વિષય
જૂન ૪-૧૦, ૨૦૧૮નું અઠવાડિયું
જૂન ૧૧-૧૭, ૨૦૧૮નું અઠવાડિયું
૮ આઝાદીના ઈશ્વર, યહોવાની સેવા કરીએ
આજે દુનિયામાં લોકો આઝાદીની માંગણી કરે છે. ઈશ્વરભક્તોએ આઝાદીને કઈ દૃષ્ટિએ જોવી જોઈએ? આ બે લેખો બતાવશે કે ખરી આઝાદી એટલે શું અને એ કઈ રીતે મેળવી શકાય. વધુમાં, અમુક હદે મળેલી આઝાદીનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે લાભ મેળવી શકીએ અને બીજાઓને મદદ કરી શકીએ. સૌથી મહત્ત્વનું તો, આપણે શીખીશું કે ખરી આઝાદીના ઈશ્વર, યહોવાને કઈ રીતે આદર આપીએ.
૧૩ વડીલો અને સહાયક સેવકો—તિમોથી પાસેથી શીખો
જૂન ૧૮-૨૪, ૨૦૧૮નું અઠવાડિયું
૧૫ ઉત્તેજન આપનાર ઈશ્વર—યહોવાને અનુસરીએ
જૂન ૨૫, ૨૦૧૮–જુલાઈ ૧, ૨૦૧૮નું અઠવાડિયું
૨૦ એકબીજાને ‘ઉત્તેજન આપવા’ વધારે પ્રયત્નો કરીએ
આ લેખોમાંથી શીખીશું કે, કઈ રીતે યહોવા પોતાના ભક્તોને ઉત્તેજન આપે છે. ઉપરાંત, કઈ રીતે તેઓ પણ હંમેશાં યહોવાને અનુસરે છે અને બીજાઓને ઉત્તેજન આપે છે. આજે એકબીજાને ઉત્તેજન આપવાની શા માટે વધારે જરૂર છે, એ પણ જોઈશું.
જુલાઈ ૨-૮, ૨૦૧૮નું અઠવાડિયું
૨૫ યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો?
યુવાનો યહોવાને ખુશ કરવામાં મન લગાડે છે ત્યારે, તેઓને પણ ખુશી મળે છે. આ લેખમાં અમુક કારણો આપ્યાં છે, જે બતાવે છે કે યુવાનોએ શા માટે ભક્તિના ધ્યેયો રાખવા જોઈએ. તેમ જ, એ પણ જોવા મળશે કે, તેઓ જીવનમાં પ્રચારકામને સૌથી મહત્ત્વનું ગણશે તો એનાથી શો ફાયદો થશે.