વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt નહેમ્યા ૧:૧-૧૩:૩૧
  • નહેમ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નહેમ્યા
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નહેમ્યા

નહેમ્યા

૧ આ શબ્દો હખાલ્યાના દીકરા નહેમ્યાના*+ છે: રાજાના* શાસનના ૨૦મા વર્ષે, કિસ્લેવ* મહિનામાં, હું શુશાન*+ કિલ્લામાં* હતો. ૨ એ સમયે મારો એક ભાઈ હનાની+ અને બીજા અમુક માણસો યહૂદાથી મારી પાસે આવ્યા. મેં તેઓને ગુલામીમાંથી આવેલા બાકીના યહૂદીઓ+ વિશે અને યરૂશાલેમ વિશે પૂછ્યું. ૩ તેઓએ જણાવ્યું: “જેઓ ગુલામીમાંથી પાછા ફર્યા છે અને હમણાં યહૂદા પ્રાંતમાં* વસે છે, તેઓ ખૂબ ખરાબ અને શરમજનક સ્થિતિમાં છે.+ યરૂશાલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે+ અને એના દરવાજા આગમાં બાળી નાખવામાં આવ્યા છે.”+

૪ એ સાંભળતાં જ હું બેસીને રડવા લાગ્યો. ઘણા દિવસો સુધી મેં શોક કર્યો, ઉપવાસ કર્યો+ અને સ્વર્ગના ઈશ્વરને વારંવાર પ્રાર્થના કરી. ૫ મેં કહ્યું: “હે સ્વર્ગના ઈશ્વર યહોવા,* તમે મહાન અને અદ્‍ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર* પાળો છો. જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે, તેઓને તમે અતૂટ પ્રેમ* બતાવો છો.+ ૬ હે ઈશ્વર, કૃપા કરીને આજે તમારો આ સેવક જે પ્રાર્થના કરે છે એ કાન દઈને સાંભળો. તમારા સેવક પર નજર કરો. તમારા ઇઝરાયેલી સેવકો માટે હું તમને રાત-દિવસ આજીજી કરું છું.+ હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયેલીઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હા, મેં અને મારા પિતાના કુટુંબે પાપ કર્યું છે.+ ૭ અમે સાચે જ તમારી વિરુદ્ધ દુષ્ટ કામો કર્યાં છે.+ તમારા સેવક મૂસાને તમે જે આજ્ઞાઓ, નિયમો અને કાયદા-કાનૂન આપ્યાં હતાં, એ અમે પાળ્યાં નથી.+

૮ “હે ઈશ્વર, તમે તમારા સેવક મૂસાને કહેલા આ શબ્દો* યાદ કરો: ‘જો તમે લોકો બેવફા બનશો, તો હું તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ.+ ૯ પણ જો તમે મારી પાસે પાછા ફરશો, મારી આજ્ઞાઓ પાળશો અને એને અમલમાં મૂકશો, તો ભલે તમે પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઈ ગયા હશો, તોપણ હું તમને ભેગા કરીશ+ અને મારા નામનો મહિમા કરવા જે જગ્યા મેં પસંદ કરી છે, ત્યાં લાવીશ.’+ ૧૦ તેઓ તમારા સેવકો અને તમારા લોકો છે, જેઓને તમે તમારા મહાન સામર્થ્યથી અને બળવાન હાથથી છોડાવ્યા હતા.+ ૧૧ હે યહોવા, મહેરબાની કરીને તમારા આ સેવકની પ્રાર્થના કાન દઈને સાંભળો. તમારા બીજા સેવકોની પ્રાર્થના પણ સાંભળો, જેઓ પૂરા દિલથી* તમારા નામનો ભય રાખે છે. કૃપા કરીને તમારા આ સેવકને આજે સફળતા આપો અને રાજા મારા પર કરુણા કરે એવું થવા દો.”+

એ દિવસોમાં હું રાજાને દ્રાક્ષદારૂ પીરસતો* હતો.+

૨ રાજા આર્તાહશાસ્તાના શાસનના+ ૨૦મા વર્ષનો+ નીસાન* મહિનો હતો. રાજાની આગળ દ્રાક્ષદારૂ મૂકેલો હતો. હંમેશાંની જેમ મેં દ્રાક્ષદારૂ લીધો અને રાજાને આપ્યો.+ એ પહેલાં હું ક્યારેય રાજાની આગળ ઉદાસ ન હતો. ૨ રાજાએ મને પૂછ્યું: “તું બીમાર તો નથી લાગતો, તો પછી આટલો ઉદાસ કેમ દેખાય છે? જરૂર કોઈ ચિંતા તારા દિલને કોરી ખાય છે.” એ સાંભળીને હું બહુ ડરી ગયો.

૩ મેં રાજાને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો! જે શહેરમાં મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે, એ ઉજ્જડ પડ્યું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.+ તો પછી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?” ૪ રાજાએ મને પૂછ્યું: “તું શું ચાહે છે?” તરત જ મેં સ્વર્ગના ઈશ્વરને પ્રાર્થના કરી.+ ૫ પછી મેં રાજાને કહ્યું: “હે રાજા, જો તમને ઠીક લાગે અને તમારી નજરમાં તમારો આ દાસ કૃપા પામ્યો હોય, તો મને યહૂદા જવાની મંજૂરી આપો. મારા બાપદાદાઓને દફનાવવામાં આવ્યા છે એ શહેરમાં મને જવા દો, જેથી હું એ ફરી બાંધી શકું.”+ ૬ એ વખતે રાણી રાજાની બાજુમાં બેઠી હતી. રાજાએ મને પૂછ્યું: “એ મુસાફરીમાં તને કેટલા દિવસ લાગશે? તું ક્યારે પાછો આવીશ?” રાજા મને મોકલવા તૈયાર થઈ ગયો+ અને મેં તેને જણાવ્યું કે હું ક્યારે પાછો આવીશ.+

૭ પછી મેં રાજાને કહ્યું: “જો રાજાને યોગ્ય લાગે, તો નદી પારના વિસ્તારના*+ રાજ્યપાલો માટે મને પત્રો આપવામાં આવે, જેથી તેઓ મને તેઓના વિસ્તારમાંથી પસાર થવા દે અને હું સહીસલામત યહૂદા પહોંચી શકું. ૮ શાહી બાગના* રખેવાળ આસાફ માટે પણ પત્ર આપવામાં આવે, જેથી તે મને મંદિર નજીક આવેલા કિલ્લાના*+ દરવાજાના મોભ, શહેરના કોટ+ અને જે ઘરમાં હું રહીશ એ માટે લાકડાં આપે.” તેથી રાજાએ મને પત્રો આપ્યા,+ કેમ કે મારા ઈશ્વરનો હાથ* મારા પર હતો.+

૯ સમય જતાં, હું નદી પારના વિસ્તારના રાજ્યપાલો પાસે પહોંચ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. રાજાએ સેનાપતિઓને અને ઘોડેસવારોને પણ મારી સાથે મોકલ્યા હતા. ૧૦ બેથ-હોરોનના સાન્બાલ્લાટે+ અને આમ્મોની+ અધિકારી* ટોબિયાએ+ સાંભળ્યું કે ઇઝરાયેલીઓનું ભલું કરવા એક માણસ આવ્યો છે ત્યારે તેઓ ખૂબ ગુસ્સે ભરાયા.

૧૧ લાંબી મુસાફરી પછી હું યરૂશાલેમ પહોંચ્યો અને ત્યાં ત્રણ દિવસ રહ્યો. ૧૨ એક રાતે હું ઊઠ્યો અને મેં મારી સાથે અમુક માણસો લીધા. યરૂશાલેમ માટે જે કરવાનું મારા ઈશ્વરે મારા દિલમાં મૂક્યું હતું, એ વિશે મેં કોઈને કંઈ જણાવ્યું નહિ. અમે એક જ ગધેડું લીધું, જેના પર હું સવાર હતો. એ સિવાય બીજું કોઈ જાનવર અમારી સાથે ન હતું. ૧૩ હું રાતે ખીણ દરવાજાથી+ નીકળ્યો અને અજગર ફુવારા* આગળથી પસાર થઈને રાખના ઢગલાના દરવાજા*+ પાસે આવ્યો. યરૂશાલેમના તૂટી ગયેલા કોટની અને આગમાં બળી ગયેલા એના દરવાજાની+ મેં તપાસ કરી. ૧૪ પછી હું ફુવારા દરવાજા+ સુધી અને રાજાના તળાવ સુધી ગયો. ત્યાં એટલી જગ્યા ન હતી કે મારું ગધેડું પસાર થઈ શકે. ૧૫ પણ હું રાતે ખીણ+ તરફ આગળ વધતો રહ્યો અને કોટની તપાસ કરવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી હું પાછો ફર્યો અને ખીણ દરવાજાથી શહેરની અંદર આવ્યો.

૧૬ ઉપઅધિકારીઓ+ જાણતા ન હતા કે હું ક્યાં ગયો હતો અને શું કરતો હતો, કેમ કે મેં હજી સુધી યહૂદીઓને, યાજકોને,* અધિકારીઓને, ઉપઅધિકારીઓને અને બાકીના કામદારોને કશું જણાવ્યું ન હતું. ૧૭ આખરે મેં તેઓને કહ્યું: “તમે જોઈ શકો છો કે આપણે કેટલી ખરાબ હાલતમાં છીએ, યરૂશાલેમ ઉજ્જડ થઈ ગયું છે અને એના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે યરૂશાલેમનો કોટ ફરીથી બાંધીએ, જેથી આ અપમાન દૂર કરી શકીએ.” ૧૮ મેં તેઓને જણાવ્યું કે કઈ રીતે મારા ઈશ્વરનો હાથ મારા પર હતો+ અને રાજાએ મને શું કહ્યું હતું.+ તેઓએ કહ્યું: “ચાલો, ઊઠીને બાંધકામ શરૂ કરીએ.” આમ સારા કામ માટે તેઓએ એકબીજાની હિંમત વધારી.*+

૧૯ હવે બેથ-હોરોનના સાન્બાલ્લાટે, આમ્મોની+ અધિકારી* ટોબિયાએ+ અને અરબી ગેશેમે+ એ વિશે સાંભળ્યું. તેઓ અમારી મજાક ઉડાવવા લાગ્યા+ અને અમારું અપમાન કરવા લાગ્યા. તેઓએ કહ્યું: “આ તમે શું કરી રહ્યા છો? શું તમે રાજા વિરુદ્ધ બંડ પોકારી રહ્યા છો?”+ ૨૦ મેં તેઓને કહ્યું: “સ્વર્ગના ઈશ્વર અમને સફળતા અપાવશે.+ અમે તેમના સેવકો છીએ, અમે ઊઠીને એને બાંધીશું. પણ યરૂશાલેમમાં ન તો તમને કોઈ હિસ્સો મળશે, ન કોઈ હક. તમે આ શહેર માટે એવું કંઈ કર્યું પણ નથી કે તમને યાદ રાખવામાં આવે.”+

૩ પ્રમુખ યાજક* એલ્યાશીબ+ અને તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટા દરવાજો+ બાંધ્યો. તેઓએ એને પવિત્ર ઠરાવ્યો*+ અને એનાં બારણાં બેસાડ્યાં. તેઓએ એને હામ્મેઆહના મિનારા+ સુધી અને હનાનએલના મિનારા+ સુધી પવિત્ર ઠરાવ્યો. ૨ તેઓની બાજુમાં યરીખોના+ માણસો બાંધકામ કરતા હતા. તેઓની બાજુમાં ઈમ્રીનો દીકરો ઝાક્કૂર બાંધકામ કરતો હતો.

૩ હસ્સેનાઆહના દીકરાઓએ માછલી દરવાજો+ બાંધ્યો. તેઓએ લાકડાનાં ચોકઠાં બનાવ્યાં+ અને પછી બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. ૪ તેઓની બાજુમાં હાક્કોસના દીકરા ઉરિયાહનો દીકરો મરેમોથ+ મરામત કરતો હતો. તેઓની બાજુમાં મશેઝાબએલના દીકરા બેરેખ્યાનો દીકરો મશુલ્લામ+ મરામત કરતો હતો. તેઓની બાજુમાં બાઅનાનો દીકરો સાદોક મરામત કરતો હતો. ૫ તેઓની બાજુમાં તકોઆના માણસો+ મરામત કરતા હતા. પણ તેઓના મુખ્ય માણસોએ પોતાના અધિકારીઓના હાથ નીચે કામ કરવા પોતાને નમ્ર કર્યા નહિ.

૬ પાસેઆહનો દીકરો યોયાદા અને બસોદ્યાનો દીકરો મશુલ્લામ જૂના શહેરના દરવાજાની+ મરામત કરતા હતા. તેઓએ લાકડાનાં ચોકઠાં બનાવ્યાં અને પછી બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. ૭ તેઓની બાજુમાં ગિબયોનનો+ મલાટયા અને મેરોનોથનો યાદોન મરામત કરતા હતા. ગિબયોન અને મિસ્પાહના+ એ માણસો નદી+ પારના વિસ્તારના* રાજ્યપાલના હાથ નીચે કામ કરતા હતા. ૮ તેઓની બાજુમાં હાર્હયાનો દીકરો ઉઝ્ઝિએલ મરામત કરતો હતો, જે સોની હતો. તેની બાજુમાં હનાન્યા મરામત કરતો હતો, જે અત્તર બનાવનાર હતો. તેઓએ પહોળા કોટ+ સુધી યરૂશાલેમમાં ફરસ બનાવી. ૯ તેઓની બાજુમાં હૂરનો દીકરો રફાયા મરામત કરતો હતો, જે યરૂશાલેમના અડધા પ્રાંતનો અધિકારી હતો. ૧૦ તેઓની બાજુમાં હરૂમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની બાજુમાં હાશાબ્નયાનો દીકરો હાટુશ મરામત કરતો હતો.

૧૧ હારીમનો દીકરો+ માલ્કિયા તથા પાહાથ-મોઆબનો+ દીકરો હાશ્શૂબ બીજા એક ભાગની અને ભઠ્ઠીઓના મિનારાની+ મરામત કરતા હતા. ૧૨ તેઓની બાજુમાં શાલ્લુમ અને તેની દીકરીઓ મરામત કરતાં હતાં. શાલ્લુમ હાલ્લોહેશનો દીકરો હતો અને યરૂશાલેમના અડધા પ્રાંતનો અધિકારી હતો.

૧૩ હાનૂન અને ઝાનોઆહના રહેવાસીઓ+ ખીણ દરવાજાની+ મરામત કરતા હતા. તેઓએ એનાં બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. તેઓએ રાખના ઢગલાના દરવાજા*+ સુધી ૧,૦૦૦ હાથ* લાંબા કોટની મરામત કરી. ૧૪ રેખાબનો દીકરો માલ્કિયા રાખના ઢગલાના દરવાજાની મરામત કરતો હતો. તે બેથ-હાક્કેરેમના+ પ્રાંતનો અધિકારી હતો. તેણે એનાં બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં.

૧૫ કોલહોઝેહનો દીકરો શાલ્લૂન ફુવારા દરવાજાની+ મરામત કરતો હતો. તે મિસ્પાહના+ પ્રાંતનો અધિકારી હતો. તેણે એની છત બનાવી, એનાં બારણાં, નકૂચા અને ભૂંગળો બેસાડ્યાં. તેણે રાજાના બગીચા+ પાસે નહેરના તળાવના*+ કોટની પણ મરામત કરી, જે છેક દાઉદનગરમાંથી+ ઊતરવાના દાદર+ સુધી હતો.

૧૬ તેની બાજુમાં આઝ્બૂકનો દીકરો નહેમ્યા મરામત કરતો હતો. તે બેથ-સૂરના+ અડધા પ્રાંતનો અધિકારી હતો. તેણે દાઉદના કબ્રસ્તાનની*+ સામેની જગ્યાએથી લઈને ખોદેલા તળાવ+ સુધી અને યોદ્ધાઓના ભવન સુધી મરામત કરી.

૧૭ તેની બાજુમાં લેવીઓ મરામત કરતા હતા. તેઓ બાનીના દીકરા રહૂમની દેખરેખ નીચે કામ કરતા હતા. તેની બાજુમાં હશાબ્યા પોતાના પ્રાંત તરફથી મરામત કરતો હતો, જે કઈલાહના+ અડધા પ્રાંતનો અધિકારી હતો. ૧૮ તેની બાજુમાં તેઓના ભાઈઓ મરામત કરતા હતા. તેઓ હેનાદાદના દીકરા બાવ્વાયની દેખરેખ નીચે કામ કરતા હતા, જે કઈલાહના અડધા પ્રાંતનો અધિકારી હતો.

૧૯ તેની બાજુમાં યેશૂઆનો દીકરો+ એઝેર મરામત કરતો હતો, જે મિસ્પાહનો અધિકારી હતો. કોટને ટેકો આપતા સ્તંભની+ પાસે શસ્ત્રઘર સુધી જતા ચઢાણની સામે સુધી તેણે મરામત કરી.

૨૦ તેની બાજુમાં ઝાબ્બાયનો+ દીકરો બારૂખ પૂરા ખંતથી મરામત કરતો હતો. તેણે કોટને ટેકો આપતા સ્તંભની પાસેથી એલ્યાશીબ+ પ્રમુખ યાજકના ઘરના બારણા સુધી બીજા એક ભાગની મરામત કરી.

૨૧ તેની બાજુમાં હાક્કોસના દીકરા ઉરિયાહનો દીકરો મરેમોથ+ બીજા એક ભાગની મરામત કરતો હતો. તેણે એલ્યાશીબના ઘરના બારણાથી શરૂ કરીને એલ્યાશીબના ઘરના છેડા સુધી મરામત કરી.

૨૨ તેની બાજુમાં યર્દનના પ્રાંતના*+ યાજકો મરામત કરતા હતા. ૨૩ તેઓની બાજુમાં બિન્યામીન અને હાશ્શૂબ પોતપોતાનાં ઘરની સામે મરામત કરતા હતા. તેઓની બાજુમાં અનાન્યાહના દીકરા માઅસેયાનો દીકરો અઝાર્યા પોતાના ઘરની નજીક મરામત કરતો હતો. ૨૪ તેની બાજુમાં હેનાદાદનો દીકરો બિન્‍નૂઈ બીજા ભાગની મરામત કરતો હતો. તેણે અઝાર્યાના ઘરથી લઈને કોટને ટેકો આપતા સ્તંભ+ સુધી અને ખૂણા સુધી મરામત કરી.

૨૫ તેની બાજુમાં ઉઝાયનો દીકરો પાલાલ કોટને ટેકો આપતા સ્તંભની સામે અને રાજાના મહેલ+ પાસેના મિનારા સામે મરામત કરતો હતો. એ ઉપરનો મિનારો ચોકીદારના આંગણામાં+ હતો. તેની બાજુમાં પારોશનો દીકરો+ પદાયા મરામત કરતો હતો.

૨૬ ઓફેલમાં+ રહેતા મંદિરના સેવકો*+ પૂર્વ બાજુએ છેક પાણી દરવાજાની+ સામે સુધી અને ઉપસેલા મિનારા સુધી મરામત કરતા હતા.

૨૭ તેઓની બાજુમાં તકોઆના લોકો+ બીજા ભાગની મરામત કરતા હતા. તેઓએ ઉપસેલા મોટા મિનારાની સામેથી લઈને ઓફેલના કોટ સુધી મરામત કરી.

૨૮ યાજકો પોતપોતાનાં ઘર સામે ઘોડા દરવાજા+ પછીના ભાગની મરામત કરતા હતા.

૨૯ તેઓની બાજુમાં ઇમ્મેરનો દીકરો સાદોક+ પોતાના ઘરની સામે મરામત કરતો હતો.

તેની બાજુમાં શખાન્યાનો દીકરો શમાયા મરામત કરતો હતો, જે પૂર્વ દરવાજાનો+ દરવાન હતો.

૩૦ તેની બાજુમાં શેલેમ્યાનો દીકરો હનાન્યા અને સાલાફનો છઠ્ઠો દીકરો હાનૂન બીજા એક ભાગની મરામત કરતા હતા.

તેની બાજુમાં બેરેખ્યાનો દીકરો મશુલ્લામ+ પોતાના મોટા ઓરડા સામે મરામત કરતો હતો.

૩૧ તેની બાજુમાં સોનીના સંઘનો એક સભ્ય માલ્કિયા મરામત કરતો હતો. તેણે મંદિરના સેવકો*+ અને વેપારીઓના ઘર સુધી મરામત કરી, જે નિરીક્ષણ દરવાજા સામે હતું. તેણે ખૂણામાં આવેલા ઉપરના ઓરડા સુધી પણ મરામત કરી.

૩૨ ખૂણામાં આવેલા ઉપરના ઓરડા અને ઘેટા દરવાજાની+ વચ્ચે સોનીઓ અને વેપારીઓ મરામત કરતા હતા.

૪ અમે કોટ ફરી બાંધી રહ્યા છીએ એ વિશે સાન્બાલ્લાટે+ સાંભળ્યું ત્યારે, તે ખૂબ ગુસ્સે ભરાયો અને તેને બહુ ખોટું લાગ્યું. તે યહૂદીઓની મજાક ઉડાવવા લાગ્યો. ૨ તેણે પોતાના ભાઈઓ અને સમરૂનના લશ્કરની હાજરીમાં કહ્યું: “આ માયકાંગલા યહૂદીઓ શું કરી રહ્યા છે? તેઓની હેસિયત શું કે પોતાની મેળે એ કામ પૂરું કરવા ઊભા થયા છે? શું તેઓ બલિદાનો ચઢાવશે? એક જ દિવસમાં એ કામ પૂરું કરશે? બળીને રાખ થઈ ગયેલા આ ઢગલામાંથી પાછો કોટ બનાવશે?”+

૩ તેની બાજુમાં ઊભેલા આમ્મોની+ ટોબિયાએ+ કહ્યું: “તેઓ પથ્થરનો જે કોટ બાંધી રહ્યા છે એના પર જો એક શિયાળ પણ ચઢે, તો એ કોટ તૂટી પડશે.”

૪ મેં પ્રાર્થના કરી: “હે અમારા ઈશ્વર, સાંભળો. આ લોકો અમારું અપમાન કરે છે.+ તેઓનાં મહેણાં તેઓને જ માથે લાવો.+ દુશ્મનો તેઓને પકડીને લઈ જાય અને તેઓને બીજા દેશમાં ગુલામ બનાવવામાં આવે એવું થવા દો. ૫ તેઓના અપરાધ ઢાંકી ન દો અને તેઓનું પાપ ભૂંસી ન નાખો,+ કેમ કે તેઓએ કોટ બાંધનારાઓનું અપમાન કર્યું છે.”

૬ અમે કોટનું બાંધકામ કરતા રહ્યા. અમે આખા કોટની મરામત કરી અને અડધી ઊંચાઈ સુધી એને ફરી બાંધી દીધો. લોકો પૂરા દિલથી એ કામ કરતા રહ્યા.

૭ હવે સાન્બાલ્લાટ, ટોબિયા,+ અરબીઓ,+ આમ્મોનીઓ અને આશ્દોદીઓએ+ સાંભળ્યું કે યરૂશાલેમના કોટની મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને એનાં ગાબડાં પૂરવામાં આવી રહ્યાં છે. એ સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે ભરાયા. ૮ તેઓએ યરૂશાલેમ પર હુમલો કરવા અને કામમાં ખલેલ પહોંચાડવા ભેગા મળીને કાવતરું ઘડ્યું. ૯ પણ અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરી અને દુશ્મનો વિરુદ્ધ રાત-દિવસ પહેરો રાખવા ચોકીદારો મૂક્યા.

૧૦ પણ યહૂદાના લોકો કહેતા: “મજૂરોની તાકાત ઘટી ગઈ છે અને પાર વગરનો કાટમાળ પડ્યો છે, આપણે કદી કોટ પૂરો નહિ કરી શકીએ.”

૧૧ અમારા દુશ્મનો કહેતા: “તેઓ કંઈ સમજે કે જુએ એ પહેલાં જ ચાલો, આપણે તેઓ પર ચઢાઈ કરીએ, તેઓને મારી નાખીએ અને કામ અટકાવી દઈએ.”

૧૨ દુશ્મનોની આસપાસ રહેતા યહૂદીઓ શહેરમાં આવતા ત્યારે વારંવાર* કહેતા: “ચારે બાજુથી દુશ્મનો આપણા પર હુમલો કરશે.”

૧૩ એટલે મેં કોટની પાછળની નીચાણવાળી અને ખુલ્લી જગ્યા પર માણસો ઊભા રાખ્યા. મેં તેઓને તલવાર, બરછી અને ધનુષ્ય આપ્યાં અને તેઓને પોતપોતાનાં કુટુંબો પ્રમાણે ઊભા રાખ્યા. ૧૪ મેં જોયું કે લોકો ખૂબ ડરી ગયા છે. મેં તરત જ ઊભા થઈને અધિકારીઓ,+ ઉપઅધિકારીઓ અને બાકીના લોકોને કહ્યું: “તેઓથી ડરશો નહિ.+ યહોવાને યાદ રાખો, તે મહાન અને અદ્‍ભુત* ઈશ્વર છે.+ તમારા ભાઈઓ, તમારાં દીકરા-દીકરીઓ, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.”

૧૫ અમારા દુશ્મનોએ સાંભળ્યું કે અમને તેઓના ઇરાદાની ખબર પડી ગઈ છે અને સાચા ઈશ્વરે* તેઓની યોજના ઊંધી વાળી દીધી છે. એ પછી અમે ફરીથી કોટના બાંધકામમાં લાગી ગયા. ૧૬ એ દિવસથી મારા અડધા માણસો કોટ બાંધતા+ અને બાકીના અડધા બરછી, ઢાલ અને ધનુષ્ય લઈને તથા બખ્તર પહેરીને સજ્જ રહેતા. અધિકારીઓ+ પાછળ ઊભા રહીને યહૂદાના એ લોકોને ટેકો આપતા, ૧૭ જેઓ કોટનું બાંધકામ કરતા હતા. બોજો ઉપાડનારા મજૂરો એક હાથે કામ કરતા અને બીજા હાથમાં હથિયાર રાખતા. ૧૮ કોટ બાંધનારા બધા માણસો કમરે તલવાર લટકાવીને કામ કરતા. રણશિંગડું+ વગાડનાર મારી પાસે ઊભો હતો.

૧૯ પછી મેં અધિકારીઓ, ઉપઅધિકારીઓ અને બાકીના લોકોને કહ્યું: “કામ ઘણું વિશાળ અને ફેલાયેલું છે. આપણે કોટના અલગ અલગ ભાગમાં કામ કરી રહ્યા છીએ અને એકબીજાથી છૂટા પડી ગયા છીએ. ૨૦ એટલે રણશિંગડાનો અવાજ સાંભળો કે તરત જ અમારી પાસે એકઠા થઈ જજો. આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે.”+

૨૧ સવારે પોહ ફાટે ત્યારથી લઈને રાતે તારા દેખાય ત્યાં સુધી અમારામાંથી અડધા માણસો કોટ બાંધતા અને બાકીના અડધા માણસો બરછી લઈને પહેરો રાખતા. ૨૨ એ વખતે મેં લોકોને કહ્યું: “બધા માણસો પોતાના ચાકરો સાથે યરૂશાલેમમાં જ રાત વિતાવે. તેઓ રાતે પહેરો ભરશે અને સવારે કામ કરશે.” ૨૩ હું અને મારા ભાઈઓ, મારા ચાકરો+ અને મારા હાથ નીચેના પહેરેદારો પોતાનાં કપડાં પણ બદલતા ન હતા. અમે દરેક જણ જમણા હાથમાં હથિયાર રાખીને હંમેશાં તૈયાર રહેતા.

૫ કેટલાક માણસો અને તેઓની પત્નીઓ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટેથી ફરિયાદ કરવા લાગ્યાં.+ ૨ અમુક કહેવા લાગ્યા: “અમારું કુટુંબ બહુ મોટું છે, અમારે ઘણાં દીકરા-દીકરીઓ છે. અમને અનાજ જોઈએ, જેથી એ ખાઈને અમે જીવતા રહીએ.” ૩ બીજા અમુક કહેવા લાગ્યા: “અમારે પોતાનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ અને ઘરો ગીરવે મૂકવાં પડ્યાં છે, જેથી ખોરાકની અછત વખતે અમે અનાજ મેળવી શકીએ.” ૪ બીજા કેટલાક કહેવા લાગ્યા: “રાજાને કર* ચૂકવવા અમે અમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓ પર પૈસા ઉછીના લીધા છે.+ ૫ અમે પારકા નથી, અમે તેઓના જ ભાઈઓ છીએ,* અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે. છતાં અમારાં દીકરા-દીકરીઓને અમારે ગુલામીમાં મોકલવાં પડે છે. અમારી અમુક દીકરીઓ તો ગુલામ થઈ ચૂકી છે.+ આ બધું અટકાવવા અમે કંઈ કરી શકતા નથી, કેમ કે અમારાં ખેતરો અને દ્રાક્ષાવાડીઓ બીજાના હાથમાં જતાં રહ્યાં છે.”

૬ તેઓની વાતો અને ફરિયાદો સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. ૭ મેં તેઓની ફરિયાદ પર ઊંડો વિચાર કર્યો. મેં અધિકારીઓ અને ઉપઅધિકારીઓને ધમકાવતા કહ્યું: “તમે પોતાના જ ભાઈઓ પાસેથી કઈ રીતે વ્યાજ માંગી શકો?”+

તેઓના લીધે મેં એક મોટી સભા બોલાવી. ૮ મેં તેઓને કહ્યું: “આપણા યહૂદી ભાઈઓ બીજી પ્રજાઓને વેચાઈ ગયા હતા. તેઓને છોડાવવા અમે બનતું બધું કર્યું છે. હવે શું તમે તમારા જ ભાઈઓને વેચી દેશો?+ શું અમારે તેઓને પણ છોડાવવા પડશે?” એ સાંભળીને તેઓના હોઠ સિવાઈ ગયા અને તેઓ એક પણ શબ્દ બોલી ન શક્યા. ૯ મેં તેઓને કહ્યું: “આ તમે બરાબર નથી કરી રહ્યા. શું તમારે ઈશ્વરનો ડર રાખીને ચાલવું ન જોઈએ,+ જેથી આ દુશ્મન પ્રજાઓ આપણી મજાક ન ઉડાવે? ૧૦ હું અને મારા ભાઈઓ અને મારા સેવકો તો તેઓને વગર વ્યાજે પૈસા અને અનાજ ઉધાર આપીએ છીએ. ચાલો, આપણે વ્યાજ લેવાનું છોડી દઈએ.+ ૧૧ મહેરબાની કરીને આજે જ તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનની વાડીઓ અને ઘરો પાછાં આપી દો.+ તમે તેઓને જે પૈસા, અનાજ, નવો દ્રાક્ષદારૂ અને તેલ ઉછીનાં આપ્યાં છે, એનું વ્યાજ* પણ પાછું આપી દો.”

૧૨ તેઓએ કહ્યું: “અમે તેઓને એ બધું પાછું આપી દઈશું અને તેઓ પાસે કશું જ નહિ માંગીએ. જેમ તમે કહ્યું છે, એમ જ અમે કરીશું.” પછી મેં યાજકોને બોલાવ્યા અને તેઓની આગળ એ માણસો પાસે સમ ખવડાવ્યા કે તેઓ પોતાનું વચન પાળે. ૧૩ મેં મારું વસ્ત્ર ખંખેરી નાખ્યું* અને કહ્યું: “જે માણસ પોતાનું વચન ન પાળે, તેને સાચા ઈશ્વર તેના ઘરમાંથી અને તેની સંપત્તિમાંથી આ રીતે ખંખેરી નાખે. તેને આ રીતે ખંખેરીને ખાલી કરી નાખે.” ત્યારે આખા મંડળે* કહ્યું: “આમેન!”* તેઓએ યહોવાની સ્તુતિ કરી અને પોતે આપેલા વચન પ્રમાણે કર્યું.

૧૪ રાજા આર્તાહશાસ્તાએ+ પોતાના શાસનના ૨૦મા વર્ષે+ મને યહૂદાનો રાજ્યપાલ+ બનાવ્યો. હું તેના શાસનના ૩૨મા વર્ષ+ સુધી રાજ્યપાલ રહ્યો. એ ૧૨ વર્ષો દરમિયાન મેં કે મારા ભાઈઓએ ક્યારેય લોકો પાસેથી ભોજન-ભથ્થું લીધું નહિ, જે રાજ્યપાલનો હક હતો.+ ૧૫ પણ મારી પહેલાંના રાજ્યપાલોએ લોકો પર ભારે બોજ નાખ્યો હતો. તેઓ ખોરાક અને દ્રાક્ષદારૂ માટે લોકો પાસેથી દરરોજ ૪૦ શેકેલ* ચાંદી લેતા હતા. તેઓના ચાકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ મેં એવું કંઈ કર્યું નહિ,+ કેમ કે હું ઈશ્વરનો ડર રાખતો હતો.+

૧૬ એટલું જ નહિ, મેં કોટના બાંધકામમાં પણ મદદ કરી. મારા બધા ચાકરોએ પણ મદદ કરી. અમે પોતાના માટે કોઈ ખેતરો ખરીદ્યાં નહિ.+ ૧૭ દરરોજ ૧૫૦ યહૂદીઓ અને ઉપઅધિકારીઓ મારી મેજ પર મારી સાથે જમતા હતા. એ સિવાય આસપાસની પ્રજાઓમાંથી અમારી પાસે આવતા લોકો પણ જમતા હતા. ૧૮ દરરોજ મારા હુકમ પ્રમાણે* એક બળદ,* છ તાજાં-માજાં ઘેટાં અને પક્ષીઓ રાંધવામાં આવતાં. દસ દિવસને અંતરે બધા પ્રકારનો દ્રાક્ષદારૂ ભરપૂર પ્રમાણમાં પીરસવામાં આવતો. એ બધું કર્યા છતાં મેં ક્યારેય ભોજન-ભથ્થું માંગ્યું નહિ, જે રાજ્યપાલનો હક હતો, કેમ કે લોકો પર પહેલેથી જ રાજાની સેવાનો ભારે બોજો હતો. ૧૯ મેં પ્રાર્થના કરી: “હે મારા ઈશ્વર, આ લોકો માટે મેં જે કંઈ કર્યું છે એને યાદ રાખો+ અને મારા પર કૃપા કરો.”*

૬ હવે સાન્બાલ્લાટ, ટોબિયા,+ અરબી ગેશેમ+ અને અમારા બીજા દુશ્મનો સુધી ખબર પહોંચી કે મેં કોટ બાંધી દીધો છે+ અને એકેય ગાબડું બાકી રહ્યું નથી (પણ એ સમયે હજી કોટને દરવાજા બેસાડ્યા ન હતા).+ ૨ ત્યારે સાન્બાલ્લાટે અને ગેશેમે તરત જ મને સંદેશો મોકલ્યો: “ચાલ, આપણે સમય નક્કી કરીએ અને ઓનોના+ મેદાની વિસ્તારના એક ગામમાં મળીએ.” પણ તેઓ તો મને નુકસાન પહોંચાડવા કાવતરું ઘડતા હતા. ૩ મેં માણસો સાથે આ સંદેશો મોકલ્યો: “હું એક ખૂબ મહત્ત્વના કામમાં વ્યસ્ત છું. હું તમારી પાસે આવી શકું એમ નથી. જો હું તમારી પાસે આવીશ, તો એ કામ અટકી જશે.” ૪ તેઓએ મને ચાર વાર એ સંદેશો મોકલ્યો અને દરેક વખતે મેં એ જ જવાબ આપ્યો.

૫ સાન્બાલ્લાટે પોતાના ચાકર દ્વારા એ જ સંદેશો પાંચમી વાર મોકલ્યો. આ વખતે ચાકરના હાથે એક ખુલ્લો પત્ર મોકલ્યો. ૬ એમાં લખ્યું હતું: “આસપાસની પ્રજાઓમાં અફવા ફેલાઈ છે અને ગેશેમનું+ પણ કહેવું છે કે તું અને યહૂદીઓ રાજા સામે બંડ કરવાનું કાવતરું ઘડી રહ્યા છો.+ એટલે જ તમે આ કોટ બાંધી રહ્યા છો. એવી પણ અફવા છે કે તું તેઓનો રાજા બનવા માંગે છે. ૭ તેં પોતાના માટે પ્રબોધકો* પણ ઊભા કર્યા છે. તેઓ આખા યરૂશાલેમમાં જાહેર કરે છે, ‘યહૂદામાં એક રાજા છે!’ હવે આ ખબર રાજા સુધી પહોંચશે. એટલે આવ, આપણે ભેગા મળીને ચર્ચા કરીએ.”

૮ મેં તેને જવાબ આપ્યો: “તું કહે છે એવું કંઈ જ થયું નથી. આ તો તેં ઉપજાવી કાઢેલી વાતો છે.” ૯ તેઓ અમને ડરાવવાની કોશિશ કરતા. તેઓ એકબીજાને કહેતા: “તેઓના હાથ ઢીલા પડી જશે અને કામ અટકી જશે.”+ પણ મેં પ્રાર્થના કરી: “હે ઈશ્વર, મારા હાથ મજબૂત કરો.”+

૧૦ પછી હું શમાયાના ઘરે ગયો, જે મહેટાબએલના દીકરા દલાયાનો દીકરો હતો. શમાયા તો પોતાના ઘરમાં છુપાઈને બેઠો હતો. તેણે મને કહ્યું: “ચાલ, આપણે સમય નક્કી કરીએ અને સાચા ઈશ્વરના ઘરમાં, મંદિરની અંદર મળીએ. મંદિરના દરવાજા બંધ કરી દઈએ, કેમ કે તેઓ તને મારી નાખવા આવી રહ્યા છે. હા, તને મારી નાખવા રાતે આવી રહ્યા છે.” ૧૧ પણ મેં કહ્યું: “શું હું ડરપોક છું કે નાસીને સંતાઈ જાઉં? જો મારા જેવો માણસ મંદિરની અંદર જાય, તો શું તેને મારી નાખવામાં નહિ આવે?+ ના, હું અંદર નહિ જાઉં!” ૧૨ હું સમજી ગયો કે એ પ્રબોધક ઈશ્વર તરફથી ન હતો. પણ મને છેતરવા ટોબિયા અને સાન્બાલ્લાટે+ તેને લાંચ આપી હતી. ૧૩ મને ડરાવવા અને પાપમાં પાડવા તેઓએ શમાયાને લાંચ આપી હતી, જેથી તેઓને મારી નિંદા કરવાની અને મારું નામ બદનામ કરવાની તક મળે.

૧૪ મેં પ્રાર્થના કરી: “હે મારા ઈશ્વર, ટોબિયાએ+ અને સાન્બાલ્લાટે જે કર્યું છે એને ભૂલી ન જતા. મને ડરાવવા નોઆદ્યા પ્રબોધિકાએ અને બાકીના પ્રબોધકોએ વારંવાર જે પ્રયત્નો કર્યા, એને પણ ભૂલી ન જતા.”

૧૫ આખરે, અલૂલ* મહિનાના ૨૫મા દિવસે કોટનું કામ પૂરું થયું. કોટ ૫૨ દિવસમાં પૂરો થયો.

૧૬ અમારા બધા દુશ્મનોએ એ વિશે સાંભળ્યું અને આસપાસની પ્રજાઓએ એ જોયું ત્યારે, તેઓ શરમમાં ડૂબી ગયા.+ તેઓને સમજાઈ ગયું કે અમારા ઈશ્વરની મદદથી જ એ કામ પૂરું થયું છે. ૧૭ એ દિવસોમાં યહૂદાના અધિકારીઓ+ ટોબિયાને ઘણા પત્રો લખતા અને તે એના જવાબ પણ આપતો. ૧૮ યહૂદાના ઘણા લોકોએ તેને સાથ આપવાના સમ ખાધા હતા, કેમ કે તે આરાહના દીકરા+ શખાન્યાનો જમાઈ હતો. ટોબિયાના દીકરા યહોહાનાને બેરેખ્યાના દીકરા મશુલ્લામની+ દીકરી સાથે લગ્‍ન કર્યું હતું. ૧૯ એ યહૂદીઓ હંમેશાં મારી આગળ ટોબિયાના વખાણ કરતા અને હું જે કંઈ કહેતો એ જઈને ટોબિયાને કહેતા. પછી મને ડરાવવા ટોબિયા મારા પર પત્રો મોકલતો.+

૭ કોટ બાંધવાનું કામ પૂરું થયું+ કે મેં તરત જ એનાં બારણાં બેસાડ્યાં.+ પછી મેં દરવાનો,+ ગાયકો+ અને લેવીઓની+ નિમણૂક કરી. ૨ મેં મારા ભાઈ હનાનીને+ અને કિલ્લાના+ અધિકારી હનાન્યાને યરૂશાલેમની દેખરેખની જવાબદારી સોંપી. કેમ કે હનાન્યા સૌથી વિશ્વાસુ હતો અને બીજા બધા કરતાં તે સાચા ઈશ્વરનો વધારે ડર રાખતો હતો.+ ૩ મેં તેઓને કહ્યું: “બપોર સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ. દરવાનો પોતાની ફરજ પરથી જાય એ પહેલાં દરવાજા બંધ કરે અને ભૂંગળો લગાવે. યરૂશાલેમના રહેવાસીઓને ચોકીદારો તરીકે ઠરાવવામાં આવે, અમુક લોકો ચોકીઓ સંભાળે અને બીજા અમુક પોતાના ઘર આગળ ચોકી કરે.” ૪ યરૂશાલેમ ખૂબ મોટું અને વિશાળ શહેર હતું, પણ બહુ ઓછા લોકો એમાં રહેતા હતા+ અને થોડાં જ ઘરો બંધાયાં હતાં.

૫ પણ ઈશ્વરે મારા દિલમાં વિચાર મૂક્યો કે હું અધિકારીઓને, ઉપઅધિકારીઓને અને લોકોને ભેગા કરું, જેથી વંશાવળી પ્રમાણે તેઓની યાદી બનાવી શકું.+ પછી મને વંશાવળીનું એક પુસ્તક મળી આવ્યું. ગુલામીમાંથી સૌથી પહેલા પાછા આવ્યા હતા તેઓનાં નામ એમાં લખેલાં હતાં. એ પુસ્તકમાં આમ લખ્યું હતું:

૬ બાબેલોનનો રાજા નબૂખાદનેસ્સાર+ પ્રાંતના જે લોકોને ગુલામીમાં* લઈ ગયો હતો,+ તેઓમાંથી આ લોકો બાબેલોનથી પાછા ફર્યા. તેઓ યરૂશાલેમ અને યહૂદામાં પોતપોતાનાં શહેરોમાં પાછા આવ્યા.+ ૭ તેઓ ઝરુબ્બાબેલ,+ યેશૂઆ,+ નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ અને બાઅનાહ સાથે આવ્યા.

ઇઝરાયેલી માણસોની ગણતરી આ પ્રમાણે હતી:+ ૮ પારોશના દીકરાઓ,* ૨,૧૭૨; ૯ શફાટિયાના દીકરાઓ, ૩૭૨; ૧૦ આરાહના દીકરાઓ,+ ૬૫૨; ૧૧ પાહાથ-મોઆબના કુટુંબના+ યેશૂઆ અને યોઆબના દીકરાઓ,+ ૨,૮૧૮; ૧૨ એલામના દીકરાઓ,+ ૧,૨૫૪; ૧૩ ઝાત્તુના દીકરાઓ, ૮૪૫; ૧૪ ઝાક્કાયના દીકરાઓ, ૭૬૦; ૧૫ બિન્‍નૂઈના દીકરાઓ, ૬૪૮; ૧૬ બેબાયના દીકરાઓ, ૬૨૮; ૧૭ આઝ્ગાદના દીકરાઓ, ૨,૩૨૨; ૧૮ અદોનીકામના દીકરાઓ, ૬૬૭; ૧૯ બિગ્વાયના દીકરાઓ, ૨,૦૬૭; ૨૦ આદીનના દીકરાઓ, ૬૫૫; ૨૧ હિઝકિયાના વંશજોમાંથી આટેરના દીકરાઓ, ૯૮; ૨૨ હાશુમના દીકરાઓ, ૩૨૮; ૨૩ બેઝાયના દીકરાઓ, ૩૨૪; ૨૪ હારીફના દીકરાઓ, ૧૧૨; ૨૫ ગિબયોનના+ દીકરાઓ, ૯૫; ૨૬ બેથલેહેમના અને નટોફાહના માણસો, ૧૮૮; ૨૭ અનાથોથના+ માણસો, ૧૨૮; ૨૮ બેથ-આઝ્માવેથના માણસો, ૪૨; ૨૯ કિર્યાથ-યઆરીમના,+ કફીરાહના અને બએરોથના+ માણસો, ૭૪૩; ૩૦ રામાના અને ગેબાના+ માણસો, ૬૨૧; ૩૧ મિખ્માસના+ માણસો, ૧૨૨; ૩૨ બેથેલના+ અને આયના+ માણસો, ૧૨૩; ૩૩ બીજા નબોના માણસો, ૫૨; ૩૪ એલામ નામના બીજા એક માણસના દીકરાઓ, ૧,૨૫૪; ૩૫ હારીમના દીકરાઓ, ૩૨૦; ૩૬ યરીખોના દીકરાઓ, ૩૪૫; ૩૭ લોદના, હાદીદના અને ઓનોના+ દીકરાઓ, ૭૨૧; ૩૮ સનાઆહના દીકરાઓ, ૩,૯૩૦.

૩૯ યાજકોની ગણતરી આ પ્રમાણે હતી:+ યેશૂઆના કુટુંબના યદાયાના દીકરાઓ, ૯૭૩; ૪૦ ઇમ્મેરના દીકરાઓ, ૧,૦૫૨; ૪૧ પાશહૂરના દીકરાઓ,+ ૧,૨૪૭; ૪૨ હારીમના+ દીકરાઓ, ૧,૦૧૭.

૪૩ લેવીઓની ગણતરી આ પ્રમાણે હતી:+ હોદૈયાના દીકરાઓમાંથી કાદમીએલના કુટુંબમાંથી+ યેશૂઆના દીકરાઓ, ૭૪. ૪૪ ગાયકોની ગણતરી આ પ્રમાણે હતી:+ આસાફના+ દીકરાઓ, ૧૪૮. ૪૫ દરવાનોની ગણતરી આ પ્રમાણે હતી:+ શાલ્લૂમના દીકરાઓ, આટેરના દીકરાઓ, ટાલ્મોનના દીકરાઓ, આક્કૂબના+ દીકરાઓ, હટીટાના દીકરાઓ અને શોબાયના દીકરાઓ, ૧૩૮.

૪૬ મંદિરના સેવકો* આ હતા:+ સીહાના દીકરાઓ, હસૂફાના દીકરાઓ, ટાબ્બાઓથના દીકરાઓ, ૪૭ કેરોસના દીકરાઓ, સીઆના દીકરાઓ, પાદોનના દીકરાઓ, ૪૮ લબાનાહના દીકરાઓ, હગાબાહના દીકરાઓ, સાલ્માયના દીકરાઓ, ૪૯ હાનાનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ગાહારના દીકરાઓ, ૫૦ રઆયાના દીકરાઓ, રસીનના દીકરાઓ, નકોદાના દીકરાઓ, ૫૧ ગાઝ્ઝામના દીકરાઓ, ઉઝ્ઝાના દીકરાઓ, પાસેઆહના દીકરાઓ, ૫૨ બેસાયના દીકરાઓ, મેઉનીમના દીકરાઓ, નફૂશશીમના દીકરાઓ, ૫૩ બાકબૂકના દીકરાઓ, હાકૂફાના દીકરાઓ, હાર્હૂરના દીકરાઓ, ૫૪ બાસ્લીથના દીકરાઓ, મહિદાના દીકરાઓ, હાર્શાના દીકરાઓ, ૫૫ બાર્કોસના દીકરાઓ, સીસરાના દીકરાઓ, તેમાહના દીકરાઓ, ૫૬ નસીઆના દીકરાઓ અને હટીફાના દીકરાઓ.

૫૭ સુલેમાનના સેવકોના દીકરાઓ આ હતા:+ સોટાયના દીકરાઓ, સોફેરેથના દીકરાઓ, પરીદાના દીકરાઓ, ૫૮ યાઅલાના દીકરાઓ, દાર્કોનના દીકરાઓ, ગિદ્દેલના દીકરાઓ, ૫૯ શફાટિયાના દીકરાઓ, હાટ્ટીલના દીકરાઓ, પોખેરેશ-હાસ્બાઈમના દીકરાઓ અને આમોનના દીકરાઓ. ૬૦ મંદિરના સેવકો*+ અને સુલેમાનના સેવકોના દીકરાઓ બધા મળીને ૩૯૨ હતા.

૬૧ તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેરથી અમુક લોકો આવ્યા હતા. પણ તેઓ એ સાબિત કરી શક્યા નહિ કે પોતે ઇઝરાયેલીઓ છે અને તેઓના પિતાનું કુટુંબ ઇઝરાયેલમાંથી છે. તેઓની ગણતરી આ પ્રમાણે હતી:+ ૬૨ દલાયાના દીકરાઓ, ટોબિયાના દીકરાઓ અને નકોદાના દીકરાઓ, ૬૪૨. ૬૩ યાજકોમાંથી આ હતા: હબાયાના દીકરાઓ, હાક્કોસના દીકરાઓ+ અને બાર્ઝિલ્લાયના દીકરાઓ. બાર્ઝિલ્લાયે ગિલયાદી બાર્ઝિલ્લાયની+ દીકરીઓમાંથી એકની સાથે લગ્‍ન કર્યું હતું અને તે પોતાના સસરાના નામથી ઓળખાતો હતો. ૬૪ તેઓએ પોતાની વંશાવળી સાબિત કરવા યાદીમાં પોતાનાં નામ શોધ્યાં, પણ મળ્યાં નહિ. એટલે તેઓને યાજકપદ પરથી હટાવી દેવામાં આવ્યા.*+ ૬૫ રાજ્યપાલે*+ તેઓને જણાવ્યું કે જ્યાં સુધી કોઈ યાજક ન મળે જે ઉરીમ અને તુમ્મીમ* દ્વારા ઈશ્વરની સલાહ માંગે,+ ત્યાં સુધી તેઓએ ખૂબ પવિત્ર વસ્તુઓમાંથી કંઈ ખાવું નહિ.+

૬૬ બધા લોકો* મળીને કુલ ૪૨,૩૬૦ થતા હતા.+ ૬૭ એ ઉપરાંત, તેઓ સાથે ૭,૩૩૭ દાસ-દાસીઓ હતાં.+ તેઓ સાથે ૨૪૫ ગાયક-ગાયિકાઓ+ પણ હતાં. ૬૮ તેઓ પાસે ૭૩૬ ઘોડા, ૨૪૫ ખચ્ચર, ૬૯ ૪૩૫ ઊંટ અને ૬,૭૨૦ ગધેડાં હતાં.

૭૦ પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ આ કામ માટે દાન આપ્યું.+ રાજ્યપાલે* ભંડારમાં ૧,૦૦૦ ડ્રાક્મા* સોનું, ૫૦ વાટકા અને યાજકો માટે ૫૩૦ ઝભ્ભા આપ્યાં.+ ૭૧ પિતાનાં કુટુંબોમાંથી અમુક વડાઓએ આ કામ માટે ભંડારમાં ૨૦,૦૦૦ ડ્રાક્મા સોનું અને ૨,૨૦૦ મીના* ચાંદી આપ્યાં. ૭૨ બાકીના લોકોએ ૨૦,૦૦૦ ડ્રાક્મા સોનું, ૨,૦૦૦ મીના ચાંદી અને યાજકો માટે ૬૭ ઝભ્ભા આપ્યાં.

૭૩ પછી યાજકો, લેવીઓ, દરવાનો, ગાયકો,+ બીજા અમુક લોકો, મંદિરના સેવકો* અને બાકીના બધા ઇઝરાયેલીઓ* પણ પોતપોતાનાં શહેરોમાં રહેવા લાગ્યા.+ સાતમો મહિનો આવ્યો ત્યાં સુધીમાં+ તો બધા ઇઝરાયેલીઓ પોતપોતાનાં શહેરોમાં વસી ગયા હતા.+

૮ પછી બધા લોકો એકમનના થઈને પાણી દરવાજા+ સામે ચોકમાં ભેગા થયા. તેઓએ એઝરા+ શાસ્ત્રીને* મૂસાનું નિયમશાસ્ત્ર*+ લાવવા કહ્યું, જેમાં યહોવાએ ઇઝરાયેલીઓને આપેલા નિયમો હતા.+ ૨ સાતમા મહિનાના+ પહેલા દિવસે એઝરા યાજક લોકો*+ આગળ એ નિયમશાસ્ત્ર લઈ આવ્યો. ત્યાં સ્ત્રી-પુરુષો હતાં અને એવાં બાળકો પણ હતાં, જેઓ સાંભળીને સમજી શકતાં હતાં. ૩ તેણે પાણી દરવાજા સામે ચોકમાં સવારથી લઈને બપોર સુધી નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચી સંભળાવ્યું.+ ત્યાં હાજર લોકોએ ધ્યાનથી સાંભળ્યું.+ ૪ એઝરા શાસ્ત્રી આ પ્રસંગ માટે બનાવેલા લાકડાના મંચ પર ઊભો હતો. તેના જમણા હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા અને માઅસેયા ઊભા હતા. તેના ડાબા હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા,+ હાશુમ, હાશ્બાદાનાહ, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા.

૫ એઝરા બધા લોકો કરતાં ઊંચી જગ્યાએ ઊભો હતો. તેણે લોકોના દેખતાં નિયમશાસ્ત્ર ખોલ્યું. તેણે એ ખોલ્યું ત્યારે લોકો ઊભા થઈ ગયા. ૬ પછી એઝરાએ સાચા અને મહાન ઈશ્વર યહોવાની સ્તુતિ કરી. બધા લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમેન!* આમેન!”+ તેઓ યહોવા આગળ ઘૂંટણિયે પડ્યા અને પોતાનું માથું જમીન સુધી નમાવ્યું. ૭ નિયમશાસ્ત્રમાંથી આ લેવીઓ લોકોને સમજાવતા હતા:+ યેશૂઆ, બાની, શેરેબ્યા,+ યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ,+ હાનાન અને પલાયા. લોકો ઊભા ઊભા તેઓનું સાંભળતા હતા. ૮ તેઓ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચતા, સારી રીતે સમજાવતા અને એનો અર્થ જણાવતા. આમ જે વાંચવામાં આવી રહ્યું હતું એ સમજવા તેઓએ લોકોને મદદ કરી.+

૯ નિયમશાસ્ત્રમાંથી સાંભળીને બધા લોકો રડવા લાગ્યા. એટલે એ સમયના રાજ્યપાલ* નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ+ તથા લોકોને શીખવતા લેવીઓએ કહ્યું: “તમારા ઈશ્વર યહોવા માટે આજનો દિવસ પવિત્ર છે.+ એટલે રડશો નહિ કે વિલાપ કરશો નહિ.” ૧૦ નહેમ્યાએ તેઓને કહ્યું: “જાઓ, સારું સારું* ખાઓ અને મીઠો દ્રાક્ષદારૂ પીઓ. જેઓ પાસે કંઈ ખાવાનું નથી, તેઓને ખોરાક મોકલો.+ આપણા પ્રભુ માટે આજનો દિવસ પવિત્ર છે. તમે ઉદાસ થશો નહિ, કેમ કે યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો* છે.” ૧૧ લેવીઓ આમ કહીને લોકોને શાંત કરતા હતા: “છાના રહો! આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ.” ૧૨ તેથી લોકોએ જઈને ખાધું-પીધું અને બીજાઓને ખોરાક મોકલ્યો. તેઓએ ખૂબ આનંદ કર્યો,+ કેમ કે નિયમશાસ્ત્રમાંથી જે કહેવામાં આવ્યું હતું, એ તેઓ સારી રીતે સમજ્યા હતા.+

૧૩ બીજા દિવસે લોકોના પિતાનાં કુટુંબોના વડા, યાજકો અને લેવીઓ નિયમશાસ્ત્રમાંથી વધારે સમજણ મેળવવા એઝરા શાસ્ત્રી પાસે ભેગા થયા. ૧૪ તેઓને નિયમશાસ્ત્રમાંથી એ આજ્ઞા જાણવા મળી જે યહોવાએ મૂસા દ્વારા આપી હતી. એ આજ્ઞા મુજબ ઇઝરાયેલીઓએ સાતમા મહિનામાં તહેવાર* દરમિયાન માંડવાઓમાં રહેવાનું હતું+ ૧૫ અને બધાં શહેરો તેમજ આખા યરૂશાલેમમાં જાહેર કરવાનું હતું,+ “પહાડી વિસ્તારમાં જાઓ અને લખ્યું છે એ પ્રમાણે માંડવા બનાવવા જૈતૂન, ચીડ, મેંદી, ખજૂરી અને બીજાં ઝાડની પાંદડાંવાળી ડાળીઓ લઈ આવો.”

૧૬ તેથી લોકો ગયા અને પોતાના માટે માંડવા બનાવવા ડાળીઓ લઈ આવ્યા. તેઓએ પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણાંમાં, સાચા ઈશ્વરના મંદિરનાં આંગણાંમાં,*+ પાણી દરવાજાના ચોકમાં+ અને એફ્રાઈમના દરવાજાના+ ચોકમાં માંડવા ઊભા કર્યા. ૧૭ આમ ગુલામીમાંથી પાછા ફર્યા હતા એ લોકોએ* માંડવા બનાવ્યા અને એમાં રહેવા લાગ્યા. ઇઝરાયેલીઓએ એ તહેવાર નૂનના દીકરા યહોશુઆના+ સમયથી લઈને એ દિવસ સુધી આ રીતે ક્યારેય ઊજવ્યો ન હતો. તેથી બધે આનંદ આનંદ છવાઈ ગયો.+ ૧૮ તહેવારના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી દરરોજ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું.+ તેઓએ સાત દિવસ સુધી તહેવાર ઊજવ્યો અને નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આઠમા દિવસે ખાસ સંમેલન* રાખ્યું.+

૯ સાતમા મહિનાના ૨૪મા દિવસે બધા ઇઝરાયેલીઓ ભેગા મળ્યા. તેઓએ ઉપવાસ કર્યો, કંતાન પહેર્યું અને પોતાના પર ધૂળ નાખી.+ ૨ ઇઝરાયેલના અસલ વંશજોએ પોતાને પરદેશીઓથી અલગ કર્યા.+ તેઓએ ઊભા થઈને પોતાનાં પાપ અને બાપદાદાઓના અપરાધો કબૂલ કર્યાં.+ ૩ તેઓ પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા અને તેઓ આગળ ત્રણ કલાક* સુધી યહોવા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું.+ પછી ત્રણ કલાક સુધી તેઓએ પોતાનાં પાપ કબૂલ કર્યા અને પોતાના ઈશ્વર યહોવાની આગળ જમીન સુધી માથું નમાવ્યું.

૪ લેવીઓ માટે બાંધેલા મંચ+ પર યેશૂઆ, બાની, કાદમીએલ, શબાન્યા, બુન્‍ની, શેરેબ્યા,+ બાની અને કનાની ઊભા થયા. તેઓએ મોટેથી પોતાના ઈશ્વર યહોવાને પોકાર કર્યો. ૫ યેશૂઆ, કાદમીએલ, બાની, હાશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા અને પથાહ્યા લેવીઓએ કહ્યું: “ઊભા થાઓ અને તમારા ઈશ્વર યહોવાની યુગોના યુગો સુધી* સ્તુતિ કરો.+ હે ઈશ્વર, તમારા નામની જેટલી સ્તુતિ કરવામાં આવે, જેટલાં ગુણગાન ગાવામાં આવે એટલાં ઓછાં છે. તોપણ તમારા મહિમાવંત નામનો તેઓને જયજયકાર કરવા દો.

૬ “હે યહોવા, તમે જ એકમાત્ર ઈશ્વર છો.+ આકાશો, હા, આકાશોનાં આકાશો અને તેઓનું સૈન્ય, પૃથ્વી, સમુદ્ર અને એમાંનું બધું જ તમારા હાથની રચના છે. તમે તેઓનું જીવન ટકાવી રાખો છો. આકાશોનું સૈન્ય તમારી આગળ નમે છે. ૭ તમે જ સાચા ઈશ્વર યહોવા છો, જેમણે ઇબ્રામને પસંદ કર્યા+ અને તેમને ખાલદીઓના* ઉર શહેરમાંથી+ બહાર લઈ આવ્યા. તમે તેમને ઇબ્રાહિમ+ નામ આપ્યું. ૮ તમે જોયું કે તે પૂરા દિલથી તમને વફાદાર છે.+ એટલે તમે તેમની સાથે કરાર કર્યો. તમે તેમને અને તેમના વંશજને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, યબૂસીઓ અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું વચન આપ્યું.+ તમે તમારાં વચનો પાળ્યાં, કેમ કે તમે નેક* છો.

૯ “તમે ઇજિપ્તમાં* અમારા બાપદાદાઓનું દુઃખ જોયું.+ લાલ સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. ૧૦ તમે જોયું કે ઇજિપ્તના રાજા,* તેના સેવકો અને તેની પ્રજા ઘમંડી બનીને+ તમારા લોકો પર અત્યાચાર કરે છે. એટલે તમે તેઓ આગળ અદ્‍ભુત કામો અને ચમત્કારો કર્યાં.+ આમ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ ૧૧ તમે તેઓ આગળ સમુદ્રના બે ભાગ કર્યા અને તેઓએ કોરી જમીન પર ચાલીને સમુદ્ર પાર કર્યો.+ પણ તેઓનો પીછો કરતા દુશ્મનોને તમે સમુદ્રના ઊંડાણમાં ફેંકી દીધા અને ધસમસતા પાણીમાં ફેંકેલા પથ્થરની જેમ તેઓ ડૂબી ગયા.+ ૧૨ તમે પોતાના લોકોને દિવસે વાદળના સ્તંભથી દોર્યા અને રાતે અગ્‍નિના સ્તંભથી તેઓના માર્ગમાં પ્રકાશ પાથર્યો.+ ૧૩ તમે સિનાઈ પર્વત પર ઊતર્યા+ અને સ્વર્ગમાંથી તેઓ સાથે વાત કરી.+ તમે તેઓને ખરા ન્યાયચુકાદા, સાચા નિયમો,* આજ્ઞાઓ અને ઉત્તમ કાયદા-કાનૂન આપ્યાં.+ ૧૪ તમે તેઓને તમારા પવિત્ર સાબ્બાથ*+ વિશે જણાવ્યું. તમારા સેવક મૂસા દ્વારા તમે તેઓને આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો આપ્યાં. ૧૫ તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે આકાશમાંથી ખોરાક આપ્યો.+ તેઓ તરસ્યા હતા ત્યારે તમે ખડકમાંથી પાણી કાઢ્યું.+ તમે તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા, એ દેશને કબજે કરીને એમાં વસવાની આજ્ઞા આપી.

૧૬ “પણ અમારા બાપદાદાઓ ઘમંડી+ અને હઠીલા બન્યા.+ તેઓએ તમારી આજ્ઞાઓ પર ધ્યાન આપ્યું નહિ. ૧૭ તેઓએ તમારું સાંભળ્યું નહિ.+ તેઓ માટે તમે જે અદ્‍ભુત કામો કર્યાં હતાં, એને પણ ભૂલી ગયા. તેઓ એટલા હઠીલા બની ગયા કે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવા તેઓએ એક આગેવાન નીમ્યો.+ પણ હે ઈશ્વર, તમે માફ કરવા તૈયાર છો, કરુણા* અને દયા બતાવનાર છો. તમે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના* સાગર છો.+ તમે તેઓને ત્યજી દીધા નહિ.+ ૧૮ અરે, તેઓએ પોતાના માટે ધાતુનું વાછરડું* બનાવ્યું અને કહ્યું, ‘હે ઇઝરાયેલ, આ આપણો દેવ છે. તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો છે.’+ તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું. ૧૯ છતાં તમારી અપાર દયાને લીધે તમે તેઓને વેરાન પ્રદેશમાં છોડી દીધા નહિ.+ દિવસે વાદળના સ્તંભથી તમે તેઓને દોર્યા, જે તેઓ ઉપરથી ખસતો ન હતો. રાતે અગ્‍નિના સ્તંભથી તમે તેઓના માર્ગમાં પ્રકાશ પાથર્યો.+ ૨૦ તેઓને સમજણ આપવા તમે તમારી શક્તિ* આપી.+ તમે તેઓને માન્‍ના* આપ્યું,+ તેઓ તરસ્યા હતા ત્યારે પાણી પાયું.+ ૨૧ વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ સુધી તમે તેઓને ખોરાક પૂરો પાડ્યો.+ તેઓને કશાની ખોટ પડી નહિ. તેઓનાં કપડાં ઘસાઈને ફાટી ગયાં નહિ+ કે તેઓના પગ સૂજી ગયા નહિ.

૨૨ “તમે તેઓના હાથમાં દેશો સોંપી દીધા અને એની પ્રજાઓ આપી દીધી અને તેઓનો વિસ્તાર વહેંચી આપ્યો.+ તેઓએ હેશ્બોનના રાજા+ સીહોનનો વિસ્તાર+ અને બાશાનના રાજા ઓગનો વિસ્તાર+ કબજે કર્યો. ૨૩ તમે તેઓના દીકરાઓની સંખ્યા આકાશના તારાઓ જેટલી અગણિત કરી.+ જે દેશ કબજે કરવા તમે તેઓના બાપદાદાઓને વચન આપ્યું હતું, એમાં તેઓને દોરી લાવ્યા.+ ૨૪ તેઓએ જઈને એ દેશને કબજે કર્યો.+ તમે એ દેશમાં રહેતા કનાનીઓને તેઓના તાબે કર્યા.+ પછી એ દેશના રાજાઓને અને એની પ્રજાને તેઓના હાથમાં સોંપ્યા, જેથી તમારા લોકો તેઓ સાથે મન ફાવે એમ વર્તી શકે. ૨૫ તેઓએ કિલ્લાવાળાં શહેરો+ જીતી લીધાં અને ફળદ્રુપ જમીનો+ કબજે કરી લીધી. તેઓએ ઉત્તમ વસ્તુઓથી ભરેલાં ઘરો, ખોદેલા ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતૂનવાડીઓ+ અને ફળથી લચી પડેલાં સેંકડો વૃક્ષો કબજે કર્યાં. તેઓ ખાઈ-પીને ધરાયા અને તાજા-માજા થયા. તેઓ તમારી ભલાઈમાં આળોટ્યા.

૨૬ “પણ તમારું માનવાને બદલે તેઓએ તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.+ તેઓએ તમારા નિયમશાસ્ત્રથી મોં ફેરવી લીધું.* તમે પ્રબોધકો મોકલીને ચેતવણી આપી કે તેઓ તમારી પાસે પાછા ફરે, પણ તેઓએ એ પ્રબોધકોને મારી નાખ્યા. તેઓએ દુષ્ટ કામો કરીને તમારું અપમાન કર્યું.+ ૨૭ એટલે તમે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા.+ એ દુશ્મનોએ તેઓને ખૂબ સતાવ્યા.+ પણ દુઃખના સમયે જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે તમે સ્વર્ગમાંથી તેઓનું સાંભળ્યું. તમારી અપાર દયાને લીધે તમે એવા માણસો ઊભા કર્યા, જે તેઓને દુશ્મનોના પંજામાંથી છોડાવે.+

૨૮ “પણ દુશ્મનોથી છુટકારો મળતાં જ તેઓએ ફરીથી એ કામો કર્યાં, જે તમારી નજરમાં ખરાબ છે.+ તમે તેઓને તરછોડી દીધા અને દુશ્મનોના હવાલે કરી દીધા. દુશ્મનોએ તેઓને કચડી નાખ્યા.*+ પછી તેઓ પાછા ફર્યા અને મદદ માટે તમને પોકાર કર્યો.+ તમે સ્વર્ગમાંથી તેઓનું સાંભળ્યું. તમારી અપાર દયાને લીધે તમે વારંવાર તેઓને છોડાવ્યા.+ ૨૯ તમે અનેક વાર તેઓને સમજાવ્યું કે તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે જીવે. પણ તેઓ ઘમંડી બનીને વર્ત્યા અને તમારી આજ્ઞાઓ પાળવાની ના પાડી દીધી.+ તેઓએ એ નિયમો વિરુદ્ધ પાપ કર્યું, જેને પાળવાથી જીવન મળે છે.+ તેઓએ હઠીલા બનીને પીઠ ફેરવી દીધી, પોતાની ગરદન અક્કડ કરી અને તમારું સાંભળ્યું નહિ. ૩૦ તમે વર્ષોનાં વર્ષો ધીરજ બતાવી.+ તમે પ્રબોધકોને તમારી શક્તિથી ભરપૂર કર્યા કે તેઓ વારંવાર ચેતવણી આપે. પણ એ હઠીલા લોકોએ આંખ આડા કાન કર્યા. આખરે તમે તેઓને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા.+ ૩૧ તમારી અપાર દયાને લીધે તમે તેઓનો વિનાશ કર્યો નહિ.+ તમે તેઓને ત્યજી દીધા નહિ, કેમ કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો.+

૩૨ “હે અમારા પરમેશ્વર, તમે મહાન, પરાક્રમી અને અદ્‍ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર પાળો છો અને અતૂટ પ્રેમ* બતાવો છો.+ અમે, અમારા રાજાઓએ, અધિકારીઓએ,+ યાજકોએ,+ પ્રબોધકોએ,+ બાપદાદાઓએ અને તમારા બધા લોકોએ આશ્શૂરના રાજાઓના+ દિવસોથી લઈને આજ સુધી જે તકલીફો વેઠી છે એને નજરઅંદાજ ન કરો. ૩૩ અમારા પર જે કંઈ વીત્યું, અમે એને જ લાયક હતા. તમે અમારી સાથે અન્યાય કર્યો નથી. તમે તો વિશ્વાસુ છો, અમે જ દુષ્ટ રીતે વર્તીએ છીએ.+ ૩૪ અમારા રાજાઓ, અધિકારીઓ, યાજકો અને અમારા બાપદાદાઓ તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલ્યા નહિ. તેઓએ તમારી આજ્ઞાઓ પર ધ્યાન આપ્યું નહિ. તમે તેઓને વારંવાર ચેતવણી આપી,* પણ તેઓએ એને કાન ધરી નહિ. ૩૫ જ્યારે તેઓ પોતાના જ રાજ્યમાં તમારી ભલાઈનો આનંદ માણતા હતા, તમે આપેલા વિશાળ અને ફળદ્રુપ દેશમાં રહેતા હતા, ત્યારે પણ તેઓએ તમારી સેવા કરી નહિ+ અને પોતાનાં ખરાબ કામોથી પાછા ફર્યા નહિ. ૩૬ એટલે આજે અમે ગુલામ છીએ.+ હા, તમે અમારા બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં અમે ગુલામ બની ગયા છીએ. તમે તો તેઓને એ દેશ એની ઊપજ અને ઉત્તમ વસ્તુઓનો આનંદ માણવા આપ્યો હતો. ૩૭ અમારાં પાપોને લીધે અમારા દેશની ભરપૂર ઊપજ હવે એ રાજાઓ ખાઈ જાય છે, જેઓને તમે અમારા પર ઠરાવ્યા છે.+ તેઓ મન ફાવે એમ અમારા પર* અને અમારાં ઢોરઢાંક પર હુકમ ચલાવે છે. અમે દુઃખના ડુંગર નીચે દબાઈ ગયા છીએ.

૩૮ “આ બધું જોતાં અમે લેખિતમાં એક કરાર કરીએ છીએ.+ અમારા અધિકારીઓ, લેવીઓ અને યાજકો એના પર મહોર* મારીને એને ટેકો આપે છે.”+

૧૦ કરાર પર પોતાની મહોર મારીને જેઓએ ટેકો આપ્યો+ તેઓનાં નામ આ છે:

હખાલ્યાનો દીકરો* રાજ્યપાલ* નહેમ્યા;

તેમ જ સિદકિયા, ૨ સરાયા, અઝાર્યા, યર્મિયા, ૩ પાશહૂર, અમાર્યા, માલ્કિયા, ૪ હાટુશ, શબાન્યા, માલ્લૂખ, ૫ હારીમ,+ મરેમોથ, ઓબાદ્યા, ૬ દાનિયેલ,+ ગિન્‍નથોન, બારૂખ, ૭ મશુલ્લામ, અબિયા, મીયામીન, ૮ માઆઝ્યા, બિલ્ગાય અને શમાયા. એ બધા યાજકો હતા.

૯ લેવીઓ આ હતા: અઝાન્યાનો દીકરો યેશૂઆ, હેનાદાદના દીકરાઓમાંથી બિન્‍નૂઈ, કાદમીએલ,+ ૧૦ તેઓના ભાઈઓ શબાન્યા, હોદિયા, કલીટા, પલાયા, હાનાન, ૧૧ મીખા, રહોબ, હશાબ્યા, ૧૨ ઝાક્કૂર, શેરેબ્યા,+ શબાન્યા, ૧૩ હોદિયા, બાની અને બનીનુ.

૧૪ લોકોના મુખીઓ આ હતા: પારોશ, પાહાથ-મોઆબ,+ એલામ, ઝાત્તુ, બાની, ૧૫ બુન્‍ની, આઝ્ગાદ, બેબાય, ૧૬ અદોનિયા, બિગ્વાય, આદીન, ૧૭ આટેર, હિઝકિયા, આઝ્ઝુર, ૧૮ હોદિયા, હાશુમ, બેઝાય, ૧૯ હારીફ, અનાથોથ, નેબાય, ૨૦ માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, ૨૧ મશેઝાબએલ, સાદોક, યાદ્દૂઆ, ૨૨ પલાટયા, હાનાન, અનાયા, ૨૩ હોશીઆ, હનાન્યા, હાશ્શૂબ, ૨૪ હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, ૨૫ રહૂમ, હશાબ્નાહ, માઅસેયા, ૨૬ અહિયા, હાનાન, અનાન, ૨૭ માલ્લૂખ, હારીમ અને બાઅનાહ.

૨૮ બાકીના લોકોમાં યાજકો, લેવીઓ, દરવાનો, ગાયકો, મંદિરના સેવકો* અને સાચા ઈશ્વરનો નિયમ પાળવા જેઓએ પરદેશીઓથી પોતાને અલગ કર્યા તેઓ હતા.+ તેઓ સાથે તેઓની પત્નીઓ અને તેઓનાં દીકરા-દીકરીઓ પણ હતાં. એ સર્વ લોકો સાંભળીને સમજી શકે એવા હતા.* ૨૯ તેઓએ પોતાના ભાઈઓ, એટલે કે જાણીતા માણસો સાથે મળીને સમ ખાધા. તેઓએ સમ ખાઈને કહ્યું કે જો અમે આ સમ તોડીએ તો અમારા પર શ્રાપ આવે. તેઓએ એવા પણ સમ ખાધા કે અમે સાચા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલીશું, જે સાચા ઈશ્વરના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યું હતું. અમે અમારા પ્રભુ યહોવાનાં બધાં નિયમો, કાયદા-કાનૂન અને આજ્ઞાઓ ધ્યાનથી પાળીશું. ૩૦ અમે બીજી પ્રજાઓમાં અમારી દીકરીઓને પરણાવીશું નહિ અને અમારા દીકરાઓને તેઓની દીકરીઓ સાથે પરણાવીશું નહિ.+

૩૧ જો બીજા દેશના લોકો સાબ્બાથના દિવસે કે કોઈ પવિત્ર દિવસે+ પોતાનો માલ-સામાન કે અનાજ વેચવા આવે, તો અમે તેઓ પાસેથી કંઈ ખરીદીશું નહિ.+ સાતમા વર્ષે અમે જમીન ખેડીશું નહિ,+ એને પડતર રાખીશું. એ વર્ષે અમે બધું દેવું માફ કરી દઈશું.+

૩૨ અમે વચન આપ્યું કે અમારામાંથી દરેક માણસ દર વર્ષે ચારેક ગ્રામ* ચાંદી આપશે.+ એ દાન આપણા ઈશ્વરના મંદિરમાં થતી સેવા માટે વાપરી શકાશે. ૩૩ એ દાન સાબ્બાથ+ અને ચાંદરાત*+ દરમિયાન અર્પણની રોટલી* માટે,+ નિયમિત ચઢાવવાનાં અનાજ-અર્પણ* માટે+ અને અગ્‍નિ-અર્પણ* માટે વાપરી શકાશે. વધુમાં, ઠરાવેલા તહેવારો,+ પવિત્ર વસ્તુઓ, ઇઝરાયેલના પ્રાયશ્ચિત્ત* માટે કરવામાં આવતાં પાપ-અર્પણો*+ અને આપણા ઈશ્વરના મંદિરના બીજાં બધાં કામ માટે વાપરી શકાશે.

૩૪ નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણા ઈશ્વર યહોવાની વેદી* પર આગ સળગતી રાખવા યાજકો, લેવીઓ અને લોકો પોતપોતાનાં પિતાના કુટુંબ પ્રમાણે લાકડાં લાવશે. અમે ચિઠ્ઠીઓ* નાખીને નક્કી કરીશું કે ઈશ્વરના મંદિર માટે ઠરાવેલા સમયે કોણ લાકડાં લાવશે અને દર વર્ષે તેઓ એ પ્રમાણે કરશે.+ ૩૫ અમે દર વર્ષે યહોવાના મંદિરમાં* અમારી જમીનની પેદાશનું પ્રથમ ફળ* અને દરેક પ્રકારના ઝાડનું પ્રથમ ફળ લાવીશું.+ ૩૬ નિયમશાસ્ત્રમાં જણાવ્યું છે તેમ, અમે અમારા પ્રથમ જન્મેલા* દીકરાઓ લાવીશું. અમારા ઢોરઢાંકના અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા પણ લાવીશું.+ એ બધું અમે અમારા ઈશ્વરના મંદિરમાં સેવા આપતા યાજકો પાસે લાવીશું.+ ૩૭ અમારા ઈશ્વરના મંદિરના કોઠારમાં*+ સેવા આપતા યાજકો પાસે અમે અમારી પ્રથમ ઊપજનો* કકરો દળેલો લોટ,+ અમારાં દાનો, દરેક પ્રકારનાં ઝાડનાં ફળો,+ નવો દ્રાક્ષદારૂ અને તેલ+ લાવીશું. અમે અમારી જમીનની ઊપજનો દસમો ભાગ* લેવીઓ પાસે લાવીશું,+ કેમ કે અમારાં સર્વ શહેરોમાં થતી ખેતીનો દસમો ભાગ તેઓ ભેગો કરે છે.

૩૮ લેવીઓ દસમો ભાગ ભેગો કરે ત્યારે, યાજક એટલે કે હારુનનો દીકરો તેઓ સાથે રહે. લેવીઓ પોતાને મળેલા દસમા ભાગમાંથી દસમો ભાગ આપણા ઈશ્વરના મંદિરમાં,+ કોઠારના ઓરડાઓમાં* લાવે. ૩૯ કેમ કે એ ઓરડાઓમાં* ઇઝરાયેલીઓ અને લેવીઓના દીકરાઓ અનાજ, નવા દ્રાક્ષદારૂ અને તેલનું+ દાન લાવશે.+ એ ઓરડાઓમાં પવિત્ર જગ્યાનાં* વાસણો રાખવામાં આવે છે. સેવા આપતા યાજકો, દરવાનો અને ગાયકો પણ ત્યાં રહે છે. અમારા ઈશ્વરના મંદિરની સંભાળ રાખવામાં અમે ક્યારેય બેદરકાર નહિ બનીએ.+

૧૧ હવે લોકોના અધિકારીઓ યરૂશાલેમમાં રહેતા હતા.+ પણ બાકીના લોકોએ એ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી+ કે દર દસમાંથી કયું એક કુટુંબ પવિત્ર શહેર યરૂશાલેમ જઈને વસે અને બાકીનાં કુટુંબો બીજાં શહેરોમાં જ રહે. ૨ ઉપરાંત, જેઓ રાજીખુશીથી યરૂશાલેમમાં વસવા તૈયાર થયા, તેઓને લોકોએ આશીર્વાદ આપ્યો.

૩ હવે યહૂદા પ્રાંતના અમુક અધિકારીઓ યરૂશાલેમમાં રહેતા હતા. (પણ બાકીના ઇઝરાયેલીઓ, યાજકો, લેવીઓ, મંદિરના સેવકો*+ અને સુલેમાનના સેવકોના દીકરાઓ*+ યહૂદાનાં બીજાં શહેરોમાં રહેતા હતા. તેઓ પોતાને વારસામાં મળેલા શહેરમાં રહેતા હતા.+

૪ યરૂશાલેમમાં યહૂદાના અને બિન્યામીનના અમુક લોકો પણ રહેતા હતા.) એ અધિકારીઓ આ હતા: યહૂદાના લોકોમાંથી અથાયા, જે ઉઝ્ઝિયાનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે અમાર્યાનો દીકરો, જે શફાટિયાનો દીકરો, જે માહલાલએલનો દીકરો, જે પેરેસના કુટુંબમાંથી+ હતો. ૫ તેની સાથે માઅસેયા પણ હતો, જે બારૂખનો દીકરો, જે કોલહોઝેહનો દીકરો, જે હઝાયાનો દીકરો, જે અદાયાનો દીકરો, જે યોયારીબનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે શેલાહના કુટુંબમાંથી હતો. ૬ પેરેસના જે દીકરાઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓની સંખ્યા ૪૬૮ હતી. તેઓ બધા પરાક્રમી પુરુષો હતા.

૭ બિન્યામીનના લોકોમાંથી આ હતા: સાલ્લૂ,+ જે મશુલ્લામનો દીકરો, જે યોએદનો દીકરો, જે પદાયાનો દીકરો, જે કોલાયાનો દીકરો, જે માઅસેયાનો દીકરો, જે ઇથીએલનો દીકરો, જે યેશાયાહનો દીકરો હતો; ૮ તેના પછી ગાબ્બાય અને સાલ્લાય હતા, કુલ ૯૨૮ માણસો; ૯ ઝિખ્રીનો દીકરો યોએલ તેઓનો ઉપરી હતો. હાસ્સેનુઆહનો દીકરો યહૂદા, શહેરમાં બીજા ક્રમનો ઉપરી હતો.

૧૦ યાજકોમાંથી આ હતા: યોયારીબનો દીકરો યદાયા, યાખીન+ ૧૧ અને સરાયા જે હિલ્કિયાનો દીકરો, જે મશુલ્લામનો દીકરો, જે સાદોકનો દીકરો, જે મરાયોથનો દીકરો, જે અહીટૂબનો+ દીકરો હતો. અહીટૂબ સાચા ઈશ્વરના મંદિરનો* એક આગેવાન હતો. ૧૨ એ સિવાય તેઓના ભાઈઓ હતા, જેઓએ મંદિરનું કામ કર્યું હતું, કુલ ૮૨૨ માણસો. તેમ જ, અદાયા, જે યરોહામનો દીકરો, જે પલાલ્યાનો દીકરો, જે આમ્સીનો દીકરો, જે ઝખાર્યાનો દીકરો, જે પાશહૂરનો+ દીકરો, જે માલ્કિયાનો દીકરો ૧૩ અને તેના ભાઈઓ, એટલે કે પિતાનાં કુટુંબોના વડાઓ, કુલ ૨૪૨ માણસો. તેમ જ, અમાશસાય, જે અઝારએલનો દીકરો, જે આહઝાયનો દીકરો, જે મશિલ્લેમોથનો દીકરો, જે ઇમ્મેરનો દીકરો ૧૪ અને તેના પરાક્રમી અને બહાદુર ભાઈઓ, કુલ ૧૨૮ માણસો. તેઓનો ઉપરી ઝાબ્દીએલ હતો, જે જાણીતા કુટુંબનો સભ્ય હતો.

૧૫ લેવીઓમાંથી આ હતા: શમાયા,+ જે હાશ્શૂબનો દીકરો, જે આઝ્રીકામનો દીકરો, જે હશાબ્યાનો દીકરો, જે બુન્‍નીનો દીકરો હતો ૧૬ તેમજ શાબ્બાથાય+ અને યોઝાબાદ,+ જેઓ લેવીઓના મુખીઓ હતા અને સાચા ઈશ્વરના મંદિરને* લગતા બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા; ૧૭ અને માત્તાન્યા,+ જે મીખાહનો દીકરો, જે ઝાબ્દીનો દીકરો, જે આસાફનો દીકરો+ હતો, તે સંગીત સંચાલક હતો અને પ્રાર્થના દરમિયાન સ્તુતિગીતો ગાવામાં આગેવાની લેતો હતો;+ અને બાકબુક્યા જે તેનો મદદગાર હતો; અને આબ્દા, જે શામ્મૂઆનો દીકરો, જે ગાલાલનો દીકરો, જે યદૂથૂનનો+ દીકરો હતો. ૧૮ પવિત્ર શહેરમાં રહેવા આવેલા લેવીઓની કુલ સંખ્યા ૨૮૪ હતી.

૧૯ એ ઉપરાંત દરવાજા આગળ ચોકી કરનારા દરવાનો આક્કૂબ, ટાલ્મોન+ તથા તેઓના ભાઈઓ હતા. તેઓની સંખ્યા ૧૭૨ હતી.

૨૦ બાકીના ઇઝરાયેલીઓ, યાજકો અને લેવીઓ યહૂદાનાં બીજાં શહેરોમાં રહેતા હતા, જે તેઓને આપવામાં આવ્યાં હતાં.* ૨૧ મંદિરના સેવકો*+ ઓફેલમાં+ રહેતા હતા. સીહા અને ગિશ્પા તેઓના ઉપરી હતા.

૨૨ યરૂશાલેમમાં લેવીઓનો ઉપરી ઉઝ્ઝી હતો, જે બાનીનો દીકરો, જે હશાબ્યાનો દીકરો, જે માત્તાન્યાનો+ દીકરો, જે મીખાનો દીકરો, જે આસાફના કુટુંબમાંથી હતો. તેઓ ગાયકો હતા. ઉઝ્ઝી સાચા ઈશ્વરના મંદિરનું કામકાજ સંભાળતો હતો. ૨૩ રાજાનું ફરમાન હતું+ કે એ ગાયકોને દિવસની જરૂરિયાત પ્રમાણે નક્કી કરેલું ભથ્થું આપવામાં આવે. ૨૪ લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો સલાહકાર* પથાહ્યા હતો, જે મશેઝાબએલનો દીકરો, જે ઝેરાહના કુટુંબનો, જે યહૂદાનો દીકરો હતો.

૨૫ યહૂદાના અમુક લોકો આ ખેતરવાળા વિસ્તારોમાં રહેતા હતા: કિર્યાથ-આર્બા+ અને એની આસપાસનાં* નગરો, દીબોન અને એની આસપાસનાં નગરો અને યકાબ્સએલ+ અને એનાં ગામડાઓ, ૨૬ યેશૂઆ, મોલાદાહ,+ બેથ-પેલેટ,+ ૨૭ હસાર- શૂઆલ,+ બેર-શેબા અને એની આસપાસનાં નગરો, ૨૮ સિકલાગ,+ મખોનાહ અને એની આસપાસનાં નગરો, ૨૯ એન-રિમ્મોન,+ સોરાહ,+ યાર્મૂથ, ૩૦ ઝાનોઆહ,+ અદુલ્લામ અને એનાં ગામડાઓ, લાખીશ+ અને એની નજીકના વિસ્તારો, અઝેકાહ+ અને એની આસપાસનાં નગરો. તેઓ બેર-શેબાથી લઈને હિન્‍નોમની ખીણ*+ સુધી વસ્યા.

૩૧ બિન્યામીનના લોકો આ વિસ્તારોમાં રહેતા હતા: ગેબા,+ મિખ્માશ, આયા, બેથેલ+ અને એની આસપાસનાં નગરો, ૩૨ અનાથોથ,+ નોબ,+ અનાન્યાહ, ૩૩ હાસોર, રામા,+ ગિત્તાઈમ, ૩૪ હાદીદ, સબોઈમ, નબાલ્લાટ, ૩૫ લોદ અને ઓનો,+ એટલે કે કારીગરની ખીણ.* ૩૬ યહૂદાના વિસ્તારમાં રહેતા લેવીઓના અમુક સમૂહ બિન્યામીનના વિસ્તારમાં આવીને વસ્યા.

૧૨ શઆલ્તીએલના દીકરા*+ ઝરુબ્બાબેલની+ સાથે અને યેશૂઆની+ સાથે જે યાજકો અને લેવીઓ પાછા આવ્યા તેઓ આ હતા: સરાયા, યર્મિયા, એઝરા, ૨ અમાર્યા, માલ્લૂખ, હાટુશ, ૩ શખાન્યા, રહૂમ, મરેમોથ, ૪ ઈદ્દો, ગિન્‍નથોઈ, અબિયા, ૫ મીયામીન, માઆદ્યા, બિલ્ગાહ, ૬ શમાયા, યોયારીબ, યદાયા, ૭ સાલ્લૂ,* આમોક, હિલ્કિયા અને યદાયા. યેશૂઆના દિવસોમાં તેઓ યાજકોના અને તેઓના ભાઈઓના મુખીઓ હતા.

૮ લેવીઓ આ હતા: યેશૂઆ, બિન્‍નૂઈ, કાદમીએલ,+ શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.+ માત્તાન્યા અને તેના ભાઈઓ આભાર-સ્તુતિનાં ગીતો ગાવામાં આગેવાની લેતા હતા. ૯ તેઓના ભાઈઓ બાકબુક્યા અને ઉન્‍ની ચોકી કરવા* તેઓની સામે ઊભા હતા. ૧૦ યેશૂઆથી યોયાકીમ થયો, યોયાકીમથી એલ્યાશીબ+ થયો અને એલ્યાશીબથી યોયાદા+ થયો. ૧૧ યોયાદાથી યોનાથાન થયો અને યોનાથાનથી યાદ્દૂઆ થયો.

૧૨ યોયાકીમના દિવસોમાં આ યાજકો પિતાનાં કુટુંબોના વડાઓ હતા: સરાયાના+ કુટુંબથી મરાયા; યર્મિયાના કુટુંબથી હનાન્યા; ૧૩ એઝરાના+ કુટુંબથી મશુલ્લામ; અમાર્યાના કુટુંબથી યહોહાનાન; ૧૪ મેલુકીના કુટુંબથી યોનાથાન; શબાન્યાના કુટુંબથી યૂસફ; ૧૫ હારીમના+ કુટુંબથી આદના; મરાયોથના કુટુંબથી હેલ્કાય; ૧૬ ઈદ્દોના કુટુંબથી ઝખાર્યા; ગિન્‍નથોનના કુટુંબથી મશુલ્લામ; ૧૭ અબિયાના+ કુટુંબથી ઝિખ્રી; મિન્યામીનના કુટુંબથી . . . ;* મોઆદ્યાના કુટુંબથી પિલ્ટાય; ૧૮ બિલ્ગાહના+ કુટુંબથી શામ્મૂઆ; શમાયાના કુટુંબથી યહોનાથાન; ૧૯ યોયારીબના કુટુંબથી માત્તનાય; યદાયાના+ કુટુંબથી ઉઝ્ઝી; ૨૦ સાલ્લાયના કુટુંબથી કાલ્લાય; આમોકના કુટુંબથી એબેર; ૨૧ હિલ્કિયાના કુટુંબથી હશાબ્યા; યદાયાના કુટુંબથી નથાનએલ.

૨૨ એલ્યાશીબ, યોયાદા, યોહાનાન અને યાદ્દૂઆના+ દિવસોમાં લેવીઓ અને યાજકોના પિતાના કુટુંબના વડાઓની નોંધણી કરવામાં આવી. ઈરાની* રાજા દાર્યાવેશના શાસન સુધી એ નોંધણી કરવામાં આવી.

૨૩ જે લેવીઓ પિતાનાં કુટુંબોના વડાઓ હતા, તેઓની નોંધણી એ સમયના ઇતિહાસના પુસ્તકમાં કરવામાં આવી. એલ્યાશીબના દીકરા યોહાનાનના દિવસો સુધી એ નોંધણી કરવામાં આવી. ૨૪ લેવીઓના મુખીઓ આ હતા: હશાબ્યા, શેરેબ્યા અને કાદમીએલનો દીકરો+ યેશૂઆ.+ તેઓના ભાઈઓ તેઓની સામે ઊભા રહીને સ્તુતિગીતો ગાતા હતા અને ઈશ્વરનો આભાર માનતા હતા, જેમ સાચા ઈશ્વરના સેવક દાઉદે સૂચના આપી હતી.+ દરવાનોની એક ટુકડી, બીજી ટુકડીની બાજુમાં ઊભી હતી. ૨૫ માત્તાન્યા,+ બાકબુક્યા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબ+ દરવાનો+ હતા. તેઓ મંદિરના દરવાજા પાસે કોઠારોની ચોકી કરતા હતા. ૨૬ તેઓ યોસાદાકના દીકરા યેશૂઆના+ દીકરા યોયાકીમના દિવસોમાં તેમજ નહેમ્યા રાજ્યપાલ તથા એઝરા+ યાજક અને શાસ્ત્રીના* દિવસોમાં સેવા આપતા હતા.

૨૭ યરૂશાલેમના કોટના ઉદ્‍ઘાટન વખતે લેવીઓની શોધ કરવામાં આવી. તેઓને પોતપોતાના વિસ્તારોમાંથી યરૂશાલેમમાં ભેગા કરવામાં આવ્યા. ઉદ્‍ઘાટનનો પ્રસંગ આનંદથી, આભાર-સ્તુતિનાં ગીતોથી,+ ઝાંઝથી, તારવાળાં વાજિંત્રોથી અને વીણાથી ઊજવવા તેઓને બોલાવવામાં આવ્યા. ૨૮ ગાયકોના* દીકરાઓ આ જગ્યાથી ભેગા થયા: પ્રાંતથી,* યરૂશાલેમની આસપાસના વિસ્તારોથી, નટોફાહનાં+ ગામડાઓથી, ૨૯ બેથ-ગિલ્ગાલ+ તથા ગેબા+ અને આઝ્માવેથના+ વિસ્તારોથી. એ ગાયકો યરૂશાલેમની આસપાસ ગામડાં બાંધીને રહેતા હતા. ૩૦ યાજકો અને લેવીઓએ પોતાને અને લોકોને શુદ્ધ કર્યા.+ તેઓએ દરવાજા+ અને કોટને+ શુદ્ધ કરીને પવિત્ર ઠરાવ્યા.

૩૧ પછી હું યહૂદાના અધિકારીઓને કોટ ઉપર લઈ ગયો. મેં બે મોટી મોટી ગાયન-ટોળી અને તેઓની પાછળ ચાલનાર ટુકડી બનાવી. એક ગાયન-ટોળી કોટ પર જમણી બાજુએ ચાલતી ચાલતી રાખના ઢગલાના દરવાજા*+ તરફ ગઈ. ૩૨ હોશાયાહ અને યહૂદાના અડધા અધિકારીઓ તેઓની પાછળ પાછળ ચાલતા હતા. ૩૩ તેઓની સાથે અઝાર્યા, એઝરા, મશુલ્લામ, ૩૪ યહૂદા, બિન્યામીન, શમાયા અને યર્મિયા હતા. ૩૫ તેઓની સાથે યાજકોના અમુક દીકરાઓ રણશિંગડાં*+ લઈને ચાલતા હતા. તેઓમાં ઝખાર્યા પણ હતો. તે આસાફના દીકરા+ ઝાક્કૂરના દીકરા મીખાયાના દીકરા માત્તાન્યાના દીકરા શમાયાના દીકરા યોનાથાનનો દીકરો હતો. ૩૬ ઝખાર્યાની સાથે તેના ભાઈઓ શમાયા, અઝારએલ, મિલ્લાય, ગિલ્લાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની હતા. તેઓના હાથમાં સાચા ઈશ્વરના સેવક દાઉદનાં વાજિંત્રો હતાં.+ એઝરા+ શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો. ૩૭ ફુવારા દરવાજા+ આગળથી તેઓ દાઉદનગરનો+ દાદર+ પાર કરીને કોટ પર ચાલતા રહ્યા. કોટ ચઢાણ પર હતો અને તેઓ દાઉદના ઘર ઉપર થઈને પૂર્વમાં પાણી દરવાજા+ તરફ આગળ વધ્યા.

૩૮ બીજી ગાયન-ટોળી વિરુદ્ધ દિશામાં ગઈ. હું એની પાછળ ચાલતો હતો અને મારી સાથે બાકીના લોકો હતા. એ ટોળી ભઠ્ઠીનો મિનારો+ પાર કરીને પહોળા કોટ+ તરફ ગઈ. ૩૯ પછી એફ્રાઈમ દરવાજો,+ જૂના શહેરનો દરવાજો,+ માછલી દરવાજો,+ હનાનએલનો મિનારો+ અને હામ્મેઆહનો મિનારો પાર કરીને એ ગાયન-ટોળી ઘેટા દરવાજા+ સુધી પહોંચી. અમે ચોકી દરવાજા પાસે આવીને ઊભા રહ્યા.

૪૦ થોડા સમય પછી બંને ગાયન-ટોળી સાચા ઈશ્વરના મંદિર આગળ આવીને ઊભી રહી. હું અને મારી સાથેના અડધા ઉપઅધિકારીઓ પણ ઊભા રહ્યા. ૪૧ ત્યાં એલ્યાકીમ, માઅસેયા, મિન્યામીન, મીખાયા, એલ્યોએનાય, ઝખાર્યા અને હનાન્યા યાજકો રણશિંગડાં લઈને ઊભા હતા. ૪૨ ત્યાં માઅસેયા, શમાયા, એલઆઝાર, ઉઝ્ઝી, યહોહાનાન, માલ્કિયા, એલામ અને એઝેર પણ ઊભા હતા. યિઝ્રાહ્યાની આગેવાની નીચે ગાયકો મોટેથી ગીતો ગાતા હતા.

૪૩ એ દિવસે તેઓએ ઘણાં બલિદાનો ચઢાવ્યાં અને ખૂબ આનંદ કર્યો,+ કેમ કે સાચા ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. સ્ત્રીઓ અને બાળકોએ પણ ખુશી મનાવી.+ આખા યરૂશાલેમમાં એટલો આનંદ છવાઈ ગયો કે એની ગુંજ દૂર દૂર સુધી સંભળાતી હતી.+

૪૪ એ દિવસે કોઠારોની+ દેખરેખ રાખવા અમુક માણસો નીમવામાં આવ્યા. તેઓએ દાનો,+ પ્રથમ ફળો+ અને દસમો ભાગ+ ભેગો કરવાનો હતો. નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે+ યાજકો અને લેવીઓને+ અમુક હિસ્સો મળતો હતો. એ માણસોએ એ હિસ્સો શહેરોનાં ખેતરોની ઊપજમાંથી ભેગો કરીને કોઠારોમાં લાવવાનો હતો. યહૂદાના લોકોએ ખુશી ખુશી એ હિસ્સો આપ્યો, કેમ કે યાજકો અને લેવીઓ મંદિરમાં સેવા આપતા હતા. ૪૫ યાજકો અને લેવીઓ ઈશ્વરની સેવામાં પોતપોતાની જવાબદારી નિભાવવા લાગ્યા અને શુદ્ધ કરવાનું કામ કરવા લાગ્યા. ગાયકો અને દરવાનો પણ પોતપોતાની ફરજ બજાવવા લાગ્યા, જેમ દાઉદ અને તેના દીકરા સુલેમાને સૂચનો આપ્યાં હતાં. ૪૬ ઘણા સમય પહેલાં દાઉદ અને આસાફના દિવસોમાં ગાયકો માટે સંગીત સંચાલકો* હતા. તેઓ ઈશ્વરની સ્તુતિનાં અને આભાર માનવાનાં ગીતોનું+ સંચાલન કરતા હતા. ૪૭ ઝરુબ્બાબેલના+ દિવસોમાં અને નહેમ્યાના દિવસોમાં બધા ઇઝરાયેલીઓએ ગાયકો+ અને દરવાનોને+ તેઓની રોજની જરૂરિયાત પ્રમાણે હિસ્સો આપ્યો. તેઓએ લેવીઓ માટે+ અને લેવીઓએ હારુનના વંશજો માટે હિસ્સો અલગ રાખ્યો.

૧૩ પછી મૂસાના પુસ્તકમાંથી લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું.+ એમાં લખ્યું હતું કે, કોઈ આમ્મોની કે મોઆબી+ સાચા ઈશ્વરના મંડળનો ભાગ ન બને.+ ૨ કેમ કે તેઓએ ઇઝરાયેલીઓને ખોરાક-પાણી આપ્યાં ન હતાં, તેઓએ શ્રાપ આપવા બલામને પૈસા આપીને રોક્યો હતો.+ પણ આપણા ઈશ્વરે એ શ્રાપને આશીર્વાદમાં ફેરવી દીધો.+ ૩ લોકોએ નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું ત્યારે, તેઓએ પોતાને પરદેશીઓથી* અલગ કર્યા.+

૪ એ પહેલાં એલ્યાશીબ+ યાજક આપણા ઈશ્વરના મંદિરના* કોઠારની*+ દેખરેખ રાખતો હતો. તે ટોબિયાનો+ સગો હતો. ૫ તેણે ટોબિયાને કોઠારનો એક મોટો ઓરડો* આપ્યો હતો. પહેલાં એ ઓરડામાં અનાજ-અર્પણ, લોબાન* અને વાસણો રાખવામાં આવતાં હતાં. એમાં અનાજનો દસમો ભાગ, નવો દ્રાક્ષદારૂ અને તેલ+ પણ રાખવામાં આવતાં, જે લેવીઓ,+ ગાયકો અને દરવાનોનો હિસ્સો હતો. એમાં યાજકોનું દાન પણ રાખવામાં આવતું હતું.+

૬ એ બધું થયું ત્યારે હું યરૂશાલેમમાં ન હતો. રાજા આર્તાહશાસ્તાના રાજના+ ૩૨મા વર્ષે+ હું રાજા પાસે પાછો ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે મંજૂરી માંગી ૭ અને યરૂશાલેમ પાછો આવ્યો. મારા ધ્યાનમાં આવ્યું કે એલ્યાશીબે+ ખૂબ જ દુષ્ટ કામ કર્યું છે. તેણે સાચા ઈશ્વરના મંદિરના આંગણામાં ટોબિયાને+ એક ઓરડો આપ્યો છે. ૮ એ જોઈને મારું લોહી ઊકળી ઊઠ્યું અને મેં ટોબિયાનો બધો સામાન ઓરડામાંથી* બહાર ફેંકી દીધો. ૯ પછી મેં ઓરડાઓ* શુદ્ધ કરવાનો હુકમ આપ્યો. મેં સાચા ઈશ્વરના મંદિરનાં વાસણો, અનાજ-અર્પણ અને લોબાન+ ત્યાં પાછાં મૂક્યાં.+

૧૦ મને એ પણ જાણવા મળ્યું કે લેવીઓને તેઓનો હિસ્સો+ આપવામાં આવ્યો ન હતો.+ એટલે લેવીઓ અને ગાયકો પોતાની સેવા છોડીને પોતપોતાનાં ખેતરોમાં કામ કરવા ચાલ્યા ગયા હતા.+ ૧૧ મેં ઉપઅધિકારીઓને ઠપકો આપ્યો+ અને કહ્યું: “તમે કેમ સાચા ઈશ્વરના મંદિરને ત્યજી દીધું છે?”+ જેઓ સેવા છોડીને ચાલ્યા ગયા હતા, તેઓને મેં ભેગા કર્યા અને તેઓની જવાબદારી પાછી સોંપી. ૧૨ પછી યહૂદાના બધા લોકો અનાજનો, નવા દ્રાક્ષદારૂનો અને તેલનો દસમો ભાગ+ કોઠારના ઓરડામાં લાવ્યા.+ ૧૩ મેં શેલેમ્યા યાજકને, સાદોક શાસ્ત્રીને* અને પદાયા લેવીને કોઠારના ઓરડાની દેખરેખની જવાબદારી સોંપી. માત્તાન્યાના દીકરા ઝાક્કૂરનો દીકરો હાનાન તેઓનો મદદગાર હતો. એ માણસો ભરોસાપાત્ર હતા. તેઓની જવાબદારી હતી કે તેઓ પોતાના ભાઈઓને હિસ્સો વહેંચી આપે.

૧૪ હે મારા ઈશ્વર, મને યાદ રાખો.+ તમારા મંદિર માટે અને એની સેવા* માટે મેં જે કામો કરીને અતૂટ પ્રેમ* બતાવ્યો છે, એને તમારી યાદમાંથી ભૂંસી ન નાખો.+

૧૫ એ દિવસોમાં મેં યહૂદામાં લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષો ખૂંદતા જોયા.+ તેઓ અનાજના ઢગલા કરતા હતા અને એને ગધેડાં પર લાદીને લાવતા હતા. તેઓ દ્રાક્ષદારૂ, દ્રાક્ષો, અંજીર અને દરેક પ્રકારનો માલ-સામાન યરૂશાલેમમાં લાવતા હતા.+ મેં તેઓને ચેતવણી આપી કે એ દિવસે કોઈ માલ-સામાન ન વેચે.* ૧૬ યરૂશાલેમમાં રહેતા તૂરના લોકો માછલીઓ અને બીજો માલ-સામાન લાવીને સાબ્બાથના દિવસે યહૂદા અને યરૂશાલેમના લોકોને વેચતા હતા.+ ૧૭ મેં યહૂદાના અધિકારીઓને ખખડાવ્યા અને કહ્યું: “તમે આ કેવું દુષ્ટ કામ કરો છો? તમે તો સાબ્બાથના દિવસને ભ્રષ્ટ કરો છો! ૧૮ શું તમારા બાપદાદાઓએ પણ આવું જ કર્યું ન હતું? તેઓના લીધે જ ઈશ્વર આપણા પર અને આ શહેર પર આફતો લાવ્યા હતા. હવે તમે પણ સાબ્બાથને ભ્રષ્ટ કરીને+ ઇઝરાયેલ પર ઈશ્વરનો ગુસ્સો વધારી રહ્યા છો.”

૧૯ યરૂશાલેમના દરવાજા પર અંધારું છવાઈ રહ્યું હતું. સાબ્બાથનો દિવસ શરૂ થાય એ પહેલાં મેં દરવાજા બંધ કરવાનો હુકમ આપ્યો. મેં તેઓને જણાવ્યું કે સાબ્બાથનો દિવસ પૂરો ન થાય ત્યાં સુધી દરવાજા ખોલવા નહિ. મેં મારા સેવકોને દરવાજા પર ઊભા રાખ્યા, જેથી સાબ્બાથના દિવસે કોઈ પણ માલ-સામાન શહેરની અંદર લાવવામાં ન આવે. ૨૦ એટલે એકાદ બે વાર એવું પણ બન્યું કે વેપારીઓએ અને માલ-સામાન વેચનારાઓએ યરૂશાલેમની બહાર રાત વિતાવવી પડી. ૨૧ મેં તેઓને કડક શબ્દોમાં ચેતવણી આપી: “તમે કેમ આખી રાત કોટની બહાર પડ્યા રહો છો? જો તમે ફરીથી આવું કર્યું, તો હું તમને ધક્કા મારીને કાઢી મૂકીશ.” એ પછી તેઓ ક્યારેય સાબ્બાથના દિવસે આવ્યા નહિ.

૨૨ મેં લેવીઓને કહ્યું કે તેઓ સાબ્બાથના દિવસને પવિત્ર રાખવા+ નિયમિત રીતે પોતાને શુદ્ધ કરે અને દરવાજે પહેરો ભરે. હે મારા ઈશ્વર, મારું આ કામ યાદ રાખજો, મારા પર દયા કરજો, કેમ કે તમે અતૂટ પ્રેમના* સાગર છો.+

૨૩ એ દિવસોમાં મને એ પણ જાણ થઈ કે યહૂદીઓએ આશ્દોદી,+ આમ્મોની અને મોઆબી+ સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં છે.*+ ૨૪ તેઓના દીકરાઓમાંથી અડધા એવા હતા, જેઓ આશ્દોદી ભાષા બોલતા હતા અને બાકીના દીકરાઓ બીજા લોકોની ભાષા બોલતા હતા. પણ તેઓમાંથી કોઈને યહૂદીઓની ભાષા આવડતી ન હતી. ૨૫ મેં એ યહૂદીઓને ઠપકો આપ્યો અને કડક શબ્દોમાં ચેતવણી આપી. મેં તેઓમાંથી અમુકને માર માર્યો+ અને તેઓના વાળ ખેંચી કાઢ્યા. મેં તેઓને કહ્યું: “ઈશ્વરના સમ ખાઈને કહો કે તમે તેઓની દીકરીઓ સાથે લગ્‍ન કરશો નહિ. તમે તેઓનાં દીકરા-દીકરીઓ સાથે તમારાં દીકરા-દીકરીઓને પરણાવશો નહિ.+ ૨૬ શું એ જ કારણે ઇઝરાયેલનો રાજા સુલેમાન પણ પાપ કરી બેઠો ન હતો? કોઈ પણ દેશમાં તેના જેવો રાજા ન હતો.+ તેના ઈશ્વર તેને ખૂબ ચાહતા હતા,+ એટલે તેમણે તેને આખા ઇઝરાયેલ પર રાજા બનાવ્યો હતો. પણ તેની પરદેશી પત્નીઓએ તેની પાસે પાપ કરાવ્યું.+ ૨૭ હવે તમે પણ પરદેશી સ્ત્રીઓને પરણીને ઈશ્વરને બેવફા બની રહ્યા છો. તમે કેમ આવું મહાપાપ કરો છો?”+

૨૮ પ્રમુખ યાજક એલ્યાશીબના+ દીકરા યોયાદાના+ એક દીકરાએ બેથ-હોરોનના સાન્બાલ્લાટની+ દીકરી સાથે લગ્‍ન કર્યું હતું. એટલે મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.

૨૯ હે મારા ઈશ્વર, તેઓએ પોતાનું યાજકપદ ભ્રષ્ટ કર્યું છે. તેઓએ લેવીઓ અને યાજકો સાથે કરેલો કરાર તોડ્યો છે.+ તેઓનું એ દુષ્ટ કામ તમે યાદ રાખજો.

૩૦ મેં તેઓને પરદેશી લોકોની દરેક ખરાબ અસરથી શુદ્ધ કર્યા. મેં યાજકો અને લેવીઓને પોતપોતાની જવાબદારીઓ પાછી સોંપી.+ ૩૧ મેં ગોઠવણ કરી કે ઠરાવેલા સમયે લાકડાં+ અને પ્રથમ ફળો* મળી રહે.

હે મારા ઈશ્વર, મને યાદ રાખજો અને મારા પર કૃપા કરજો.*+

અર્થ, “યાહ દિલાસો આપે છે.”

એટલે કે, આર્તાહશાસ્તા.

વધારે માહિતી ખ-૧૫ જુઓ.

અથવા, “સૂસા.”

અથવા, “મહેલમાં.”

અથવા, “જિલ્લામાં.”

વધારે માહિતી ક-૪ જુઓ.

અથવા, “ભય અને માન જગાડે એવા.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મૂસાને આપેલી આ ચેતવણી.”

અથવા, “ખુશી ખુશી.”

એટલે કે, દ્રાક્ષદારૂ પીરસનાર અધિકારી.

વધારે માહિતી ખ-૧૫ જુઓ.

એટલે કે, યુફ્રેટિસની પશ્ચિમે આવેલો વિસ્તાર.

અથવા, “રાજાના જંગલના.”

મૂળ, “ઘર માટેના કિલ્લાના.”

મૂળ, “ભલો હાથ.”

મૂળ, “સેવક.”

કદાચ એ એન-રોગેલનો કૂવો હતો.

અથવા, “કચરાના દરવાજા.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “એકબીજાના હાથ મજબૂત કર્યા.”

મૂળ, “સેવક.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સમર્પિત કર્યો; ઈશ્વરની સેવા માટે અલગ ઠરાવ્યો.”

એટલે કે, યુફ્રેટિસની પશ્ચિમે આવેલો વિસ્તાર.

અથવા, “કચરાના દરવાજા.”

આશરે ૪૪૫ મી. (૧,૪૬૦ ફૂટ). વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “શેલાહના તળાવના.”

દેખીતું છે, એ જગ્યાએ દાઉદને અને તેના પછીના યહૂદાના રાજાઓને દફનાવવામાં આવ્યા હતા.

અથવા કદાચ, “નજીકના પ્રાંતના.”

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

મૂળ, “દસ વાર.”

અથવા, “ભય અને માન જગાડે એવા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખંડણી.” શબ્દસૂચિ જુઓ.

મૂળ, “અમારું શરીર અમારા ભાઈઓના શરીર જેવું છે.”

મૂળ, “સોમો ભાગ.” માસિક એક ટકા વ્યાજને બતાવે છે.

મૂળ, “મેં મારો ખોળો ખંખેરી નાખ્યો.” એટલે કે, પ્રાચીન સમયનાં વસ્ત્રનો એ ભાગ જે ખિસ્સા તરીકે વપરાતો હતો.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “એમ થાઓ!” શબ્દસૂચિ જુઓ.

એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “મારા ખર્ચે.”

મૂળ, “આખલો.”

અથવા, “મારું ભલું કરો.”

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” અને અમુક જગ્યાએ “રહેવાસીઓ” પણ થઈ શકે.

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

અથવા, “અશુદ્ધ ગણાયા હોવાથી યાજકપદની સેવામાંથી બાકાત રાખવામાં આવ્યા.”

અથવા, “તિર્શાથાએ.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “આખું મંડળ.”

અથવા, “તિર્શાથાએ.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

મોટા ભાગે એક ડ્રાક્માને સોનાના એક ઈરાની દારીક સિક્કા બરાબર ગણવામાં આવતો, જેનું વજન ૮.૪ ગ્રા. હતું. આ ગ્રીક શાસ્ત્રવચનોમાં જણાવેલો ડ્રાક્મા નથી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એક મીના એટલે ૫૭૦ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

મૂળ, “આખું ઇઝરાયેલ.”

અથવા, “લખાણની નકલ ઉતારનારને.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મંડળ.”

અથવા, “એમ થાઓ!”

અથવા, “તિર્શાથા.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

મૂળ, “ચરબીવાળો ખોરાક.”

અથવા, “તમારું સામર્થ્ય.”

શબ્દસૂચિમાં “માંડવાનો તહેવાર” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “એ મંડળે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “એક પહોર.”

અથવા, “અનાદિકાળથી અનંતકાળ સુધી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “મિસરમાં.”

અથવા, “ફારુન.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

અથવા, “ભરોસાપાત્ર નિયમો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કૃપા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઢાળેલું વાછરડું.”

મૂળ, “સારી શક્તિ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “પીઠ પાછળ ફેંકી દીધું.”

અથવા, “તેઓ પર અધિકાર ચલાવ્યો.”

અથવા, “કૃપા.”

અથવા, “ભય અને માન જગાડે એવા.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “યાદ કરાવવા સૂચનો આપ્યાં.”

મૂળ, “અમારાં શરીરો પર.”

શબ્દસૂચિ જુઓ.

આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” પણ થઈ શકે.

અથવા, “તિર્શાથા.” એ પ્રાંતના રાજ્યપાલને અપાતો ઈરાની ખિતાબ છે.

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

અથવા કદાચ, “સમજી શકે એ ઉંમરના હતા.”

મૂળ, “એક શેકેલનો ત્રીજો ભાગ.” એક શેકેલ એટલે ૧૧.૪ ગ્રા. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઘરમાં.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભોજનખંડમાં.”

અથવા, “પ્રથમ ફળનો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભોજનખંડોમાં.”

અથવા, “ભોજનખંડોમાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” પણ થઈ શકે.

અથવા, “ઘરનો.”

અથવા, “ઘરને.”

અથવા, “જે તેઓનો વારસો હતો.”

અથવા, “નથીનીમ.” મૂળ, “આપવામાં આવેલા,” એટલે કે ઈશ્વરની સેવા કરવા.

મૂળ, “રાજાના જમણા હાથે.”

અથવા, “એના પર આધાર રાખતાં.”

શબ્દસૂચિમાં “ગેહેન્‍ના” જુઓ.

અથવા કદાચ, “ઓનો અને કારીગરની ખીણ.”

આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” પણ થઈ શકે.

કદાચ નહે ૧૨:૨૦માં જણાવેલો સાલ્લાય છે.

અથવા કદાચ, “ભક્તિસેવા દરમિયાન.”

હિબ્રૂ લખાણમાં અહીં નામ જોવા મળતું નથી.

અહીં પ્રાચીન ઈરાનની વાત થાય છે.

અથવા, “લખાણની નકલ ઉતારનારના.”

અથવા, “તાલીમ લીધેલા ગાયકોના.”

એટલે કે, યર્દનની આજુબાજુનો પ્રાંત.

અથવા, “કચરાના દરવાજા.”

મૂળ, “તુરાઈ.” શબ્દસૂચિમાં “તુરાઈ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મિશ્રિત જાતિના વંશજોથી.”

અથવા, “ઘરના.”

અથવા, “ભોજનખંડની.”

અથવા, “ભોજનખંડ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભોજનખંડમાંથી.”

અથવા, “ભોજનખંડો.”

અથવા, “લખાણની નકલ ઉતારનારને.”

અથવા, “દેખરેખ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “એ દિવસે મેં તેઓને ચેતવણી આપી કે કોઈ માલ-સામાન ન વેચે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સ્ત્રીઓને ઘરે લઈ આવ્યા છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારું ભલું કરજો.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો