સપ્ટેમ્બર ૨૧નું અઠવાડિયું
ગીત ૧૭ (127) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
યહોવાની ઇચ્છા: પાઠ ૧૪-૧૬ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ૨ રાજાઓ ૧૯-૨૨ (૮ મિ.)
નં. ૧: ૨ રાજાઓ ૨૦:૧૨-૨૧ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: એહૂદ—વિષય: યહોવા પોતાના લોકોને છોડાવે છે—ન્યા. ૩:૧૨-૩૦ (૫ મિ.)
નં. ૩: યહોવાના સાક્ષીઓની શરૂઆત—td ૩૭ક (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપીએ.’—પ્રે.કૃ. ૨૦:૨૪, NW.
ગીત ૧૩ (113)
૧૫ મિ: ગયા સેવા વર્ષમાં આપણે પ્રચારમાં કેવું કર્યું? સેવા નિરીક્ષક ટૉક આપશે. તે ગયા વર્ષની કામગીરી વિશે જણાવશે. ભાઈ-બહેનોએ જે બાબતે પ્રગતિ કરી હોય એ જણાવશે અને શાબાશી આપશે. આ વર્ષ દરમિયાન મંડળ કઈ એક-બે બાબતોમાં સુધારો કરવા પ્રયત્નો કરશે એ જણાવો અને એના લગતાં સૂચનો આપો.
૧૫ મિ: “આપણાં સાહિત્યને શું તમે મૂલ્યવાન ગણો છો?” ભાઈ-બહેનો સાથે ચર્ચા. ઘરમાલિકને રસ છે કે નહિ એ પ્રકાશક કઈ રીતે પારખી શકે એ વિશે અમુક મુદ્દા જણાવો.
ગીત ૨૬ (204) અને પ્રાર્થના