભળશો, એના પર ધ્યાન આપશો અને એને પાળશો, તો યહોવા તમારા ઈશ્વર પોતાનો કરાર પાળશે અને તમને અતૂટ પ્રેમ બતાવશે, જેના વિશે તેમણે તમારા બાપદાદાઓ આગળ સમ ખાધા હતા. ૧૩ તે તમને પ્રેમ કરશે, આશીર્વાદ આપશે અને તમારી સંખ્યા વધારશે. તેમણે તમારા બાપદાદાઓ આગળ જે દેશ આપવાના સમ ખાધા હતા,+ ત્યાં તે તમારા પર આશીર્વાદ વરસાવશે. તમને ઘણાં બાળકો થશે,*+ તમારાં ખેતરમાં પુષ્કળ ઊપજ થશે, તમારી પાસે અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ+ ભરપૂર પ્રમાણમાં હશે, તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંને પુષ્કળ બચ્ચાં થશે. ૧૪ દુનિયાની બધી પ્રજાઓમાં તમારા પર સૌથી વધારે આશીર્વાદ રહેશે.+ તમારામાં કોઈ પણ પુરુષ કે સ્ત્રી બાળક વગરની નહિ રહે, કોઈ ઢોરઢાંક બચ્ચા વગરનું નહિ રહે.+ ૧૫ યહોવા તમારી વચ્ચેથી બધી બીમારીઓ દૂર કરશે. જે ભયાનક બીમારીઓ તમે ઇજિપ્તમાં જોઈ હતી, એમાંની એક પણ તે તમારા પર આવવા નહિ દે.+ પણ તમને નફરત કરતા લોકો પર એ બીમારીઓ લાવશે. ૧૬ યહોવા તમારા ઈશ્વર જે પ્રજાઓને તમારા હાથમાં સોંપે,+ તેઓનો તમે નાશ કરી દેજો.* તમે* તેઓને દયા બતાવશો નહિ+ કે તેઓના દેવોને ભજશો નહિ,+ નહિતર એ તમારા માટે ફાંદો બની જશે.+

૧૭ “જો તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમારા કરતાં ઘણી મોટી છે, અમે તેઓને કઈ રીતે ભગાડી મૂકીશું?’+ ૧૮ તો તમે તેઓથી જરાય ડરતા નહિ.+ એ સમયે યાદ કરજો કે યહોવા તમારા ઈશ્વરે ઇજિપ્તના રાજા અને એની પ્રજાના કેવા હાલ કર્યા હતા.+ ૧૯ તમે પોતાની આંખે જોયું છે કે યહોવા તમારા ઈશ્વરે તેઓને આકરી સજા કરી,* મોટા મોટા ચમત્કારો બતાવ્યા,+ પોતાનો શક્તિશાળી અને બળવાન હાથ લંબાવીને તે તમને બહાર કાઢી લાવ્યા.+ એવી જ રીતે, યહોવા તમારા ઈશ્વર એ પ્રજાઓના પણ એવા જ હાલ કરશે, જેઓથી તમે ડરો છો.+ ૨૦ યહોવા તમારા ઈશ્વર તેઓનું મનોબળ તોડી નાખશે.* તેઓમાંથી જેઓ બચી ગયા હશે+ અને સંતાઈ રહ્યા હશે, તેઓનો પણ તમારી આગળથી નાશ કરી દેશે. ૨૧ તેઓથી તમે જરાય ગભરાશો નહિ, કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સાથે છે.+ તે મહાન અને અદ્‍ભુત* ઈશ્વર છે.+

૨૨ “યહોવા તમારા ઈશ્વર એ પ્રજાઓને ધીરે ધીરે તમારી આગળથી હાંકી કાઢશે.+ તમે એક સામટો તેઓનો વિનાશ ન કરતા, નહિતર તમારો વિસ્તાર ઉજ્જડ બની જશે ને જંગલી જાનવરોની સંખ્યા વધી જશે. એનાથી તો તમે જ હેરાન થશો. ૨૩ યહોવા તમારા ઈશ્વર એ બધી પ્રજાઓને તમારા હાથમાં સોંપશે અને તેઓનો પૂરેપૂરો નાશ ન થાય ત્યાં સુધી તેઓને હરાવશે.+ ૨૪ તે તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપશે+ અને તમે આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખશો.+ જ્યાં સુધી તમે તેઓનો વિનાશ નહિ કરી દો,+ ત્યાં સુધી કોઈ તમારો સામનો કરી શકશે નહિ.+ ૨૫ તમે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખજો.+ એ મૂર્તિઓ પરનાં સોના-ચાંદીનો લોભ રાખતા નહિ કે એને તમારા માટે લેતા નહિ,+ નહિતર એ તમારા માટે ફાંદો બની જશે. એને તમારા ઈશ્વર યહોવા ધિક્કારે છે.+ ૨૬ તમે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ ન લાવતા જેને ઈશ્વર ધિક્કારે છે, કેમ કે એમ કરવાથી તમે પણ એ વસ્તુની જેમ વિનાશને લાયક ઠરશો. તમે એ વસ્તુને સખત નફરત કરો અને એને ધિક્કારો, કેમ કે એ વિનાશને લાયક છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો