વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w00 ૧૦/૧૫ પાન ૩૨
  • “એકતાનું ઉદાહરણ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “એકતાનું ઉદાહરણ”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
w00 ૧૦/૧૫ પાન ૩૨

“એકતાનું ઉદાહરણ”

આવા મથાળાવાળો એક તંત્રીલેખ ઈન્ડાટ્યુબા, સાઓ પાઊલો, બ્રાઝિલના એક છાપામાં આવ્યો હતો. આવું ઉદાહરણ કોણે બેસાડ્યું? “યહોવાહના સાક્ષીઓએ. તેઓએ પોતે ભક્તિ કરવા એકઠા મળી શકે માટે નવું ‘રાજ્યગૃહ’ બાંધવાનું આયોજન કર્યું હતું. તેઓની ભક્તિના સ્થળ કે મંદિરને રાજ્યગૃહ કહેવામાં આવે છે. તેઓએ સહકારથી કામ કરીને, અવગણના કરી ન શકાય એવું હકારાત્મક અને મક્કમ ઉદાહરણ પૂરું પાડ્યું,” લેખકે જણાવ્યું.

યહોવાહના સાક્ષીઓની એકતા આવા પ્રસંગોએ સ્પષ્ટ દેખાઈ આવે છે. લેખે બતાવ્યું કે “તેઓ એકઠા મળીને પરમેશ્વરની ભક્તિ કરી શકે માટે સ્વેચ્છાએ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને સ્વયંસેવકો તરીકે ભેગા મળીને એ સ્થળનું બાંધકામ કરતા જોવા એ ઉત્તેજન આપનારું છે.

આ જ રીતે, બીજી ઘણી રીતોએ યહોવાહના સાક્ષીઓએ સારું ઉદાહરણ બેસાડ્યું છે. લેખે વધુમાં જણાવ્યું કે “અભ્યાસ અને પ્રાર્થના કરવા ઉપરાંત, તેઓનો હેતુ દારૂ અને ડ્રગ્સના બંધાણીઓને લતથી છોડાવવા તથા લોકોને એકતા અને પ્રેમના માર્ગ તરફ દોરવાનો છે.” તેઓ એમાં કઈ રીતે સફળતા મેળવે છે? એ માટે સાક્ષીઓ, પોતે બાઇબલમાંથી જે શીખ્યા છે એ લોકોને શીખવવા તનતોડ મહેનત કરે છે. તેઓ જાણે છે કે ખરાબ આદતોથી છુટકારો મેળવવા બાઇબલમાં આપવામાં આવેલાં સૂચનો કેટલી મદદ કરે છે. તંત્રીલેખ આમ કહેતા લેખની સમાપ્તિ કરે છે કે “સાક્ષીઓએ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એને બીજાઓએ મોડું કર્યા વગર અનુસરવું જ જોઈએ.”

યહોવાહના સાક્ષીઓની સભાઓમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને ત્યાં કોઈ પ્રકારનું ઉઘરાણું કરવામાં આવતું નથી. તમારા નજીકના રાજ્યગૃહની મુલાકાત લેવા તમને ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો