પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર હબાક્કૂક મુખ્ય વિચારો હબાક્કૂક મુખ્ય વિચારો ૧ પ્રબોધક મદદ માટે પોકાર કરે છે (૧-૪) “હે યહોવા, ક્યાં સુધી?” (૨) “તમે કેમ અત્યાચાર ચલાવી લો છો?” (૩) સજા કરવા ઈશ્વર ખાલદીઓનો ઉપયોગ કરે છે (૫-૧૧) યહોવા આગળ પ્રબોધકના કાલાવાલા (૧૨-૧૭) ‘મારા ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી’ (૧૨) “તમારી આંખો એટલી શુદ્ધ છે કે તમે દુષ્ટતા જોઈ શકતા નથી” (૧૩) ૨ “હું જોઈશ કે તે મારી પાસે શું બોલાવવા માંગે છે” (૧) પ્રબોધકને યહોવાનો જવાબ (૨-૨૦) ‘દર્શન પૂરું થાય એની આતુરતાથી રાહ જો’ (૩) ન્યાયી માણસ પોતાના વિશ્વાસથી જીવશે (૪) ખાલદીઓને પાંચ વખત અફસોસ (૬-૨૦) પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે (૧૪) ૩ યહોવા પગલાં ભરે એવી પ્રબોધકની પ્રાર્થના (૧-૧૯) ઈશ્વર પોતાના અભિષિક્ત લોકોને બચાવશે (૧૩) દુઃખમાં પણ યહોવાને લીધે આનંદ કરવો (૧૭, ૧૮)