મે ૨૭નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૧૫, ફકરા ૧૮-૨૩, પાન ૨૦૬ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યોહાન ૧૨-૧૬ (૧૦ મિ.)
નં. ૧: યોહાન ૧૨:૨૦-૩૬ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: મસીહ આવે છે!—bm પાન ૧૯ (૫ મિ.)
નં. ૩: યહોવાને “શાંતિદાતા ઈશ્વર” કહેવા કેમ યોગ્ય છે?—રોમ. ૧૫:૩૩ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૮ (51)
૧૫ મિ: આપણે રોપેલા બીને પાણી પાઈએ. (૧ કોરીં. ૩:૬-૯) આ સવાલોને આધારે ચર્ચા. (૧) ફરી મુલાકાત કરવા વિશે તમને શું ગમે છે? (૨) ફરી મુલાકાત કરવા વિશે અમુકને શું મુશ્કેલ લાગે છે? (૩) આ મુશ્કેલીઓ પર કઈ રીતે જીત મેળવી શકાય? (૪) ફરી મુલાકાત કરવી અઘરી લાગતી હોય તો, આપણે કેવી રીતે મદદ મેળવી શકીએ? (૫) રસ બતાવ્યો હોય એવા લોકો, ચર્ચા કરી હોય એ વિષય, આપેલું સાહિત્ય અને બીજી માહિતી વિશે નોંધ રાખવા તમે શું કરો છો? (૬) ફરી મુલાકાત માટે તમે કેવી રીતે તૈયારી કરો છો? (૭) દર અઠવાડિયે ફરી મુલાકાત કરવા સમય ફાળવવો કેમ સારું કહેવાશે?
૧૫ મિ: “શીખવવા માટે વીડિયોનો ઉપયોગ કરો.” ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે સાક્ષી બન્યા એ પહેલાં આપણા વીડિયો જોવાથી તેઓને શો લાભ થયો હતો.
ગીત ૨૬ (204) અને પ્રાર્થના