શિયાળુ ધાબળો
શું તમે કદી પડતા હિમને તાકી રહ્યા છો, જાણે વશીકરણ થઈ રહ્યું હોય તેને જોઈ રહ્યા છો? એમ હોય તો, નિ:શંક તમે સહમત થશો કે એ સૌથી સુંદર અને શાંત દ્રશ્ય છે—ખાસ કરીને જ્યારે તમે ઘરમાં સલામત અને ઉષ્માભર્યા હો અને તમારા પર મુસાફરી કરવાનું કોઈ દબાણ ન હોય. સફેદ ધાબળો જાડો થતો જાય છે તેમ, એ સર્વત્ર ગહન શાંતિ અને સ્વસ્થતા પાથરતો જણાય છે. અરે મૃદુ પોપડીઓ કરોડોની સંખ્યામાં પડવા લાગે છે તેમ, શહેરનો શોરબકોર પણ ઠરી જાય છે.
તેમ છતાં, શું એ આશ્ચર્યકારક નથી કે હિમ પડવા જેટલી મૃદુ જણાતી કેટલીક બાબતો પણ કઈ રીતે વિનાશક બની શકે છે? ન્યૂ યોર્ક જેવાં આવા શોરબકોર કરતાં શહેરો—જેઓને ઘણી વાર “કદી ન ઊંઘતાં શહેરો” કહેવામાં આવે છે—તેઓ પર પૂરતી ઊંચાઈ સુધી હિમ પડે તો તેઓ પણ અપમાનજનક રીતે સ્થગિત થઈ જઈ શકે છે.
તો પછી, એમાં નવાઈ નથી કે દેવે વિશ્વાસુ માણસ અયૂબને પૂછ્યું: “શું તું બરફના ભંડારોમાં પેઠો છે? અથવા કરાંના ભંડારો શું તેં જોયા છે? તેમને મેં સંકટના દિવસોને માટે અને યુદ્ધ તથા સંગ્રામના દિવસને માટે ભરી મૂક્યા છે.” (અયૂબ ૩૮:૨૨, ૨૩) હિમ એના ઉત્પન્નકર્તા યહોવાહ દેવના હાથમાં ખરેખર પ્રચંડ શસ્ત્ર બની શકે છે.
તેમ છતાં, હિમ ઘણી વાર વિનાશ લાવવાને બદલે જીવન જાળવવાની ભૂમિકા ભજવે છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે દેવ “ઊનના જેવું હિમ આપે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૭:૧૬) હિમ કઈ રીતે ઊન જેવું છે? બાઇબલ સાક્ષી અને શુદ્ધતા રજૂ કરવા હિમ અને ઊન બંનેનો ઉપયોગ કરે છે. (યશાયાહ ૧:૧૮) પરંતુ બીજું એક મહત્ત્વનું સરખાપણું છે. હિમ અને ઊન બંને અલગ-કરનાર (ઈન્સ્યુલેટર) તરીકે કાર્ય કરે છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા કહે છેઃ “ઊન . . . ઠંડા અને ગરમ બંને વચ્ચે અલગ-કરનારનું કામ કરે છે.” અને હિમ, વર્લ્ડ બુક નોંધે છે કે એ પણ “સારા ઈન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. હિમ વનસ્પતિને તથા નિષ્ક્રિય બનતાં પ્રાણીઓને ઠંડી શિયાળુ હવાથી રક્ષણ મેળવવામાં મદદ કરે છે.”
તેથી હવે બીજી વખત તમે આકાશમાંથી હિમ પડતું જુઓ ત્યારે, તમે દેવની ભયાવહ શક્તિનો વિચાર કરવાનું ઇચ્છી શકો. અથવા તમે વિચારવાનું પસંદ કરી શકો કે તે પોતાની સૃષ્ટિ પર સફેદ ધાબળો ઓઢાડે છે ત્યારે, પ્રેમાળ માબાપ બાળકને સલામત રીતે પથારીમાં ઢાંકી દે ઘણું ખરું તેમ, મૃદુ રક્ષણ પૂરું પાડે છે.
(g96 2/8)