વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૧૧/૧ પાન ૬
  • ૩ ઈશ્વર લોકોને પીડા આપે છે શું એ સાચું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૩ ઈશ્વર લોકોને પીડા આપે છે શું એ સાચું છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • કુદરતી આફતો વિશે પવિત્ર શાસ્ત્રમાં શું લખ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ઈશ્વર વિશે શીખો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • શું ઈશ્વર આપણને શિક્ષા કરી રહ્યા છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સાચો માર્ગ કયો છે?
    સાચો માર્ગ કયો છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૧૧/૧ પાન ૬

૩ ઈશ્વર લોકોને પીડા આપે છે શું એ સાચું છે?

તમે કદાચ સાંભળ્યું હશે: “ઈશ્વર દરેક વ્યક્તિના પાપોનો હિસાબ રાખે છે અને સજારૂપે નરકમાં કાયમ માટે તડપાવે છે.”

“કુદરતી આફતો લાવીને ઈશ્વર પાપીઓને સજા કરે છે.”

બાઇબલ શું શીખવે છે: બીજો પીતર ૩:૯ કહે છે, ‘કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું યહોવાહ ઇચ્છે’ છે. તે આપણી ભૂલોને બદલે સારા ગુણો પર વધારે ધ્યાન આપે છે. તેમની ‘નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેમની તરફ પૂરેપૂરું છે, તેઓને સહાય કરે.’—૨ કાળવૃત્તાંત ૧૬:૯.

બાઇબલ જરાય શીખવતું નથી કે નરક જેવું કંઈ છે. અરે હંમેશ માટે પીડા આપવાના વિચારથી ઈશ્વરને નફરત છે. હકીકતમાં તો દુષ્ટોને શિક્ષા કરવા ઈશ્વર તેઓને આપેલી જીવનની ભેટ પાછી લઈ લે છે. એ જ તેમના તરફથી સૌથી મોટી શિક્ષા છે. (યિર્મેયાહ ૭:૩૧; રોમનો ૬:૭) કુદરતી આફતો ઈશ્વર તરફથી નથી, કેમ કે એમાં સારા અને ખરાબ બંનેનો નાશ થાય છે. એ તો સમય અને સંજોગોની અસર છે, જે કોઈને પણ થઈ શકે છે.—સભાશિક્ષક ૯:૧૧.

સત્ય જાણવાનો ફાયદો: ઈશ્વર ‘ક્ષમા કરવાને તત્પર છે’ અને આપણી ભૂલો જોતા નથી. એ જાણવાથી શું તમને તેમની નજીક જવાનું મન નથી થતું! (ગીતશાસ્ત્ર ૮૬:૫) આપણે ખોટાં કામ કર્યાં છે અથવા ઈશ્વર આપણને સજા કરશે, એ બીકને લીધે ભક્તિ ના કરવી જોઈએ. એને બદલે યહોવાહ માટેના પ્રેમને લીધે આપણી શ્રદ્ધા વધવી જોઈએ. એવું વલણ હશે તો આપણે ઈશ્વરને ખુશ કરવા બનતું બધું કરીશું.—માત્થી ૨૨:૩૬-૩૮; ૧ યોહાન ૫:૩.

ઈશ્વર ચાહે છે કે બધા સારું જ કામ કરે. પરંતુ તે એ પણ જાણે છે કે ઘણા લોકો એ પ્રમાણે નહિ કરે. જો ઈશ્વર હંમેશાં એવા લોકોને ચલાવી લે તો અન્યાય અને દુઃખ-તકલીફોનો કદી અંત નહિ આવે. તે એવા અધિકારી જેવા ગણાશે, જે નિયમો તો બનાવે પણ એને અમલમાં ના મૂકે. (સભાશિક્ષક ૮:૧૧) ઈશ્વર વચન આપે છે કે તે નજીકમાં દુષ્ટોનો અંત લાવશે. એ જાણવાથી આપણને ભાવિની સુંદર આશા મળે છે. ઈશ્વરના હેતુ મુજબ ‘ન્યાયી’ લોકો હંમેશ માટે પૃથ્વી પર જીવનનો આનંદ માણશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯.a (w11-E 10/01)

[ફુટનોટ]

a ઈશ્વર કઈ રીતે આ ધરતીને સુંદર બનાવી દેશે એ વિષે વધારે જાણવા, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ત્રીજું અને આઠમું પ્રકરણ જુઓ.

[પાન ૬ પર બ્લર્બ]

શું ઈશ્વર એવું ચાહે છે કે આપણે શિક્ષાની બીકને લીધે તેમની ભક્તિ કરીએ?

[પાન ૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Engravings by Doré

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો