વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g00 ૭/૮ પાન ૧૨
  • ટીવી સમાચારમાં ખરેખર શું નવાજૂની છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ટીવી સમાચારમાં ખરેખર શું નવાજૂની છે?
  • સજાગ બનો!—૨૦૦૦
  • સરખી માહિતી
  • હું ટીવી જોવાની મારી ટેવ પર કઈ રીતે કાબૂ રાખી શકું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • ટેલિવિઝનથી સાવધાન
    સજાગ બનો!—૨૦૦૦
સજાગ બનો!—૨૦૦૦
g00 ૭/૮ પાન ૧૨

ટીવી સમાચારમાં ખરેખર શું નવાજૂની છે?

યુનાઈટેડ સ્ટેટ્‌સના ૫૨ મોટા શહેરોમાંની ૧૦૨ ચેનલોનું સર્વેક્ષણ કરતા જાણવા મળ્યું કે ફક્ત ૪૧.૩ ટકા ખરેખર સમાચાર હોય છે. તો પછી બાકીના કાર્યક્રમમાં શું બતાવવામાં છે?

આ સર્વેક્ષણ મુજબ ટીવી પરના સમાચારમાં ૩૦.૪ ટકા સમય ફક્ત જાહેરાતો બતાવવામાં છે. અમુક ચેનલો પર તો સમાચાર આપવા કરતાં જાહેરાતો વધારે આપવામાં આવે છે. ઉપરાંત સમાચાર આપતી વખતે બિનજરૂરી બાબતો વિષે પણ જણાવવામાં આવે છે.a એ વિષે આમ કહેવામાં આવ્યું, “સમાચાર વાંચકો એકબીજા સાથે થોડીક ગપસપ કરે છે, આગામી કાર્યક્રમની ઝલક બતાવે છે અને જાણીતા સિતારાઓની મસાલેદાર ચટપટી વાતો કરે છે.”

કેવા પ્રકારના સમાચાર આપવામાં આવે છે? એમાં ૨૬.૯ ટકા ગુનાના સમાચાર હોય છે. કહેવામાં આવે છે કે “ ‘ખૂનના સમાચાર એકદમ ગરમાગરમ હોય છે.’ એ એકદમ સાચું છે . . . ​અમેરિકામાં છેલ્લા અમુક વર્ષોમાં હિંસાના કિસ્સા ઓછા થયા છે. પરંતુ કાર્યક્રમમાં એમાં મીઠું-મરચું ભભરાવીને જણાવવામાં આવે છે. શા માટે? સર્વેક્ષણ કરનારાઓ મુજબ “હિંસાના બનાવોથી લોકોનું ધ્યાન દોરાય છે અને એ તેઓને આકર્ષે છે.”

હિંસા પછી ૧૨.૨ ટકા સમાચારો આગ લાગવી, કાર અકસ્માત, પૂર અને બૉમ્બ વિસ્ફોટ વગેરે જેવી દુર્ઘટનાઓને સંબંધિત હોય છે. પછી ૧૧.૪ ટકા રમત-ગમત, ૧૦.૧ ટકા તંદુરસ્તી, ૮.૭ ટકા રાજનીતિ અને ૮.૫ ટકા આર્થિક સમાચાર હોય છે. પરંતુ શિક્ષણ, વાતાવરણ, કળા અને વિજ્ઞાન જેવા વિષયો માટે આ કાર્યક્રમોમાં માત્ર ૧.૩થી ૩.૬ ટકા સમય ફાળવવામાં આવે છે. સર્વેક્ષકો મુજબ: “બધાને મોસમ વિષે વાત કરવાનું ગમતું હોય છે તો ટીવીવાળાઓ પણ શા માટે પાછા પડે? મોસમ સારું હોય કે ખરાબ, ઠંડુ હોય કે ગરમ, વરસાદ હોય કે કોરું ધાકડ, એના વિષે સમાચારમાં સરેરાસ ૧૦ ટકા બતાવવામાં આવે છે.”

પરંતુ સર્વેક્ષણ મુજબ એક સારી વાત એ છે કે આજે મોટા ભાગના પત્રકારો અને દર્શકોને એ ખાતરી થઈ છે કે આ કાર્યક્રમોમાં સુધારો કરવો જોઈએ. પરંતુ એમ કરવું મુશ્કેલ છે, કારણ કે “સર્વને રૂપિયા જોઈએ છે. કાર્યક્રમોમાં જાહેરાતો કે ફાલતુ બાબતો બતાવવામાં નહિ આવે તો તેઓને રૂપિયા કઈ રીતે મળશે. અને દર્શકો જાળવી રાખવા માટે તેઓ મસાલેદાર બાબતો બતાવે છે. એથી સારા વિષયો પર કાર્યક્રમો બતાવવાની કોને ચિંતા છે.”

[ફુટનોટ]

a દર વર્ષે નોટ ઈન ધ પબ્લિક ઈન્ટ્રેસ્ટ—લોકલ ટીવી ન્યૂઝ ઈન અમેરિકા દ્વારા કરવામાં આવેલું આ ચોથું સર્વેક્ષણ હતું. એનો હેતુ ટીવી પર કેવા કાર્યક્રમ આપવામાં આવે છે એની તપાસ કરવાનો છે. રોકી માઉન્ટન વિસ્તારના પ્રોગ્રામ નિરીક્ષકે આ સર્વેક્ષણનો અહેવાલ ડૉ. પૉલ ક્લાઈટ, ડૉ. રોબર્ટ એ બાર્ડવલ અને જેસન સાલ્સમને સાથે મળીને તૈયાર કર્યો હતો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો