વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૩/૮ પાન ૩-૫
  • શીખવાની અક્ષમતાસહિત જીવવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શીખવાની અક્ષમતાસહિત જીવવું
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શીખવાની અક્ષમતાઓ નક્કી કરવી
  • જરૂરી મદદ પૂરી પાડવી
  • બાળક વાંચવા-લખવામાં ગરબડ કરે છે?
    સજાગ બનો!—૨૦૦૯
  • શા માટે હું શીખી શકતી નથી?
    સજાગ બનો!—૧૯૯૬
  • મગજની નબળાઈવાળાં બાળકોને મોટાં કરવાં
    સજાગ બનો!—૨૦૦૬
  • અપંગતા વધતી જાય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૩/૮ પાન ૩-૫

શીખવાની અક્ષમતાસહિત જીવવું

છ-વર્ષના ડેવિડનો દિવસનો સૌથી મનગમતો સમય વાર્તા સાંભળવાનો છે. મમ્મી વાંચી સંભળાવે છે ત્યારે એ તેને ગમે છે, અને પોતે જે સાંભળે છે એ યાદ રાખવામાં તેને કોઈ મુશ્કેલી પડતી નથી. પરંતુ ડેવિડને એક સમસ્યા છે. તે પોતે વાંચી શકતો નથી. હકીકતમાં, નજરે જોઈ કરવું પડતું કોઈ પણ કામ તેને નિરાશ બનાવે છે. સારાહ શાળાના ત્રીજા વર્ષમાં છે, તોપણ તેના અક્ષર અસાધારણપણે ખરાબ છે. તેના અક્ષરો અસ્તવ્યસ્ત હોય છે, અને એમાંના કેટલાક તો ઊંધા લખેલા હોય છે. તેના માબાપની ચિંતામાં વધારો કરનારી બાબત એ હકીકત છે કે સારાહને તો ખુદ પોતાનું નામ લખવામાં પણ મુશ્કેલી પડે છે. તરુણ જોશને શાળામાં ગણિત સિવાય દરેક વિષય સારા આવડે છે. ગણિતના આંકડાના વિચાર માત્રથી તે ગૂંચવાઈ જાય છે. આંકડા જોતાની સાથે જોશ ગુસ્સે થઈ જાય છે, અને તે ગણિતનું ઘરકામ કરવા બેસે છે ત્યારે, તેનો મિજાજ ઝડપભેર બગડી જાય છે.

ડેવિડ, સારાહ, અને જોશને શું તકલીફ છે? શું તેઓ ફક્ત આળસુ, જિદ્દી, કદાચ મંદબુદ્ધિના છે? જરાય નહિ. આમાનું દરેક બાળક સામાન્યથી સરેરાશ બુદ્ધિશાળી કરતાં વધુ છે. તોપણ, તે દરેકને શીખવાની અક્ષમતા પણ અવરોધરૂપ છે. ડેવિડ ડાયસ્લેક્ષિયા (dyslexia)થી પીડાય છે, એ એવી શબ્દાવલિ છે જે વાંચનની અનેક સમસ્યાને લાગુ પડે છે. સારાહને લખવામાં પડતી અતિશય મુશ્કેલીને ડાયસ્ગ્રાફિયા (dysgraphia) કહે છે. અને ગણિતનો પાયારૂપ વિચાર સમજવાની જોશની અક્ષમતા ડાયસ્કેલ્ક્યુલિયા (dyscalculia) તરીકે જાણીતી છે. શીખવાની આ ત્રણ માત્ર અક્ષમતાઓ છે. એવી તો ઘણી છે, અને કેટલાક નિષ્ણાતો અંદાજે છે કે એઓ ભેગી યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ઓછામાં ઓછા ૧૦ ટકા બાળકોને અસર કરે છે.

શીખવાની અક્ષમતાઓ નક્કી કરવી

સાચું, ઘણી વખત મોટા ભાગના યુવાનોને શીખવું એક પડકાર લાગે છે. છતાં, સામાન્યપણે એને શીખવાની અક્ષમતા ગણવામાં આવતી નથી. એને બદલે, એ ફક્ત દર્શાવે છે કે બધાં બાળકોને શીખવાની ક્ષમતા અને નબળાઈઓ પણ હોય છે. કેટલાક સાંભળવામાં અતિ કુશળ હોય છે; તેઓ ફક્ત સાંભળવાથી જ માહિતી તદ્દન સારી રીતે ગ્રહણ કરી શકે છે. અન્યો જોવાની વધારે વૃત્તિ રાખે છે; તેઓ વાંચીને વધુ શીખે છે. તેમ છતાં, શાળાઓમાં વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં એકત્ર કરવામાં આવે છે અને શીખવવાની રીત ભલે ગમે તે હોય બધા પાસે શીખવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી, કેટલાકને શીખવાની સમસ્યા ઊભી થાય એ અનિવાર્ય છે.

તેમ છતાં, કેટલાકના મતાનુસાર, સાદી શીખવાની સમસ્યા અને શીખવાની અક્ષમતા એ બેમાં તફાવત છે. એવો ખુલાસો આપવામાં આવ્યો છે કે શીખવાની સમસ્યા ધીરજ અને પ્રયત્નથી આંબી શકાય છે. સરખામણીમાં ભિન્‍ન, શીખવાની અક્ષમતાનાં મૂળ ઘણાં ઊંડાં છે એમ કહેવાય છે. “શીખી રહેલા અક્ષમ બાળકનું મગજ, અમુક પ્રકારનાં મગજનાં કામો ખોટી રીતે સમજતું, પ્રક્રિયા કરતું, અથવા યાદ રાખતું જણાય છે,” એમ તબીબો પોલ અને એસ્તેર વેન્ડર લખે છે.a

વળી પછી, શીખવાની અક્ષમતાનો એવો અર્થ કરવાનો નથી કે બાળક મંદબુદ્ધિનું છે. આની સમજ આપવા, વેન્ડરોએ સૂર-બહેરા (tone-deaf) લોકો સાથે સરખામણી કરી, જેઓ સંગીતના સૂરોની ચઢઊતર વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. “સૂર-બહેરા લોકોના મગજને હાનિ પહોંચેલી હોતી નથી અને તેઓના સાંભળવામાં પણ કંઈ ખામી હોતી નથી,” વેન્ડરો લખે છે. “કોઈ એવું ન કહી શકે કે સૂર-બહેરાપણું આળસ, નબળું શિક્ષણ, કે નબળી પ્રેરણાને કારણે છે.” શીખવામાં અક્ષમતાવાળાઓનું પણ એવું જ છે, એમ વેન્ડરો કહે છે. ઘણી વાર, બાબત શીખવાના એક પાસા પર કેન્દ્રિત થઈ જાય છે.

એ ખુલાસો આપે છે કે શા માટે શીખવાની અક્ષમતાવાળાં ઘણાં બાળકોમાં સરેરાશ કે એથી વધુ બુદ્ધિ હોય છે; ખરેખર, કેટલાક તો અતિશય તેજસ્વી હોય છે. આ વિરોધાભાસને કારણે જ તબીબોને બાળકમાં શીખવાની અક્ષમતા છે એવી ખબર પડે છે. વાય ઈઝ માય ચાઇલ્ડ હેવીંગ ટ્રબલ એટ સ્કૂલ? પુસ્તક સમજણ આપે છે: “શીખવાની અક્ષમતાવાળું બાળક, તેની વય અને તેના અંદાજેલા બુદ્ધિ-આંક (IQ) કરતાં, બે કે વધુ વર્ષ નાની વય તરીકે કાર્ય કરે છે.” બીજા શબ્દોમાં, સમસ્યા ફક્ત એ નથી કે બાળકને પોતાના સમોવડિયાઓ સાથે મેળ ખાવામાં મુશ્કેલી પડે છે. એને બદલે, તેનું કાર્ય ખુદ તેની સ્થિતશક્તિને સમાન હોતું નથી.

જરૂરી મદદ પૂરી પાડવી

શીખવાની અક્ષમતાની લાગણીમય અસરો સમસ્યામાં હજુ વધારો કરે છે. શીખવાની અક્ષમતાવાળાં બાળકો શાળામાં નબળાં પડે છે ત્યારે, તેઓના શિક્ષકો તથા સમોવડિયાઓ, અરે તેઓનું પોતાનું કુટુંબ પણ, તેઓને નિષ્ફળ તરીકે જુએ છે. દિલગીરીની બાબત છે કે, આવાં ઘણાં બાળકો પોતાનું નકારાત્મક માનસિક ચિત્ર વિકસાવે છે જે તેઓ મોટા થાય તેમ ચાલુ રહી શકે છે. આ યોગ્ય ચિંતા છે, કેમ કે શીખવાની અક્ષમતા સામાન્યપણે જતી રહેતી નથી.b “શીખવાની અક્ષમતા આજીવન અક્ષમતા હોય છે,” ડૉ. લેરી બી. સિલ્વર લખે છે. “વાંચવું, લખવું, અને ગણિતને નડતરરૂપ અક્ષમતાઓ જ રમતગમત તથા અન્ય પ્રવૃત્તિઓ, કૌટુંબિક જીવન, અને મિત્રો સાથેના સુમેળને પણ નડતરરૂપ છે.”

એ માટે અત્યંત જરૂરી છે કે, શીખવાની અક્ષમતાવાળાં બાળકોને માબાપ તરફથી ટેકો મળે. “બાળકો જેઓ જાણે છે કે તેઓનાં માબાપ તેઓનાં પ્રખર હિમાયતીઓ છે, તેઓને કાર્યક્ષમતા અને સ્વ-આદરની સભાનતા વિકસાવવાનો પાયો મળે છે,” એમ પેરેન્ટીંગ એ ચાઇલ્ડ વીથ એ લર્નિંગ ડિસેબિલિટી પુસ્તક કહે છે.

પરંતુ એમ કરવા, માબાપે ખુદ પોતાની લાગણીઓ તપાસવાની જરૂર છે. કેટલાક માબાપને ગુનાઈતપણાની લાગણી થાય છે, જાણે કે કોઈક રીતે પોતાના બાળકની સ્થિતિ માટે પોતે જ દોષિત છે. અન્યો ભયભીત થાય છે, તેઓને પોતા સમક્ષ રહેલા પડકારોથી કચડાય ગયાની લાગણી થાય છે. આ બંને પ્રત્યાઘાતો મદદરૂપ થતા નથી. એનાથી માબાપ સમસ્યાના ઉકેલ વિષે ઠપ થઈ જાય છે અને બાળકને જોઈતી મદદ મળતી નથી.

તેથી કુશળ નિષ્ણાત નક્કી કરે કે તમારા બાળકને શીખવાની અક્ષમતા છે તો, હતાશ ન થાઓ. યાદ રાખો કે શીખવાની અક્ષમતાવાળાં બાળકોને ફક્ત અમુક ખાસ શીખવાની કુશળતામાં વધારાના ટેકાની જ જરૂર છે. તમારા વિસ્તારમાં શીખવાની અક્ષમતાવાળાં બાળકો માટે પ્રાપ્ય હોય એવા કોઈ કાર્યક્રમથી પરિચિત થવા સમય કાઢો. ઘણી શાળાઓ આવી પરિસ્થિતિ હાથ ધરવા વર્ષો અગાઉ હતી એના કરતાં વધુ સારી રીતે સજ્જ થઈ છે.

નિષ્ણાતો ભાર મૂકે છે કે તમારે તમારા બાળકની કોઈ પણ સિદ્ધિની પ્રશંસા કરવી જોઈએ, ભલેને એ બહુ નાની કેમ ન હોય. પ્રશંસા કરવામાં ઉદાર બનો. તે જ સમયે, શિસ્તની અવગણના ન કરો. બાળકોને એક બંધારણની જરૂર હોય છે, અને શીખવાની અક્ષમતાવાળાં બાળકોને પણ એની સવિશેષ જરૂર છે. તમારા બાળકને જાણવા દો કે તમે શાની અપેક્ષા રાખો છો, અને તમે જે ધોરણો બેસાડો એને વળગી રહો.

છેવટે, તમારી પરિસ્થિતિ વાસ્તવિક રીતે જોતા શીખો. પેરેન્ટીંગ એ ચાઇલ્ડ વીથ એ લર્નિંગ ડિસેબિલિટી પુસ્તક એ આ રીતે સમજાવે છે: “કલ્પના કરો કે તમે તમારા કોઈ મનગમતા રેસ્ટોરન્ટમાં જાવ છો અને બટાકાવડાનો ઑર્ડર મૂકો છો. વેઈટર તમારી આગળ પ્લેટ મૂકે છે ત્યારે, તમને જોવા મળે છે કે એ તો દહીંવડા છે. બંને વાનગી આહ્‍લાદક છે, પરંતુ તમે તો બટાકાવડાની રાહ જોઈ રહ્યા હતા. ઘણા માબાપોએ પોતાની વિચારસરણીમાં માનસિક ફેરફાર કરવાની જરૂર છે. તમે દહીંવડા માટે ભલે તૈયાર ન હો, પરંતુ તમને લાગે છે કે એ પણ જોરદાર છે. ખાસ જરૂરિયાતવાળાં બાળકોને ઉછેરો ત્યારે પણ બાબત એમ જ છે.”

[Footnotes]

a કેટલાક અભ્યાસો સૂચવે છે કે શીખવાની અક્ષમતામાં અનુવંશીય (genetic) ઘટક હોય શકે અથવા પર્યાવરણીય ઘટકો, જેવા કે સીસાને લીધે થતું ઝેર કે સગર્ભાવસ્થા દરમિયાન કેફી દ્રવ્યો કે દારૂનો ઉપયોગ, ભૂમિકા ભજવી શકે. હજુ પણ, ચોકસાઈભર્યું કારણ કે કારણો જાણમાં નથી.

b કેટલાક કિસ્સાઓમાં, બાળકો શીખવાની હંગામી અક્ષમતા બતાવે છે કારણ કે કેટલાક વિસ્તારોમાં તેઓનો વિકાસ મોડો પડે છે. સમય જતાં, આવાં બાળકોનાં લક્ષણો જતાં રહે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો