વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૨૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

માથ્થી મુખ્ય વિચારો

      • ઈસુ પિલાતના હાથમાં સોંપાયા (૧, ૨)

      • યહૂદાએ ગળે ફાંસો ખાધો (૩-૧૦)

      • ઈસુ પિલાતની આગળ (૧૧-૨૬)

      • ઈસુની જાહેરમાં મશ્કરી (૨૭-૩૧)

      • ઈસુને ગલગથામાં વધસ્તંભે ખીલાથી જડી દીધા (૩૨-૪૪)

      • ઈસુનું મરણ (૪૫-૫૬)

      • ઈસુની દફનવિધિ (૫૭-૬૧)

      • કબર પર પહેરો (૬૨-૬૬)

માથ્થી ૨૭:૧

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૧; લૂક ૨૨:૬૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૦

માથ્થી ૨૭:૨

એને લગતી કલમો

  • +ગી ૨:૨; માથ ૨૦:૧૮, ૧૯; લૂક ૨૩:૧; યોહ ૧૮:૨૮; પ્રેકા ૩:૧૩

માથ્થી ૨૭:૩

એને લગતી કલમો

  • +માથ ૨૬:૧૪, ૧૫; માર્ક ૧૪:૧૦, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧/૨૦૦૮, પાન ૩૧

માથ્થી ૨૭:૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૧૬, ૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૦

    નવી દુનિયા ભાષાંતર, પાન ૧૫

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૫

    ૮/૧/૧૯૯૦, પાન ૪

માથ્થી ૨૭:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧/૧૯૯૮, પાન ૫

માથ્થી ૨૭:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૧૯

માથ્થી ૨૭:૯

ફૂટનોટ

  • *

    આ શબ્દો ઝખા ૧૧:૧૨, ૧૩ને આધારે છે. માથ્થીના સમયમાં યર્મિયાનું પુસ્તક ભવિષ્યવાણીનાં પુસ્તકોમાં પહેલું હતું. “યર્મિયા” નામ ભવિષ્યવાણીનાં બધાં પુસ્તકોને લાગુ પડતું હોય શકે, જેમાં ઝખાર્યાનું પુસ્તક પણ આવી જાય છે. લૂક ૨૪:૪૪ સરખાવો.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૫

માથ્થી ૨૭:૧૦

ફૂટનોટ

  • *

    વધારે માહિતી ક-૫ જુઓ.

એને લગતી કલમો

  • +ઝખા ૧૧:૧૨, ૧૩

માથ્થી ૨૭:૧૧

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૨-૫; લૂક ૨૩:૩; યોહ ૧૮:૩૩, ૩૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૧

માથ્થી ૨૭:૧૨

એને લગતી કલમો

  • +યશા ૫૩:૭; માથ ૨૬:૬૩; યોહ ૧૯:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૨

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૬

    ૧૧/૧/૨૦૦૮, પાન ૫

    ૧૨/૧/૧૯૯૮, પાન ૧૫

માથ્થી ૨૭:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૨

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૬

    ૧૧/૧/૨૦૦૮, પાન ૫

માથ્થી ૨૭:૧૫

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૬-૧૦; યોહ ૧૮:૩૯

માથ્થી ૨૭:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૨-૨૯૩

માથ્થી ૨૭:૨૦

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૧૮; યોહ ૧૮:૪૦; પ્રેકા ૩:૧૪
  • +માર્ક ૧૫:૧૧-૧૪

માથ્થી ૨૭:૨૨

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૨૧

માથ્થી ૨૭:૨૩

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૨૩; પ્રેકા ૩:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૪

માથ્થી ૨૭:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૦૫, પાન ૧૨

માથ્થી ૨૭:૨૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૫:૨૭, ૨૮; ૧થે ૨:૧૪, ૧૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    સજાગ બના!,

    ૧૧/૮/૧૯૯૩, પાન ૨૦

માથ્થી ૨૭:૨૬

એને લગતી કલમો

  • +લૂક ૧૮:૩૩; યોહ ૧૯:૧
  • +માર્ક ૧૫:૧૫; લૂક ૨૩:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૪

માથ્થી ૨૭:૨૭

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૧૬-૨૦

માથ્થી ૨૭:૨૮

એને લગતી કલમો

  • +યોહ ૧૯:૨, ૩

માથ્થી ૨૭:૨૯

ફૂટનોટ

  • *

    અથવા, “જય હો.”

માથ્થી ૨૭:૩૦

એને લગતી કલમો

  • +યશા ૫૦:૬; માથ ૨૬:૬૭

માથ્થી ૨૭:૩૧

એને લગતી કલમો

  • +યશા ૫૩:૭; માથ ૨૦:૧૮, ૧૯

માથ્થી ૨૭:૩૨

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૨૧; લૂક ૨૩:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૬-૨૯૭

માથ્થી ૨૭:૩૩

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૨૨-૨૪; લૂક ૨૩:૩૩; યોહ ૧૯:૧૭

માથ્થી ૨૭:૩૪

ફૂટનોટ

  • *

    દેખીતું છે, એ વનસ્પતિમાંથી બનેલો કડવો નશીલો પદાર્થ હતો.

એને લગતી કલમો

  • +ગી ૬૯:૨૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૨૯૮

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

    ૯/૧/૧૯૮૯, પાન ૩૧

માથ્થી ૨૭:૩૫

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૮; માર્ક ૧૫:૨૪; લૂક ૨૩:૩૪; યોહ ૧૯:૨૩, ૨૪

માથ્થી ૨૭:૩૭

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૨૬; લૂક ૨૩:૩૮; યોહ ૧૯:૧૯

માથ્થી ૨૭:૩૮

એને લગતી કલમો

  • +યશા ૫૩:૧૨; માર્ક ૧૫:૨૭; લૂક ૨૩:૩૩; યોહ ૧૯:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૬-૧૭

    ૧૧/૧/૨૦૦૮, પાન ૫

માથ્થી ૨૭:૩૯

એને લગતી કલમો

  • +ગી ૨૨:૭; ૧૦૯:૨૫; લૂક ૧૮:૩૨; હિબ્રૂ ૧૨:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

માથ્થી ૨૭:૪૦

એને લગતી કલમો

  • +માથ ૨૬:૬૦, ૬૧; યોહ ૨:૧૯
  • +માર્ક ૧૫:૨૯-૩૨

માથ્થી ૨૭:૪૧

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૩૫

માથ્થી ૨૭:૪૨

એને લગતી કલમો

  • +યોહ ૧:૪૯; ૧૨:૧૩

માથ્થી ૨૭:૪૩

એને લગતી કલમો

  • +ગી ૨૨:૮
  • +માર્ક ૧૪:૬૨; યોહ ૫:૧૮; ૧૦:૩૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

માથ્થી ૨૭:૪૪

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૩૯

માથ્થી ૨૭:૪૫

ફૂટનોટ

  • *

    મૂળ, “છઠ્ઠા કલાકથી.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

  • *

    મૂળ, “નવમા કલાક.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૩૩; લૂક ૨૩:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૦

માથ્થી ૨૭:૪૬

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧; યશા ૫૩:૧૦; માર્ક ૧૫:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૪/૨૦૨૧, પાન ૧૧, ૩૦-૩૧

    ઈસુ—માર્ગ, પાન ૩૦૦

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૮, પાન ૩૨

    ૩/૧૫/૧૯૯૯, પાન ૮

    ૫/૧/૧૯૮૬, પાન ૨૭

માથ્થી ૨૭:૪૭

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૩૫, ૩૬

માથ્થી ૨૭:૪૮

ફૂટનોટ

  • *

    અથવા, “સ્પંજ.”

એને લગતી કલમો

  • +ગી ૬૯:૨૧; લૂક ૨૩:૩૬; યોહ ૧૯:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

માથ્થી ૨૭:૪૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૭

માથ્થી ૨૭:૫૦

ફૂટનોટ

  • *

    અથવા, “છેલ્લો શ્વાસ લીધો.”

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૩૭; લૂક ૨૩:૪૬; યોહ ૧૯:૩૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧૫/૨૦૦૫, પાન ૭

માથ્થી ૨૭:૫૧

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૬:૩૧-૩૩; હિબ્રૂ ૯:૩
  • +માર્ક ૧૫:૩૮; લૂક ૨૩:૪૫
  • +હિબ્રૂ ૧૦:૧૯, ૨૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૦-૩૦૧

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૧૬૧

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૬, પાન ૧૪

માથ્થી ૨૭:૫૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૦-૩૦૧

માથ્થી ૨૭:૫૩

ફૂટનોટ

  • *

    દેખીતું છે, તેઓએ જે જોયું એનો અહેવાલ આપવા આવ્યા.

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૦-૩૦૧

માથ્થી ૨૭:૫૪

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૩૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૧

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૦, પાન ૧૫

માથ્થી ૨૭:૫૫

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૪૦, ૪૧; લૂક ૮:૨, ૩

માથ્થી ૨૭:૫૬

એને લગતી કલમો

  • +માથ ૨૦:૨૦; યોહ ૧૯:૨૫

માથ્થી ૨૭:૫૭

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૪૨, ૪૩; લૂક ૨૩:૫૦-૫૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૮

    ૧૧/૧/૨૦૦૮, પાન ૫

માથ્થી ૨૭:૫૮

એને લગતી કલમો

  • +પુન ૨૧:૨૨, ૨૩
  • +માર્ક ૧૫:૪૫-૪૭; યોહ ૧૯:૩૮

માથ્થી ૨૭:૫૯

એને લગતી કલમો

  • +યોહ ૧૯:૪૦, ૪૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૦

માથ્થી ૨૭:૬૦

એને લગતી કલમો

  • +યશા ૫૩:૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૦/૨૦૧૭, પાન ૨૦

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૮

    ૧૧/૧/૨૦૦૮, પાન ૫

માથ્થી ૨૭:૬૧

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૫૫

માથ્થી ૨૭:૬૨

એને લગતી કલમો

  • +માર્ક ૧૫:૪૨; લૂક ૨૩:૫૪; યોહ ૧૯:૧૪

માથ્થી ૨૭:૬૩

એને લગતી કલમો

  • +માથ ૧૨:૪૦; યોહ ૨:૧૯

માથ્થી ૨૭:૬૪

એને લગતી કલમો

  • +માથ ૨૮:૧૨, ૧૩

માથ્થી ૨૭:૬૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ઈસુ—માર્ગ, પાન ૩૦૩

માથ્થી ૨૭:૬૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

માથ. ૨૭:૧માર્ક ૧૫:૧; લૂક ૨૨:૬૬
માથ. ૨૭:૨ગી ૨:૨; માથ ૨૦:૧૮, ૧૯; લૂક ૨૩:૧; યોહ ૧૮:૨૮; પ્રેકા ૩:૧૩
માથ. ૨૭:૩માથ ૨૬:૧૪, ૧૫; માર્ક ૧૪:૧૦, ૧૧
માથ. ૨૭:૫પ્રેકા ૧:૧૬, ૧૮
માથ. ૨૭:૮પ્રેકા ૧:૧૯
માથ. ૨૭:૧૦ઝખા ૧૧:૧૨, ૧૩
માથ. ૨૭:૧૧માર્ક ૧૫:૨-૫; લૂક ૨૩:૩; યોહ ૧૮:૩૩, ૩૭
માથ. ૨૭:૧૨યશા ૫૩:૭; માથ ૨૬:૬૩; યોહ ૧૯:૯
માથ. ૨૭:૧૫માર્ક ૧૫:૬-૧૦; યોહ ૧૮:૩૯
માથ. ૨૭:૨૦લૂક ૨૩:૧૮; યોહ ૧૮:૪૦; પ્રેકા ૩:૧૪
માથ. ૨૭:૨૦માર્ક ૧૫:૧૧-૧૪
માથ. ૨૭:૨૨લૂક ૨૩:૨૧
માથ. ૨૭:૨૩લૂક ૨૩:૨૩; પ્રેકા ૩:૧૩
માથ. ૨૭:૨૫પ્રેકા ૫:૨૭, ૨૮; ૧થે ૨:૧૪, ૧૫
માથ. ૨૭:૨૬લૂક ૧૮:૩૩; યોહ ૧૯:૧
માથ. ૨૭:૨૬માર્ક ૧૫:૧૫; લૂક ૨૩:૨૫
માથ. ૨૭:૨૭માર્ક ૧૫:૧૬-૨૦
માથ. ૨૭:૨૮યોહ ૧૯:૨, ૩
માથ. ૨૭:૩૦યશા ૫૦:૬; માથ ૨૬:૬૭
માથ. ૨૭:૩૧યશા ૫૩:૭; માથ ૨૦:૧૮, ૧૯
માથ. ૨૭:૩૨માર્ક ૧૫:૨૧; લૂક ૨૩:૨૬
માથ. ૨૭:૩૩માર્ક ૧૫:૨૨-૨૪; લૂક ૨૩:૩૩; યોહ ૧૯:૧૭
માથ. ૨૭:૩૪ગી ૬૯:૨૧
માથ. ૨૭:૩૫ગી ૨૨:૧૮; માર્ક ૧૫:૨૪; લૂક ૨૩:૩૪; યોહ ૧૯:૨૩, ૨૪
માથ. ૨૭:૩૭માર્ક ૧૫:૨૬; લૂક ૨૩:૩૮; યોહ ૧૯:૧૯
માથ. ૨૭:૩૮યશા ૫૩:૧૨; માર્ક ૧૫:૨૭; લૂક ૨૩:૩૩; યોહ ૧૯:૧૮
માથ. ૨૭:૩૯ગી ૨૨:૭; ૧૦૯:૨૫; લૂક ૧૮:૩૨; હિબ્રૂ ૧૨:૩
માથ. ૨૭:૪૦માથ ૨૬:૬૦, ૬૧; યોહ ૨:૧૯
માથ. ૨૭:૪૦માર્ક ૧૫:૨૯-૩૨
માથ. ૨૭:૪૧લૂક ૨૩:૩૫
માથ. ૨૭:૪૨યોહ ૧:૪૯; ૧૨:૧૩
માથ. ૨૭:૪૩ગી ૨૨:૮
માથ. ૨૭:૪૩માર્ક ૧૪:૬૨; યોહ ૫:૧૮; ૧૦:૩૬
માથ. ૨૭:૪૪લૂક ૨૩:૩૯
માથ. ૨૭:૪૫માર્ક ૧૫:૩૩; લૂક ૨૩:૪૪
માથ. ૨૭:૪૬ગી ૨૨:૧; યશા ૫૩:૧૦; માર્ક ૧૫:૩૪
માથ. ૨૭:૪૭માર્ક ૧૫:૩૫, ૩૬
માથ. ૨૭:૪૮ગી ૬૯:૨૧; લૂક ૨૩:૩૬; યોહ ૧૯:૨૯
માથ. ૨૭:૫૦માર્ક ૧૫:૩૭; લૂક ૨૩:૪૬; યોહ ૧૯:૩૦
માથ. ૨૭:૫૧નિર્ગ ૨૬:૩૧-૩૩; હિબ્રૂ ૯:૩
માથ. ૨૭:૫૧માર્ક ૧૫:૩૮; લૂક ૨૩:૪૫
માથ. ૨૭:૫૧હિબ્રૂ ૧૦:૧૯, ૨૦
માથ. ૨૭:૫૪માર્ક ૧૫:૩૯
માથ. ૨૭:૫૫માર્ક ૧૫:૪૦, ૪૧; લૂક ૮:૨, ૩
માથ. ૨૭:૫૬માથ ૨૦:૨૦; યોહ ૧૯:૨૫
માથ. ૨૭:૫૭માર્ક ૧૫:૪૨, ૪૩; લૂક ૨૩:૫૦-૫૩
માથ. ૨૭:૫૮પુન ૨૧:૨૨, ૨૩
માથ. ૨૭:૫૮માર્ક ૧૫:૪૫-૪૭; યોહ ૧૯:૩૮
માથ. ૨૭:૫૯યોહ ૧૯:૪૦, ૪૧
માથ. ૨૭:૬૦યશા ૫૩:૯
માથ. ૨૭:૬૧લૂક ૨૩:૫૫
માથ. ૨૭:૬૨માર્ક ૧૫:૪૨; લૂક ૨૩:૫૪; યોહ ૧૯:૧૪
માથ. ૨૭:૬૩માથ ૧૨:૪૦; યોહ ૨:૧૯
માથ. ૨૭:૬૪માથ ૨૮:૧૨, ૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
  • ૫૯
  • ૬૦
  • ૬૧
  • ૬૨
  • ૬૩
  • ૬૪
  • ૬૫
  • ૬૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
માથ્થી ૨૭:૧-૬૬

માથ્થી

૨૭ સવાર થઈ ત્યારે બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા. તેઓએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ સભા ભરી.+ ૨ તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને રાજ્યપાલ પિલાતને સોંપી દીધા.+

૩ ઈસુને દગો દેનાર યહૂદાએ જોયું કે તેમને મોતની સજા થઈ છે ત્યારે તેને અફસોસ થયો. તે મુખ્ય યાજકો અને વડીલો પાસે ચાંદીના ૩૦ સિક્કા પાછા લાવ્યો.+ ૪ તેણે કહ્યું: “એક નિર્દોષ માણસના લોહીનો સોદો કરીને મેં પાપ કર્યું છે.” તેઓએ કહ્યું: “એમાં અમારે શું? એ તું જાણે!” ૫ એટલે તેણે ચાંદીના સિક્કા મંદિરમાં ફેંકી દીધા અને ત્યાંથી નીકળી ગયો. પછી જઈને ગળે ફાંસો ખાધો.+ ૬ મુખ્ય યાજકોએ ચાંદીના સિક્કા લીધા અને કહ્યું: “નિયમ પ્રમાણે એને મંદિરના ભંડારમાં નાખવા યોગ્ય નથી, કેમ કે એ લોહીની કિંમત છે.” ૭ એકબીજા સાથે ચર્ચા કર્યા પછી, એ પૈસાથી તેઓએ અજાણ્યા લોકોને દાટવા માટે કુંભારનું ખેતર વેચાતું લીધું. ૮ આજ સુધી એ ખેતરને લોહીનું ખેતર કહેવામાં આવે છે.+ ૯ આ રીતે યર્મિયા* પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “તેઓએ ચાંદીના ૩૦ સિક્કા લીધા, જે કિંમત ઇઝરાયેલના અમુક દીકરાઓએ એક માણસ માટે ઠરાવી હતી. ૧૦ એનાથી તેઓએ કુંભારનું ખેતર ખરીદી લીધું, જેમ યહોવાએ* મને આજ્ઞા આપી હતી.”+

૧૧ ઈસુ રાજ્યપાલ સામે ઊભા હતા. રાજ્યપાલે તેમને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૧૨ પણ મુખ્ય યાજકો અને વડીલો તેમના પર આરોપ મૂકતા હતા ત્યારે, તેમણે કોઈ જવાબ આપ્યો નહિ.+ ૧૩ પિલાતે પૂછ્યું: “શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?” ૧૪ પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. અરે, તે એક શબ્દ પણ બોલ્યા નહિ. એનાથી રાજ્યપાલને નવાઈ લાગી.

૧૫ આ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો માંગે એ કેદીને રાજ્યપાલ છોડી મૂકે.+ ૧૬ એ સમયે ત્યાં કેદમાં બારાબાસ નામનો એક કુખ્યાત ગુનેગાર હતો. ૧૭ એટલે લોકો ભેગા થયા ત્યારે પિલાતે તેઓને પૂછ્યું: “હું તમારા માટે કોને છોડી દઉં, બારાબાસને કે ઈસુને, જે ખ્રિસ્ત કહેવાય છે?” ૧૮ પિલાત જાણતો હતો કે તેઓએ અદેખાઈને લીધે ઈસુને તેના હાથમાં સોંપી દીધા છે. ૧૯ તે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેની પત્નીએ પણ સંદેશો મોકલ્યો: “એ નેક માણસને કંઈ કરતા નહિ, કેમ કે તેના લીધે આજે સપનામાં હું ઘણી દુઃખી થઈ હતી.” ૨૦ પણ મુખ્ય યાજકો અને વડીલોએ લોકોને સમજાવ્યું હતું કે બારાબાસ+ માટે આઝાદી અને ઈસુ માટે મોત માંગે.+ ૨૧ રાજ્યપાલે ફરીથી લોકોને પૂછ્યું: “બોલો આ બેમાંથી હું તમારા માટે કોને છોડી દઉં?” તેઓએ કહ્યું: “બારાબાસને!” ૨૨ પિલાતે પૂછ્યું: “તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું?” એ બધાએ કહ્યું: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૨૩ તેણે પૂછ્યું: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” પણ તેઓ મોટેથી બૂમો પાડતા રહ્યા: “તેને વધસ્તંભે ચઢાવો!”+

૨૪ પિલાતે જોયું કે તેઓને કહેવાનો કોઈ ફાયદો નથી, પણ ધમાલ વધી રહી છે. એટલે તેણે પાણી લીધું અને લોકો સામે પોતાના હાથ ધોઈને કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે માથે.” ૨૫ બધા લોકોએ કહ્યું: “તેનું લોહી અમારાં માથે અને અમારાં બાળકોને માથે.”+ ૨૬ પછી તેણે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+

૨૭ રાજ્યપાલના સૈનિકો ઈસુને રાજ્યપાલના ઘરે લઈ ગયા. તેઓએ તેમની પાસે બધા સૈનિકોને ભેગા કર્યા.+ ૨૮ તેઓએ ઈસુનાં કપડાં ઉતારીને તેમને ઘેરા લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો.+ ૨૯ તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણિયે પડીને તેઓએ મજાક ઉડાવી: “હે યહૂદીઓના રાજા, સલામ!”* ૩૦ તેઓ તેમના પર થૂંક્યા+ અને સોટી લઈને તેમના માથા પર મારવા લાગ્યા. ૩૧ તેઓની મજાક પૂરી થઈ ત્યારે તેઓએ ઝભ્ભો કાઢી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા.+

૩૨ તેઓ બહાર જતા હતા ત્યારે, તેઓને કુરેની શહેરનો સિમોન નામનો માણસ મળ્યો. તેઓએ તેને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી.+ ૩૩ તેઓ ગલગથા નામની જગ્યાએ, એટલે કે ખોપરીની જગ્યાએ પહોંચ્યા.+ ૩૪ તેઓએ ત્યાં તેમને કડવો રસ* ભેળવેલો દ્રાક્ષદારૂ પીવા આપ્યો.+ પણ એ ચાખ્યા પછી તેમણે પીવાની ના પાડી. ૩૫ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા અને ચિઠ્ઠીઓ* નાખીને તેમનાં કપડાં વહેંચી લીધાં.+ ૩૬ પછી તેઓ ત્યાં તેમની ચોકી કરવા બેઠા. ૩૭ તેઓએ તેમના માથાની ઉપર, વધસ્તંભ પર એક તકતી લગાડી. એમાં તેમના પર મુકાયેલો આરોપ લખેલો હતો: “આ યહૂદીઓનો રાજા ઈસુ છે.”+

૩૮ તેમની આસપાસ બે લુટારાને પણ વધસ્તંભે જડવામાં આવ્યા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૩૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ ૪૦ “અરે, તું તો મંદિરને પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ હવે તું પોતાને બચાવ! જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!”+ ૪૧ શાસ્ત્રીઓ અને વડીલો સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા:+ ૪૨ “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી! તે ઇઝરાયેલનો રાજા છે.+ તે હમણાં વધસ્તંભ પરથી નીચે આવે તો અમે તેના પર શ્રદ્ધા મૂકીએ. ૪૩ તેણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો છે. જો ઈશ્વર તેને ચાહતા હોય તો તેને બચાવે,+ કેમ કે તે કહેતો હતો, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”+ ૪૪ જે લુટારાઓને તેમની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરવા લાગ્યા.+

૪૫ બપોરના બારેક વાગ્યાથી* ત્રણેક વાગ્યા* સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું.+ ૪૬ બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એટલે કે “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”+ ૪૭ એ સાંભળીને ત્યાં ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “આ માણસ એલિયાને બોલાવે છે.”+ ૪૮ તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી* લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી. એ તેણે લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપી.+ ૪૯ પણ બાકીના લોકોએ કહ્યું: “ચાલો જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ.” ૫૦ ફરીથી ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+

૫૧ જુઓ! મંદિરનો પડદો+ ઉપરથી નીચે સુધી ફાટીને+ બે ભાગ થઈ ગયો.+ ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા. ૫૨ કબરો ખૂલી ગઈ અને મરણની ઊંઘમાં હતા એવા ઘણા પવિત્ર લોકોનાં શબ બહાર ફેંકાઈ ગયાં. ૫૩ ઘણા લોકોને એ શબ દેખાયાં. (ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા પછી, જે લોકો કબરો પાસે ગયા હતા તેઓ પવિત્ર શહેરમાં આવ્યા.)* ૫૪ લશ્કરી અધિકારી અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને એ બનાવો જોયા. તેઓ ઘણા ડરી ગયા અને કહ્યું: “ખરેખર આ ઈશ્વરનો દીકરો હતો!”+

૫૫ ત્યાં ઘણી સ્ત્રીઓ હતી, જેઓ દૂરથી જોઈ રહી હતી. તેઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી અને તેમની સેવા કરતી હતી.+ ૫૬ તેઓમાં મરિયમ માગદાલેણ, યાકૂબની ને યોસેની મા મરિયમ અને ઝબદીના દીકરાઓની મા હતી.+

૫૭ મોડી બપોર થઈ ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક ધનવાન માણસ આવ્યો, જે ઈસુનો શિષ્ય હતો.+ ૫૮ તે પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું.+ પિલાતે એ આપવાનો આદેશ કર્યો.+ ૫૯ યૂસફે શબ લીધું અને ચોખ્ખા, બારીક શણના કાપડમાં વીંટાળ્યું.+ ૬૦ તેણે એ શબ પોતાની નવી કબરમાં મૂક્યું,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવીને તે ચાલ્યો ગયો. ૬૧ પણ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ ત્યાં કબરની સામે બેસી રહી.+

૬૨ આ બધું સાબ્બાથની તૈયારીના દિવસે+ બન્યું. એ પછીના દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત આગળ ભેગા થયા. ૬૩ તેઓએ કહ્યું: “સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો, ‘ત્રણ દિવસ પછી મને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’+ ૬૪ તેથી હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય.+ તેઓ લોકોને એમ ન કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ તેનું આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.” ૬૫ પિલાતે તેઓને કહ્યું: “તમે ચોકીદારો લઈ જાઓ. તમારાથી થાય એટલો કડક પહેરો રાખો.” ૬૬ એટલે તેઓએ કબરના મુખ પરના પથ્થરને મહોર* કરી અને કબર પર પહેરો રાખવા ચોકીદારો મૂક્યા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો