વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

સભાશિક્ષક મુખ્ય વિચારો

સભાશિક્ષક

મુખ્ય વિચારો

સભાશિક્ષક માટે વપરાયેલા હિબ્રૂ શબ્દનો અર્થ થાય, “સભા બોલાવનાર; લોકોને ભેગા કરનાર.”

  • ૧

    • બધું જ નકામું છે (૧-૧૧)

      • પૃથ્વી કાયમ ટકી રહે છે (૪)

      • કુદરતી ચક્ર ચાલ્યા કરે છે (૫-૭)

      • પૃથ્વી પર કંઈ જ નવું નથી (૯)

    • માણસોની બુદ્ધિ મર્યાદિત છે (૧૨-૧૮)

      • હવામાં બાચકા ભરવા જેવું છે (૧૪)

  • ૨

    • સુલેમાનનાં કામો પર એક નજર (૧-૧૧)

    • માણસોની બુદ્ધિ સીમિત છે (૧૨-૧૬)

    • સખત મહેનત નકામી છે (૧૭-૨૩)

    • ખાઓ-પીઓ અને મહેનતનો આનંદ માણો (૨૪-૨૬)

  • ૩

    • દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે (૧-૮)

    • જીવનનો આનંદ માણવો, એ ઈશ્વર તરફથી ભેટ છે (૯-૧૫)

      • દિલમાં કાયમ જીવવાની ઇચ્છા (૧૧)

    • ઈશ્વર સચ્ચાઈથી ન્યાય કરે છે (૧૬, ૧૭)

    • માણસો અને જાનવરો આખરે મરી જાય છે (૧૮-૨૨)

      • બધા માટીમાં ભળી જશે (૨૦)

  • ૪

    • મરણ કરતાં જુલમ વધારે ખરાબ (૧-૩)

    • કામ માટે યોગ્ય વલણ (૪-૬)

    • મિત્રનું મહત્ત્વ (૭-૧૨)

      • એક કરતાં બે ભલા (૯)

    • રાજાનું જીવન નકામું હોય શકે છે (૧૩-૧૬)

  • ૫

    • ઈશ્વરનો ડર રાખીને તેમની પાસે જા (૧-૭)

    • મોટા મોટા અધિકારીઓ ઉપર બીજા અધિકારીઓની નજર (૮, ૯)

    • ધનદોલત નકામી છે (૧૦-૨૦)

      • ધનદોલતનો પ્રેમી ક્યારેય ધરાતો નથી (૧૦)

      • ચાકરની મીઠી ઊંઘ (૧૨)

  • ૬

    • ધનદોલત હોવા છતાં એનો આનંદ ન માણી શકવો (૧-૬)

    • જે છે એમાં ખુશ રહેવું (૭-૧૨)

  • ૭

    • સારું નામ અને મરણનો દિવસ (૧-૪)

    • બુદ્ધિમાનનો ઠપકો (૫-૭)

    • શરૂઆત કરતાં અંત સારો (૮-૧૦)

    • બુદ્ધિનો ફાયદો (૧૧, ૧૨)

    • સારા દિવસો અને ખરાબ દિવસો (૧૩-૧૫)

    • વધારે પડતું કંઈ ન કર (૧૬-૨૨)

    • ઉપદેશક આ તારણ કાઢે છે (૨૩-૨૯)

  • ૮

    • પાપી માણસોના રાજમાં (૧-૧૭)

      • રાજાનો હુકમ માન (૨-૪)

      • માણસની સત્તા નુકસાનકારક (૯)

      • જ્યારે સજા જલદી નથી મળતી (૧૧)

      • ખાઓ-પીઓ અને મોજમજા કરો (૧૫)

  • ૯

    • બધાનો અંત સરખો જ હોય છે (૧-૩)

    • જીવન છે ત્યાં સુધી એનો આનંદ માણો (૪-૧૨)

      • મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી (૫)

      • કબરમાં કોઈ કામ નથી (૧૦)

      • સમય અને અણધાર્યા સંજોગોની અસર (૧૧)

    • બુદ્ધિની હંમેશાં કદર કરવામાં આવતી નથી (૧૩-૧૮)

  • ૧૦

    • થોડી મૂર્ખાઈ સમજુ માણસનું નામ બગાડે છે (૧)

    • આવડત વગર કામ કરવું ખતરનાક છે (૨-૧૧)

    • મૂર્ખની ખરાબ હાલત (૧૨-૧૫)

    • અધિકારીઓની મૂર્ખતા (૧૬-૨૦)

      • પક્ષી તારી વાત જણાવી દેશે (૨૦)

  • ૧૧

    • તકનો લાભ ઉઠાવ (૧-૮)

      • તારી રોટલી પાણી પર નાખ (૧)

      • સવારથી સાંજ સુધી બી વાવ (૬)

    • યુવાનીમાં આનંદ કર (૯, ૧૦)

  • ૧૨

    • ઘડપણ આવે એ પહેલાં તારા સર્જનહારને યાદ કર (૧-૮)

    • ઉપદેશક આ તારણ પર આવ્યો (૯-૧૪)

      • જ્ઞાની માણસોના શબ્દો આર જેવા છે (૧૧)

      • સાચા ઈશ્વરનો ડર રાખ (૧૩)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • Privacy Settings
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો