સજાગ બનો!એ જીવન બચાવવામાં મદદ કરી
એક્વેડોરમાં એક યહોવાહની સાક્ષી મીકેનિક તેની કારનું સમારકામ પૂરું કરે એની રાહ જોઈ રહી હતી ત્યારે, મીકેનિકની પત્નીએ સાક્ષીને કહ્યું કે તે પોતાના તેના પુત્ર, બાયરોન, વિષે ચિંતાતુર હતી. બાયરોનને સપ્તાહમાં પાંચથી છ વખત તાણ આવતી, અને ડોક્ટરો કોયડાનું નિદાન આપી શકતા ન હતા. બાયરોનને પાટનગર ક્વિટોમાં ખાસ ડોક્ટરો પાસે પણ લઈ જવામાં આવ્યો હતો.
“હું માતા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે,” સાક્ષીએ સમજાવ્યું, “મેં એક કારીગર કારને રંગતો જોયો, અને મને સીસાના ઝેર વિષેનો સજાગ બનો!નો લેખ યાદ આવ્યો. લેખ જણાવતો હતો કે તાણ એ સીસાના ઝેરનું એક લક્ષણ હતું. મેં સ્ત્રીને કહ્યું કે હું એ લેખ તેને લાવી આપીશ.”
બાયરોનના માબાપે એ લેખ વાંચ્યો ત્યારે, તેઓએ સીસાના ઝેર માટે પોતાના પુત્રની તપાસ કરાવડાવી. બાયરોનના લોહીમાં સીસાનું ઊંચુ પ્રમાણ મળી આવ્યું. તબીબી સારવાર અને સીસાથી દૂર રહેવાથી બાયરોનના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો પરિણમ્યો. “છેલ્લા ચાર મહિનાથી તેને એક પણ વખત તાણ આવી નથી,” સાક્ષીએ કહ્યું. “ત્યારથી માંડીને પિતાએ ઘણા ડોક્ટરોને એ કેસ વિષે વાત કરી છે, અને તે પોતાના પુત્રનું જીવન બચાવવા માટે હંમેશા સજાગ બનો!ને યશ આપે છે. હવે કેટલાક તબીબો પણ સજાગ બનો! વાંચે છે.”
અમને ભરોસો છે કે તમને પણ સજાગ બનો! વાંચવાથી લાભ થશે. તમારે એક પ્રત મેળવવી હોય તો અથવા કોઈ તમારા ઘરે આવીને તમારીં સાથે બાઇબલની ચર્ચા કરે એમ ઇચ્છતા હોય તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Maharashtra, Indiaને, અથવા પાન ૫ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો. (g96 8/22)