ડિસેમ્બર ૮નું અઠવાડિયું
ગીત ૭ (46) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૫, ફકરા ૨૦-૨૮, પાન ૬૩ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યહોશુઆ ૧-૫ (૧૦ મિ.)
નં. ૧: યહોશુઆ ૧:૧-૧૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: અગ્નિ સંપૂર્ણ નાશનું ચિહ્ન—td ૧૯ખ (૫ મિ.)
નં. ૩: એક નવા પ્રકારનો ખોરાક—my વાર્તા ૩૪ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: આપણને મળેલા જ્ઞાનના ખજાનામાંથી “સારું” કાઢીએ.—માથ. ૧૨:૩૫ક.
ગીત ૩ (32)
૧૦ મિ: આ મહિને રાખેલી ‘સારી’ બાબતો. ટૉક. આ મહિનાના ધ્યેય પર ભાર આપો. (માથ. ૧૨:૩૫ક) સત્ય શીખવનાર વ્યક્તિ પાસેથી આપણને ઈશ્વરભક્તિનો અનમોલ ખજાનો મળ્યો હતો. (એપ્રિલ ૧, ૨૦૦૨ ચોકીબુરજનું પાન ૧૬, ફકરા ૫-૭ જુઓ.) એટલે, આપણે પણ બીજાઓને ‘સારી બાબતો’ જણાવવી જોઈએ. (ગલા. ૬:૬) આ મહિનાના સેવા સભાના ભાગોમાં આપણે જે ‘સારી બાબતો’ વિશે શીખવાના છીએ, એમાં ભાઈ-બહેનોનો રસ જગાડો. એનાથી શીખવવાની આપણી આવડત કેળવવા મદદ મળશે.
૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—બાઇબલ શીખવે છે પુસ્તક અથવા ખુશખબર પુસ્તિકામાંથી અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બતાવવું.” ચર્ચા. દૃશ્યથી બતાવો કે પ્રકાશક અથવા પાયોનિયર બાઇબલ શીખવે છે પુસ્તક અથવા ખુશખબર પુસ્તિકા વાપરીને બાઇબલ અભ્યાસ કઈ રીતે ચલાવવો એ બતાવે છે.
ગીત ૧૮ (130) અને પ્રાર્થના