વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૮/૧ પાન ૪
  • ૧. ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧. ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સરખી માહિતી
  • પહેલી સદીમાં અને આજે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સમર્પણ પ્રમાણે જીવવા ઈશ્વરની શક્તિ મદદ કરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • આજે દેવનો આત્મા કઈ રીતે કાર્ય કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૮/૧ પાન ૪

તમે કેવી રીતે બાઇબલ સમજી શકો?

૧. ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગો

ઇટલીમાં રહેતી નીન્ફા કહે છે: “બાઇબલમાં ઈશ્વરના વિચારો હોવાથી, મેં એ વાંચવાનો નિર્ણય કર્યો. રોજ સૂતા પહેલાં હું એ વાંચતી, પણ મને કંટાળો આવતો. તોપણ, મારે જાણવું હતું કે ઈશ્વરે બાઇબલમાં શું લખાવ્યું છે, એટલે મેં વાંચવાનું ચાલુ રાખ્યું. પહેલા પહેલા તો મને સમજવું સહેલું લાગ્યું, પણ આગળ વાંચતી ગઈ તેમ અઘરું લાગ્યું. એટલે મેં વાંચવાનું બંધ કરી દીધું.”

ઘણા લોકોને નીન્ફા જેવું લાગે છે. શું તમને પણ એવું જ લાગે છે? પહેલા લેખમાં જોયું તેમ યહોવાહ ઈશ્વર ચાહે છે કે આપણે બધા બાઇબલની સમજણ મેળવીએ. પણ સવાલ થાય કે કેવી રીતે? સૌથી પહેલા, એ માટે આપણે ઈશ્વર પાસે મદદ માગીએ.

ઈસુના શિષ્યોને પણ એવી મદદની જરૂર પડી, કેમ કે તેઓએ ધર્મગુરુઓ જેવું શિક્ષણ મેળવ્યું ન હોવાથી, “અભણ તથા અજ્ઞાન માણસો” ગણાતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧૩) તેમ છતાં, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ શાસ્ત્ર સમજી શકશે. કેવી રીતે? ઈસુએ તેઓને કહ્યું કે “સંબોધક, એટલે પવિત્ર આત્મા [શક્તિ], જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શિખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે.” (યોહાન ૧૪:૨૬) જે શક્તિએ શિષ્યોને મદદ કરી, એ જ શક્તિથી ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું. એમાં બધા જીવોને ઉત્પન્‍ન કર્યા. (ઉત્પત્તિ ૧:૨) એ જ શક્તિથી ઈશ્વરે પોતાના વિચારો ચાળીસ લેખકો પાસે બાઇબલમાં લખાવી લીધા. (૨ પીતર ૧:૨૦, ૨૧) એ જ શક્તિ આજે પણ એવા લોકોને મદદ કરે છે, જેઓને બાઇબલની વધારે સમજણ મેળવવી છે.

શું તમે ઈશ્વરની એ શક્તિ મેળવી શકો? હા, મેળવી શકો. એ માટે પૂરા વિશ્વાસથી ઈશ્વર પાસે મદદ માગો. એક વાર નહિ, અનેક વાર માગો. ઈસુએ કહ્યું, “માગો, તો તમને આપવામાં આવશે.” તેમણે એમ પણ કહ્યું, “જો તમે તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા [શક્તિ] આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૯, ૧૩) જે લોકો સાચા દિલથી મદદ માગે છે તેઓને યહોવાહ જરૂર પોતાની શક્તિ આપે છે. તમે એ શક્તિથી બાઇબલમાં હજારો વર્ષો પહેલાં લખેલા વિચારોને સારી રીતે સમજી શકશો. એ શક્તિની મદદથી તમે બાઇબલનાં સલાહ-સૂચનો જીવનમાં લાગુ પાડી શકશો.—હેબ્રી ૪:૧૨; યાકૂબ ૧:૫, ૬.

હર વખત જ્યારે તમે બાઇબલ વાંચવા બેસો, ત્યારે પહેલા ઈશ્વરને પ્રાર્થના કરો. તે જરૂર તમને પોતાની શક્તિ આપશે, જેથી તમે બાઇબલને સારી રીતે સમજી શકો. (w09 7/1)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો