વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૧/૮ પાન ૫
  • આજની વૈજ્ઞાનિક નવલકથા પર એક દૃષ્ટિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આજની વૈજ્ઞાનિક નવલકથા પર એક દૃષ્ટિ
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • વૈજ્ઞાનિક નવલકથા—એક મોટો વેપાર
  • વૈજ્ઞાનિક નવલકથા “પડદા પર” પહોંચે છે
  • સમતુલાની જરૂર
  • વૈજ્ઞાનિક નવલકથા
    સજાગ બનો!—૧૯૯૬
  • ભાવિમાં ખરેખર શું રહેલું છે
    સજાગ બનો!—૧૯૯૬
  • સારું મનોરંજન ક્યાંથી મળી શકે?
    સજાગ બનો!—૨૦૧૨
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૧/૮ પાન ૫

આજની વૈજ્ઞાનિક નવલકથા પર એક દૃષ્ટિ

મોટરગાડીઓ, ટેલિફોન, કોમ્પ્યુટરો—શું ૧૩૦થી વધુ વર્ષ અગાઉ શક્યપણે કોઈએ એની શોધ થશે એવું અગાઉથી જોયું હોય શકે? વૈજ્ઞાનિક નવલકથા (SF, એસએફ)ના લેખક જ્યુલ્સ વર્ને એ અગાઉથી જોયું હતું! એ ચોંકાવનારી વૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પેરિસ ઈન ધ ટ્‍વેન્ટીએથ સેન્ચ્યુરી શીર્ષકવાળી જ્યુલ્સ વર્નની નવલકથાની તાજેતરમાં શોધી કાઢવામાં આવેલી હસ્તપ્રતમાં મળી આવી હતી. અગાઉ પ્રકાશિત ન કરવામાં આવેલી એ નવલકથામાં, વર્ને એવા યંત્રનું વર્ણન કર્યું હતું, જે આધુનિક ફેક્ષ મશીનને આશ્ચર્યજનકપણે મળતું આવે છે!a

a વર્નના શબ્દોમાં “ફોટોગ્રાફિક ટેલિગ્રાફ [જે] લખાણ, હસ્તાક્ષર કે ચિત્રની પ્રતિકૃતિ લાંબા અંતરે મોકલી શકતો હોય.”—ન્યૂઝવીક, ઓક્ટોબર ૧૦, ૧૯૯૪.

તેમ છતાં, વૈજ્ઞાનિક નવલકથાના બહુ જ ચતુર લેખકો પણ સાચા પ્રબોધકો હોવામાં અનેક ગણા ટૂંકા પડે છે. દાખલા તરીકે, જ્યુલ્સ વર્નનું જર્ની ટૂ ધ સેન્ટર ઓફ ધ અર્થ મોહક વાચન બને છે, પરંતુ હવે વૈજ્ઞાનિકો જાણે છે કે એવી મુસાફરી કરવી શક્ય નથી. તેમ જ કેટલાકે અગાઉ સૂચવ્યું હતું તેમ, ૨૦૦૧નું વર્ષ ગુરુ કે બીજા ગ્રહો પર માણસોની મુસાફરી જોશે નહિ.

વૈજ્ઞાનિક નવલકથાના લેખકો સાકાર થયેલા ચોંકાવનારા વૈજ્ઞાનિક બનાવોમાંના ઘણા ભાખવામાં નિષ્ફળ ગયા છે. ધ એટ્‌લાન્ટિક મંથલીમાં બહાર પડેલા એક લેખમાં, વૈજ્ઞાનિક નવલકથાના લેખક થોમસ એમ. ડિશ કબૂલે છે: “સાયબરનેટિક [કોમ્પ્યુટર] યુગ . . . , ગ્રીનહાઉસ અસર કે ઓઝોન પડનો વિનાશ કે એઇડ્‌સની કલ્પના કરવાની SFની નિષ્ફળતાનો વિચાર કરો. સત્તાની નવી ભૌગોલિક-રાજકીય અસમતુલાનો વિચાર કરો. એ બધી બાબતોનો વિચાર કરો, અને પછી પૂછો કે SF એ વિષે શું કહે છે. લગભગ એક શબ્દ પણ નહિ.”

વૈજ્ઞાનિક નવલકથા—એક મોટો વેપાર

અલબત્ત, વૈજ્ઞાનિક નવલકથાના પ્રશંસકો માટે એ નક્કર વિજ્ઞાન નહિ પરંતુ મનોરંજન છે. તથાપિ, એ બાબતે એના મૂલ્યને પડકાર ફેંકનારાઓ પણ છે. વૈજ્ઞાનિક નવલકથાની કચરા સાહિત્ય તરીકેની શાખ આ સદીની શરૂઆતમાં વિશેષપણે વૈજ્ઞાનિક નવલકથા ધરાવતાં હલકાં સામયિકોના પ્રકાશનથી શરૂ થઈ. એમાંનું પ્રથમ, અમેઝીંગ સ્ટોરીઝ સામયિક, ૧૯૨૬માં વેચાવાનું શરૂ થયું. એના સ્થાપક હ્યુગો ગર્ન્સબેકને “વૈજ્ઞાનિક નવલકથા” શબ્દાવલિ બનાવવાનો યશ આપવામાં આવે છે. ઘણાને લાગ્યું કે એ ઉત્તેજક સાહસકથાઓનું કંઈ પણ સાહિત્યિક મૂલ્ય ન હતું.

વૈજ્ઞાનિક નવલકથાને વિશ્વયુદ્ધ ૨ પછી વધુ ગંભીરપણે લેખવામાં આવી. વિજ્ઞાને એ યુદ્ધમાં ભજવેલી નોંધપાત્ર ભૂમિકાએ વિજ્ઞાનને નવી પ્રતિષ્ઠા આપી. વૈજ્ઞાનિક નવલકથાના લેખકોની આગાહીઓ વધુ સ્વીકાર્ય જણાવા લાગી. તેથી વૈજ્ઞાનિક નવલકથાવાળી ચિત્રવાર્તાઓ, સામયિકો, અને કાચાં પૂઠાંવાળા પુસ્તકો વધવા લાગ્યાં. વૈજ્ઞાનિક નવલકથાનાં પાકાં પૂઠાંવાળા પુસ્તકો સૌથી વધુ વેચાતાં પુસ્તકોની યાદીમાં ઉમેરાયાં. પરંતુ વૈજ્ઞાનિક નવલકથા બજારની મોટી માંગ પૂરી કરવા મથે છે તેમ, સાહિત્યિક ગુણવત્તા—અને વૈજ્ઞાનિક ચોકસાઈ—નો ઘણી વાર ભોગ આપવામાં આવે છે. વૈજ્ઞાનિક નવલકથાના લેખક રોબર્ટ એ. હીનલીન વિલાપ કરે છે કે હવે “વાંચી શકાય એવું અને સામાન્યપણે મનોરંજક હોય એવું કંઈ પણ” પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં “અટકળ કરનારી નબળી ઘણી બધી નવલકથાઓનો” સમાવેશ થાય છે. લેખિકા અરસુલા કે. લગીન ઉમેરે છે કે “ઊતરતા દરજ્જાની માહિતી” પણ છાપવામાં આવે છે.

એવી ટીકાઓ છતાં, વૈજ્ઞાનિક નવલકથાએ વૈજ્ઞાનિકો દ્વારા નહિ, પરંતુ ચલચિત્ર ઉદ્યોગ દ્વારા, નોંધપાત્ર પ્રોત્સાહન મેળવ્યાને લીધે લોકપ્રિયતાનું નવું સોપાન સિદ્ધ કર્યું છે.

વૈજ્ઞાનિક નવલકથા “પડદા પર” પહોંચે છે

વૈજ્ઞાનિક નવલકથાવાળી ફિલ્મો ૧૯૦૨થી માંડીને અસ્તિત્વ ધરાવે છે જ્યારે જ્યોર્જ મેલીસે એ ટ્રીપ ટૂ ધ મૂન ફિલ્મ બનાવી. પીક્ચર જોવા જતા યુવાનોની પછીની પેઢી ફ્લેશ ગોર્ડનથી આશ્ચર્યમુગ્ધ બની. પરંતુ માણસ ચંદ્ર પર ઉતર્યો એના એક વર્ષ અગાઉ ૧૯૬૮માં, ૨૦૦૧: એ સ્પેઈશ ઓડીસી ફિલ્મે લલિતકલા માટેનો સ્વીકાર મેળવ્યો અને એ વેપારી દૃષ્ટિએ પણ સફળ નીવડી. હવે હોલીવૂડે વૈજ્ઞાનિક નવલકથાવાળી ફિલ્મો બનાવવા માટે ધૂમ પૈસા ખર્ચવાનું શરૂ કર્યું.

એલીયન, સ્ટાર વોર્સ, બ્લેડ રનર, અને ઈટી: ધ એક્ષ્ટ્રાટેરેસ્ટ્રીયલ જેવી ફિલ્મો, ૧૯૭૦ના દાયકાના પાછલા ભાગમાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં, યુ.એસ. સિનેમાગૃહોની અડધોઅડધ આવક માટે જવાબદાર હતી. ખરેખર, વૈજ્ઞાનિક નવલકથાએ સર્વ સમયની સૌથી સફળ ફિલ્મ જ્યુરાસિક પાર્ક પૂરી પાડી. ફિલ્મની સાથોસાથ જ્યુરાસિક પાર્કવાળી કંઈક ૧,૦૦૦ વેપારી ચીજવસ્તુઓનો ઢગલો આવ્યો. એમાં નવાઈ નથી કે, ટીવી પણ એ પ્રવાહમાં કૂદી પડ્યું. લોકપ્રિય કાર્યક્રમ સ્ટાર ટ્રેકએ બાહ્ય અવકાશને લગતા કેટલાક કાર્યક્રમો પેદા કર્યા.

જોકે, ઘણાને લાગે છે કે લોકપ્રિય માંગ પૂરી કરવામાં, વૈજ્ઞાનિક નવલકથાના કેટલાક લેખકોએ નવલકથાને કંઈક પ્રમાણમાં મૂલ્ય આપતા ગુણોમાં તડજોડ કરી છે. જર્મન લેખક કાર્લ માઇકલ આર્મર દાવો કરે છે કે ‘હવે વૈજ્ઞાનિક નવલકથા ફક્ત લોકપ્રિય ટ્રેડમાર્ક છે, જે માહિતી દ્વારા નહિ પરંતુ વેચાણની તરકીબો દ્વારા નક્કી થાય છે.’ બીજાઓ વિલાપ કરે છે કે આજની વૈજ્ઞાનિક નવલકથાવાળી ફિલ્મોના ખરા “સિતારા” વ્યક્તિઓ નહિ, પરંતુ ઉપજાવવામાં આવેલી વિશેષ અસરો હોય છે. એક ટીકાકાર એમ પણ કહે છે કે વૈજ્ઞાનિક નવલકથા “એના ઘણા બધા પ્રાગટ્યમાં કંટાળાજનક અને નિમ્ન કોટિની” હોય છે.

દાખલા તરીકે, ઘણી કહેવાતી વૈજ્ઞાનિક નવલકથાવાળી ફિલ્મો ખરેખર વિજ્ઞાન કે ભાવિ વિષે જરા પણ હોતી નથી. કેટલીક વાર ભાવિને લગતી ગોઠવણનો ઉપયોગ ફક્ત વર્ણનાત્મક હિંસાની પાર્શ્વભૂમિકા તરીકે કરવામાં આવે છે. લેખક નોર્મન સ્પિનરાડ અવલોકે છે કે આજની ઘણી વૈજ્ઞાનિક નવલકથાઓમાં કોઈકને “ઠાર કરવામાં, ચપ્પુ મારવામાં, બાષ્પીભવન કરવામાં, લેસર કિરણોથી મારી નાખવામાં, ઈજા કરવામાં, નહોર ભરવામાં, ફાડી ખાવામાં, કે ભૂક્કા બોલાવવામાં” આવે છે. ઘણી ફિલ્મોમાં એ બિનજરૂરી હિંસા ભયાનકપણે વિગતવાર ચિત્રિત કરવામાં આવે છે!

વૈજ્ઞાનિક પરીકથાવાળા પુસ્તકો અને ફિલ્મોમાંના કેટલાકમાં અતિલૌકિક તત્ત્વ રજૂ કરવામાં આવે છે એ ચિંતાનો બીજો વિષય છે. કેટલાક લોકોને એવી વાર્તાઓ ભલાભૂંડા વચ્ચેના રૂપકાત્મક યુદ્ધ માત્ર જ હોય એમ લાગી શકે ત્યારે, એમાંની કેટલીક કૃતિઓ રૂપકથી પાર જતી હોય અને પિશાચવાદી આચરણોને પ્રોત્સાહન આપતી હોય એમ જણાય છે.

સમતુલાની જરૂર

અલબત્ત, બાઇબલ ખુદ કલ્પનાસભર મનોરંજનને ધિક્કારતું નથી. વૃક્ષો વિષેના યોથામના દૃષ્ટાંતમાં, નિર્બુદ્ધ વૃક્ષોને એકબીજા સાથે વાત કરતા—અરે યોજનાઓ અને યુક્તિઓ ઘડતા—ચિત્રિત કરવામાં આવ્યા છે. (ન્યાયાધીશો ૯:૭-૧૫) તેવી જ રીતે યશાયાહ પ્રબોધકે લાંબા સમયથી મૃત રાષ્ટ્રીય શાસકોને જાણે કે કબરમાં વાતચીત કરતા હોય એમ ચિત્રિત કર્યા ત્યારે, તેણે કલ્પનાસભર રજૂઆતનો ઉપયોગ કર્યો. (યશાયાહ ૧૪:૯-૧૧) ઈસુના કેટલાક દૃષ્ટાંતોમાં પણ એવા તત્ત્વો છે જે શાબ્દિક રીતે બની ન શકે. (લુક ૧૬:૨૩-૩૧) એવી કલ્પનાસભર રજૂઆતો કંઈ મનોરંજન આપવા માટે નહિ, પરંતુ શીખવવા અને શિક્ષણ આપવા માટે હતી.

આજે કેટલાક લેખકો શીખવવા કે મનોરંજન કરવા યોગ્યપણે જ ભાવિને લગતી ગોઠવણનો ઉપયોગ કરી શકે. તેમ છતાં, સંનિષ્ઠ ખ્રિસ્તી વાચકો ખ્યાલમાં રાખે છે કે, બાઇબલ આપણને શુદ્ધ અને આરોગ્યપ્રદ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અરજ કરે છે. (ફિલિપી ૪:૮) એ આપણને એમ પણ યાદ દેવડાવે છે: “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) વૈજ્ઞાનિક નવલકથાવાળા કેટલાક ફિલ્મો અને પુસ્તકો, ઉત્ક્રાંતિવાદ, માનવ અમરપણું, અને પુનર્જન્મ જેવાં, બાઇબલ સાથે સમાધાન ન કરી શકાય એવાં વિચારો અને ફિલસૂફીઓ આગળ વધારવાના સાધન તરીકે કાર્ય કરે છે. બાઇબલ આપણને ‘ફિલસૂફીના ખાલી આડંબરʼનો ભોગ ન બનવા વિષે ચેતવણી આપે છે. (કોલોસી ૨:૮) તેથી દરેક પ્રકારનાં મનોરંજન વિષે છે તેમ, વૈજ્ઞાનિક નવલકથા વિષે પણ સાવધાની જરૂરી છે. આપણે જે વાંચીએ કે નિહાળીએ એ વિષે પસંદગી કરનાર બનવું જોઈએ.—એફેસી ૫:૧૦.

અગાઉ જણાવવામાં આવ્યું તેમ, ઘણી લોકપ્રિય ફિલ્મો હિંસક હોય છે. શું આપણે રક્તપાતવાળી માહિતી સ્વેચ્છાએ ગ્રહણ કરીએ તો એ યહોવાહને ખુશ કરશે, જેમના વિષે કહેવામાં આવ્યું છે: “તેમનો જીવ હિંસા ચાહનાર સર્વને નિશ્ચે ધિક્કારે છે”? (ગીતશાસ્ત્ર ૧૧:૫, NW) અને શાસ્ત્રવચનોમાં પિશાચવાદને વખોડવામાં આવ્યો છે તેથી, જાદુ કે મંત્રતંત્ર જેવાં તત્ત્વો રજૂ કરતાં પુસ્તકો કે ફિલ્મોની બાબતે ખ્રિસ્તીઓએ સારી નિર્ણાયકતા આચરવાની જરૂર છે. (પુનર્નિયમ ૧૮:૧૦) એ પણ સમજવાની જરૂર છે કે પુખ્ત વ્યક્તિ સહેલાયથી પરીકથાથી વાસ્તવિકતાને જૂદી તારવી શકે, પરંતુ બધાં બાળકો એમ કરી શકતાં હોતાં નથી. તેથી, ભાર મૂકવામાં આવે છે કે માબાપે પોતાના બાળકો જે વાંચે અને જુએ છે એનાથી કેવી અસર પામે છે એ અવલોકતા રહેવું જોઈએ.b

b અવેક!ના માર્ચ ૨૨, ૧૯૭૮ના અંકમાંનો લેખ “તમારા બાળકે શું વાંચવું જોઈએ?” જુઓ.

કેટલાક લોકો નક્કી કરી શકે કે તેઓ બીજા પ્રકારનાં વાચન અને મનોરંજન પસંદ કરે છે. પરંતુ તેઓએ એ બાબતે બીજાઓને દોષિત ઠરાવવાની કે વ્યક્તિગત પસંદગીની બાબતે વાદવિષયો ઊભા કરવાની જરૂર નથી.—રૂમી ૧૪:૪.

બીજી તર્ફે, પ્રસંગોપાત મનોરંજન તરીકે વિવિધ પ્રકારની નવલકથાનો આનંદ માણનારા ખ્રિસ્તીઓ સુલેમાનની ચેતવણી યાદ રાખે તો સારું: “ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.” (સભાશિક્ષક ૧૨:૧૨) આજે જગતમાં ઘણા લોકો વૈજ્ઞાનિક નવલકથાવાળા પુસ્તકો અને ચલચિત્રો પ્રત્યેની ભાવનામાં સ્પષ્ટપણે જ હદ બહાર ગયા છે. વૈજ્ઞાનિક નવલકથાને લગતાં ક્લબો અને પરિષદો પુષ્કળ વ્યાપ્યાં છે. ટાઈમ સામયિક અનુસાર, પાંચ ખંડો પર સ્ટાર ટ્રેકના પ્રશંસકોએ સ્ટાર ટ્રેક ટીવી કાર્યક્રમ અને ચલચિત્રોમાં રજૂ કરવામાં આવેલી નવલકથામય ક્લીંગોન ભાષા શીખવા પોતાને સમર્પિત કર્યા છે. એવું બેહદ વર્તન ૧ પીતર ૧:૧૩માંની બાઇબલની સલાહના સુમેળમાં નથી: “સાવધ રહો [“સંતુલિત રહો,” NW નિમ્નનોંધ].”

સૌથી સારી વૈજ્ઞાનિક નવલકથા પણ ભાવિમાં શું રહેલું છે એ વિષેની માણસની જિજ્ઞાસા સંતોષી શકે નહિ. જેઓ ભાવિ વિષે ખરેખર જાણવા માગતા હોય તેઓએ ચોકસાઈપૂર્ણ ઉદ્‍ભવ તરફ ફરવું પડે. એ અમે અમારા હવે પછીના લેખમાં ચર્ચીશું. (g95 12/8)

માબાપે પોતાનાં બાળકોના

મનોરંજનની દેખરેખ રાખવી જોઈએ

વૈજ્ઞાનિક નવલકથાની બાબતે ખ્રિસ્તીઓએ પસંદગી કરનારા બનવું જ જોઈએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો