વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૨/૮ પાન ૭-૯
  • લવચીક, છતાં દૈવી ધોરણોને જવાબદાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લવચીક, છતાં દૈવી ધોરણોને જવાબદાર
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઉત્પન્‍નકર્તા​—⁠આપણા સૌથી મોટા ઉદાહરણ બેસાડનાર
  • મક્કમ, છતાં લવચીક
  • અતિસહિષ્ણુ બનવાનો ફાંદો
  • યહોવાહ સાથે મજબૂત સંબંધ
  • સમયો બદલાઈ રહ્યા છે
  • સહિષ્ણુતા એક હદથી બીજી હદ સુધી
    સજાગ બનો!—૧૯૯૭
  • સહનશીલતા
    સજાગ બનો!—૨૦૧૫
  • યોગ્ય સમતોલ તમારા જીવનને મધુર બનાવી શકે
    સજાગ બનો!—૧૯૯૭
  • શું તમે ખરેખર સહનશીલ છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૨/૮ પાન ૭-૯

લવચીક, છતાં દૈવી ધોરણોને જવાબદાર

“સહિષ્ણુ માણસો કદી મૂર્ખ હોતા નથી, અને મૂર્ખ માણસો કદી સહિષ્ણુ હોતા નથી,” એમ એક ચીની કહેવત કહે છે. એ કહેવતમાં કંઈક વજૂદ છે, કેમ કે સહિષ્ણુ હોવું એ એક પડકાર છે, જે વર્તણૂકના યોગ્ય ધોરણો પ્રત્યે જવાબદારી જરૂરી બનાવે છે. પરંતુ કયા ધોરણોથી આપણે પોતાને જવાબદાર બનાવવા જોઈએ? શું માનવજાતના બનાવનારે બેસાડેલા ધોરણો અનુસરવા તર્કપૂર્ણ નહિ હોય, જે તેમના શબ્દ, પવિત્ર બાઇબલમાં સમજાવવામાં આવ્યાં છે? ખુદ દેવ પોતાના ધોરણોને પાળવામાં સૌથી સરસ ઉદાહરણ બેસાડે છે.

ઉત્પન્‍નકર્તા​—⁠આપણા સૌથી મોટા ઉદાહરણ બેસાડનાર

સર્વશક્તિમાન યહોવાહ દેવ સહિષ્ણુતામાં સંપૂર્ણપણે સમતોલ છે, જે ઘણી બધી કે બિલકુલ થોડી સહિષ્ણુતા બતાવતા નથી. હજારો વર્ષોથી, તેમણે તેમના નામને દોષિત કરનારા, માનવજાતને ભ્રષ્ટ કરનારા, અને પૃથ્વીનો દુરુપયોગ કરનારાઓને સાંખ્યા છે. રૂમી ૯:૨૨માં નોંધવામાં આવ્યું છે તેમ, પ્રેષિત પાઊલે લખ્યું કે દેવે “નાશને જોગ થએલાં કોપનાં પાત્રોનું ઘણી સહનશીલતાથી સહન કર્યું.” શા માટે દેવ આટલા લાંબા સમયથી સહન કરી રહ્યા છે? કેમ કે તેમની સહિષ્ણુતાનો એક હેતુ છે.

દેવ માનવજાત સાથે ધીરજ રાખે છે ‘કેમ કે કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું તે ઇચ્છે છે.’ (૨ પીતર ૩:⁠૯) ઉત્પન્‍નકર્તાએ માનવજાતને બાઇબલ આપ્યું છે અને તેમણે વર્તણૂક વિષેનાં પોતાનાં ધોરણો સર્વત્ર જાહેર કરવા પોતાના સેવકોને આજ્ઞા આપી છે. સાચા ખ્રિસ્તીઓ એ ધોરણો માટે જવાબદાર છે. પરંતુ શું એનો અર્થ એવો થાય કે દેવના સેવકોએ દરેક સંજોગોમાં કડક થવું જ જોઈએ?

મક્કમ, છતાં લવચીક

ઈસુ ખ્રિસ્તે અનંતકાળનું જીવન શોધનારાઓને ‘સાંકડે બારણેથી માંહે પેસવા’ ઉત્તેજન આપ્યું. પરંતુ સાંકડા બારણામાંથી પસાર થવાનો અર્થ સંકુચિત મનવાળા હોવું થતો નથી. આપણે બીજાઓ સાથે હોઈએ ત્યારે, આપખુદી ચલાવનારા કે હઠાગ્રહી હોવાનું વલણ ધરાવતા હોઈએ તો, એ વલણને કાબૂમાં રાખીશું તો, નિશ્ચે એ દરેકનું જીવન ઘણું જ આનંદી બનાવશે. પરંતુ કઈ રીતે?​—⁠માત્થી ૭:૧૩; ૧ પીતર ૪:⁠૧૫.

થીઓફાનો નામની એક ગ્રીક વિદ્યાર્થીનીએ સમજાવ્યું કે ભિન્‍ન પાર્શ્વભૂમિકા ધરાવતા લોકો સાથે સમય પસાર કરવાથી તેઓને વધુ સારી રીતે સમજવા તરફ દોરી ગયું, તેણે કહ્યું: “તેઓને આપણા વિચારો અપનાવવા દબાણ કરવાને બદલે તેઓની વિચાર કરવાની રીત સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ એ ઘણું જ અગત્યનું છે.” એ કારણે, કોઈકને સારી રીતે ઓળખવાથી આપણે જાણી શકીએ કે ખોરાકની તેની રુચિ અને બોલવાના તેના ઉચ્ચારો આપણે ધારતા હતા એટલા વિચિત્ર નથી. હંમેશા આપણે જ બોલીએ કે આપણો જ કક્કો ખરો કરાવવા આગ્રહ રાખવાને બદલે, આપણે તેમનાં દૃષ્ટિબિંદુઓ સાંભળવાથી ઘણી ઉપયોગી બાબતો શીખીએ છીએ. ખરેખર, ખુલ્લા મનવાળા લોકો જીવનમાંથી વધારે મઝા મેળવે છે.

જ્યારે પણ વ્યક્તિગત અભિપ્રાય સમાવિષ્ટ હોય ત્યારે, આપણે લવચીક બનવું જોઈએ અને બીજાઓને તેઓની પસંદગીનો આનંદ માણવા દેવો જોઈએ. પરંતુ વર્તણૂક આપણા ઉત્પન્‍નકર્તાને આજ્ઞાધીનતાની બાબત હોય છે ત્યારે, આપણે મક્કમ રહેવું જ જોઈએ. સર્વશક્તિમાન દેવ બધા પ્રકારની વર્તણૂકને દરગુજર કરતા નથી. એ તેમણે ભૂતકાળમાંના પોતાના સેવકો સાથેના પોતાના વ્યવહાર દ્વારા બતાવ્યું.

અતિસહિષ્ણુ બનવાનો ફાંદો

પ્રાચીન ઈસ્રાએલ રાષ્ટ્રનો પ્રમુખ યાજક, એલી, દેવનો સેવક હતો જે વધુ પડતી સહિષ્ણુતાના ફાંદામાં ફસાયો. ઈસ્રાએલીઓ દેવ સાથે એક કરારના સંબંધમાં પ્રવેશ્યા હતા, અર્થાત્‌ તેમના નિયમો પાળવા સહમત થયા હતા. પરંતુ એલીના બે દીકરા, હોફની અને ફીનહાસ, લોભી અને અનૈતિક હતા તથા સર્વશક્તિમાન પ્રત્યે ઘોર અપમાનજનક હતા. એલી દેવના નિયમમાં પ્રવીણ હતો છતાં, ફક્ત થોડોક ઠપકો આપ્યો અને પોતાની શિસ્ત આપવામાં મંદ હતો. તેણે એવું વિચારીને ભૂલ કરી કે દેવ એ દુષ્ટતાને સહન કરી લેશે. ઉત્પન્‍નકર્તા દુર્બળતા અને દુષ્ટતા વચ્ચે તફાવત રાખે છે. દેવના નિયમનો સ્વેચ્છાપૂર્વક ભંગ કરવાથી, એલીના દુષ્ટ દીકરાઓને આકરી શિક્ષા​—⁠અને બરાબર રીતે⁠—​કરવામાં આવી.​—⁠૧ શમૂએલ ૨:​૧૨-૧૭, ૨૨-૨૫; ૩:​૧૧-૧૪; ૪:⁠૧૭.

આપણે આપણા બાળકોનાં વારંવારના દુષ્ટ કૃત્યો તરફ આંખ આડા કાન કરીને આપણા કુટુંબમાં વધુ પડતા સહિષ્ણુ બનીએ તો આપણા માટે કેટલું દુઃખદ થશે! તેઓને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવાં કેટલું બધું સારું છે! એનો અર્થ એ થયો કે ખુદ આપણે વર્તણૂકના દૈવી ધોરણોને વળગી રહેવું જ જોઈએ અને આપણા બાળકોને એ શીખવવાં જ જોઈએ.​—⁠એફેસી ૬:⁠૪.

એ જ રીતે, ખ્રિસ્તી મંડળ દુષ્ટતા સાંખી લઈ શકતું નથી. કોઈ સભ્ય ઘોર દુષ્ટતા આચરે અને પ્રાયશ્ચિત્ત કરવાનો નકાર કરે તો, તેને દૂર કરવો જ જોઈએ. (૧ કોરીંથી ૫:​૯-૧૩) જોકે, સાચા ખ્રિસ્તીઓ કુટુંબ વર્તુળ અને મંડળની બહાર, આખા સમાજને બદલવા પ્રયત્ન કરતા નથી.

યહોવાહ સાથે મજબૂત સંબંધ

ચિંતાના વાતાવરણમાં અસહિષ્ણુતા જન્મે છે. તેમ છતાં, દેવ સાથે આપણો ગાઢ વ્યક્તિગત સંબંધ હોય તો, આપણે અમુક અંશે સલામતીનો આનંદ માણીએ છીએ જે આપણને યોગ્ય સમતોલ જાળવવા મદદ કરે છે. આપણે નીતિવચન ૧૮:૧૦માં વાંચીએ છીએ કે “યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.” નિશ્ચે આપણી પર કે આપણા સ્નેહીજન પર આવે એવી કોઈ હાનિ નથી જેની ઉત્પન્‍નકર્તા પોતાના યોગ્ય સમયે કાળજી ન લે.

પ્રેષિત પાઊલ એવી વ્યક્તિ હતી જેને દેવ સાથેના ગાઢ સંબંધમાંથી ઘણો જ લાભ થયો હતો. શાઊલ તરીકે જાણીતા એક યહુદી તરીકે, તેણે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને સતાવ્યા હતા અને તે રક્તપાતનો અપરાધી હતો. પરંતુ ખુદ શાઊલ એક ખ્રિસ્તી બન્યો અને, પ્રેષિત પાઊલ તરીકે, પછીથી પૂરેપૂરા સમયના સુવાર્તિક કાર્યમાં સામેલ થયો. પાઊલે સર્વ લોકોને, ‘ગ્રીક લોકોને તેમજ બર્બરોને પણ, અને જ્ઞાનીઓને તેમજ મૂર્ખને’ પ્રચાર કરવામાં ખુલ્લા મનવાળું વર્તન બતાવ્યું.​—⁠રૂમી ૧:​૧૪, ૧૫; પ્રેરિતોનાં કૃત્યો ૮:​૧-૩.

તે કઈ રીતે બદલાયો? શાસ્ત્રવચનોનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવીને અને ઉત્પન્‍નકર્તા જે નિષ્પક્ષપાતી છે તેમના માટેના પ્રેમમાં વધીને. પાઊલ શીખ્યો કે દેવ ન્યાયી છે કેમ કે તે સંસ્કૃતિ કે કોમ અનુસાર નહિ, પરંતુ તે કે તેણી જે છે અને જે કરે છે એ અનુસાર, દરેક વ્યક્તિનો ન્યાય કરે છે. હા, દેવને કૃત્યો અગત્યનાં છે. પીતરે નોંધ્યું કે “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:​૩૪, ૩૫) સર્વશક્તિમાન દેવ પૂર્વગ્રહ રાખતા નથી. એ જગતના આગેવાનોથી ભિન્‍ન છે, જેઓ પોતાના હેતુઓ પાર પાડવા જાણી જોઈને અસહિષ્ણુતા વાપરી શકે છે.

સમયો બદલાઈ રહ્યા છે

ઇંગ્લૅંડની ઓક્ષફર્ડ યુનિવર્સિટીના જોન ગ્રે અનુસાર, સહિષ્ણુતા એવો “એક સદ્‍ગુણ છે જે હમણાં જૂજ થઈ રહ્યો છે.” પરંતુ એ બદલાશે. દૈવી ડહાપણથી સંતુલિત સહિષ્ણુતા પ્રચલિત થશે.

દેવની ઝઝૂમી રહેલી નવી દુનિયામાં, અસહિષ્ણુતા નહિ હોય. પૂર્વગ્રહ અને હઠાગ્રહ જેવા અસહિષ્ણુતાના આકરા રૂપો નહિ હોય. સંકુચિત મન જીવનમાંનાં આનંદને રૂંધશે નહિ. પછી, કાશ્મીરની ખીણમાં કદી પણ શક્ય હતો એનાથી પણ વધારે ભવ્ય પારાદેશ આવશે.​—⁠યશાયાહ ૬૫:​૧૭, ૨૧-૨૫.

શું તમે એ નવી દુનિયામાં રહેવાની અપેક્ષા રાખી રહ્યા છો? એ કેવો લહાવો હશે અને એ કેટલું રોમાંચક હશે!

[Caption on page ૮]

પ્રેષિત પાઊલે યોગ્ય સમતોલ બતાવ્યો કેમ કે દેવ સાથે તેનો સંબંધ હતો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો