ફેબ્રુઆરી ૧૮નું અઠવાડિયું
ગીત ૧૪ (117) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૧, ફકરા ૧૦-૧૯ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: માર્ક ૧-૪ (૧૦ મિ.)
નં. ૧: માર્ક ૨:૧૮–૩:૬ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈશ્વરને વળગી રહેતા અયૂબ—bm પાન ૯ (૫ મિ.)
નં. ૩: ૧ કોરીંથી ૭:૨૯-૩૧માં આપેલી પાઊલની સલાહમાંથી શું સમજી શકીએ છીએ? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૧૫ મિ: પ્રચાર કરવા યહોવા સહાય કરે છે. (ફિલિ. ૪:૧૩) તંદુરસ્તી સારી ન હોવા છતાં પણ ઉત્સાહથી પ્રચાર કરે છે એવાં બે કે ત્રણ ભાઈ-બહેનોનું ઇન્ટરવ્યૂ લો. તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે? નિરાશામાં ડૂબી ન જવા શું મદદ કરે છે? મંડળે કેવી રીતે મદદ કરી છે? નિયમિત પ્રચારમાં જવાથી કેવા લાભ થયા છે?
૧૫ મિ: “માર્ચ ૧થી સ્મરણપ્રસંગની પત્રિકા આપવાનું શરૂ કરીશું.” સવાલ-જવાબ. દરેકને આમંત્રણ પત્રિકા આપો અને એની ચર્ચા કરો. બીજા ફકરાની ચર્ચા કરતી વખતે સેવા નિરીક્ષકને પૂછો કે પ્રચાર વિસ્તાર કઈ રીતે આવરવામાં આવશે. ત્રીજા ફકરાની ચર્ચા કરતી વખતે પાન ૬ પર આપેલી રજૂઆતનો ઉપયોગ કરીને દૃશ્યથી બતાવો કે પત્રિકા કેવી રીતે આપવી.
ગીત ૮ (51) અને પ્રાર્થના