વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g09 જુલાઈ પાન ૨૫
  • સીટી મારીને વાત કરવાની રીત!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સીટી મારીને વાત કરવાની રીત!
  • સજાગ બનો!—૨૦૦૯
  • સરખી માહિતી
  • બૂરાઈનો અંત જરૂર આવશે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • અનાથ અને વિધવાઓનાં દુઃખોમાં તેઓની કાળજી લેવી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
  • પરદેશીઓ! તમે કઈ ભાષામાં બાળકોને સત્ય શીખવશો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
સજાગ બનો!—૨૦૦૯
g09 જુલાઈ પાન ૨૫

સીટી મારીને વાત કરવાની રીત!

મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

◼ મૅક્સિકોના વહાકાના પહાડી વિસ્તારમાં માઝાટેક લોકો રહે છે. તેઓ પાસે ટેલિફોન કે મોબાઇલ જેવી કોઈ વ્યવસ્થા નથી. તોપણ તેઓ એકબીજા સાથે દૂરથી વાત કરી શકે છે. કઈ રીતે? સીટી મારીને. તેઓ કૉફીના ખેતરમાં કામ કરતા હોય ત્યારે એકબીજા સાથે સીટી મારીને વાત કરે. પછી ભલેને બે કિલોમીટરથી વધારે દૂર હોય. ઘણાં વર્ષો પહેલાં માઝાટેકના લોકો સીટી દ્વારા વાત કરતા શીખ્યા હતા. પેડ્રો કહે છે, ‘માઝાટેકની ભાષા સ્વરને આધારિત છે. અમે જાણે બોલતા હોઈએ એ રીતે હોઠથી જ સીટી મારીએ છીએ.’a

પેડ્રોનો દોસ્ત ફિડેંશિઓ કહે છે: ‘કોઈ દૂર હોય ને તેમને કાંઈ કહેવું હોય તો સીટી મારીને વાત કરીએ. દાખલા તરીકે: એક પિતાએ દીકરાને દુકાનમાં ટૉર્ટીયા (રોટલી) લેવા મોકલ્યો હોય. પછી યાદ આવે કે ટામેટાં પણ જોઈએ છે. પિતા સીટી મારીને તેને ટામેટાં લાવવાનું કહેશે.’

આ વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓ પણ અમુક વાર સીટી મારીને વાત કરે છે. પેડ્રો કહે છે, ‘અમે છૂટા છૂટા ઘરોવાળા વિસ્તારમાં પણ પ્રચાર કરીએ છીએ. મારી સાથે કામ કરવા કોઈ ભાઈની કંપની જોઈએ ત્યારે તેના ઘરે જઈને બોલાવવાને બદલે હું સીટી મારીને તેને બોલાવું છું.

‘સીટી મારવાની રીતથી દરેક પુરુષો એકબીજાને ઓળખે છે. ફક્ત માઝાટેક પુરુષો જ સીટી મારીને વાત કરે છે. સ્ત્રીઓ એ ભાષા સમજે છે અને કદાચ ઘરમાં વાપરે. પણ તે કદીએ કોઈ પુરુષ સાથે સીટી મારીને વાત નહિ કરે.’

ફક્ત માઝાટેકના લોકો જ સીટી મારીને વાત કરતા નથી. પણ કનેરી ટાપુઓ, ચીન અને પાપુઆ ન્યૂ ગિની દેશના લોકો પણ સીટી મારીને વાત કરે છે. મોટાભાગે જંગલ કે પહાડોમાં રહેતા લોકો આ રીત વાપરે છે. આજે સીટી દ્વારા વાત કરવાની લગભગ ૭૦ ભાષાઓ છે. તેઓમાંથી બારેક પર અભ્યાસ થયો છે.

માણસની આવડત જોઈને આપણે નવાઈ પામીએ છીએ. લોકો જુદી જુદી રીતો વાપરીને વાત કરવાનો પ્રયત્ન કરે છે એની કોઈ લિમિટ નથી! (g09 02)

[ફુટનોટ્‌સ]

a એક જ્ઞાનકોશ જણાવે છે, ‘માઝાટેકના લોકો સીટી મારીને ઊંચા-નીચા સૂર કરે છે. ધીમે કે ઝડપથી જુદા જુદા અવાજ કાઢે છે. આ રીતે તેઓ અનેક જાતની વાતચીત કરે છે.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો