ટીમ સ્પોર્ટ
શું એ મારા માટે સારું છે?
“મને સ્પોર્ટ રમવી ગમે છે. મને ખરેખર સારી લાગણી થાય છે. અને મને મારા મિત્રો સાથે રહેવામાં આનંદ મળે છે.”—૧૪-વર્ષની સેન્ડી.
“મઝા!” “રોમાંચ!” “જીત!” સર્વેક્ષણ કરવામાં આવ્યું ત્યારે યુ.એસ. અને કેનેડાના યુવાનોએ કેટલાંક કારણો આપ્યાં કે શા માટે તેઓ સંગઠિત સ્પોર્ટસમાં ભાગ લે છે. દેખીતી રીતે જ, ઘણા યુવાનો તેઓના ઉત્સાહના સહભાગી થાય છે.
દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્સ લો. લોરેન્સ ગેલ્ટનના પુસ્તક યોર ચાઇલ્ડ ઈન સ્પોર્ટસ અનુસાર, “દર વર્ષે, છ વર્ષથી મોટાં બે કરોડ અમેરિકી બાળકો ટીમમાં સંગઠિત સ્પોર્ટ રમે છે, અથવા રમવાનો પ્રયત્ન કરે છે.” અને થોડાંક વર્ષ પહેલાં જ સંગઠિત સ્પોર્ટસ મોટે ભાગે પુરુષો માટે જ હતી, હવે મોટી સંખ્યામાં છોકરીઓ બેઈઝ બોલ રમે છે, બાસ્કેટબોલ રમે છે, અને ફૂટબોલના મેદાનમાં પણ એકબીજા સાથે હરીફાઈ કરે છે.
કદાચ તમે મેદાની રમતના પ્રકારના છો અને તમને લાગે છે કે ટીમમાં જોડાવામાં મઝા પડશે. અથવા એવું હોય શકે કે તમને એમ કરવા માટે માબાપ તરફથી, શિક્ષકો તરફથી, કે સ્પોર્ટસ શિક્ષકો તરફથી ઘણું બધું ઉત્તેજન મળતું હોય—કદાચ દબાણ પણ થતું હોય. કિસ્સો ગમે તે હોય, ટીમ સ્પોર્ટસમાં સંડોવાવા માટે પુષ્કળ સમય અને શક્તિ આપવાં પડે છે. તો પછી, કેટલાક લાભાલાભથી પરિચિત થવું વાજબી અને વ્યવહારુ એમ બંને છે. પ્રથમ, ચાલો આપણે કેટલાક લાભો જોઈએ.
સ્પોર્ટસ—લાભો
“શરીરની કસરત થોડી જ ઉપયોગી છે,” બાઇબલ કહે છે. (૧ તીમોથી ૪:૮) અને યુવાનો શારીરિક પ્રવૃત્તિમાંથી જરૂર લાભ મેળવી શકે. યુનાઈટેડ સ્ટેટ્સમાં, યુવાનોની ભયજનક સંખ્યા જાડાપણું, લોહીનું ઊંચું દબાણ, અને ઊંચા કોલેસ્ટેરોલથી પીડાય છે. નિયમિત કસરત આવા કોયડા નિયંત્રણમાં રાખવા ઘણું કરી શકે. અમેરિકન હેલ્થ સામયિકમાંના એક લેખ અનુસાર, નિયમિત કસરત કરનારા યુવાનો “બેઠાડુ [નિષ્ક્રિય] છોકરાં કરતાં વધારે સારું શ્વસન અને રક્ત-પરિભ્રમણ ધરાવે છે. વારંવારની કસરતો સ્પોર્ટસમાં પણ વધારે સારું કાર્ય કરે છે અને વજન પર વધારે સારું નિયંત્રણ રાખે છે.” સંશોધકો એમ પણ કહે છે કે કસરત તણાવમાં રાહત આપે છે, થાક ઘટાડે છે, અને તમારી ઊંઘમાં પણ સુધારો કરે છે.
રસપ્રદપણે, યોર ચાઈલ્ડ ઈન સ્પોર્ટસ પુસ્તક અવલોકે છેઃ “સ્પષ્ટ થયું છે કે મોટી વયના આરોગ્યના કોયડાના મૂળ શરૂઆતના જીવનમાં હોય છે.” આમ ઘણા તબીબોને લાગે છે કે નિયમિત કસરતના લાભો મોટી વય સુધી પહોંચે છે. લેખિકા મેરી સી. હિકી જણાવે છેઃ “સંશોધનમાં માલૂમ પડ્યું છે કે સ્પોર્ટસ રમનારાં બાળકો મોટી વયના થાય છે ત્યારે શારીરિક રીતે વધારે સક્રિય હોય છે.”
ઘણાને લાગે છે કે ટીમ સ્પોર્ટસના અન્ય વિશિષ્ટ લાભો રહેલા છે. એક પિતાએ તેનો દીકરો ફૂટબોલ રમતો હતો તે સંબંધી કહ્યું: “એને લીધે એનું ફળિયામાં ભટકવાનું બંધ થઈ ગયું છે. એ તેને શિષ્ત શીખવે છે.” અન્યોને લાગે છે કે ટીમમાં રમવું યુવાનને બીજાઓ સાથે કાર્ય કરવાનું શીખવે છે—એવી કુશળતા જે આજીવન લાભદાયી છે. ટીમ સ્પોર્ટસ યુવાનોને નિયમો અનુસરવાનું, સ્વ-શિષ્ત કેળવવાનું, આગેવાની લેવાનું, અને સફળતા કે નિષ્ફળતા બંને પ્રત્યે ઉદારપણે વર્તવાનું શીખવે છે. “સ્પોર્ટસ યુવાન લોકો માટે મહાન પ્રયોગશાળા છે,” ડો. જ્યોર્જ શીહેન કહે છે. “એ વિદ્યાર્થીઓ શિક્ષકો પાસે ઘણી વાર જે સાંભળે છે તે બાબતોનો તેઓને સીધો અનુભવ કરાવડાવે છેઃ હિંમત, કુશળતા, સમર્પણ.”—કરન્ટ હેલ્થ, સપ્ટેમ્બર ૧૯૮૫.
બીજું કંઈ નહિ તો, વિજયી ટીમના હોવું વ્યક્તિનું સ્વમાન વધારી શકે. “હું ફૂટબોલ અટકાવું કે એને ફટકો મારું તો,” યુવાન એડી કહે છે, “હું પોતા વિષે બહુ ગૌરવ અનુભવું છું.”
કીર્તિ, ધનસંપત્તિ, અને લોકપ્રિયતા
તેમ છતાં, અન્ય યુવાનો માટે, ટીમ સ્પોર્ટસની ખરી આકર્ષકતા, તેઓના સમોવડિયાઓની મંજૂરી અને સ્વીકાર મેળવવો તે છે. “દરેક વખતે તમે કંઈક સારું કરો,” ૧૩-વર્ષનો ગોર્ડન સમજાવે છે, “દરેક જણ હંમેશાં તમારી પીઠ થાબડે છે.”
સુસાન અને ડેનિયલ કોહેનનું ટીનેજ સ્ટ્રેસ પુસ્તક સ્વીકારે છેઃ “લોકપ્રિયતાએ પહોંચવાનો કોઈ ચોક્કસ માર્ગ હોય, ખાસ કરીને છોકરાઓ માટે, તો એ મેદાની રમતો છે. . . . તમને ફૂટબોલ કે બાસ્કેટબોલ ટીમનો ખેલાડી સ્વીકૃતિ વિનાનો ભાગ્યે જ જોવા મળશે.” એક સર્વેક્ષણે બતાવ્યું કે રમતવીરોને કેટલી કીર્તિ અપાય છે. વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેઓ રમતવીર, તેજસ્વી વિદ્યાર્થી, કે સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે ખ્યાતિ મેળવવાનું પસંદ કરશે કે કેમ. છોકરાઓમાં, “રમતવીર” બનવાની પસંદગી પ્રથમ ક્રમે હતી.
સમાચાર માધ્યમો ધંધાદારી રમતવીરો પર જે પૂજાયુક્ત ધ્યાનના ઢગલા કરે છે તેનો વિચાર કરશો તો, ફૂટબોલ કે બાસ્કેટબોલનો ખેલાડી એક તજજ્ઞ કરતાં વધુ આદર મેળવે છે એમાં કંઈ નવાઈ લાગતી નથી. ઘણી ખરી જાહેરાતો તેઓની આકાશને સ્પર્શતી આવકો અને પ્રમાદી જીવન-ઢબ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમાં નવાઈ નથી કે ઘણા યુવાનો, ખાસ કરીને જેઓ શહેરી કોયડાઓમાં રહે છે, તેઓને શાળાનાં સ્પોર્ટસ આબાદી સુધી પહોંચવાની સીડીનાં પગથિયા સમાન લાગે છે—ગરીબાઇમાંથી બહાર નીકળવાની ટિકિટ!
કમનસીબે, વાસ્તવિકતા આવી અપેક્ષાઓ કરતાં કરુણ રીતે ટૂંકી પડે છે. કરન્ટ હેલ્થ સામયિકમાંના “કેટલા રમતવીરો સફળ થાય છે?” લેખે કેટલાક નિખાલસ આંકડા આપ્યા. એણે જણાવ્યું: “[યુનાઇટેડ સ્ટેટ્સમાં] ૧૦ લાખ કરતાં વધુ છોકરા હાયસ્કૂલમાં ફૂટબોલ રમે છે; લગભગ ૫,૦૦,૦૦૦ બાસ્કેટબોલ રમે છે; અને આશરે ૪,૦૦,૦૦૦ બેઈઝબોલમાં ભાગ લે છે. હાયસ્કૂલથી કોલેજ સુધીમાં, ભાગ લેનારાઓની સંખ્યા તીવ્રપણે ઘટી જાય છે. બધું મળી ફક્ત ૧૧,૦૦૦ રમતવીરો કોલેજ ફૂટબોલ, બાસ્કેટબોલ, અને બેઈઝબોલમાં ભાગ લે છે.” ત્યાંથી વળી આંકડા વધારે નિરાશાજનક બને છે. “[કોલેજ રમતવીરોના] આશરે ફક્ત ૮ ટકાને જ ધંધાકીય ટીમ પસંદગી આપે છે, અને આશરે ફક્ત ૨ ટકા જ ધંધાકીય કોન્ટ્રેક્ટ સહી કરે છે.” પછી લેખ આ સૂચના આપે છેઃ “ફક્ત કોન્ટ્રેક્ટ સહી કરવાનો એવો અર્થ નથી થતો કે એ રમતવીરનો ટીમમાં નંબર લાગશે.”
તો પછી, બધું મળીને, “દરેક ૧૨,૦૦૦ હાયસ્કૂલ રમતવીરોમાંથી ફક્ત એક જણનો નંબર લાગશે.” એ લોટરીમાં પહેલું ઈનામ જીતવાની શક્યતા કરતાં કંઈ બહુ વધારે સારું નથી! પરંતુ ઓછામાં ઓછું, તમે વિચારશો, શું રમતવીરને પોતાની સર્વ મહેનત માટે વિનામૂલ્ય કોલેજ શિક્ષણ મળતું નથી? ફરીથી, શક્યતાઓ બહુ સારી નથી. રિચાર્ડ ઈ. લેપચીક અને રોબર્ટ મલેકોફ્ફના પુસ્તક ઓન ધ માર્ક અનુસાર, “લાખો હાયસ્કૂલ રમતવીરોમાંથી . . . ૫૦ માંથી ફક્ત ૧ને કોલેજમાં રમવા માટે શિષ્યવૃત્તિ મળશે.” બીજા નિરાશાજનક આંકડા છેઃ “ફૂટબોલ અને બાસ્કેટ બોલ જેવી મોટી-રકમની સ્પોર્ટસમાં શિષ્યવૃત્તિઓ મેળવનારા મોખરેના ખેલાડીઓમાંથી, ચાર વર્ષ પછી કોલેજમાંથી ૩૦ ટકા કરતાં ઓછા સ્નાતક બનશે.”
ખેલાડીઓની વિશાળ બહુમતી માટે, ધનવાન અને પ્રખ્યાત રમતવીર બનવાનું સ્વપ્ન તરંગ માત્ર—મૃગજળ સમાન સ્વપ્ન—બની રહે છે.
છોડી દેનારાઓ
તમે સુધરેલું આરોગ્ય, ચારિત્ર્ય વિકાસ, અને વધેલી લોકપ્રિયતાના સંભાવ્ય ભાવિનો વિચાર કરો છો ત્યારે, સંગઠિત સ્પોર્ટસ ટીમમાં જોડાવું હજુ પણ હોંશિયારીભર્યું લાગે. પરંતુ તમે મહાવરો કરવા ઘર બહાર દોડી જાવ તે પહેલાં, લેડીઝ હોમ જરનલમાં કહેવામાં આવ્યું તેનો વિચાર કરોઃ “ગત કોઈ પણ પેઢી કરતાં આજે વધુ છોકરાં સંગઠિત સ્પોર્ટસ માટે નામ નોંધાવી રહ્યા છે. ખરાબ સમાચારઃ તેઓ નોંધપાત્ર સંખ્યામાં આ સ્પોર્ટસ કાર્યક્રમો છોડી દઈ રહ્યા છે.” આ વિષયના નિષ્ણાત ડો. વેર્ન સીફેલ્ડ્ટને આમ કહેતા ટાંકવામાં આવ્યા છેઃ “તેઓ પંદર વર્ષના થાય છે ત્યાં સુધીમાં, સ્પોર્ટસ કદી પણ ન રમનારા પંચોત્તેર ટકા છોકરાં એ છોડી દે છે.”
કેનેડાનો વિચાર કરો, જ્યાં બરફ પર હોકીની રમત પુષ્કળ લોકપ્રિયતા મેળવી રહી છે. એક શોખ માટેની હોકી ટીમમાં, એના ૬,૦૦,૦૦૦ કરતાં વધારે ખેલાડીઓમાંના ૫૩ ટકા ૧૨ વર્ષથી નાના હતા. તેમ છતાં, ફક્ત ૧૧ ટકા ૧૫ વર્ષ કરતાં મોટા હતા. કારણ? મોટા ભાગના યુવાનિયા એ વય પહોંચતા છોડી ગયા હતા. શા માટે આટલા બધા છોડી જાય છે?
સંશોધકો કહે છે કે આવા છોડી જનારા પોતાના જતા રહેવાનું કારણ આશ્ચર્યકારકપણે તદ્દન સાદું આપે છેઃ રમતોમાં કોઈ મઝા નથી. ખરેખર, ટીમમાં રમવું થકવી નાખનારી અને સમય-ખાય જનારી યોજના બની શકે. સેવન્ટીન સામયિકે એના વાચકોને જણાવ્યું કે ટીમ માટે પ્રયાસ કરવા માત્રમાં “આશરે એક કે બે સપ્તાહ . . . સપ્તાહના પાંચ દિવસ, રોજ ત્રણ કલાક” મહેનત કરવાનો સમાવેશ થાય છે. તમે આ અગ્નિ-પરીક્ષા પસાર કરી ટીમમાં પ્રવેશ મેળવો તો, મહેનત અને મહાવરાના વધુ કલાકો કવાયત તમારું ભાવિ છે. છોકરીઓની બાસ્કેટબોલ ટીમની સભ્ય ઉદાહરણરૂપ છે જે પોતાની રમત માટે રોજ ત્રણ કલાક પસાર કરે છે. એ સમય કંઈક વધુ યથાયોગ્ય કરવામાં પસાર કરી શકાય.
અલબત્ત, ઘણા યુવાનો થકવી નાખનાર નિત્યક્રમનો વાંધો લેતા નથી. તેઓ પોતાની રમતગમતની કુશળતા સંપૂર્ણ બનાવવાની મઝા અને પડકારનો આનંદ માણે છે. પરંતુ મોટી સંખ્યામાં યુવાનો સંગઠિત રમતગમતો છોડી દે છે એનાં બીજાં કારણો પણ છે. તમારે કોઈ ટીમમાં જોડાવું કે નહિ એનો નિર્ણય લેવા માટે એ જાણવાની જરૂર છે. જેમ નીતિવચન ૧૩:૧૬ કહે છે, “ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે.” એ માટે ભાવિનો લેખ આ ચર્ચા ચાલુ રાખશે. (g96 2/22)
રમતવીરોની લોકપ્રિયતા ઘણા યુવાનોને સંગઠિત સ્પોર્ટસ તરફ આકર્ષે છે
‘મોટા ભાગના મોખરેના યુનિવર્સિટી ખેલાડીઓ જેઓ સ્પોર્ટસ શિષ્યવૃત્તિઓ મેળવે છે સ્નાતક બનવામાં નિષ્ફળ જાય છે’