વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૩૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ઉત્પત્તિ મુખ્ય વિચારો

      • પોટીફારના ઘરમાં યૂસફ (૧-૬)

      • યૂસફ પોટીફારની પત્નીનો વિરોધ કરે છે (૭-૨૦)

      • યૂસફ કેદખાનામાં (૨૧-૨૩)

ઉત્પત્તિ ૩૯:૧

એને લગતી કલમો

  • +ઉત ૧૭:૨૦; ૩૭:૨૫
  • +ગી ૧૦૫:૧૭; પ્રેકા ૭:૯
  • +ઉત ૩૭:૩૬

ઉત્પત્તિ ૩૯:૨

એને લગતી કલમો

  • +રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬

ઉત્પત્તિ ૩૯:૫

એને લગતી કલમો

  • +ઉત ૩૦:૨૭

ઉત્પત્તિ ૩૯:૯

એને લગતી કલમો

  • +ઉત ૨:૨૪; ૨૦:૩, ૬; ગી ૫૧:મથાળું; ૫૧:૪; માર્ક ૧૦:૭, ૮; હિબ્રૂ ૧૩:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૧/૨૦૧૮, પાન ૨૫-૨૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૯/૨૦૧૭, પાન ૪-૫

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૧૪, પાન ૯

    ૨/૧૫/૨૦૧૩, પાન ૪

    ૧૧/૧/૨૦૦૭, પાન ૧૦

    ૭/૧/૨૦૦૬, પાન ૨૦-૨૧

    ૧/૧૫/૨૦૦૪, પાન ૨૯

    ૧૨/૧/૨૦૦૩, પાન ૨૦

    ૧૧/૧/૨૦૦૦, પાન ૯-૧૦

    ૯/૧/૧૯૯૮, પાન ૫

    ૧૦/૧૫/૧૯૯૭, પાન ૨૯

ઉત્પત્તિ ૩૯:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧૫/૨૦૧૫, પાન ૧૬

ઉત્પત્તિ ૩૯:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૧

ઉત્પત્તિ ૩૯:૧૪

ફૂટનોટ

  • *

    મૂળ, “તેણે આપણને હાંસીપાત્ર બનાવ્યા છે.”

ઉત્પત્તિ ૩૯:૨૦

એને લગતી કલમો

  • +ગી ૧૦૫:૧૭, ૧૮

ઉત્પત્તિ ૩૯:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૪૦:૨, ૩; ગી ૧૦૫:૧૯; પ્રેકા ૭:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૫/૨૦૨૦, પાન ૪

    ૫/૧૫/૨૦૦૨, પાન ૧૪-૧૭

ઉત્પત્તિ ૩૯:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૩૯:૬

ઉત્પત્તિ ૩૯:૨૩

એને લગતી કલમો

  • +ઉત ૪૯:૨૨, ૨૫; પ્રેકા ૭:૯, ૧૦

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ઉત. ૩૯:૧ઉત ૧૭:૨૦; ૩૭:૨૫
ઉત. ૩૯:૧ગી ૧૦૫:૧૭; પ્રેકા ૭:૯
ઉત. ૩૯:૧ઉત ૩૭:૩૬
ઉત. ૩૯:૨રોમ ૮:૩૧; હિબ્રૂ ૧૩:૬
ઉત. ૩૯:૫ઉત ૩૦:૨૭
ઉત. ૩૯:૯ઉત ૨:૨૪; ૨૦:૩, ૬; ગી ૫૧:મથાળું; ૫૧:૪; માર્ક ૧૦:૭, ૮; હિબ્રૂ ૧૩:૪
ઉત. ૩૯:૨૦ગી ૧૦૫:૧૭, ૧૮
ઉત. ૩૯:૨૧ઉત ૪૦:૨, ૩; ગી ૧૦૫:૧૯; પ્રેકા ૭:૯
ઉત. ૩૯:૨૨ઉત ૩૯:૬
ઉત. ૩૯:૨૩ઉત ૪૯:૨૨, ૨૫; પ્રેકા ૭:૯, ૧૦
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ઉત્પત્તિ ૩૯:૧-૨૩

ઉત્પત્તિ

૩૯ ઇશ્માએલીઓ+ યૂસફને ઇજિપ્ત લઈ આવ્યા.+ તેઓએ તેને ઇજિપ્તના પોટીફાર+ નામના એક માણસને ત્યાં વેચી દીધો. પોટીફાર ત્યાંના રાજાના દરબારમાં એક પ્રધાન અને અંગરક્ષકોનો ઉપરી હતો. ૨ યહોવા યૂસફની સાથે હતા,+ તેથી તે જે કંઈ કરતો એમાં તેને સફળતા મળતી. એટલે તેના માલિકે તેને ઘરની અમુક જવાબદારીઓ સોંપી. ૩ માલિકે જોયું કે યહોવા યૂસફની સાથે છે અને તેના દરેક કામમાં યહોવા તેને સફળતા અપાવે છે.

૪ યૂસફ પર તેના માલિકની રહેમનજર હતી અને તે માલિકનો ખાસ સેવક બન્યો. તેના માલિકે તેને ઘરનો કારભારી બનાવ્યો અને બધું તેને સોંપી દીધું. ૫ એ સમયથી યહોવાએ યૂસફના લીધે પોટીફારના ઘર પર આશીર્વાદ વરસાવ્યો. અરે, પોટીફારના ઘરમાં અને બહાર જે કંઈ તેનું હતું, એ બધા પર યહોવાએ આશીર્વાદ રેડ્યો.+ ૬ સમય જતાં, પોટીફારે પોતાની બધી જવાબદારી યૂસફના હાથમાં સોંપી. યૂસફને લીધે પોટીફારને કશાની ચિંતા ન હતી. તેને બસ એટલી જ ખબર હતી કે તેની સામે કયું ભોજન પીરસવામાં આવશે. દિવસે ને દિવસે યૂસફ મજબૂત બાંધાનો અને રૂપાળો યુવાન થતો ગયો.

૭ પોટીફારની પત્ની યૂસફને ખરાબ નજરે જોવા લાગી. તેણે યૂસફને કહ્યું: “મારી સાથે સૂઈ જા.” ૮ પણ યૂસફે સાફ ના પાડી દીધી. તેણે કહ્યું: “મારા માલિકે મારા પર ભરોસો મૂકીને તેમનું બધું મારા હાથમાં સોંપ્યું છે. તે મારી પાસેથી કશાનો પણ હિસાબ માંગતા નથી. ૯ આ ઘરમાં મારા જેટલો અધિકાર બીજા કોઈ પાસે નથી. માલિકે તમારા સિવાય મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમનાં પત્ની છો. તો આવું ઘોર પાપ કરીને હું કેમ ઈશ્વરનો ગુનેગાર થાઉં?”+

૧૦ માલિકની પત્ની મીઠી મીઠી વાતો કરીને દરરોજ યૂસફને તેની સાથે સૂવા કે સમય વિતાવવા કહેતી. પણ યૂસફ સાફ ના પાડી દેતો. ૧૧ એક દિવસે, યૂસફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો ત્યારે, ઘરમાં કોઈ નોકર-ચાકર ન હતા. ૧૨ એવામાં માલિકની પત્નીએ યૂસફે પહેરેલું વસ્ત્ર ખેંચીને કહ્યું: “મારી સાથે સૂઈ જા!” પણ યૂસફ તેના હાથમાં જ વસ્ત્ર છોડીને ત્યાંથી ભાગી ગયો. ૧૩ યૂસફ તેના હાથમાં વસ્ત્ર છોડીને ભાગી ગયો કે તરત જ ૧૪ તે ચીસાચીસ કરવા લાગી અને ઘરના નોકરોને કહેવા લાગી: “જુઓ! મારા પતિ આ હિબ્રૂને ઘરમાં લાવ્યા, પણ તેણે આપણું અપમાન કર્યું છે.* તે મારી આબરૂ લૂંટવા આવ્યો હતો, પણ હું મોટે મોટેથી બૂમો પાડવા લાગી. ૧૫ મારી ચીસો સાંભળતા જ તે પોતાનું વસ્ત્ર મારી પાસે છોડીને ભાગી ગયો.” ૧૬ પોટીફાર ઘરે આવ્યો ત્યાં સુધી તે સ્ત્રીએ યૂસફનું વસ્ત્ર પોતાની પાસે જ રાખ્યું.

૧૭ તેણે તેના પતિને બધું જણાવતા કહ્યું: “તમે જે હિબ્રૂને ઘરમાં લાવ્યા, તેણે મારું અપમાન કર્યું છે. ૧૮ મારી ચીસો સાંભળતા જ તે તેનું વસ્ત્ર મારી પાસે છોડીને ભાગી ગયો.” ૧૯ તેણે જ્યારે પતિને કહ્યું કે, “તમારો ચાકર મારી સાથે આ રીતે વર્ત્યો” ત્યારે તે ખૂબ ગુસ્સે ભરાયો. ૨૦ યૂસફના માલિકે તેને પકડીને એ કેદખાનામાં નાખી દીધો, જ્યાં રાજાના કેદીઓને પૂરવામાં આવતા હતા. પછી યૂસફ કેદખાનામાં જ રહ્યો.+

૨૧ પણ યહોવા હંમેશાં યૂસફની સાથે રહ્યા. તે યૂસફને અતૂટ પ્રેમ બતાવતા રહ્યા. તેમના આશિષથી યૂસફ પર કેદખાનાના અધિકારીની રહેમનજર રહી.+ ૨૨ એ અધિકારીએ યૂસફને બધા કેદીઓનો ઉપરી બનાવ્યો. એ કેદીઓ યૂસફના હુકમ પ્રમાણે બધું કામ કરતા હતા.+ ૨૩ યૂસફની દેખરેખ નીચે જે કંઈ હતું, એ વિશે કેદખાનાનો અધિકારી જરાય ચિંતા કરતો નહિ. કેમ કે યહોવા યૂસફની સાથે હતા. તેના દરેક કામમાં યહોવા તેને સફળતા આપતા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો