અયૂબ
૫ “બૂમ પાડીને જો! શું તને જવાબ આપનાર કોઈ છે?
તું કયા પવિત્ર જનને* શરણે જઈશ?
૨ દિલમાં ભરેલો ખાર મૂર્ખને મારી નાખે છે,
ઈર્ષા ભોળા માણસનો જીવ લઈ લે છે.
૩ મેં મૂર્ખને સફળ થતા જોયો છે,
પણ અચાનક તેના રહેઠાણ પર આફત આવી પડે છે.
૪ તેના દીકરાઓ જરા પણ સલામત નથી,
તેઓ શહેરના દરવાજે+ કચડાઈ જાય છે, તેઓને બચાવનાર કોઈ નથી.
૫ તેનો ઊભો પાક ભૂખ્યાઓ ખાઈ જાય છે,
અરે, કાંટા વચ્ચે ઊગેલો પાક પણ છીનવી લે છે,
કપટી લોકો તેઓનું બધું ઝૂંટવી લે છે.
૬ આફત કંઈ ધરતીમાંથી ઊગતી નથી,
મુસીબતના અંકુર જમીનમાંથી ફૂટતા નથી.
૭ જેમ અગ્નિમાંથી તણખા ઝરતા રહે છે,
તેમ માણસના જીવનમાં દુઃખો આવતાં રહે છે.
૮ જો હું તારી જગ્યાએ હોત, તો મેં ઈશ્વરને આજીજી કરી હોત,
મારો મુકદ્દમો મેં ઈશ્વર આગળ રજૂ કર્યો હોત.
૯ તે એવાં મહાન કામો કરે છે, જેનો પાર પામી શકાતો નથી,
તેમનાં અદ્ભુત કામો ગણી શકાતાં નથી.
૧૦ તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે,
અને જમીનને પાણીથી સિંચે છે.
૧૧ તે દીન-દુખિયાને ઊંચા કરે છે,
શોકમાં ડૂબેલાઓનો ઉદ્ધાર કરીને તેઓને ઉચ્ચ પદે બેસાડે છે.
૧૨ તે ચાલાક લોકોનાં કાવતરાં ઊંધાં પાડે છે,
જેથી તેઓની યોજના પાર ન પડે.
૧૩ તે બુદ્ધિશાળી માણસોને તેઓના જ દાવપેચમાં ફસાવે છે,+
જેથી તેઓના કાવાદાવા પર પાણી ફરી વળે.
૧૪ ધોળે દહાડે અંધકાર તેઓ પર આવી પડે છે,
રાતના અંધારાની જેમ તેઓ ભરબપોરે ફાંફાં મારે છે.
૧૫ ઈશ્વર ગરીબને તલવાર જેવી જીભથી બચાવે છે,
તે બળવાનના પંજામાંથી તેને છોડાવે છે,
૧૬ તેથી લાચાર લોકો માટે આશા છે,
પણ દુષ્ટોનાં મોં બંધ થાય છે.
૧૮ તે જ પીડા આપે છે, તે જ ઘા પર પાટો બાંધે છે,
તે એક હાથે ઘાયલ કરે છે અને બીજા હાથે એને રુઝાવે છે.
૧૯ તે છ સંકટમાંથી તને બચાવશે,
અરે, સાતમું તારા સુધી પહોંચવા પણ નહિ દે.
૨૦ દુકાળમાં તે તને મોતથી ઉગારી લેશે,
યુદ્ધમાં તે તને તલવારની ધારથી બચાવી લેશે.
૨૧ જીભના કોરડાથી+ તે તારું રક્ષણ કરશે,
વિનાશ આવશે ત્યારે તું ડરશે નહિ.
૨૨ તબાહી અને ભૂખમરા સામે તું હસશે,
પૃથ્વીનાં જંગલી જાનવરોથી તું બીશે નહિ.
૨૩ જંગલી જાનવર તારી સાથે સંપીને રહેશે,
ખેતરના પથ્થર તને ઠોકર ખવડાવશે નહિ.
૨૪ તને ખાતરી થશે કે તારો તંબુ સલામત છે,
તું તારા વાડામાં જોઈશ તો કશું ખોવાયું નહિ હોય.
૨૫ તને ઘણાં બાળકોનું સુખ મળશે,
પૃથ્વીનાં ઘાસની જેમ તારા વંશજો પુષ્કળ હશે.
૨૬ જેમ પાકેલાં ધાન્યના પૂળા મોસમમાં ભેગા કરાય છે,
તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે.
૨૭ જો! અમે એ વાતની ખાતરી કરી છે અને એ સત્ય છે.
મારી વાત સાંભળ અને એનો સ્વીકાર કર.”