વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૯૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • બદલો લેવા ઈશ્વરને પ્રાર્થના

        • ‘દુષ્ટો ક્યાં સુધી રહેશે?’ (૩)

        • યાહ જેને સુધારે છે તે સુખી છે (૧૨)

        • ઈશ્વર પોતાના લોકોને તરછોડી દેશે નહિ (૧૪)

        • “કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરે છે” (૨૦)

ગીતશાસ્ત્ર ૯૪:૧

એને લગતી કલમો

  • +પુન ૩૨:૩૫; નાહૂ ૧:૨; રોમ ૧૨:૧૯

ગીતશાસ્ત્ર ૯૪:૨

એને લગતી કલમો

  • +ઉત ૧૮:૨૫; પ્રેકા ૧૭:૩૧
  • +ગી ૩૧:૨૩

ગીતશાસ્ત્ર ૯૪:૩

એને લગતી કલમો

  • +ગી ૭૩:૩; ૭૪:૧૦

ગીતશાસ્ત્ર ૯૪:૫

એને લગતી કલમો

  • +ગી ૧૪:૪

ગીતશાસ્ત્ર ૯૪:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૧/૧/૧૯૯૫,

ગીતશાસ્ત્ર ૯૪:૭

એને લગતી કલમો

  • +ગી ૫૯:૨, ૭; હઝ ૮:૧૨
  • +ગી ૧૦:૪, ૧૧; ૭૩:૩, ૧૧; યશા ૨૯:૧૫

ગીતશાસ્ત્ર ૯૪:૮

એને લગતી કલમો

  • +ની ૧:૨૨

ગીતશાસ્ત્ર ૯૪:૯

એને લગતી કલમો

  • +ગી ૩૪:૧૫

ગીતશાસ્ત્ર ૯૪:૧૦

એને લગતી કલમો

  • +ગી ૯:૫; યશા ૧૦:૧૨
  • +ગી ૨૫:૮; યશા ૨૮:૨૬; યોહ ૬:૪૫

ગીતશાસ્ત્ર ૯૪:૧૧

એને લગતી કલમો

  • +૧કો ૩:૨૦

ગીતશાસ્ત્ર ૯૪:૧૨

એને લગતી કલમો

  • +ગી ૧૧૯:૭૧; ની ૩:૧૧; ૧કો ૧૧:૩૨; હિબ્રૂ ૧૨:૫, ૬
  • +ગી ૧૯:૮

ગીતશાસ્ત્ર ૯૪:૧૩

એને લગતી કલમો

  • +ગી ૫૫:૨૩; ૨પિ ૨:૯

ગીતશાસ્ત્ર ૯૪:૧૪

એને લગતી કલમો

  • +૧શ ૧૨:૨૨; ગી ૩૭:૨૮; હિબ્રૂ ૧૩:૫
  • +પુન ૩૨:૯

ગીતશાસ્ત્ર ૯૪:૧૭

એને લગતી કલમો

  • +ગી ૧૨૪:૨, ૩; ૨કો ૧:૧૦

ગીતશાસ્ત્ર ૯૪:૧૮

એને લગતી કલમો

  • +૧શ ૨:૯; ગી ૩૭:૨૪; ૧૨૧:૩; યવિ ૩:૨૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૮

ગીતશાસ્ત્ર ૯૪:૧૯

એને લગતી કલમો

  • +ગી ૮૬:૧૭; ફિલિ ૪:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૮

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૦૬, પાન ૬

    ૩/૧૫/૨૦૦૩, પાન ૯

    ૯/૧/૨૦૦૧, પાન ૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૯૪:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “ન્યાયાધીશો.” મૂળ, “રાજગાદી.”

એને લગતી કલમો

  • +યશા ૧૦:૧; દા ૬:૭; પ્રેકા ૫:૨૭, ૨૮

ગીતશાસ્ત્ર ૯૪:૨૧

એને લગતી કલમો

  • +ગી ૫૯:૩
  • +૧રા ૨૧:૧૩

ગીતશાસ્ત્ર ૯૪:૨૨

ફૂટનોટ

  • *

    અથવા, “ગઢ.”

એને લગતી કલમો

  • +ગી ૧૮:૨

ગીતશાસ્ત્ર ૯૪:૨૩

એને લગતી કલમો

  • +ની ૫:૨૨; ૨થે ૧:૬
  • +૧શ ૨૬:૯, ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૯૪:૧પુન ૩૨:૩૫; નાહૂ ૧:૨; રોમ ૧૨:૧૯
ગીત. ૯૪:૨ઉત ૧૮:૨૫; પ્રેકા ૧૭:૩૧
ગીત. ૯૪:૨ગી ૩૧:૨૩
ગીત. ૯૪:૩ગી ૭૩:૩; ૭૪:૧૦
ગીત. ૯૪:૫ગી ૧૪:૪
ગીત. ૯૪:૭ગી ૫૯:૨, ૭; હઝ ૮:૧૨
ગીત. ૯૪:૭ગી ૧૦:૪, ૧૧; ૭૩:૩, ૧૧; યશા ૨૯:૧૫
ગીત. ૯૪:૮ની ૧:૨૨
ગીત. ૯૪:૯ગી ૩૪:૧૫
ગીત. ૯૪:૧૦ગી ૯:૫; યશા ૧૦:૧૨
ગીત. ૯૪:૧૦ગી ૨૫:૮; યશા ૨૮:૨૬; યોહ ૬:૪૫
ગીત. ૯૪:૧૧૧કો ૩:૨૦
ગીત. ૯૪:૧૨ગી ૧૧૯:૭૧; ની ૩:૧૧; ૧કો ૧૧:૩૨; હિબ્રૂ ૧૨:૫, ૬
ગીત. ૯૪:૧૨ગી ૧૯:૮
ગીત. ૯૪:૧૩ગી ૫૫:૨૩; ૨પિ ૨:૯
ગીત. ૯૪:૧૪૧શ ૧૨:૨૨; ગી ૩૭:૨૮; હિબ્રૂ ૧૩:૫
ગીત. ૯૪:૧૪પુન ૩૨:૯
ગીત. ૯૪:૧૭ગી ૧૨૪:૨, ૩; ૨કો ૧:૧૦
ગીત. ૯૪:૧૮૧શ ૨:૯; ગી ૩૭:૨૪; ૧૨૧:૩; યવિ ૩:૨૨
ગીત. ૯૪:૧૯ગી ૮૬:૧૭; ફિલિ ૪:૬, ૭
ગીત. ૯૪:૨૦યશા ૧૦:૧; દા ૬:૭; પ્રેકા ૫:૨૭, ૨૮
ગીત. ૯૪:૨૧ગી ૫૯:૩
ગીત. ૯૪:૨૧૧રા ૨૧:૧૩
ગીત. ૯૪:૨૨ગી ૧૮:૨
ગીત. ૯૪:૨૩ની ૫:૨૨; ૨થે ૧:૬
ગીત. ૯૪:૨૩૧શ ૨૬:૯, ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૯૪:૧-૨૩

ગીતશાસ્ત્ર

૯૪ હે બદલો લેનાર ઈશ્વર યહોવા,+

હે બદલો લેનાર ઈશ્વર, તમારો પ્રકાશ પાથરો!

 ૨ હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊભા થાઓ.+

ઘમંડી લોકોને તેઓનાં કામ પ્રમાણે સજા આપો.+

 ૩ દુષ્ટો ક્યાં સુધી આનંદ મનાવતા રહેશે?+

હે યહોવા, ક્યાં સુધી?

 ૪ તેઓ બકવાસ કરે છે અને ડંફાસ મારે છે.

બધા ગુનેગારો પોતાના વિશે બડાઈ હાંકે છે.

 ૫ હે યહોવા, તેઓ તમારા લોકોને કચડી નાખે છે,+

તમારા લોકો પર જુલમ ગુજારે છે.

 ૬ તેઓ વિધવાઓની અને પરદેશીઓની કતલ કરે છે,

તેઓ અનાથ બાળકોનું ખૂન કરે છે.

 ૭ તેઓ કહે છે: “યાહ જોતા નથી.+

યાકૂબના ઈશ્વરને એની કંઈ પડી નથી.”+

 ૮ હે અક્કલ વગરનાઓ, જરા સમજો.

હે મૂર્ખો, તમારામાં ક્યારે સમજ આવશે?+

 ૯ જે કાનના ઘડનાર છે, તે શું સાંભળી નહિ શકે?

જે આંખના રચનાર છે, તે શું જોઈ નહિ શકે?+

૧૦ પ્રજાઓને જે સુધારે છે, તે શું ઠપકો નહિ આપે?+

તે જ લોકોને જ્ઞાન આપે છે!+

૧૧ યહોવા જાણે છે કે માણસોના વિચારો

સાવ નકામા છે.+

૧૨ હે યાહ, સુખી છે એ માણસ, જેને તમે સુધારો છો+

અને જેને તમારો નિયમ શીખવો છો,+

૧૩ જેથી આફતના દિવસોમાં તેને શાંતિ મળે,

હા, દુષ્ટ માટે ખાડો ન ખોદાય ત્યાં સુધી તેને શાંતિ મળે.+

૧૪ યહોવા પોતાના લોકોને તરછોડી દેશે નહિ,+

તે પોતાના લોકોને ત્યજી દેશે નહિ,+

૧૫ કેમ કે ફરી એક વાર સાચો ચુકાદો આપવામાં આવશે.

અને બધા નેક દિલ લોકો એ પ્રમાણે કરશે.

૧૬ મારા માટે દુષ્ટો વિરુદ્ધ કોણ ઊભો થશે?

મારા માટે ગુનેગારો વિરુદ્ધ કોણ ઊઠશે?

૧૭ જો યહોવાએ મને મદદ કરી ન હોત,

તો હું ક્યારનોય ધૂળભેગો થઈ ગયો હોત.+

૧૮ જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,”

ત્યારે હે યહોવા, તમારા અતૂટ પ્રેમે મને સાથ આપ્યો.+

૧૯ જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો,

ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.+

૨૦ ભ્રષ્ટાચારી શાસકો* કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરે છે,

તેઓ કઈ રીતે તમારો સહકાર માંગી શકે?+

૨૧ તેઓ સચ્ચાઈથી ચાલનાર પર જુલમ ગુજારે છે.+

તેઓ નિર્દોષને મોતની સજા ફટકારે છે.+

૨૨ પણ યહોવા મારા માટે સલામત આશરો* બનશે.

મારા ઈશ્વર મને આશરો આપનાર ખડક છે.+

૨૩ તે દુષ્ટોનાં કામોનો બદલો વાળી આપશે.+

તેઓનાં જ ખોટાં કામોથી તે તેઓનો નાશ કરશે.

યહોવા આપણા ઈશ્વર તેઓનો સર્વનાશ કરશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો