વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 ડિસેમ્બર પાન ૧૪
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સરખી માહિતી
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મારા પ્રેમમાં પડેલી છોકરી સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૦૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 ડિસેમ્બર પાન ૧૪

વાચકો તરફથી પ્રશ્નો

બાઇબલમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ બાબત સાબિત કરવા બે સાક્ષીઓની જરૂર હોય છે. (ગણ. ૩૫:૩૦; પુન. ૧૭:૬; ૧૯:૧૫; માથ. ૧૮:૧૬; ૧ તિમો. ૫:૧૯) નિયમશાસ્ત્રમાં લખ્યું હતું કે, જો કોઈ માણસે સગાઈ થયેલી છોકરી પર “ખેતરમાં” બળાત્કાર કર્યો હોય અને છોકરીએ બૂમો પાડી હોય, તો તે છોકરી નિર્દોષ ગણાતી. પણ બળાત્કાર કરનાર માણસ વ્યભિચારી ગણાતો. એ ઘટનાનો કોઈ સાક્ષી ન હોય તોપણ કેમ છોકરીને નિર્દોષ ગણવામાં આવતી અને માણસને દોષિત?

પુનર્નિયમ ૨૨:૨૫-૨૭નો અહેવાલ પુરુષનો ગુનો સાબિત કરવા માટે નથી. કારણ કે એમાં પુરુષને દોષિત જાહેર કરી દેવામાં આવ્યો છે. એ નિયમ તો સ્ત્રીને નિર્દોષ ગણવી કે નહિ એના પર ધ્યાન દોરે છે. ચાલો એના આગળ પાછળનો અહેવાલ તપાસીએ.

આગળની કલમો એવા પુરુષ વિશે વાત કરે છે, જેણે “નગરમાં” સગાઈ થયેલી સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધ્યો હતો. એટલે પુરુષ પર વ્યભિચાર કરવાનો દોષ લાગ્યો હતો. કારણ કે સગાઈ થયેલી સ્ત્રીને એ સમયે પરણેલી ગણવામાં આવતી. તો પછી સગાઈ થયેલી એ સ્ત્રી વિશે શું? “નગરમાં હોવા છતાં પણ તેણે બૂમ પાડી” ન હતી. જો તેણે બૂમ પાડી હોત તો બીજા લોકોએ એ સાંભળીને તેને ચોક્કસ મદદ કરી હોત. પણ તેણે બૂમ પાડી ન હતી. એટલે તેના માથે પણ વ્યભિચારનો દોષ લાગ્યો અને બંને ગુનેગાર સાબિત થયા.—પુન. ૨૨:૨૩, ૨૪.

નિયમશાસ્ત્રમાં બીજા એક સંજોગ વિશે પણ લખ્યું હતું. એ હતું: ‘જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે ખરાબ કામ કરે, તો એ પુરુષ એકલો માર્યો જાય. પણ તે કન્યાને તું કંઈ ન કરતો. કન્યાએ મરણની સજા થાય એવું કંઈ પાપ કર્યું નથી. કેમ કે જેમ કોઈ માણસ તેના પડોશીની સામો ઊઠીને તેને મારી નાખે એ જ પ્રમાણે આ વાત છે. કેમ કે તે તેને ખેતરમાં મળ્યો. સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.’—પુન. ૨૨:૨૫-૨૭.

એ કિસ્સામાં ન્યાયાધીશો સ્ત્રીની વાત સાચી માને છે. શા માટે? કારણ કે એમ માનવામાં આવતું કે તેણે “બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.” એટલે એમ કહેવાય નહિ કે તેણે વ્યભિચાર કર્યો. જ્યારે કે પુરુષના માથે બળાત્કાર અને વ્યભિચારનો દોષ લાગતો. કારણ કે તેણે સગાઈ થયેલી સ્ત્રી ‘પર બળાત્કાર કરીને તેની સાથે ખરાબ કામ કર્યું હતું.’

સ્ત્રીને નિર્દોષ ગણવી કે નહિ, એના પર એ નિયમ ધ્યાન દોરતો હતો. પણ એ અહેવાલમાં પુરુષને બળાત્કાર અને વ્યભિચારનો દોષિત ગણવામાં આવતો, જે એકદમ યોગ્ય હતું. આપણે ખાતરી રાખી શકીએ કે ન્યાયાધીશોએ ‘ખંતથી એ વિશે તપાસ’ કરી હશે. વધુમાં, ઈશ્વરનાં ધોરણોને આધારે તેઓએ નિર્ણય લીધો હશે. ઈશ્વરે એ ધોરણો વારંવાર અને સાફ શબ્દોમાં જણાવ્યાં હતાં.—પુન. ૧૩:૧૪; ૧૭:૪; નિર્ગ. ૨૦:૧૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો