વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૧૫
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

૧ કોરીંથીઓ મુખ્ય વિચારો

      • ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા (૧-૧૧)

      • મરણમાંથી ઉઠાડવા વિશેનું શિક્ષણ શ્રદ્ધાનો પાયો છે (૧૨-૧૯)

      • ખ્રિસ્તનું જીવતા થવું ખાતરી આપે છે (૨૦-૩૪)

      • પૃથ્વી પર રહેનારનું શરીર, સ્વર્ગમાં રહેનારનું શરીર (૩૫-૪૯)

      • અમર જીવન અને અવિનાશી જીવન (૫૦-૫૭)

      • ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ છે (૫૮)

૧ કોરીંથીઓ ૧૫:૧

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૮:૧, ૧૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૫

૧ કોરીંથીઓ ૧૫:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૫

૧ કોરીંથીઓ ૧૫:૩

એને લગતી કલમો

  • +ગી ૨૨:૧૫; યશા ૫૩:૮, ૧૨; દા ૯:૨૬; ૧પિ ૨:૨૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૩

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૫

૧ કોરીંથીઓ ૧૫:૪

એને લગતી કલમો

  • +યશા ૫૩:૯; માથ ૨૭:૫૯, ૬૦
  • +ગી ૧૬:૧૦
  • +યૂના ૧:૧૭; લૂક ૨૪:૪૬
  • +માથ ૨૮:૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૩

૧ કોરીંથીઓ ૧૫:૫

ફૂટનોટ

  • *

    પિતર પણ કહેવાતો.

એને લગતી કલમો

  • +માથ ૧૦:૨; લૂક ૨૪:૩૩, ૩૪
  • +યોહ ૨૦:૨૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૩

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૫

    ૧/૧/૧૯૮૯, પાન ૩૨

    પગલે ચાલો, પાન ૨૦૨

૧ કોરીંથીઓ ૧૫:૬

એને લગતી કલમો

  • +માથ ૨૮:૧૬, ૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૭/૨૦૧૯, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૧૫, પાન ૨૬-૨૭

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૫

    ૧૦/૧/૧૯૯૫, પાન ૧૩

    ઈસુ—માર્ગ, પાન ૩૧૦

૧ કોરીંથીઓ ૧૫:૭

એને લગતી કલમો

  • +પ્રેકા ૧૨:૧૭
  • +પ્રેકા ૧:૩, ૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૨૨, પાન ૯-૧૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૩

    ચોકીબુરજ,

    ૩/૧૫/૨૦૧૪, પાન ૪-૫

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૬

૧ કોરીંથીઓ ૧૫:૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૯:૩-૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૩-૫

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૦, પાન ૨૯

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪-૧૬

૧ કોરીંથીઓ ૧૫:૯

એને લગતી કલમો

  • +પ્રેકા ૮:૩; ગલા ૧:૧૩

૧ કોરીંથીઓ ૧૫:૧૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૩, પાન ૨૩-૨૪

    ૮/૧/૨૦૦૦, પાન ૧૪

૧ કોરીંથીઓ ૧૫:૧૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિમાં “જીવતા કરવું” જુઓ.

એને લગતી કલમો

  • +પ્રેકા ૪:૨; ૧૭:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૫

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૪, ૧૬-૧૭

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૨

    ૮/૧/૧૯૯૩, પાન ૧૪

    ૯/૧/૧૯૯૦, પાન ૨૮

૧ કોરીંથીઓ ૧૫:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૨

૧ કોરીંથીઓ ૧૫:૧૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૩:૧૫
  • +પ્રેકા ૨:૨૪; ૪:૧૦; ૧૩:૩૦, ૩૧

૧ કોરીંથીઓ ૧૫:૧૭

એને લગતી કલમો

  • +રોમ ૪:૨૫; હિબ્રૂ ૭:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૬-૧૭

૧ કોરીંથીઓ ૧૫:૧૮

એને લગતી કલમો

  • +પ્રેકા ૭:૫૯; ૧કો ૧૫:૧૪; ૧પિ ૧:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૫-૬

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૬-૧૭

૧ કોરીંથીઓ ૧૫:૧૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૬-૧૭

૧ કોરીંથીઓ ૧૫:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “લોકોમાં તે પ્રથમ ફળ છે.”

એને લગતી કલમો

  • +પ્રેકા ૨૬:૨૩; કોલ ૧:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૫-૬

    ચોકીબુરજ,

    ૧/૨૦૨૧, પાન ૬

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭

    ૩/૧/૧૯૯૮, પાન ૧૩

    ૬/૧/૧૯૮૭, પાન ૧૬

૧ કોરીંથીઓ ૧૫:૨૧

એને લગતી કલમો

  • +ઉત ૩:૧૭, ૧૯
  • +યોહ ૧૧:૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૫

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭

૧ કોરીંથીઓ ૧૫:૨૨

એને લગતી કલમો

  • +રોમ ૫:૧૨
  • +રોમ ૫:૧૭; ૬:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૫-૬, ૩૦

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭

૧ કોરીંથીઓ ૧૫:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “પ્રથમ ફળ.” શબ્દસૂચિમાં “પ્રથમ ફળ” જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +પ્રક ૧:૫
  • +માથ ૨૪:૩; ૧થે ૪:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૬

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૧૭, પાન ૧૧-૧૨

    સભા પુસ્તિકા માટે સંદર્ભો,

    ૧/૨૦૨૧, પાન ૬

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૩-૧૪

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭, ૨૨-૨૪

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

    હંમશ માટે જીવી શકા, પાન ૧૬૬

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૭૦

૧ કોરીંથીઓ ૧૫:૨૪

એને લગતી કલમો

  • +દા ૨:૪૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૯-૨૩૦

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬, ૨૯૫

    ચોકીબુરજ,

    ૧૦/૧૫/૨૦૦૦, પાન ૨૦

    ૭/૧/૧૯૯૮, પાન ૨૧

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

૧ કોરીંથીઓ ૧૫:૨૫

એને લગતી કલમો

  • +ગી ૧૧૦:૧, ૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચાકીબુરજ,

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

૧ કોરીંથીઓ ૧૫:૨૬

એને લગતી કલમો

  • +પ્રક ૨૦:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૩૦

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૬-૭

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૧૨/૨૦૧૯, પાન ૮

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૯

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૨૩-૨૭

    ૯/૧/૨૦૧૨, પાન ૧૬

    ૭/૧/૧૯૯૮, પાન ૨૧-૨૨

    ૪/૧/૧૯૮૭, પાન ૧૬

    સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૪/૨૦૧૯, પાન ૬

    પ્રકટીકરણની પરાકાષ્ઠા, પાન ૨૮૬, ૨૯૫

    હંમશ માટે જીવી શકા, પાન ૧૭૫

૧ કોરીંથીઓ ૧૫:૨૭

એને લગતી કલમો

  • +ગી ૮:૬; એફે ૧:૨૨
  • +હિબ્રૂ ૨:૮
  • +૧પિ ૩:૨૨

૧ કોરીંથીઓ ૧૫:૨૮

એને લગતી કલમો

  • +યોહ ૧૪:૨૮
  • +૧કો ૩:૨૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા,

    ૪/૨૦૧૯, પાન ૬

    યહોવાની ભક્તિ!, પાન ૨૨૯-૨૩૦

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૨૭

    ૯/૧/૨૦૧૨, પાન ૧૬-૧૭

    ૧૨/૧૫/૨૦૦૭, પાન ૧૨

    ૭/૧/૧૯૯૮, પાન ૨૨

૧ કોરીંથીઓ ૧૫:૨૯

એને લગતી કલમો

  • +રોમ ૬:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૪

    ચોકીબુરજ,

    ૭/૧/૨૦૦૮, પાન ૨૩

    ૧૦/૧/૨૦૦૩, પાન ૨૯

    ૮/૧૫/૨૦૦૦, પાન ૩૦

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૭-૧૮

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

૧ કોરીંથીઓ ૧૫:૩૦

ફૂટનોટ

  • *

    અથવા, “કલાકે.”

એને લગતી કલમો

  • +રોમ ૮:૩૬; ૨કો ૧૧:૨૩-૨૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭-૧૮

૧ કોરીંથીઓ ૧૫:૩૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૮

૧ કોરીંથીઓ ૧૫:૩૨

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “માણસની નજરે.”

એને લગતી કલમો

  • +૨કો ૧:૮
  • +યશા ૨૨:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૯

    ચોકીબુરજ,

    ૧૧/૧/૨૦૦૭, પાન ૩

    ૬/૧૫/૨૦૦૨, પાન ૨૬, ૨૭-૨૮

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૮

    ૭/૧/૧૯૯૮, પાન ૧૮

    ૧૧/૧/૧૯૯૭, પાન ૨૪-૨૫

    ૮/૧૫/૧૯૯૭, પાન ૧૨

    ૧૧/૧/૧૯૯૬, પાન ૧૨

    ૯/૧/૧૯૯૦, પાન ૨૮

    ૯/૧/૧૯૮૯, પાન ૨૧

૧ કોરીંથીઓ ૧૫:૩૩

ફૂટનોટ

  • *

    અથવા, “સારા સંસ્કારોને.”

એને લગતી કલમો

  • +ની ૧૩:૨૦; ૧કો ૫:૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    દુઃખ જશે, સુખ આવશે, પાઠ ૪૮

    સજાગ બનો!,

    નં. ૩ ૨૦૧૯ પાન ૯

    ૧૦/૨૦૦૫, પાન ૧૩-૧૪

    ૩/૮/૧૯૯૭, પાન ૧૩

    ચોકીબુરજ,

    ૮/૧૫/૨૦૧૫, પાન ૨૫-૨૬

    ૭/૧/૨૦૧૨, પાન ૨૦

    ૫/૧/૨૦૦૭, પાન ૧૯-૨૦

    ૪/૧/૨૦૦૬, પાન ૯

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૮

    ૭/૧/૧૯૯૮, પાન ૧૮

    ૧૧/૧/૧૯૯૭, પાન ૨૩-૨૫

    ૭/૧૫/૧૯૯૭, પાન ૧૮

    ૨/૧/૧૯૯૪, પાન ૧૨

    ૮/૧/૧૯૯૩, પાન ૧૪

    ૬/૧/૧૯૯૨, પાન ૨૫

    ઉપાસનામાં એક થયેલાં, પાન ૩૮

૧ કોરીંથીઓ ૧૫:૩૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૮

૧ કોરીંથીઓ ૧૫:૩૫

એને લગતી કલમો

  • +૧યો ૩:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૯-૧૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૮

    ૭/૧/૧૯૯૮, પાન ૧૯

૧ કોરીંથીઓ ૧૫:૩૬

ફૂટનોટ

  • *

    મૂળ, “જીવતું કરાશે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૯-૨૦

૧ કોરીંથીઓ ૧૫:૩૭

ફૂટનોટ

  • *

    મૂળ, “શરીર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૯-૨૦

૧ કોરીંથીઓ ૧૫:૩૮

ફૂટનોટ

  • *

    મૂળ, “શરીર.”

  • *

    મૂળ, “અને તે દરેક બીજને પોતાનું શરીર આપે છે.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૯-૨૦

૧ કોરીંથીઓ ૧૫:૪૦

એને લગતી કલમો

  • +માથ ૨૮:૩; લૂક ૨૪:૪
  • +હિબ્રૂ ૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૮

    ૭/૧/૧૯૯૮, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧૫:૪૧

એને લગતી કલમો

  • +ઉત ૧:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૦

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૨૦

    ૬/૧/૧૯૯૩, પાન ૧૮

૧ કોરીંથીઓ ૧૫:૪૨

ફૂટનોટ

  • *

    મૂળ, “વાવવામાં.”

એને લગતી કલમો

  • +રોમ ૨:૬, ૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૮-૧૯

    ૭/૧/૧૯૯૮, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧૫:૪૩

ફૂટનોટ

  • *

    મૂળ, “વાવવામાં.”

  • *

    મૂળ, “વાવવામાં.”

એને લગતી કલમો

  • +કોલ ૩:૪
  • +પ્રક ૨૦:૪

૧ કોરીંથીઓ ૧૫:૪૪

ફૂટનોટ

  • *

    મૂળ, “વાવવામાં.”

  • *

    શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

૧ કોરીંથીઓ ૧૫:૪૫

ફૂટનોટ

  • *

    અથવા, “સજીવ પ્રાણી.” શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

એને લગતી કલમો

  • +ઉત ૨:૭
  • +યોહ ૫:૨૬; ૧તિ ૩:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૯/૧૫/૨૦૧૪, પાન ૨૬

    ૩/૧૫/૨૦૦૦, પાન ૪

    ૪/૧/૧૯૯૦, પાન ૧૦

૧ કોરીંથીઓ ૧૫:૪૭

એને લગતી કલમો

  • +ઉત ૨:૭
  • +યોહ ૩:૧૩

૧ કોરીંથીઓ ૧૫:૪૮

એને લગતી કલમો

  • +ફિલિ ૩:૨૦, ૨૧

૧ કોરીંથીઓ ૧૫:૪૯

ફૂટનોટ

  • *

    મૂળ, “માણસ જેવું સ્વરૂપ ધારણ કર્યું છે.”

  • *

    મૂળ, “માણસ જેવું સ્વરૂપ પણ ધારણ કરીશું.”

એને લગતી કલમો

  • +ઉત ૫:૩
  • +રોમ ૮:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૧

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧૫:૫૦

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૧

    નવી દુનિયા ભાષાંતર, પાન ૨૩૯૫

૧ કોરીંથીઓ ૧૫:૫૧

એને લગતી કલમો

  • +૧થે ૪:૧૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૨

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૮

    હંમશ માટે જીવી શકા, પાન ૧૬૬

૧ કોરીંથીઓ ૧૫:૫૨

ફૂટનોટ

  • *

    મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

એને લગતી કલમો

  • +૧થે ૪:૧૬

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૨

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૧૭

    ૨/૧૫/૧૯૯૫, પાન ૧૮

૧ કોરીંથીઓ ૧૫:૫૩

એને લગતી કલમો

  • +રોમ ૨:૬, ૭
  • +૨કો ૫:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૨/૧/૨૦૦૯, પાન ૩૦

    ૭/૧/૧૯૯૮, પાન ૨૦

૧ કોરીંથીઓ ૧૫:૫૪

એને લગતી કલમો

  • +યશા ૨૫:૮; પ્રક ૨૦:૬

૧ કોરીંથીઓ ૧૫:૫૫

એને લગતી કલમો

  • +હો ૧૩:૧૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૯

    ૨/૧૫/૧૯૯૫, પાન ૮

૧ કોરીંથીઓ ૧૫:૫૬

એને લગતી કલમો

  • +રોમ ૬:૨૩
  • +રોમ ૩:૨૦; ૭:૧૨, ૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૧/૧૫/૨૦૦૫, પાન ૨૯

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૯

૧ કોરીંથીઓ ૧૫:૫૭

એને લગતી કલમો

  • +યોહ ૩:૧૬; પ્રેકા ૪:૧૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૭/૧/૧૯૯૮, પાન ૨૪

૧ કોરીંથીઓ ૧૫:૫૮

ફૂટનોટ

  • *

    અથવા, “માલિક ઈસુની.”

  • *

    અથવા, “માલિક ઈસુની.”

એને લગતી કલમો

  • +કોલ ૧:૨૩; હિબ્રૂ ૩:૧૪; ૨પિ ૩:૧૭
  • +રોમ ૧૨:૧૧
  • +૨કા ૧૫:૭; ૧કો ૩:૮; પ્રક ૧૪:૧૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧૨/૨૦૨૦, પાન ૧૩

    ચોકીબુરજ (અભ્યાસ અંક),

    ૧/૨૦૧૭, પાન ૯

    ચોકીબુરજ,

    ૫/૧૫/૨૦૦૩, પાન ૨૨

    ૭/૧૫/૨૦૦૦, પાન ૧૯

    ૭/૧/૧૯૯૮, પાન ૨૪

    ૭/૧/૧૯૯૧, પાન ૧૦

    આપણી રાજ્ય સેવા,

    ૬/૨૦૦૦, પાન ૧

    ૧/૧૯૯૫, પાન ૧

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

૧ કોરીં. ૧૫:૧પ્રેકા ૧૮:૧, ૧૧
૧ કોરીં. ૧૫:૩ગી ૨૨:૧૫; યશા ૫૩:૮, ૧૨; દા ૯:૨૬; ૧પિ ૨:૨૪
૧ કોરીં. ૧૫:૪યશા ૫૩:૯; માથ ૨૭:૫૯, ૬૦
૧ કોરીં. ૧૫:૪ગી ૧૬:૧૦
૧ કોરીં. ૧૫:૪યૂના ૧:૧૭; લૂક ૨૪:૪૬
૧ કોરીં. ૧૫:૪માથ ૨૮:૭
૧ કોરીં. ૧૫:૫માથ ૧૦:૨; લૂક ૨૪:૩૩, ૩૪
૧ કોરીં. ૧૫:૫યોહ ૨૦:૨૬
૧ કોરીં. ૧૫:૬માથ ૨૮:૧૬, ૧૭
૧ કોરીં. ૧૫:૭પ્રેકા ૧૨:૧૭
૧ કોરીં. ૧૫:૭પ્રેકા ૧:૩, ૬
૧ કોરીં. ૧૫:૮પ્રેકા ૯:૩-૫
૧ કોરીં. ૧૫:૯પ્રેકા ૮:૩; ગલા ૧:૧૩
૧ કોરીં. ૧૫:૧૨પ્રેકા ૪:૨; ૧૭:૩૧
૧ કોરીં. ૧૫:૧૫પ્રેકા ૩:૧૫
૧ કોરીં. ૧૫:૧૫પ્રેકા ૨:૨૪; ૪:૧૦; ૧૩:૩૦, ૩૧
૧ કોરીં. ૧૫:૧૭રોમ ૪:૨૫; હિબ્રૂ ૭:૨૫
૧ કોરીં. ૧૫:૧૮પ્રેકા ૭:૫૯; ૧કો ૧૫:૧૪; ૧પિ ૧:૩
૧ કોરીં. ૧૫:૨૦પ્રેકા ૨૬:૨૩; કોલ ૧:૧૮
૧ કોરીં. ૧૫:૨૧ઉત ૩:૧૭, ૧૯
૧ કોરીં. ૧૫:૨૧યોહ ૧૧:૨૫
૧ કોરીં. ૧૫:૨૨રોમ ૫:૧૨
૧ કોરીં. ૧૫:૨૨રોમ ૫:૧૭; ૬:૨૩
૧ કોરીં. ૧૫:૨૩પ્રક ૧:૫
૧ કોરીં. ૧૫:૨૩માથ ૨૪:૩; ૧થે ૪:૧૬
૧ કોરીં. ૧૫:૨૪દા ૨:૪૪
૧ કોરીં. ૧૫:૨૫ગી ૧૧૦:૧, ૨
૧ કોરીં. ૧૫:૨૬પ્રક ૨૦:૧૪
૧ કોરીં. ૧૫:૨૭ગી ૮:૬; એફે ૧:૨૨
૧ કોરીં. ૧૫:૨૭હિબ્રૂ ૨:૮
૧ કોરીં. ૧૫:૨૭૧પિ ૩:૨૨
૧ કોરીં. ૧૫:૨૮યોહ ૧૪:૨૮
૧ કોરીં. ૧૫:૨૮૧કો ૩:૨૩
૧ કોરીં. ૧૫:૨૯રોમ ૬:૪
૧ કોરીં. ૧૫:૩૦રોમ ૮:૩૬; ૨કો ૧૧:૨૩-૨૭
૧ કોરીં. ૧૫:૩૨૨કો ૧:૮
૧ કોરીં. ૧૫:૩૨યશા ૨૨:૧૩
૧ કોરીં. ૧૫:૩૩ની ૧૩:૨૦; ૧કો ૫:૬
૧ કોરીં. ૧૫:૩૫૧યો ૩:૨
૧ કોરીં. ૧૫:૪૦માથ ૨૮:૩; લૂક ૨૪:૪
૧ કોરીં. ૧૫:૪૦હિબ્રૂ ૨:૬, ૭
૧ કોરીં. ૧૫:૪૧ઉત ૧:૧૬
૧ કોરીં. ૧૫:૪૨રોમ ૨:૬, ૭
૧ કોરીં. ૧૫:૪૩કોલ ૩:૪
૧ કોરીં. ૧૫:૪૩પ્રક ૨૦:૪
૧ કોરીં. ૧૫:૪૫ઉત ૨:૭
૧ કોરીં. ૧૫:૪૫યોહ ૫:૨૬; ૧તિ ૩:૧૬
૧ કોરીં. ૧૫:૪૭ઉત ૨:૭
૧ કોરીં. ૧૫:૪૭યોહ ૩:૧૩
૧ કોરીં. ૧૫:૪૮ફિલિ ૩:૨૦, ૨૧
૧ કોરીં. ૧૫:૪૯ઉત ૫:૩
૧ કોરીં. ૧૫:૪૯રોમ ૮:૨૯
૧ કોરીં. ૧૫:૫૧૧થે ૪:૧૭
૧ કોરીં. ૧૫:૫૨૧થે ૪:૧૬
૧ કોરીં. ૧૫:૫૩રોમ ૨:૬, ૭
૧ કોરીં. ૧૫:૫૩૨કો ૫:૪
૧ કોરીં. ૧૫:૫૪યશા ૨૫:૮; પ્રક ૨૦:૬
૧ કોરીં. ૧૫:૫૫હો ૧૩:૧૪
૧ કોરીં. ૧૫:૫૬રોમ ૬:૨૩
૧ કોરીં. ૧૫:૫૬રોમ ૩:૨૦; ૭:૧૨, ૧૩
૧ કોરીં. ૧૫:૫૭યોહ ૩:૧૬; પ્રેકા ૪:૧૨
૧ કોરીં. ૧૫:૫૮કોલ ૧:૨૩; હિબ્રૂ ૩:૧૪; ૨પિ ૩:૧૭
૧ કોરીં. ૧૫:૫૮રોમ ૧૨:૧૧
૧ કોરીં. ૧૫:૫૮૨કા ૧૫:૭; ૧કો ૩:૮; પ્રક ૧૪:૧૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચો
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
  • ૩૭
  • ૩૮
  • ૩૯
  • ૪૦
  • ૪૧
  • ૪૨
  • ૪૩
  • ૪૪
  • ૪૫
  • ૪૬
  • ૪૭
  • ૪૮
  • ૪૯
  • ૫૦
  • ૫૧
  • ૫૨
  • ૫૩
  • ૫૪
  • ૫૫
  • ૫૬
  • ૫૭
  • ૫૮
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ કોરીંથીઓ ૧૫:૧-૫૮

કોરીંથીઓને પહેલો પત્ર

૧૫ હવે ભાઈઓ, મેં તમને જે ખુશખબર જણાવી હતી,+ એ વિશે હું તમને યાદ કરાવું છું. એ ખુશખબર તમે સ્વીકારી છે અને તમે એ પ્રમાણે ચાલો છો. ૨ જો તમે એ ખુશખબરને વળગી રહેશો, તો એનાથી તમારો ઉદ્ધાર થશે. પણ જો એને વળગી નહિ રહો, તો ખુશખબરમાં તમે મૂકેલો ભરોસો નકામો છે.

૩ મને એક સૌથી મહત્ત્વની વાત જણાવવામાં આવી, જે મેં તમને પણ જણાવી છે. એ વાત આ છે: શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપ માટે મર્યા,+ ૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+ ૫ તે કેફાસને*+ અને પછી બાર પ્રેરિતોને દેખાયા.+ ૬ પછી તે ૫૦૦ કરતાં વધારે ભાઈઓને એકસાથે દેખાયા,+ જેમાંના મોટા ભાગના હજુ આપણી સાથે છે, પણ અમુક મરણની ઊંઘમાં છે. ૭ ત્યાર બાદ, તે યાકૂબને+ દેખાયા અને પછી બધા પ્રેરિતોને દેખાયા.+ ૮ જાણે હું અધૂરા મહિને જન્મેલો હોઉં તેમ સૌથી છેલ્લે તે મને પણ દેખાયા.+

૯ હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કેમ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.+ ૧૦ પણ આજે હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું. મને બતાવવામાં આવેલી અપાર કૃપા નકામી ગઈ નથી. મેં બીજા પ્રેરિતો કરતાં વધારે મહેનત કરી છે. મેં મારા બળથી નહિ, ઈશ્વરે બતાવેલી અપાર કૃપાના બળથી એ મહેનત કરી છે. ૧૧ તેથી હું હોઉં કે બીજા પ્રેરિતો, અમે એક જ ખુશખબરનો પ્રચાર કરીએ છીએ અને તમે એમાં જ ભરોસો મૂક્યો છે.

૧૨ હવે જો એવો પ્રચાર કરવામાં આવતો હોય કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં* આવ્યા છે,+ તો તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મરી ગયેલાઓને ઉઠાડવામાં નહિ આવે? ૧૩ જો મરી ગયેલાઓને ઉઠાડવામાં ન આવે, તો ખ્રિસ્તને પણ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા નથી. ૧૪ જો ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા ન હોય, તો અમારો પ્રચાર નકામો છે અને તમારી શ્રદ્ધા પણ નકામી છે. ૧૫ વધુમાં, આપણે ઈશ્વર વિશે જૂઠી સાક્ષી આપીએ છીએ+ કે તેમણે ખ્રિસ્તને મરણમાંથી જીવતા કર્યા છે.+ જો મરી ગયેલાઓને ઈશ્વર સાચે જ ઉઠાડવાના ન હોય, તો તેમણે ખ્રિસ્તને ઉઠાડ્યા જ નથી. ૧૬ કેમ કે જો મરી ગયેલાઓને ઉઠાડવાના ન હોય, તો ખ્રિસ્તને પણ ઉઠાડવામાં આવ્યા નથી. ૧૭ જો ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા ન હોય, તો તમારી શ્રદ્ધા નકામી છે. તમે હજુ તમારાં પાપમાં ડૂબેલા છો.+ ૧૮ ખ્રિસ્તના જે શિષ્યો મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓનો પણ હંમેશ માટે નાશ થઈ ગયો છે.+ ૧૯ જો આપણે હાલના જીવન માટે જ ખ્રિસ્તમાં આશા રાખી હોય, તો બીજા લોકો કરતાં આપણી હાલત વધારે દયાજનક છે.

૨૦ હકીકતમાં, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી પ્રથમ તેમને જીવતા કરવામાં આવ્યા છે.*+ ૨૧ કેમ કે જેમ એક માણસને લીધે મરણ આવ્યું,+ તેમ એક માણસને લીધે મરણમાંથી જીવતા કરવામાં આવશે.+ ૨૨ જેમ આદમને લીધે બધા મરે છે,+ તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.+ ૨૩ પણ દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ* ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા,+ પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી* દરમિયાન ઉઠાડવામાં આવશે.+ ૨૪ પછી અંતમાં, જ્યારે ખ્રિસ્ત બધી સરકારો, બધી સત્તાઓ અને બધા અધિકારોનો નાશ કરશે, ત્યારે તે પોતાના ઈશ્વર અને પિતાને રાજ્ય સોંપી દેશે.+ ૨૫ કેમ કે ઈશ્વર બધા દુશ્મનોને ખ્રિસ્તના પગ નીચે ન લાવે ત્યાં સુધી, ખ્રિસ્તે રાજા તરીકે રાજ કરવાનું છે.+ ૨૬ આખરે, છેલ્લા દુશ્મન મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.+ ૨૭ ઈશ્વરે “બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું.”+ પણ જ્યારે કહેવામાં આવ્યું કે ‘બધું આધીન કરવામાં આવ્યું છે,’+ ત્યારે દેખીતું છે કે એમાં ઈશ્વરનો સમાવેશ થતો નથી, જેમણે દીકરાને બધું આધીન કર્યું છે.+ ૨૮ પણ બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે,+ જેથી ઈશ્વર જ બધા પર રાજ કરે.+

૨૯ તો પછી એ લોકોનું શું થશે, જેઓ મરણ માટે બાપ્તિસ્મા લે છે?+ જો મરી ગયેલાઓને ઉઠાડવાના જ ન હોય, તો તેઓ મરણ માટે બાપ્તિસ્મા કેમ લે છે? ૩૦ આપણે પણ કેમ દરેક પળે* જોખમ ઉઠાવીએ છીએ?+ ૩૧ ભાઈઓ, જેટલી આ વાત સાચી છે કે આપણા માલિક ખ્રિસ્ત ઈસુમાં હું તમારા વિશે અભિમાન કરું છું, એટલી જ આ વાત પણ સાચી છે કે હું રોજ મોતની છાયામાં જીવું છું. ૩૨ જો હું બીજા માણસોની જેમ* એફેસસમાં જંગલી પ્રાણીઓ સાથે લડ્યો હોઉં,+ તો એનાથી મને શો ફાયદો થયો? જો મરી ગયેલાઓને ઉઠાડવામાં આવતા ન હોય, તો પછી “ચાલો, ખાઈ-પીને જલસા કરીએ, કાલે તો મરવાના જ છીએ ને!”+ ૩૩ છેતરાશો નહિ. ખરાબ સંગત સારી આદતોને* બગાડે છે.+ ૩૪ નેક કામો કરવા હોશમાં આવો અને પાપ કરતા ન રહો, કેમ કે તમારામાંથી અમુકને ઈશ્વરનું જરાય જ્ઞાન નથી. તમને શરમમાં નાખવા હું આમ કહું છું.

૩૫ કદાચ કોઈક કહે: “મરી ગયેલા લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે? તેઓને જીવતા કરવામાં આવશે ત્યારે તેઓનું શરીર કેવું હશે?”+ ૩૬ અરે મૂર્ખ! તું જે બીજ વાવે છે એ જો પહેલા મરે નહિ, તો કઈ રીતે ઊગશે!* ૩૭ તું જે વાવે છે, એ ઊગી ગયેલો છોડ* નથી, પણ એક બીજ છે, ભલે એ ઘઉંનો હોય કે બીજા કશાકનો. ૩૮ પણ ઈશ્વર પોતાને પસંદ પડે એમ એ બીજને વૃદ્ધિ* આપે છે અને એ છોડ બને ત્યારે બીજથી અલગ હોય છે.* ૩૯ બધાં જ શરીર એકસરખાં હોતાં નથી. મનુષ્યોનું શરીર જુદું છે અને જાનવરોનું જુદું છે. પક્ષીઓનું શરીર જુદું છે અને માછલીઓનું જુદું છે. ૪૦ સ્વર્ગમાં રહેનારાઓનું શરીર+ જુદું છે અને પૃથ્વી પર રહેનારાઓનું શરીર+ જુદું છે. સ્વર્ગમાં રહેનારાઓનાં શરીરનું ગૌરવ જુદું છે અને પૃથ્વી પર રહેનારાઓનાં શરીરનું ગૌરવ જુદું છે. ૪૧ સૂર્યનું તેજ જુદું છે અને ચંદ્રનું તેજ જુદું છે.+ તારાઓનું તેજ પણ જુદું છે. ખરું જોતાં, એક તારાનું તેજ બીજા તારા કરતાં જુદું છે.

૪૨ મરી ગયેલાઓને પણ એ જ રીતે જીવતા કરવામાં આવે છે. નાશવંત શરીરને દફનાવવામાં* આવે છે, પણ અવિનાશી શરીરમાં ઉઠાડવામાં આવે છે.+ ૪૩ એને અપમાનમાં દફનાવવામાં* આવે છે, પણ માનમાં ઉઠાડવામાં આવે છે.+ એને નબળાઈમાં દફનાવવામાં* આવે છે, પણ બળમાં ઉઠાડવામાં આવે છે.+ ૪૪ એને પૃથ્વી પરના શરીરમાં દફનાવવામાં* આવે છે, પણ સ્વર્ગમાંના શરીરમાં* ઉઠાડવામાં આવે છે. જો પૃથ્વી પરનું શરીર હોય, તો સ્વર્ગમાંનું શરીર પણ છે. ૪૫ એમ લખેલું પણ છે: “પહેલો માણસ આદમ જીવતો* થયો.”+ છેલ્લો આદમ જીવન આપનાર મનુષ્ય બન્યો.+ ૪૬ પણ સ્વર્ગમાંનું શરીર પહેલું નથી. પહેલું શરીર તો પૃથ્વી પરનું છે અને પછી સ્વર્ગમાંનું છે. ૪૭ પહેલો માણસ પૃથ્વીનો છે અને તે માટીનો બનેલો હતો.+ બીજો માણસ સ્વર્ગનો છે.+ ૪૮ આ દુનિયાના લોકો એ માણસ જેવા છે, જેને ઈશ્વરે માટીમાંથી બનાવ્યો હતો. જેઓ સ્વર્ગમાં છે તેઓ એ માણસ જેવા છે, જે સ્વર્ગમાંથી આવ્યો હતો.+ ૪૯ જેમ આપણે માટીના બનેલા માણસ જેવા છીએ,*+ તેમ સ્વર્ગમાંથી આવેલા માણસ જેવા પણ બનીશું.*+

૫૦ ભાઈઓ, હું તમને જણાવું છું કે માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતાં નથી. એ જ પ્રમાણે, નાશવંત શરીર અવિનાશી જીવનનો વારસો મેળવી શકતું નથી. ૫૧ જુઓ! હું તમને પવિત્ર રહસ્ય જણાવું છું: આપણે બધા મરણની ઊંઘમાં સરી જવાના નથી, પણ આપણે બધા બદલાઈ જઈશું.+ ૫૨ છેલ્લું રણશિંગડું* વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે. રણશિંગડું વાગશે+ અને મરી ગયેલા લોકો અવિનાશી શરીરમાં જીવતા કરાશે અને આપણે બદલાઈ જઈશું. ૫૩ આ નાશવંત શરીરે અવિનાશી જીવન મેળવવું પડશે+ અને આ મરનાર શરીરે અમર જીવન મેળવવું પડશે.+ ૫૪ પણ જ્યારે આ નાશવંત શરીર અવિનાશી જીવન મેળવશે અને આ મરનાર શરીર અમર જીવન મેળવશે, ત્યારે લખવામાં આવેલી આ વાત પૂરી થશે: “કાયમ માટે મરણને મિટાવી દેવામાં આવ્યું છે.”+ ૫૫ “ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?”+ ૫૬ પાપ એ ડંખ છે, જે મરણ લાવે છે+ અને પાપને બળ આપનાર તો નિયમશાસ્ત્ર છે.+ ૫૭ પણ ઈશ્વરનો આભાર, જે આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને મરણ પર વિજય આપે છે!+

૫૮ એટલે મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો+ અને અડગ રહો. ઈશ્વરની* સેવામાં પુષ્કળ કામ છે,+ એમાં વ્યસ્ત રહો, કેમ કે તમે જાણો છો કે ઈશ્વરની* સેવામાં તમારી મહેનત નકામી નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો