વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 એપ્રિલ પાન ૩૦
  • પાણીનું રીંછ જલદી મરતું નથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પાણીનું રીંછ જલદી મરતું નથી
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • ચોખ્ખું પાણી
    સજાગ બનો!—૨૦૨૩
સજાગ બનો!—૨૦૦૭
g07 એપ્રિલ પાન ૩૦

પાણીનું રીંછ જલદી મરતું નથી

જાપાનના સજાગ બનો! તરફથી

▪ તમે જો લીલ, શેવાળ, બરફ, ઝરણાંના તળિયામાં, જમીનમાંથી નીકળતા ગરમ પાણીનાં ઝરણાં, તળાવ, હોજ, દરિયો કે ઘરના આંગણા પાસેથી વહેતાં પાણીમાં જોશો તો તમને કદાચ જ પાણીનું રીંછ જોવા મળશે. દુનિયામાં એવું કોઈ નાનું જીવડું નથી, જે ગમે એવા કપરા વાતાવરણમાં પણ જીવી શકે. એ એટલું નાનું છે કે નરી આંખે માંડ જોઈ શકાય. આ રીંછના શરીરના ચાર નાના-નાના ભાગ છે. એની બહારની ચામડી મજબૂત હોય છે. એને આઠ પગ છે. દરેક પગનો પંજો છે. જંગલમાં રહેતા રીંછ જેવો એનો આકાર છે. એની જેમ જ ચાલે. એના પરથી એનું એ નામ પડ્યું.

પાણીનાં રીંછ ‘બહુ ધીમેથી ચાલે છે.’ એની હજારો જાતિ છે. માદા એક સાથે એકથી ત્રીસ ઈંડાં મૂકે છે. તમે ભીની રેતીની મુઠ્ઠી ભરો તો તમારા હાથમાં દસ હજારથી પણ વધારે એ નાનાં જીવડાં આવી જશે. ઘરના ધાબા પર ઊગતી લીલ કે શેવાળમાં એ વધારે હોય છે.

પાણીનાં રીંછ મોટે ભાગે કપરા વાતાવરણમાં જીવી શકે છે. ‘હવા ન જઈ શકે એવી ટાઇટ પેક ડબીમાં આઠ દિવસ સુધી એને રાખવામાં આવ્યાં. પછી એને ત્રણ દિવસ માટે હીલીયમ ગેસ ભરેલા રૂમમાં રાખ્યા. એમાંથી કાઢીને અમુક કલાક એવા રૂમમાં રાખ્યા જેનું ટેમ્પરેચર -૨૭૨ સેલ્સિયસ (-૪૫૮ ફૅરન્હાઇટ) હતું. એમાંથી બહાર કાઢીને સામાન્ય રૂમમાં લાવવામાં આવ્યા ત્યારે એ હરવા ફરવા લાગ્યા,’ એવું એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકાએ જણાવ્યું. તેઓ એવા રૂમમાં પણ જીવી શકે છે જ્યાં ઍક્સ-રેનું સખત રેડિએશન હોય છે, જ્યારે કે બીજાં જીવડાં એવા રૂમમાં ફટ દઈને મરી જાય. એવું માનવામાં આવે છે કે એને પૃથ્વીના વાતાવરણથી બહાર લઈ જવામાં આવે તોપણ એ અમુક સમય સુધી જીવી શકે છે!

આ રીંછ ગમે એવી હાલતમાં કેવી રીતે જીવતા રહે છે? એના શરીરની રચનાથી. કપરા સંજોગોમાં તેઓનું શરીર એટલું ધીમું થઈ જાય છે કે એવું જ લાગે કે એ જાણે મરી ગયા છે! આવા સંજોગમાં તેઓ પગ અંદર ખેંચી લે, અને શરીરમાંથી જે પાણી નીકળી જાય એની જગ્યાએ એ અમુક જાતની શર્કરા ભરી લે. પછી એ પોતાના શરીરને વાળીને નાના ગોળ દડા જેવું બનાવી દે, જેને ટ્યૂન નામના મીણથી ઢાંકી દે છે. એને પાછા ભેજવાળા વાતાવરણમાં મૂકવામાં આવે ત્યારે અમુક મિનિટો કે કલાકોમાં હરતા-ફરતા થઈ જાય! એક વાર તો એવું બન્યું કે પાણીના રીંછ એકસો વર્ષથી મૃત સ્થિતિમાં હતા. તેઓને સામાન્ય હવામાનમાં લાવવામાં આવ્યાં ત્યારે એ જીવતાં થઈ ગયાં!

ભલે તેઓ એકદમ નાનાં “જીવજંતુ” છે, છતાં પોત-પોતાની રીતે યહોવાહના ગુણ ગાય છે!—ગીતશાસ્ત્ર ૧૪૮:૧૦, ૧૩. (g 3/07)

[Picture Credit Line on page 30]

© Diane Nelson/Visuals Unlimited

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો