અમારા વાચકો તરફથી
માફ કરો અને ભૂલી જાવ અદ્ભુત લેખ “બાઇબલનું દ્રષ્ટિબિંદુઃ માફ કરો અને ભૂલી જાવ—કઈ રીતે શક્ય?” માટે તમારો આભાર. (જૂન ૮, ૧૯૯૫) હું વિચારતો હતો કે બાઇબલ અપૂર્ણ લોકો પાસે કંઈક અશક્ય માંગણી કરતું હતું. પરંતુ હવે હું સમજું છું કે માફ કરવું અને ભૂલી જવાનો શું અર્થ થાય છે. લેખે મારી ખાતરીમાં ફાળો આપ્યો છે કે દેવની આજ્ઞાઓ બોજરૂપ નથી.
સી. આઈ. સી., નાઇજીરિયા
મારે ફક્ત એટલું જ લખીને તમને જણાવવું હતું કે હું આ લેખની કેટલી કદર કરું છું. નાની બાળકી તરીકે, મારા પર મારા બે કાકાઓએ જાતીય અત્યાચાર કર્યો હતો. પછીથી, પત્ની તરીકે મારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ખ્રિસ્તી બન્યા પછી, મેં પ્રેમ બતાવવાનો અને માફ કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં, હું કદી પ્રમાણિકપણે કહી શકી નથી કે મેં આ ત્રણ લોકોને માફ કર્યું છે જેઓએ મને ઘણાં વર્ષ ઊંડું દુ:ખ આપ્યું છે. હવે હું સમજું છું કે કેટલીક બાબતો યહોવાહના હાથમાં સોંપી દેવી જોઈએ, અને હું મારા જીવનમાં આગળ વધી શકું. પ્રકટીકરણ ૨૧:૪ મને ખાતરી આપે છે કે મને અસર કરનાર આ ગહન હાનિ જલદી જ જતી રહેશે.
એ. બી., યુનાઈટેડ સ્ટેટ્સ
મેં હમણાં જ લેખ વાંચવો પૂરો કર્યો, અને આ ક્ષણે મને યહોવાહ દેવના સાનિધ્યની જેટલી લાગણી થાય છે એટલી અગાઉ કદી થઈ ન હતી. થોડાક સમય અગાઉ હું ગંભીર પાપમાં સંડોવાયો હતો જે માટે મેં મંડળના વડીલોની મદદ લીધી હતી. મને તેઓ તરફથી માયાળુ, પ્રેમાળ સલાહ મળી હોવા છતાં, હું હજુ પણ પ્રાર્થનામાં યહોવાહ સાથે વાત કરતા અચકાતો હતો. આ લેખે મને, આપણા આકાશી પિતા કેવા માફ કરે છે અને ભૂલી જાય છે એ વિષે, વધુ સ્પષ્ટ સમજણ આપી જેની મને ખાસ જરૂર હતી. એણે મને હૃદયપૂર્વકની પ્રાર્થનામાં મુક્તપણે તેમની પાસે પહોંચવા શક્તિમાન કર્યો છે—એવો લહાવો જે હું મૂર્ખતાભરી રીતે ટાળી રહ્યો હતો. મને “વખતસર ખાવાનું આપવા સારૂ” યહોવાહનો આભાર.—માત્થી ૨૪:૪૫.
ડી. જે. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ
દેવું “શું દેવું કરવું હિતાવહ છે?” લેખ માટે આભાર. (જૂન ૮ ૧૯૯૫) હું ફક્ત ૧૩ વર્ષની છું, પરંતુ મારા પૈસાનો બરાબર હિસાબ રાખતી ન હતી. મને લાગે છે આ લેખ મને ઘણો જ મદદ કરશે.
સી. એ., યુનાઈટેડ સ્ટેટ્સ
વિશ્વને નિહાળતા તમારું સામયિક વધુને વધુ રસપ્રદ બને છે. એમાં બધા પ્રકારના વિષયો લેવામાં આવે છે—ચાલુ બનાવો, સ્પોર્ટ્સ, વિજ્ઞાન, વગેરે. “વિશ્વને નિહાળતા” અતિશય રસપ્રદ છે. મને લાગે છે કે ટીવી સમાચાર આ ગુણવિશેષ પર આધારિત રાખવામાં આવે તો, એ અતિ રસપ્રદ બનશે.
આર. એસ., ઇટાલી.
હું “વિશ્વને નિહાળતા”માં આવરવામાં આવતા વિષયોની ખરેખર કદર કરું છું. મને એક જે પૂરેપૂરો અર્થપૂર્ણ લાગ્યો તે મે ૮, ૧૯૯૫ના અંકમાં હતો. વિષય હતો “કઈ બાબત શિક્ષકોને લોકપ્રિય બનાવે છે?” લેખે જણાવ્યું કે એવું જરૂરી નથી કે ઓછું ઘરકામ આપનાર શિક્ષકને વિદ્યાર્થીઓ પસંદ કરે છે, પરંતુ તેઓને એવા શિક્ષકો ગમે છે જે માયાળુ, કાળજી લેનારા, અને સારા હોય. એ સાચું છે! મને શિક્ષકોના ઘણા અનુભવો થયા છે જેઓ એવા વિદ્યાર્થીઓની તરફેણદારી કરે છે જેઓ શિક્ષકોને લોકપ્રિય બનાવવામાં લોકપ્રિય છે. પરંતુ લાંબે ગાળે, આવા શિક્ષકો લોકપ્રિય રહેતા નથી. આ અમૂલ્ય માહિતી માટે ફરી આભાર.
એલ. કે., યુનાઇટેડ સ્ટેટ્સ
ચોરી હું ૧૩ વર્ષની છું, અને મને ચોરી કરવાનો કોયડો હતો. હું પૈસા ચોરી કરતી, અથવા હું સ્ટોરમાં જતી અને બબલ ગમની ચોરી કરતી. હું બંધ કરવા માંગતી હતી, પરંતુ મને કંઈ મદદ મળી નહિ ત્યાં સુધી કે છેવટે મને જુલાઈ ૮, ૧૯૯૫, સજાગ બનો! મળ્યું અને મેં “યુવાન લોકો પૂછે છે . . . ચોરી—શા માટે નહિ?” લેખ કાઢ્યો. એ ખરેખર મને સ્પર્શી ગયો. એણે મને યહોવાહને પ્રાર્થના કરવામાં અને તે મને બહોળી રીતે માફ કરશે એ જાણવામાં મદદ કરી. મારે દેવના રાજ્યમાં જવું છે, અને હું જાણું છું કે ચોરી કરનારા લોકો ત્યાં નહિ હોય. આ લેખ પ્રકાશિત કરવા માટે આભાર.
જે. એ., કેનેડા
હું ૨૩ વર્ષનો છું અને ચોરી કરવાને કારણે જેલમાં છું. એ બધું સમોવડિયાના દબાણથી શરૂ થયું. તેઓ ઇચ્છતા હતા કે હું કોઈક સાથે અટકચાળું કરું, અને ત્યાંથી બાબતો વણસી ગઈ. લેખ ઘણો જ સાચો છે. હું ઇચ્છું છું કે યુવાન લોકો બહુ મોડું થાય તે પહેલાં આ સલાહ સાંભળે. એ રીતે, તેઓ હું જે પરિણામ ભોગવી રહ્યો છું તે ટાળી શકે—જેલ.
એમ. એસ., યુનાઈટેડ સ્ટેટ્સ