વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧૨/૮ પાન ૮
  • એક ધર્મ બાકી રહેશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક ધર્મ બાકી રહેશે
  • સજાગ બનો!—૧૯૯૬
  • સરખી માહિતી
  • ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?
    ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?
  • જૂઠો ધર્મ પોતાના વિનાશ તરફ સવારી કરે છે !
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧૨/૮ પાન ૮

એક ધર્મ

બાકી રહેશે

કલ્પના કરો કે પૃથ્વી પરના બધા લોકો એક ધર્મમાં, ફક્ત સાચા દેવની એક શુદ્ધ ઉપાસનામાં એકત્રિત હોય તો એ શાના જેવું હશે. એ કેવી એકતાનો ઉદ્‍ભવ હશે! કોઈ ધાર્મિક વિસંવાદ, સંઘર્ષ, કે યુદ્ધ નહિ હોય. શું એ માત્ર એક સ્વપ્ન છે? ના. વેશ્યા, અર્થાત્‌ જૂઠા ધર્મના જગત સામ્રાજ્યના વિનાશ વિષેનું પ્રેષિત યોહાનનું સંદર્શન દર્શાવે છે કે તેના વિનાશ પછી એક પ્રકારની ઉપાસના બાકી રહેશે. કઈ ઉપાસના?

યોહાને આકાશમાંથી સાંભળેલી એ વાણી એની ચાવી આપે છે: “ઓ મારા લોક, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.” (પ્રકટીકરણ ૧૮:૪) એ સ્પષ્ટ છે કે અહીંયા દેવ પોતે પોતાના લોકો સાથે બોલી રહ્યા છે. નોંધ લો કે તે પોતાના લોકોને વેશ્યાને આદરણીય જીવન માટે ફેરગોઠવણ કરવામાં મદદ કરી તેને બચાવવાના અખિલ ચર્ચીય પ્રયત્ન દ્વારા તેની સાથે જોડાવાની આજ્ઞા આપતા નથી. ના, તેના માટે કોઈ ઈલાજ નથી. તેથી, તે તેઓને તેની પાસેથી નાસી જવા અને દૂર રહેવાની આજ્ઞા આપે જેથી તેઓ તેના ઘોર પાપથી પોતાને દૂષિત કરવાનું ટાળે અને છેવટે તેની સાથેનો ન્યાયચુકાદો અને વિનાશ ટાળે.

‘તેમાંથી નીકળી જવાની’ આકાશી આજ્ઞા નિખાલસ સત્ય શોધનારાઓને દેવના લોકોને ઓળખવામાં મદદ કરે છે. તેઓ પોતાને પૂછી શકે કે, ‘પૃથ્વી પર આજે એવા કયા લોકો છે જેઓએ “મહાન બાબેલોન” સાથે જોડાએલા કોઈ પણ ધર્મ, સંસ્થા, કે ઉપાસકોનાં વૃંદોમાંથી રાજીનામું આપીને એ આજ્ઞાનો અમલ કર્યો છે? (પ્રકટીકરણ ૧૮:૨) પૃથ્વી પર આજે એવા કયા લોકો છે જેઓએ પોતાને સર્વ બાબેલોની સિદ્ધાંતો, માન્યતાઓ, આચરણો, અને પ્રણાલીઓમાંથી મુક્ત કર્યા છે?’ એ યહોવાહના સાક્ષીઓ સિવાય બીજું કોણ હોય શકે? કુલ ૨૩૦ કરતાં વધારે દેશો મધ્યેના ૫૨ લાખથી વધારે સાક્ષીઓ જેઓ જન્મથી કે ધર્માંતરથી કોઈક બાબેલોની ધર્મ સાથે સંકળાએલા હતા તેઓએ સત્વરે એમાંથી રાજીનામું આપ્યું છે—કેટલીકવાર સગાં, મિત્રો, અને ધાર્મિક આગેવાનો તરફથી વિરોધ અને સતાવણી હોવા છતાં.

એનું એક ઉદાહરણ, હેન્રી નામના એક સાઉથ આફ્રિકન માણસનું છે, જે તેના ચર્ચનો ખજાનચી હતો અને ઘણી ઘનિષ્ઠપણે એની સાથે સંકળાએલો હતો. પરંતુ તે સત્યની શોધમાં હતો, અને એક દિવસે તેણે યહોવાહના સાક્ષીઓ પાસેથી મફત ગૃહ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો. સમય જતાં, તેણે સાક્ષી બનવાનું નક્કી કર્યું ત્યારે, તેણે તેની નજીકના પડોશી એવા પોતાના પાદરીને કહ્યું, કે તે ચર્ચમાંથી રાજીનામું આપવા માંગે છે.

પાદરીને આઘાત લાગ્યો અને પછીથી ચર્ચના સભાપતિને અને ચર્ચના બીજા સભ્યોને લઈને હેન્રીની મુલાકાત લેવા ગયો. તેઓએ પૂછ્યું કે શા માટે તેણે એક એવા ધર્મના સભ્ય બનવા પોતાનું ચર્ચ છોડ્યું હતું, જે ધર્મ, તેઓ અનુસાર, દેવનો પવિત્ર આત્મા ધરાવતો ન હતો. “પ્રથમ તો, હું તેઓને જવાબ આપવાથી ગભરાયો,” હેન્રીએ કહ્યું, “કેમ કે તેઓનો હંમેશા મારા પર ભારે પ્રભાવ હતો. પરંતુ મેં યહોવાહને મદદ માટે પ્રાર્થના કરી, અને તેમણે મને આ રીતે દલીલ કરવા શક્તિમાન કર્યો: ‘સર્વ આંતરરાષ્ટ્રીય ધર્મોમાં એવો કયો ધર્મ છે જે નિયમિતપણે દેવનું નામ, યહોવાહ, વાપરે છે? શું એ યહોવાહના સાક્ષીઓ નથી? શું તમને એમ લાગે છે કે દેવ તેઓને પોતાનું નામ ધારણ કરવા દે પરંતુ પોતાનો પવિત્ર આત્મા ન આપે?’” ચર્ચના અધિકારીઓ એ દલીલનો રદિયો આપી ન શક્યા, અને હેન્રી હવે એક યહોવાહનો સાક્ષી છે.

તેથી આકાશમાંથી આવતી વાણી આજ્ઞા આપે છે કે “તેમાંથી નીકળી જાઓ” ત્યારે, ક્યાંક જવાનું છે. (પ્રકટીકરણ ૧૮:૪) એવા લોકો છે જે સાચા દેવ, યહોવાહના ઉપાસકો છે જેઓની પાસે તમે નાસી જઈ શકો છો. લાખો નાસી ચૂક્યા છે. યહોવાહના સાક્ષીઓ તરીકે જાણીતા તેઓ એક આંતરરાષ્ટ્રીય ભ્રાતૃત્વ રચે છે જે ૭૮,૬૦૦ મંડળોમાં સંગઠિત છે, અને તેઓ હમણાં તેઓના ઇતિહાસમાં સૌથી વધારે વૃદ્ધિ અનુભવી રહ્યા છે. તેઓએ છેલ્લા ચાર વર્ષમાં ૧૨,૦૦,૦૦૦થી વધારે લોકોને બાપ્તિસ્મા આપ્યું છે! એ સર્વએ બાપ્તિસ્મા પામ્યા પહેલાં આત્મિક રીતે ઉત્તેજન આપતો બાઇબલ અભ્યાસનો કોર્સ પૂરો કર્યો છે જે તેઓને બીજા કોઈ પણ ધર્મ સાથેના અગાઉના બધા બંધનમાંથી રાજીનામું આપવા માટે વ્યક્તિગત, પાકા પાયાનો નિર્ણય કરવા શક્તિમાન કરે છે.—સફાન્યાહ ૨:૨, ૩.

તમે હજુ સુધી યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહ ખાતે તેઓની સભામાં હાજરી આપી ન હોય તો, તમે શા માટે આ અઠવાડિયે હાજરી આપતા નથી? તમે જે જોશો અને સાંભળશો એનાથી તમે સહમતીપૂર્વક પ્રભાવિત થઈ શકો. અને તમારે બાઇબલ સમજવું હોય તો, લાખો લોકોએ કર્યું છે તેમ, શા માટે તમે યહોવાહના સાક્ષીઓમાંના એકને તમારી સાથે એનો અભ્યાસ કરવા માટે પૂછતા નથી? તમારી પ્રાર્થના દેવના શબ્દની સાચી સમજણ મેળવવા માટેની હોય અને સાથે એવું જીવન જીવવાની હોય જે દેવના શબ્દના સુમેળમાં હોય તો, તમને તમારી પ્રાર્થનાનો જવાબ મળશે.

લાખો લોકો યહોવાહ દેવની ઉપાસના તરફ વળી રહ્યા છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો