શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર
કૉંગોના લોકશાહી પ્રજાસત્તાકમાં, કૉંગો અને આફ્રિકાના પત્રકારોનું કૉંગોના વિકાસ માટેનું (એજેઓસીએડી) એક સંગઠન છે. એ સંગઠન “વ્યક્તિઓને કે સામાજિક સંસ્થાઓને [કૉંગોના] વિકાસમાં તેઓએ આપેલા ફાળા માટે સન્માનિત કરવાના ઇનામ” તરીકે એક પ્રમાણપત્ર આપે છે.
નવેમ્બર ૧૭, ૨૦૦૦ના રોજ, યહોવાહના સાક્ષીઓને “શિક્ષણ આપવા માટે અને તેઓના પ્રકાશનોમાં રહેલા શિક્ષણ દ્વારા કૉંગોના લોકોના વિકાસમાં ફાળો આપવા બદલ” શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું.
આ ઇનામની પ્રશંસા કરતા, કિન્શાસાના વર્તમાનપત્ર લે ફારેએ કહ્યું: “કૉંગોમાં એવું ભાગ્યે જ કોઈ હશે કે જેના હાથમાં યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા ચોકીબુરજ અને સજાગ બનો! અથવા બીજા પ્રકાશનો આવ્યા ન હોય. આ સામયિકો જીવનના દરેક પાસાઓની [ચર્ચા] કરે છે.” લેખે એ પણ જણાવ્યું કે પ્રકાશનોમાં “આજની સમસ્યાઓ સામે કઈ રીતે લડવું” અને “તાજેતરના બનાવો પાછળનું સાચું કારણ” શું છે એ બતાવવામાં આવ્યું છે. સજાગ બનો!નો દરેક અંક “રાજકારણમાં તટસ્થ રહે છે અને એક જાતિને બીજી કરતાં ઊંચી ગણતો નથી.” વધુમાં, એ પ્રકાશનો “વર્તમાન દુષ્ટ, નિયમવિહીન વ્યવસ્થાને દૂર કરીને, શાંતિપૂર્ણ અને સલામત નવી દુનિયા લાવવાના, ઉત્પન્નકર્તાના વચનમાં ભરોસો” દૃઢ કરે છે.
એજેઓસીએડી સંગઠને નોંધ્યું તેમ, યહોવાહના સાક્ષીઓનાં પ્રકાશનો કૉંગોના મોટા ભાગના લોકોને લાભદાયી પુરવાર થયાં છે. આ પ્રકાશનો સેંકડો ભાષાઓમાં પ્રાપ્ય હોવાથી, એઓના આશા આપનાર સંદેશામાંથી તમે પણ લાભ મેળવી શકો.
એમાંથી તમે કઈ રીતે લાભ મેળવી શકો એ જોવા નીચેની માહિતી વાંચો.