હિંસાનો અંત કોણ લાવશે?
સપ્ટેમ્બર ૧૯૯૯માં સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી-જનરલ કૉફી અન્નાનએ, જનરલ એસેમ્બલીની ૫૪મી વાર્ષિક સભામાં પ્રતિનિધિઓને આવકાર્યા. ધ ટોરોન્ટો સ્ટારમાં અહેવાલ આપ્યા પ્રમાણે તેમણે જગતના આગેવાનોને પડકારતા વાદવિષય વિષે બતાવ્યું: “ઘણા બધા લોકો આંતરરાષ્ટ્રીય સમાજ પાસેથી ફક્ત સહાનુભૂતિના શબ્દો કરતાં વધારે આશા રાખે છે. તેઓને હિંસા દૂર કરવા અને શાંતિ આપવા માટે સાચા ભરોસાની જરૂર છે.”
શું સંયુક્ત રાષ્ટ્રસંઘ અને એના સભ્યો હિંસાનો અંત લાવવા “સાચો ભરોસાપાત્ર કરાર” કરી શકે? એ જ સ્ટાર સમાચારપત્રમાં અમેરિકાના પ્રમુખ બીલ ક્લિન્ટને કહ્યું: “આ સદીમાં થયેલો રક્તપાત જોઈને આપણા માટે એ કહેવું સહેલું છે કે ‘આવું ફરીથી નહિ થાય.’ પરંતુ એ પાળવું બહું મુશ્કેલ છે.” તેમણે ઉમેર્યું: “ઘણા બધાં વચનો આપીને એને નહિ પાળવા એ નિર્દય બનવા બરાબર છે.”
પ્રબોધક યિર્મેયાહે લગભગ ૨,૫૦૦ વર્ષ અગાઉ કહ્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) તો પછી શું આપણે આશા રાખી શકીએ કે હિંસાનો અંત આવશે?
પરમેશ્વરે આપણને ખાતરી આપી છે: “તમારા દેશમાં હિંસાનું સ્થાન રહેશે નહિ, સર્વ પ્રકારના યુદ્ધોનો અંત આવશે.” (યશાયાહ ૬૦:૧૮, IBSI.) પરમેશ્વરે પોતાના લોકોને બંદીવાસમાંથી છોડાવ્યા ત્યારે આ ભવિષ્યવાણી નાના પાયા પર પરિપૂર્ણ થઈ. એની મહાન પરિપૂર્ણતા આપણે પણ જોઈ શકીશું. યહોવાહ પરમેશ્વર “એવા વચનો” નથી આપતા જે તે પાળી ન શકે. તેમણે આપણને બનાવ્યા છે અને તે જ આખી પૃથ્વીના ઉત્પન્નકર્તા છે. તેથી ફક્ત યહોવાહ એકલા જ “હિંસા”નો અંત લાવવા સમર્થ છે. દેવના રાજ્યમાં ચારેબાજુ શાંતિ હશે. હિંસા કાયમ માટે જતી રહી હશે.—દાનીયેલ ૨:૪૪.