વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૧/૧ પાન ૩-૪
  • ખરું સુખ ક્યાંથી મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખરું સુખ ક્યાંથી મળે છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • સરખી માહિતી
  • જીવનમાં ખરી સફળતા શોધો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • તમે કઈ રીતે સુખી બની શકો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • વિષય
    સજાગ બનો!—૨૦૦૯
  • જિંદગીની સફરમાં યહોવાહ પર ભરોસો મૂકો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૧/૧ પાન ૩-૪

ખરું સુખ ક્યાંથી મળે છે?

અમુક માને છે કે વૉલ સ્ટ્રીટ શેરબજારનો સૌથી સફળ બીઝનેસમેન જેસી લીવરમોર હતો. વેપારમાં તેના નિર્ણયો હંમેશાં સારા રહેતા, એટલે તે ખૂબ પૈસા કમાયો. તે સૌથી સારો ને સૌથી મોંઘો સૂટ પહેરતો. ૨૯ રૂમોવાળા મહેલમાં રહેતો. એકદમ મોંઘી લકઝરી બ્લેક રોલ્સ રોઈસ કારમાં ફરતો.

ડેવિડa પણ એ જ જીવન માર્ગ પર ચાલવા માંડ્યો હતો. તે એક મોટી ગ્રાફિક્સ કંપનીનો જનરલ મૅનેજર હતો. સાથે સાથે તે એમાં વાઇસ પ્રેસિડન્ટ પણ હતો. તેની આગળ ડિવિઝનલ પ્રેસિડન્ટ બનવાનો મોકો હતો. ધન-દોલત ને શોહરત તેને સામેથી બોલાવી રહ્યા હતા. પણ એક દિવસ અચાનક ડેવિડે નોકરી પર રાજીનામું આપવાનો ફેંસલો લીધો. તેણે કહ્યું: ‘મને ખબર છે કે મને કદીયે આવો મોટો મોકો ફરી મળશે નહિ.’ આ સાંભળીને તમને કેવું લાગે છે? શું ડેવિડે મોટી ભૂલ કરી?

ઘણા માને છે કે જીવનમાં સફળ થવું હોય, સુખી બનવું હોય તો ઢગલો રૂપિયા કમાવા જોઈએ. મશહૂર બનવું જોઈએ. સમાજમાં, અરે દેશમાં નામ કમાવું જોઈએ. પણ ભલે અમુક લોકો પાસે આ બધું છે, છતાં તેઓ સુખી નથી. તેઓના જીવનમાં કોઈ મંજિલ નથી. શ્રી. લીવરમોરનું જીવન આવું જ હતું. અમીર હોવા છતાં, તેમને જીવનમાં ઘણા કડવા અનુભવો થયા. તેમનું જીવન બસ દુઃખ-દર્દથી ભરાઈ ગયું હતું. તેમણે ઘણાં લગ્‍ન કર્યા, પણ એ બધા પડી ભાંગ્યા. તેમને દીકરાઓ સાથે કોઈ નાતો રહ્યો ન હતો. એક દિવસ શેરબજારમાં ઢગલો પૈસા ગુમાવ્યા પછી તે એક લકઝરી હોટલના બારમાં જઈને બેઠા. પોતે જે ગુમાવ્યું એ યાદ કરીને ખૂબ રડવા લાગ્યા. તેમણે શરાબનો એક પેગ મંગાવ્યો. પછી ખિસ્સામાંથી નોટબુક કાઢી. તેમની પત્નીને અલવિદાની ચિઠ્ઠી લખી. પેગ પૂરો કરીને તે હોટલના ક્લોકરૂમમાં ગયા. એ ધૂંધળા રૂમમાં તેમણે આપઘાત કર્યો.

આપઘાત કરવાના ઘણાં કારણો હોઈ શકે જે આપણને સમજવા મુશ્કેલ પણ લાગે. ભલે ગમે તે કારણો હોય, આ અનુભવ બાઇબલના આ શબ્દોને સાચા સાબિત કરે છે: ‘જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓએ દુઃખોથી પોતાને વીંધ્યા છે.’—૧ તીમોથી ૬:૯, ૧૦.

ઘણા માને છે કે સુખી થવા માટે આપણે માલ-મિલકત ભેગી કરવી જોઈએ. નોકરી પર મોટી પદવી જોઈએ. મશહૂર બનવું જોઈએ. પણ શું તેઓનું કહેવું સાચું છે? તમારું પોતાનું જીવન જુઓ. શું તમે સુખી છો? સફળતા અનુભવો છો? જો તમે ‘હા’ કહેતા હો, તો એના કારણો શું છે? તમારે મન કોને સુખી કહેવાય? ખરી સફળતા શાને કહેવાય? હવે પછીનો લેખ એ વિષે બતાવશે. એ માહિતીથી લાખો લોકો સુખી બન્યા છે, અમે આશા રાખીએ છીએ કે એ તમને પણ સુખી કરશે. એ જરૂર વાંચો. (w 07 1/1)

[Footnote]

a નામ બદલવામાં આવ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો