વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૧/૧૫ પાન ૩૨
  • યહોવાહના સાક્ષીઓની યાદગીરીમાં

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહના સાક્ષીઓની યાદગીરીમાં
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૧/૧૫ પાન ૩૨

યહોવાહના સાક્ષીઓની યાદગીરીમાં

પશ્ચિમ હંગેરીના કૉરમેન્ડ ગામમાં, માર્ચ ૭, ૨૦૦૨ના રોજ એક શિલાલેખનું ઉદ્‍ઘાટન થયું. એ ત્રણ યહોવાહના સાક્ષીઓને, ૧૯૪૫માં નાઝીઓએ મારી નાખ્યા એની યાદગીરીમાં હતું.

આજે આ શિલાલેખ હુનયોદી રોડ પર આવેલા ફાયર ડીપાર્ટમેન્ટના મુખ્યમથકે લગાડેલી છે. ત્યાં આ ત્રણેવને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. આ શિલાલેખ તેઓને સમર્પણ કરી હતી, જે ‘ખ્રિસ્તીઓને ફોજમાં ભરતી ન થવા બદલ માર્ચ ૧૯૪૫માં ફાંસી આપવામાં આવી હતી. ઓન્તોલ હોએનીચ (૧૯૧૧-૧૯૪૫), બર્ટલોન સ્ઝોબો (૧૯૨૧-૧૯૪૫), યાનોશ સ્ઝોનડોર (૧૯૨૩-૧૯૪૫), ૨૦૦૨, યહોવાહના સાક્ષીઓ.’

બીજું વિશ્વયુદ્ધ પતવાને બે મહિના બાકી હતા અને તેઓને ફાંસી આપવામાં આવી હતી. પરંતુ, શા માટે આ ખ્રિસ્તીઓને મારી નાખવામાં આવ્યા હતા? હંગેરીનું એક છાપું કહે છે: “જર્મનીમાં, હિટલરના શાસન દરમિયાન ફક્ત યહુદીઓને જ નહિ, પરંતુ ઘણા યહોવાહના સાક્ષીઓની પણ સતાવણી થઈ હતી. તેઓને રિબાવી-રિબાવી, નાઝી જુલ્મી છાવણીમાં નાખવામાં આવ્યા. અરે, તેઓ પોતાની ધાર્મિક માન્યતાને વળગી રહે તો, તેઓને મારી પણ નાખતા હતા. . . . માર્ચ ૧૯૪૫માં હંગેરીના આખા પશ્ચિમ ભાગમાં એક ડર ફેલાય ગયો હતો. . . . એમાં યહોવાહના સાક્ષીઓને મારી નાખવાનો ડર હતો.”

આ ઉદ્‍ઘાટન બે ભાગમાં વહેંચાયેલો હતો. પહેલો ભાગ બોતયાન કૅસલના થીયેટરમાં રાખ્યો હતો. ત્યાં બુદાપેસ્ટમાં ‘કત્લેઆમ’ વિષે અભ્યાસ કરનાર પ્રોફેસર સ્ઝોબોત સ્ઝીતા હતા, પાર્લિયામેન્ટના સભ્ય અને ધાર્મિક અને સામાજીક ગ્રુપની દેખરેખ રાખનાર લાસલો ડોનૉચ અને કૉલમેન કૉમયોચી પણ હતા. તેઓએ આ ફાંસી પોતાની નજરે જોઈ હતી. તેઓ હવે એ ઇતિહાસના ઍકસ્પર્ટ ગણાય છે. હાજર રહેલા ૫૦૦થી વધારે વ્યક્તિઓ, બીજા ભાગ માટે ગયા જ્યાં કૉરમેન્ડના મેયર યોઝેફ હોંફી આ શિલાલેખનું ઉદ્‍ઘાટન કરી રહ્યા હતા.

યાન સ્ઝોનડોર (યાનોશ સ્ઝોનડોર) મરી ગયા એ પહેલાં, ભાઈબહેનોને એક પત્ર લખ્યો કે મારી માટે શોક ન કરતા. તેમણે લખ્યું: “પ્રકટીકરણ ૨:૧૦ની કલમમાં યોહાને જે લખ્યું એ મને હંમેશા યાદ રહ્યું: ‘તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે (પ્રેમસંદેશ).’ . . . તેથી, મારા કુટુંબને કહેજો કે તેઓ મારે માટે શોક ન કરે, કારણ કે હું અપરાધી તરીકે નહિ, પણ સત્યને લીધે મરી ગયો છું.”

[પાન ૩૨ પર ચિત્ર]

બર્ટલોન સ્ઝોબો

[પાન ૩૨ પર ચિત્ર]

ઓન્તોલ હોએનીચ

[પાન ૩૨ પર ચિત્ર]

યાન સ્ઝોનડોર

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો