વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w01 ૧૨/૧૫ પાન ૨૮-૨૯
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • સરખી માહિતી
  • “સ્ત્રીનું શિર પુરુષ છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
w01 ૧૨/૧૫ પાન ૨૮-૨૯

વાચકો તરફથી પ્રશ્નો

કઈ રીતે એક ખ્રિસ્તી પત્ની પોતાનો વિધર્મી પતિ ધાર્મિક તહેવારોની પ્રવૃત્તિઓ કરે ત્યારે, તેમને આધીન રહેવામાં અને પરમેશ્વરને વફાદાર રહેવામાં સમતોલ બની શકે?

આમ કરવામાં તેણે સમજદારી અને કુનેહ બતાવવાની જરૂર છે. પરંતુ, તે પોતાની બંને ફરજોમાં સમતોલ રહેવાનો પ્રયત્ન કરીને સાચી બાબત કરે છે. ઈસુએ આવી પરિસ્થિતિમાં શું કરવું એ વિષે સલાહ આપી: “જે કાઈસારના તે કાઈસારને, તથા જે દેવનાં તે દેવને ભરી આપો.” (માત્થી ૨૨:૨૧) સાચું, તે સરકાર પ્રત્યેની ફરજો વિષે જણાવી રહ્યા હતા કે જેને પછીથી ખ્રિસ્તીઓને આધીન રહેવાનું કહેવામાં આવ્યું. (રૂમી ૧૩:૧) તેમ છતાં, તેમની સલાહ પરમેશ્વરને વફાદાર રહેવા અને બાઇબલ પ્રમાણે વિધર્મી પતિને પણ આધીન રહેવામાં સમતોલપણું રાખવા પત્નીને લાગુ પાડી શકાય છે.

બાઇબલથી પરિચિત છે તેઓ એ હકીકતને નકારશે નહિ કે ખ્રિસ્તીઓની સૌથી પહેલી ફરજ સર્વશક્તિમાન પરમેશ્વરને સર્વ સમયે આધીન અને વફાદાર રહેવાની છે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) તોપણ, ઘણી પરિસ્થિતિમાં સાચા ઉપાસક પરમેશ્વરના નિયમોનો ભંગ થતો ન હોય તો વિધર્મી સત્તાધારીની વિનંતી કે માંગણી પર વિચાર કરી શકે.

આપણને દાનીયેલના ત્રીજા અધ્યાયમાં ત્રણ હેબ્રીઓનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. તેઓના રાજા નબૂખાદનેસ્સારે તેઓને અને બીજા સર્વને દૂરાના મેદાનમાં હાજર થવાનો હુકમ કર્યો. ત્યાં જૂઠી ઉપાસના થવાની છે એ જાણતા હોવાથી, આ ત્રણ હેબ્રીઓએ પણ એ જગ્યાએ હાજર રહેવાનું ટાળવા ઘણા પ્રયત્ન કર્યા હશે. દાનીયેલ પોતે બહાનું કાઢી શક્યા પરંતુ, આ ત્રણ હેબ્રીઓ એમ કરી શક્યા નહિ.a તેથી, તેઓ ત્યાં ગયા તો ખરા પરંતુ, તેઓએ કોઈ પણ ખોટા કાર્યમાં ભાગ લીધો નહિ.—દાનીયેલ ૩:૧-૧૮.

એવી જ રીતે, તહેવારોની રજાઓના સમયે વિધર્મી પતિ, પોતાની ખ્રિસ્તી પત્ની ટાળવા માંગતી હોય એવી બાબતો કરવાની માંગણી કરી શકે. અમુક ઉદાહરણોનો વિચાર કરો: એ દિવસે પતિ બીજાઓ સાથે તહેવારની રજાની ઉજવણી કરવા માંગતા હોવાથી, પત્નીને એ માટે કોઈ ખાસ ભોજન કે વાનગી બનાવવાનું કહી શકે. અથવા તે માંગણી કરે કે કુટુંબ (પત્ની સાથે) એ દિવસે સગાં-વહાલાંઓને ત્યાં ભોજન માટે અથવા તેઓની ફક્ત મુલાકાત લેવા જશે. અથવા રજા પહેલાં પત્ની ખરીદી કરવા જવાની હોય તો, પતિ એવું કહે કે તેણે તહેવારની રજાને લગતી અમુક ખરીદી કરવી જોઈએ, જેમ કે કોઈ ખાસ ખોરાક, ભેટમાં આપવાની વસ્તુઓ અથવા એના પર લપેટવાના રંગીન કાગળ અને ભેટ સાથે મોકલવા માટેનાં કાર્ડ.

ખ્રિસ્તી પત્નીએ આવા પ્રસંગોએ પણ જૂઠા ધાર્મિક કાર્યોમાં સહભાગી નહિ થવાનો નિર્ણય લેવો જોઈએ. પરંતુ, પતિએ આવી વિનંતી કરી હોય તો શું? તે કુટુંબના શિર છે અને પરમેશ્વરનો શબ્દ કહે છે: “સ્ત્રીઓ, જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો.” (કોલોસી ૩:૧૮) આવા કિસ્સામાં, તે પરમેશ્વરને વફાદાર રહેવામાં શું પતિને પણ આધીન રહી શકે? તેણે યહોવાહને પોતાની વફાદારી અને તેના પતિ પ્રત્યેની આધીનતામાં કઈ રીતે સમતોલ રહેવું એનો જાતે નિર્ણય લેવો જોઈએ.

તહેવારોની રજાઓ સિવાયના દિવસોએ, પતિ પોતાને ભાવતું અથવા ખાસ ઋતુમાં ખાવામાં આવતી વાનગી બનાવવાનું પત્નીને કહી શકે. તે તેમના પ્રત્યે પ્રેમ બતાવશે અને તેમના શિરપણાને માન આપશે. પરંતુ, જો પતિ તેને કોઈ ધાર્મિક પ્રસંગે ખાસ ભોજન બનાવવાનું કહે તો શું? અમુક ખ્રિસ્તી પત્નીઓ સારા અંતઃકરણથી, એટલે કે કોઈ પણ રોજિંદી રસોઈની જેમ વિચારીને જમવાનું બનાવી શકે. કોઈ પણ ખ્રિસ્તી પત્ની એવું વિચારશે નહિ કે તેના માટે તહેવારનું મહત્ત્વ છે, પછી ભલે તેનો પતિ એ પ્રમાણે વિચારતો હોય. એવી જ રીતે, પતિ દર મહિને અથવા વર્ષે સગાંવહાલાંઓની જુદા જુદા સમયે મુલાકાત લેતી વખતે પોતાની પત્ની સાથે હોય એવું ઇચ્છી શકે. પરંતુ, શું તે તહેવારોની રજાઓના દિવસે પણ પોતાના પતિ સાથે જઈ શકે? અથવા તેના પતિએ કયા ઇરાદાથી વસ્તુઓ ખરીદવાની વિનંતી કરી છે એનો વિચાર કર્યા વિના શું તે પોતાની ખરીદી કરતી વખતે એ વસ્તુઓ સ્વેચ્છાથી ખરીદી લેશે?

સાચે જ, એક ખ્રિસ્તી પત્નીએ બીજાઓ પર થતી એની અસરનો વિચાર કરવો જોઈએ. (ફિલિપી ૨:૪) પત્ની બીજાઓ પર એવી છાપ પાડવાનું ટાળશે કે તે પણ તહેવારોની રજાઓનો આનંદ માણી રહી છે, જેમ ત્રણ હેબ્રીઓ દૂરાના મેદાનમાં જતી વખતે બીજાઓ પોતાને ન જુએ એવું ઇચ્છતા હતા. તે પતિ આગળ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે. તે કુનેહપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરી શકે કે પતિ તહેવારોની રજાને લગતી અમુક બાબતો પોતે કરીને પત્નીને સાથ આપે જે તેમને પ્રેમ કરે છે અને આદર આપે છે. પત્ની જૂઠા ધર્મને લગતી બાબતોમાં જોડાવાનો નકાર કરે છે ત્યારે, પતિ સમજીને બંને મુશ્કેલ પરિસ્થિતિમાં ન મૂકાય એવું ડહાપણ બતાવી શકે. હા, અગાઉથી કરવામાં આવેલી શાંતિપૂર્ણ ચર્ચાથી સારો ઉકેલ આવી શકે.—નીતિવચનો ૨૨:૩.

છેવટે, વિશ્વાસુ ખ્રિસ્તી હકીકત જોશે અને પછી શું કરવું એ વિચારશે. ત્રણ હેબ્રીઓની જેમ, આપણે સૌથી પહેલાં પરમેશ્વરને આધીન રહેવું જોઈએ. (૧ કોરીંથી ૧૦:૩૧) પરંતુ, સમાજ કે કુટુંબમાં અધિકાર હોય એવી કોઈ વ્યક્તિ અમુક બાબતો કરવાનું કહે તો, એને ધ્યાનમાં રાખીને ખ્રિસ્તી વ્યક્તિએ તડજોડ કર્યા વિના શું કરી શકાય એ જાતે નક્કી કરવું જોઈએ.

[ફુટનોટ]

a ઑગસ્ટ ૧, ૨૦૦૧ના ચોકીબુરજમાં “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો