શિક્ષકના પૂર્વગ્રહનો માબાપોએ વિરોધ કર્યોં
ઇટાલી, કાસાનો મ્યુર્જની પ્રાથમિક શાળાના શિક્ષકે અમુક વિદ્યાર્થીઓને કેટલાક સ્ટીકર્સ આપ્યા. આ સ્ટીકર્સને ઘરના મુખ્ય દરવાજા પર ચોંટાડવામાં આવે એવો તેઓનો ઇરાદો હતો. આ સ્ટીકર્સ પર ચેતવણી હતી: “અમે કૅથલિક છીએ. આથી યહોવાહના સાક્ષીઓએ અમારા બારણે આવવું નહિ.”
કેટલાક વિદ્યાર્થીઓના માબાપો યહોવાહના સાક્ષીઓ ન હતા છતાં, શિક્ષકોના આ કાર્યનો વિરોધ કર્યો. મોવીટી મોવીટી વર્તમાનપત્રના અહેવાલ પ્રમાણે માબાપોએ દાવો કર્યો કે ‘એનાથી બાળકોને એવી ખોટી બાબતો શીખવા મળે છે કે તેમનાથી અલગ વ્યક્તિઓનું માનવું જોઈએ નહિ.’ એક માબાપે વર્તમાનપત્રમાં લખ્યું કે સ્ટીકર “એ એક અજ્ઞાનતા અને મૂર્ખાઈનું કાર્ય છે.”
આ અહેવાલ દર્શાવે છે તેમ, ઘણા નિષ્પક્ષ મનવાળાઓને સમજાયું કે પૂર્વગ્રહના બી રોપવા એ કેટલું ખતરનાક છે. તેઓને યહોવાહના સાક્ષીઓ દ્વારા ઇટાલી અને આખા જગતમાં કરવામાં આવતા ખ્રિસ્તી સેવાકાર્ય પ્રત્યે આદર પણ છે. શા માટે તમે યહોવાહના સાક્ષીઓને ‘તેઓની આશાનું કારણ’ પૂછવા પહેલ નથી કરતા? તેઓ તમારી સાથે “નમ્રતાથી” ચર્ચા કરવા માટે આતુર હશે.—૧ પીતર ૩:૧૫.