ડિસેમ્બર ૧૫નું અઠવાડિયું
ગીત ૧૯ (143) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૬, ફકરા ૧-૧૦ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યહોશુઆ ૬-૮ (૧૦ મિ.)
નં. ૧: યહોશુઆ ૮:૧૮-૨૯ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: શ્રીમંત માણસ અને લાજરસ: નરકનું શિક્ષણ નથી—td ૧૯ગ (૫ મિ.)
નં. ૩: વિરોધી—સૌથી દુષ્ટ વિરોધી શેતાન છે—એઝ. ૪:૧; નહે. ૪:૧૧; એસ્તે. ૭:૬; અયૂ. ૧:૬-૧૧; ૨:૧-૫; એફે. ૬:૧૧, ૧૨; ૧ પીત. ૫:૮, ૯; યહુ. ૩ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: આપણને મળેલા જ્ઞાનના ખજાનામાંથી “સારું” કાઢીએ.—માથ. ૧૨:૩૫ક.
ગીત ૨૬ (204)
૧૫ મિ: “અસરકારક બાઇબલ અભ્યાસ ચલાવીએ.” સવાલ-જવાબ. ફકરા ત્રણની ચર્ચા કર્યા પછી બે દૃશ્ય બતાવો. પ્રકાશક અને વિદ્યાર્થી આમાંથી ચર્ચા કરી રહ્યા છે: બાઇબલ શીખવે છે પુસ્તક પ્રકરણ ૧૫ ફકરો ૮ અથવા ખુશખબર પુસ્તિકા પ્રકરણ ૧૦ ફકરો ૩, મુદ્દો ૨. પહેલા દૃશ્યમાં બતાવો કે પ્રકાશક પોતે જ બોલ બોલ કરે છે. બીજામાં પ્રકાશક વિદ્યાર્થીના વિચારો જાણીને તેને મદદ કરવા સમજી વિચારીને સવાલો પૂછે છે.
૧૫ મિ: જેઓ સારી રીતે સેવકનું કામ કરે છે. (૧ તીમો. ૩:૧૩) બે સેવકાઈ ચાકરના ઇન્ટરવ્યૂ લો. મંડળમાં તેઓની કઈ જવાબદારીઓ છે અને એ ઉપાડવા તેઓ શું કરે છે? તેઓએ સેવકાઈ ચાકર બનવા માટે કેમ પ્રગતિ કરી? તેઓને કેમ મંડળમાં સેવા આપવાનું અને વડીલોને સહાય કરવાનું ગમે છે?
ગીત ૨૭ (212) અને પ્રાર્થના