વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૨ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • ઉદારતાથી આપવા વિશે ઉત્તેજન (૧-૧૫)

        • રાજીખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે (૭)

૨ કોરીંથીઓ ૯:૧

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૨૬; ૧કો ૧૬:૧; ૨કો ૯:૧૨

૨ કોરીંથીઓ ૯:૬

એને લગતી કલમો

  • +ની ૧૧:૨૪; ૧૯:૧૭; ૨૨:૯; સભા ૧૧:૧; લૂક ૬:૩૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૫/૧/૧૯૮૭, પાન ૧૬

૨ કોરીંથીઓ ૯:૭

ફૂટનોટ

  • *

    અથવા, “આનાકાનીથી.”

એને લગતી કલમો

  • +પુન ૧૫:૭, ૧૦
  • +નિર્ગ ૨૨:૨૯; ની ૧૧:૨૫; પ્રેકા ૨૦:૩૫; હિબ્રૂ ૧૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૫૫

    ૧૧/૧/૧૯૯૮, પાન ૨૬

    ૩/૧/૧૯૯૩, પાન ૧૩

    સજાગ બનો!,

    ૭/૨૦૦૮, પાન ૧૭

૨ કોરીંથીઓ ૯:૮

એને લગતી કલમો

  • +ની ૨૮:૨૭; માલ ૩:૧૦; ફિલિ ૪:૧૮, ૧૯

૨ કોરીંથીઓ ૯:૯

ફૂટનોટ

  • *

    અથવા, “ખુલ્લા.”

એને લગતી કલમો

  • +ગી ૧૧૨:૯

૨ કોરીંથીઓ ૯:૧૨

ફૂટનોટ

  • *

    અથવા, “જનસેવા.”

એને લગતી કલમો

  • +રોમ ૧૫:૨૬, ૨૭; ૨કો ૮:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૦, પાન ૧૧

૨ કોરીંથીઓ ૯:૧૩

એને લગતી કલમો

  • +માથ ૫:૧૬; હિબ્રૂ ૧૩:૧૬; યાકૂ ૧:૨૭; ૧યો ૩:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૭/૧/૧૯૮૭, પાન ૧૦

૨ કોરીંથીઓ ૯:૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૬, પાન ૧૨-૧૩

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૫, પાન ૧૪

    ૧૨/૧/૧૯૯૩, પાન ૨૮

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૨ કોરીં. ૯:૧રોમ ૧૫:૨૬; ૧કો ૧૬:૧; ૨કો ૯:૧૨
૨ કોરીં. ૯:૬ની ૧૧:૨૪; ૧૯:૧૭; ૨૨:૯; સભા ૧૧:૧; લૂક ૬:૩૮
૨ કોરીં. ૯:૭પુન ૧૫:૭, ૧૦
૨ કોરીં. ૯:૭નિર્ગ ૨૨:૨૯; ની ૧૧:૨૫; પ્રેકા ૨૦:૩૫; હિબ્રૂ ૧૩:૧૬
૨ કોરીં. ૯:૮ની ૨૮:૨૭; માલ ૩:૧૦; ફિલિ ૪:૧૮, ૧૯
૨ કોરીં. ૯:૯ગી ૧૧૨:૯
૨ કોરીં. ૯:૧૨રોમ ૧૫:૨૬, ૨૭; ૨કો ૮:૧૪
૨ કોરીં. ૯:૧૩માથ ૫:૧૬; હિબ્રૂ ૧૩:૧૬; યાકૂ ૧:૨૭; ૧યો ૩:૧૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૨ કોરીંથીઓ ૯:૧-૧૫

કોરીંથીઓને બીજો પત્ર

૯ હવે પવિત્ર જનોની સેવા વિશે+ તમને કંઈ લખવાની મને જરૂર લાગતી નથી, ૨ કેમ કે હું જાણું છું કે તમે મદદ કરવા તૈયાર છો. હું મકદોનિયાના ભાઈઓ આગળ બડાઈ કરું છું કે અખાયાના ભાઈઓ એક વર્ષથી મદદ કરવા તૈયાર છે. તમારા ઉત્સાહે મકદોનિયાના મોટા ભાગના ભાઈઓની હોંશ વધારી છે. ૩ પણ હું ભાઈઓને મોકલું છું, જેથી આ વિશે તમારા માટેની અમારી બડાઈ નકામી ન જાય. મેં તેઓને જણાવ્યું હતું કે તમે તૈયાર હશો, એટલે તમે સાચે જ તૈયાર રહેજો. ૪ જો મકદોનિયાના ભાઈઓ મારી સાથે આવશે અને જોશે કે તમે તૈયાર નથી, તો તમારા પર મૂકેલા ભરોસાને લીધે અમારે શરમાવું પડશે. તમારે પણ શરમાવું પડશે. ૫ એટલે મને એ જરૂરી લાગ્યું કે હું ભાઈઓને અમારી પહેલાં તમારી પાસે આવવાનું ઉત્તેજન આપું, જેથી તમે ઉદારતાથી આપેલું દાન તેઓ તૈયાર રાખે, જેનું તમે વચન આપ્યું છે. આમ એ જબરજસ્તીથી આપેલા દાન તરીકે નહિ, પણ ઉદારતાથી આપેલા દાન તરીકે તૈયાર હોય.

૬ એટલું ધ્યાનમાં રાખજો કે જે કોઈ કંજૂસાઈથી વાવે છે, તે થોડું લણશે અને જે કોઈ ઉદારતાથી વાવે છે, તે ઘણું લણશે.+ ૭ દરેકે પોતાના દિલમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે આપવું. તેણે કચવાતા દિલે* અથવા ફરજને લીધે આપવું નહિ,+ કેમ કે જે રાજીખુશીથી આપે છે, તેને ઈશ્વર ચાહે છે.+

૮ ઈશ્વર તમારા પર અપાર કૃપા વરસાવી શકે છે, જેથી તમને જેની જરૂર છે એ તમારી પાસે હંમેશાં પૂરતા પ્રમાણમાં હોય. તેમ જ, દરેક ભલું કામ કરવા જે જરૂરી છે, એ પણ તમારી પાસે ભરપૂર પ્રમાણમાં હોય.+ ૯ (જેમ લખેલું છે, “તેણે ઉદાર* હાથે વહેંચી આપ્યું છે. તેણે ગરીબને આપ્યું છે. તેનાં નેક કામો કાયમ રહે છે.”+ ૧૦ હવે જે ઈશ્વર વાવનારને અઢળક બી આપે છે અને ખાવા માટે લોકોને પુષ્કળ રોટલી આપે છે, તે વાવવા માટે તમને પુષ્કળ પ્રમાણમાં બી પૂરાં પાડશે અને તમારાં નેક કામોનું ફળ વધારશે.) ૧૧ ઈશ્વર તમને દરેક રીતે આશીર્વાદ આપે છે, જેથી તમે દરેક રીતે ઉદારતાથી આપી શકો અને અમારા કાર્યને લીધે લોકો ઈશ્વરનો આભાર માને. ૧૨ કેમ કે આ સેવાકાર્ય* પવિત્ર જનોની જરૂરિયાતો સારી રીતે પૂરી કરે છે.+ એટલું જ નહિ, એના લીધે લોકો ઈશ્વરનો ઘણો આભાર પણ માને છે. ૧૩ તમારી રાહત સેવાને લીધે લોકો ઈશ્વરને મહિમા આપે છે, કેમ કે તમે ખ્રિસ્ત વિશે જે ખુશખબર જાહેર કરો છો, એને આધીન પણ રહો છો અને તમે તેઓને અને બધાને ઉદારતાથી દાન આપો છો.+ ૧૪ તમારા પરની ઈશ્વરની અપાર કૃપાને લીધે તેઓ તમારા માટે કાલાવાલા કરે છે અને તમારા પર મમતા રાખે છે.

૧૫ ઈશ્વરે આપેલા એ મફત દાન માટે તેમનો આભાર, જેનું શબ્દોમાં વર્ણન થઈ શકતું નથી.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો