જાહેરાતો
◼ સપ્ટેમ્બર અને ઑક્ટોબર માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન આપો. ફરી મુલાકાત કરતી વખતે બાઇબલ શીખવે છે પુસ્તક અથવા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે ભગવાનનું સાંભળો અથવા ભગવાનનું સાંભળો—અમર જીવન પામો! પુસ્તિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. નવેમ્બર અને ડિસેમ્બર: આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે, કૌટુંબિક જીવનનો આનંદ માણો, જન્નત ક્યાં હશે?, યહોવાહ—તે કોણ છે?, શું આપણે કર્મના કર્યા ભોગવીએ છીએ?, શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન, યહોવાહના સાક્ષીઓ શું માને છે?, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા?, જગતનું શાસન ખરેખર કોનું છે? અને શું આ જગત બચશે? જો વ્યક્તિને રસ પડે તો બાઇબલ અભ્યાસ કેવી રીતે ચલાવવો એ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અથવા ભગવાનનું સાંભળો કે ભગવાનનું સાંભળો—અમર જીવન પામો પુસ્તિકામાંથી બતાવો.
◼ ૨૦૧૩માં સ્મરણપ્રસંગના સમયગાળામાં એપ્રિલ ૧ના અઠવાડિયા દરમિયાન ખાસ પ્રવચન આપવામાં આવશે. એનો વિષય પછીથી જણાવવામાં આવશે. એ અઠવાડિયામાં જે મંડળોમાં સરકીટ ઓવરસિયરની વિઝિટ, સરકીટ સંમેલન, અથવા ખાસ સંમેલન હોય તો, તેઓ એ પછીના અઠવાડિયે આ ખાસ પ્રવચન રાખશે. કોઈ પણ મંડળે એપ્રિલ ૧ પહેલાં આ પ્રવચન રાખવું નહિ.