વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧૨/૧૫ પાન ૩૨
  • નવા વર્ષનું ઝાડ રશિયાનો રિવાજ કે ખ્રિસ્તી રિવાજ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવા વર્ષનું ઝાડ રશિયાનો રિવાજ કે ખ્રિસ્તી રિવાજ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧૨/૧૫ પાન ૩૨

નવા વર્ષનું ઝાડ રશિયાનો રિવાજ કે ખ્રિસ્તી રિવાજ?

છે  ક ૧૮૩૦નાં વર્ષો સુધી, એ લીલા ઝાડને “જર્મનીની લોભામણી માન્યતા” કહેવામાં આવતું. એના દસેક વર્ષમાં જ એ લીલું ઝાડ સેન્ટ પીટર્સબર્ગનાં મોટાં ઘરોનો “રિવાજ બની” ગયું. . . . ફક્ત પાદરીઓનાં ઘરોમાં અને ખેડૂતોની ઝૂંપડીઓમાં જ એ લીલા ઝાડે ૧૯મી સદીમાં પગપેસારો કર્યો ન હતો. . . .

‘પહેલાં તો એ ઝાડ ખાસ કોઈને ગમતું નહિ. રશિયાના રિવાજો પ્રમાણે, એ ઝાડ મોતની નિશાની હતું. એને “ભટકતા આત્મા” સાથે જોડવામાં આવતું. એ ઝાડને પબ કે દારૂના પીઠાના છાપરે રાખવામાં આવતું. પરંતુ, ૧૯મી સદીમાં લોકોના વિચારોમાં મોટા ફેરફાર આવવા લાગ્યા. લોકોએ લીલા ઝાડના રીત-રિવાજો અને વિદેશી રિવાજો પણ સ્વીકાર્યા. યુરોપ અને અમેરિકાના દેશોમાં ક્રિસમસ સમયે ક્રિસમસનું ઝાડ હોય, એ અહીં પણ લોકો રાખવા લાગ્યા. . . .

‘રશિયામાં એ લીલા ઝાડને ખ્રિસ્તી રિવાજ તરીકે સ્વીકારવામાં મુશ્કેલી પડી. રૂઢિચુસ્ત ચર્ચે ઘણો વિરોધ કર્યો. પાદરીની નજરે તો એ નવી ઊજવણી “શેતાની” હતી, જૂઠા ધર્મમાંથી આવેલો રિવાજ હતો. એને ઈસુના જન્મ સાથે કોઈ જ લેવાદેવા નથી. એમાંય વળી એ રિવાજ તો યુરોપ-અમેરિકાના દેશોનો હતો.’—પ્રોફેસર યેલેના વી. દુશેચ્કીના, સેન્ટ પીટર્સબર્ગ સ્ટેટ યુનિવર્સિટીમાં ફીલોલોજીકલ સાયન્સીસની ડૉક્ટર.

[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Photograph: Nikolai Rakhmanov

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો