યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સારા વર્તન અને ઊંડા આદરથી દિલ જીતી લો
આપણી ઘણી બહેનોએ ખ્રિસ્ત જેવું વર્તન રાખીને, તેમના પતિનું દિલ જીતી લીધું છે. એમ કરવાથી મોટાભાગે પતિ પણ સત્યમાં આવ્યા છે. પણ એ માટે બહેનોએ ઘણાં વર્ષો સુધી મુશ્કેલીઓ સહેવી પડી શકે. (૧પી ૨:૨૧-૨૩; ૩:૧, ૨) જો તમે અન્યાય સહી રહ્યા હો, તો સારાથી ભૂંડા પર જીત મેળવતા રહો. (રોમ ૧૨:૨૧) કદાચ તમે યહોવા વિશે તમારા પતિને જે કહેતા હશો, એ તેમને ગમતું નહિ હોય. તોપણ તમારો સારો દાખલો જોઈને તમારા પતિ સત્ય તરફ ઢળી શકે છે.
તમારા જીવનસાથીની નજરે બાબતો જોવાની કોશિશ કરો. (ફિલિ ૨:૩, ૪) દયા અને કરુણા બતાવો. તેમ જ તમારી જવાબદારી સારી રીતે નિભાવો. સારા સાંભળનારા બનો. (યાકૂ ૧:૧૯) ધીરજ રાખો અને તમારા પ્રેમની તેમને ખાતરી કરાવો. તમારા સાથી તમને ક્યારેય દયા અને આદર ન બતાવે, તોપણ તમે ખાતરી રાખો કે યહોવા તમારી વફાદારીની કદર કરે છે.—૧પી ૨:૧૯, ૨૦.
યહોવા આપણને બોજો ઉપાડવા શક્તિ આપે છે, વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
ગ્રેસબહેનનું લગ્નજીવન શરૂઆતમાં કેવું હતું?
કઈ બાબત તેમને સત્ય તરફ દોરી લાવી?
બાપ્તિસ્મા લીધા પછી, ગ્રેસબહેન કઈ રીતે મુશ્કેલીઓ સામે ટકી શક્યાં?
ગ્રેસબહેન પ્રાર્થનામાં પોતાના પતિ માટે શું માંગે છે?
સારા વર્તન અને ઊંડા આદરને લીધે ગ્રેસબહેને કેવા આશીર્વાદોનો અનુભવ કર્યો?
સારું વર્તન રાખો અને ઊંડો આદર બતાવો—એ ઘણું કરી શકે છે!